અક્ષય કુમાર પાસે છે આ 7 મોંઘીદાટ વસ્તુ ઓ ફોટો જોઈ ને ચોકી જશો.

0
890

કોરોનાની અસર હજી ઓછી નથી થઈ.દુનિયાભરમાં આ મહામારીના કારણે લોકો દહેશતમાં છે. હજારો લોકો મોતના મોઢામાં હોમાઈ ગયા છે.ભારતમાં આ મહામારીથી બચવા માટે લૉકડાઉન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેમાં રાહત આપવામાં આવી છે.ત્યારે સામાન્ય લોકોની જેમ સેલેબ્સ પણ પોતાના કામ પૂરા કરી રહ્યા છે. જો કે, સેલેબ્સ ઘરની બહાર ઓછા જ નીકળે છે.

એવામાં સેલેબ્સ સાથે જોડાયેલા અનેક કિસ્સા-કહાની, ફોટોસ અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે અક્ષય કુમારની મોંઘી વસ્તુઓને લઈને ખબર સામે આવી છે.

તેમની પાસે કરોડો રૂપિયાની કિંમતી વસ્તુઓ છે. આવો તમને જણાવીએ કે તેમની પાસે કઈ-કઈ મોંઘી વસ્તુઓ છે.

અક્ષય પાસે મુંબઈમાં 80 કરોડની કિંમતનો બંગલો છે. આ બહુમાળી ઘર તેમને ખૂબ જ પસંદ છે. આ બંગલામાંથી સમુદ્ર દેખાય છે. ઘરનું આખું ઈન્ટીરિયર તેની પત્ની ટ્વિંકલ ખન્નાએ તૈયાર કર્યું છે. તે લક્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ પસંદ કરે છે.તેમને મોંઘી કારોનો શોખ છે. તેમની પાસે બેંટલે કોન્ટિનેંટલ ફ્લાઈંગ સ્પર કાર છે. જેની કિંમત 3.2 કરોડ રૂપિયા છે.

અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરાની જેમ અક્ષય કુમાર પાસે પણ રૉલ્સ રૉયસ ફેન્ટમ કાર છે જેની કિંમત 3.34 કરોડ રૂપિયા છે.અક્ષયના ગેરેજમાં કરોડોની કિંમતની કાર પડી છે. તેની પાસે રેન્જ રોવર વોગ પણ છે, જેની કિમત પોણા ત્રણ કરોડ છે.

તેમની પાસે યામાહા મેક્સ જેવી શાનદાર બાઈક પણ છે જેની કિમત 25 લાખ રૂપિયા છે. આ બાઈક તેને યામાહા કંપનીએ ભેટમાં આપી હતી. સેટ પર શૂટિંગમાંથી સમય કાઢીને તે બાઈક પર ફરે છે. સાથે તેમની પાસે 20 લાખ રૂપિયાની હાર્લે ડેવિડસન બાઈક પણ છે.

મુંબઈના અંધેરીમાં અક્ષયે કેટલાક વર્ષ પહેલા એક નવું ઘર ખરીદ્યું હતું. તેમના આ નવા ઘરની કિંમત 18 કરોડ રૂપિયા છે. આ ઘર 21માં માળે છે.

તેમણે માત્ર એક ફ્લેટ જ નહીં પરંતુ આખો ફ્લોર ખરીદી લીધો છે. એક જ ફ્લોરના 4 ફ્લેટ લીધા છે. 7974 સ્કવેર ફિટમાં ફેલાયેલા આ ઘરના એક ફ્લેટની કિંમત સાડા ચાર કરોડ છે.

અક્ષય અરબોની સંપત્તિના માલિક છે. તેમની નેટવર્થની વાત કરીએ તો તે 1800 કરોડ રૂપિયા છે. માત્ર ફિલ્મો જ નહીં પરંતુ બ્રાન્ડિંગથી પણ તે તગડી કમાણી કરે છે.

એક જાહેરાતના તેઓ 6 થી 7 કરોડ લે છે. રિપોર્ટ્સનું માનીએ તો અક્ષય એક ફિલ્મ માટે 120 કરોડ ફી લે છે. સાથે જ તે ફિલ્મની કમાણીમાંથી શેર તરીકે પણ મોટી રકમ લે છે.