આયુર્વેદમાં ચમત્કારી વનસ્પતિ ગણાય છે દુર્વા,જાણી લો એના ફાયદા,એક નહીં અનેક રોગો માં ઉપયોગ….

0
523

દુર્વા સંસ્કૃત નામ ચ એપણ આ ઘાસને અમૃતા ,અનંતા , ગૌરી , મહૌષધિ, શત્પર્વા , ભાર્ગવી નામ પરથી પણ ઓળખવામાં આવે છે.તમને જાણીને હેરાન થશે કે ગણેશજીને ચડાવાતા આ ઘાસનો ઉપયોગ આયુર્વેદ તરીકે પણ કરવામાં આવે છે. જે મસમોટા રોગોનું નિનરકારણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઘાસ પછાળની પણ પૌરાણિક ગાથા છે પ્રાચીન કાળમાં અનલાસુર નામનો દૈત્ય હતો.જે ઋષિ મુનિઓ અને આમ લોકોને જીવતા ગળી જતો હતો અનલાસૂરના ત્રાસથી દેવરાજ ઇન્દ્ર સહિતના દેવી દેવતા અને પ્રમુખ ઋષિ મુનિઓ ભગવાન શિવ પાસે પ્રાથના કરવા જાય છે ત્યારે શિવજી કહે છે કે અનલાસૂરનો અંત માત્ર ગણેશ કરી શકે. જ્યારે ગણેશજી અનલાસૂરને ગળ્યો ત્યારે તેના પેટમાં બળતરા થવા લાગી ત્યારે કશ્યપ મુનીએ દુર્વાની ગાઠ બાંધી ગણેશજીને આપી તો તેમની બળતરાની સમસ્યા દૂર થઈ ગયી ત્યારથી ગણેશજીને દુર્વા ચડાવવાની માન્યતા છે.

ગણેશજીને ચડાવાતા પવિત્ર ઘાસ દુર્વાનો આયુર્વેદમાં ઔષધિ તરીકે ઉલ્લેખ છે. તે મોટા મોટા રોગોને જડમૂળમાંથી દૂર કરવાની શક્તિ ધરાવે છે. જાણો દુર્વાથી તમારા શરીરને કેવા અદભૂત ફાયદા થાય છે.આપણે ભગવાન શ્રી ગણેશને દૂર્વો એટલા માટે ચઢાવીએ છીએ કે દૂર્વો મંગળકારી, પાપનાશક અને સુખ-સમૃદ્ધિ આપનાર છે. દૂર્વાને ગમે તે રીતે નથી ચઢાવવામાં આવતો. તેન ચઢાવવાની પણ એક વિધિ હોય છે જેમ આપણે ગણપતિને પ્રસાદના રૂપમાં 21 લાડુ કે મોદકનો ભોગ લગાવીએ છીએ એ જ રીતે દૂર્વાને પણ 21ની સંખ્યામાં ચઢાવવામાં આવે છે.આ રીતે મંત્ર વિધિપૂર્વક શ્રી ગણેશને દૂર્વો ચઢાવવાથી મનની ઈચ્છા પૂરી થાય છે, ઘરમાં ક્લેશ અશાંતિ રહેતા નહી.દુર્વાનું માત્ર ધાર્મિક મહત્વ જ નથી પરંતુ દુર્વાથી તાજગી અને પ્રફુલ્લતા પણ વધે છે. તે તાજગીને યથાવત રાખે છે. દુર્વા એક પ્રકારનું ઘાસ છે. તેની વિશેષતા એ છે કે તેના મૂળ જમીનમાં ખૂબ ઉંડા સુધી ઉતરેલા હોય છે. લગભગ 6 ફીટ સુધી ઉતર્યા હોય છે. વિપરીત પરિસ્થિતીઓમાંથી પોતાનું અસ્તિત્વ બખૂબીથી બચાવે એ દુર્વા છે. આપણા જીવનમાં દુર્વાના અનેક ઉપયોગ સૂચવવામાં આવ્યા છે. દુર્વા શીતળ અને રાહત આપનારું હોય છે. દુર્વાના કોમળ અંકુરોના રસમાં જીવનદાયિની શક્તિ હોય છે. પશુ આહારના સ્વરુપમાં તે પુષ્ટિવર્ધક અને દુગ્ધવર્ધક હોય છે. સવારે સૂર્યોદય પહેલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી તમને સમગ્ર દિવસ દરમ્યાન સ્ફુર્તિનો અહેસાસ થશે.

1. આયુર્વેદિક ઔષધિ છે દુર્વાઃ

ગણેશજીને ચડાવાતા પવિત્ર ઘાસ દુર્વાનો આયુર્વેદમાં ઔષધિ તરીકે ઉલ્લેખ છે. તે મોટા મોટા રોગોને જડમૂળમાંથી દૂર કરવાની શક્તિ ધરાવે છે. જાણો દુર્વાથી તમારા શરીરને કેવા અદભૂત ફાયદા થાય છે.

2. લોહીની ઉણપ દૂર કરેઃ

દુર્વાના રસને લીલુ લોહી પણ કહેવામાં આવે છે. તે પીવાથી એનિમિયા અર્થાત્ લોહીની ઉણપ દૂર કરી શકાય છે. તે લોહીને સાફ કરીને રક્ત કોશિકાઓને વધારવામાં મદદરૂપ બને છે.

3. ત્વચાની સમસ્યામાં રાહતઃ

દુર્વામાં એન્ટિ ઈન્ફ્લમેટરી અને એન્ટિસેપ્ટિક તત્વો રહેલા હોય છે. આ કારણે તમને ત્વચાની ખંજવાળ કે અન્ય કોઈ સમસ્યા હોય તો તેમાં પણ રાહત મળે છે. હળદરના પાવડર સાથે આ ઘાસની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવશો તો તેનાથી ત્વચાની ફોલ્લીઓ દૂર થશે.

4. ગુણોથી ભરપૂરઃ

આયુર્વેદમાં ચમત્કારી વનસ્પતિ ગણાતી દુર્વાનો સ્વાદ તૂરો-મીઠો હોય છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફાઈબર, પોટેશિયમ વગેરે ભરપૂર માત્રામાં હોય છે. તેમાં પિત્ત, કબજિયાત જેવી અનેક બીમારીઓ દૂર કરવાની ક્ષમતા રહેલી છે.

5. માથાના દુઃખાવામાં રાહતઃ

આયુર્વેદના જાણકારોના મતે દુર્વા અને ચૂનાને એકસરખા પ્રમાણમાં પાણીમાં પીસી માથા પર લેપ કરવામાં આવે તો માથાના દુઃખાવામાં પણ ફાયદો થાય છે.

6. મોંના ચાંદામાં રાહતઃ

દુર્વાના ઉકાળાથી કોગળા કરવાથી મોઢાના ચાંદામાં તરત જ રાહત મળે છે. તે આંખ માટે પણ ખૂબ સારી છે. દુર્વાના ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખો તેજ બને છે.

7. યુરિન ઈન્ફેક્શમાં ફાયદાકારકઃ

દુર્વાના રસને મિશ્રી સાથે મિક્સ કરી પીવાથી પેશાબમાં લોહી પડતુ હોય તો રાહત મળે છે. 1 કે 2 ગ્રામ દુર્વાની પેસ્ટને દૂધમાં મિક્સ કરી ગાળીને પીવાથી યુરિન ઈન્ફેક્શનથી છૂટકારો મળે છે.

8.દુર્વા એવું ઘાસ છે જે પેટની બળતરા , માનસિક તણાવ જેવી અનેક બીમારીઓને દૂર કરે છે. ડાયાબિટીસના દર્દીઓ દુર્વાનું સેવન કરે તો તેના માટે ઔષધિ સમાન મદદરૂપ બને છે.આ ઉપરાંત દુર્વા એનીમિયાની સમસ્યામાથી નિજાત અપાવે છે અને સુંદરતા બનાવી રાખે છે , કબજિયાત , માથાનો દુખાવો , મોઢાની ચાંદી , નસકોલી , ગુપ્ત રોગ , પેશાબની તકલીફ , અથવા ગર્ભનિરોધક તરીકે  મદદરૂપ બને છે .