આટલી ખતરનાક રીતે અહીં થાય છે મસાજ,જો વાગી જાય ચપ્પુ તો મળે છે બદલામાં આ વસ્તુ.

0
121

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જ્યારે પણ લોકોને તણાવ અનુભવાય છે ત્યારે બોડી મસાજ કરાવવા માટે કોઈ સ્પામાં જાય છે. અત્યાર સુધી તમે ઓઈલ, ક્રીમ, ફ્રૂટ્ય અને વેજીટેબલ્સથી થતા મસાજ અંગે સાંભળ્યું હશે. તાઈવાનમાં આ બધાની સાથે એક એવું મસાજ પણ કરવામાં આવે છે જે દુનિયાનું સૌથી ખતરનાક માનવામાં આવે છે. આ મસાજ માટે તાઈવાનમાં 2000 વર્ષ જૂની રીતનો ઉપયોગ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આ મસાજ થેરેપિસ્ટ મીટ ચોપ કરવાના બે મોટા ચપ્પાનો ઉપોયગ કરે છે. રાજધાની તાઈપેમાં આ પ્રકારના મસાજ કરવાના અનેક પાર્લર છે. જેમાં થેરેપિસ્ટ બે ચપ્પાને કેમિકલથી સાફ કરીને આખા શરીર ઉપર હળવેકથી ફેરવે છે. ચપ્પા વડે હુમલો કરતા પહેલા આખા શરીરને કપડા વડે ઢાંકવામાં આવે છે.

તાઈપેના એક પાર્લરમાં મસાજ કરાવવા માટે પહોંચેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ટેબલ ઉપર ચેહારને નીચે કરવામાં આવેલા મસાજની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ રાહમાં ડર પણ લાગતો હતો. મારી થેરિપિસ્ટ અલ્સાએ પહેલા પોતાના હાથ વડે મારા માથાને દબાવ્યું હતું. જેથી મારું વધારાનું ટેન્સન ઓછું થઈ જાય. ત્યારબાદ તેણે સ્ટીલના બે ઠંડા ચપ્પુ મારા શરીર ઉપર ફેરવવાનું શરું કરી દીધું હતું. પહેલા મારી પીઠ અને હાથો ઉપર હળવો પ્રહાર કર્યો હતો. ત્યારબાદ માથાનો વારો આવ્યો હતો. આ સમયે મારા આખા શરીરમાં ધ્રૂજારી ફેલાઈ હતી.

જો ચપ્પાનો ટકરાવાવનો અવાજ ન આવે તો મને એ પણ ખબર ન પડે કે મસાજ કઈ વસ્તુથી કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ એલ્સાએ મને ત્રીજી વખત કહ્યું કે હું માથાને ઢીલું છોડી દઉં. મેં તેની સૂચનાઓનું પાલન કર્યું અને આંખો બંધ કરી લીધી. એ વ્યક્તિએ જણાવ્યું કે ચપ્પાના મસાજ બાદ મને ઘાઢ ઊંઘ આવી ગઈ હતી. નવાઈને વાત એ છે કે અનેક લોકો 70 મિનિટ સુધી આખા શરીર ઉપર ચપ્પાના પ્રહારથી તંગ આવી જાય છે. મસાજની આ પદ્ધતિ અંગે જાણકારી આપનાર દાઓલાયલોનું માનવું છે કે આ ખતરનાક મસાજ થકી ફિઝિકલ અને ઈમોશનલ હીલિંગ કરી શકાય છે.

તેમના પ્રમાણે ચીનમાં મસાજની રીત 2000 વર્ષ જૂની ચિકિત્સા પદ્ધતિનો મહત્વનો ભાગ છે. બીબીસીની એક રિપોર્ટ પ્રમાણે આને ચીનના બૌદ્ધ ભિક્ષુઓએ ફેલાવો કર્યો હતો. આશરે 1000 વર્ષ પહેલા તાંગ વંશએ આને જાપાન ફેલાવ્યો હતો. ચીનમાં થયેલા 1940ના ગૃહયુદ્ધ પછી તાઈવાનમાં મસાજની આ રીત પ્રચલિત થઈ છે. જાપાન અને ચીનમાં આજના સમયમાં ચપ્પા વડે થતાં મસાજના પાર્લર શોધવા મુશ્કેલ છે ત્યારે અત્યારના સમયમાં તાઈવાનમાં આ મસાજનું ચલણ ફરીથી શરું થયું છે.

આવીજ બીજી મસાજ દુનિયાભરમાં તમામ પ્રકારની બોડી મસાજ કરવામાં આવે છે. જેનાથી શરીરનો બધો થાક દૂર થઈ જાય છે. મોટા શહેરોમાં લોકો સ્પામાં જઈને બોડી મસાજ લે છે. મસાજના પણ ઘણા પ્રકાર છે, પરંતુ આજે અમે તેમને એવી અજીબ મસાજ વિશે જણાવી રહ્યા છીએ, જેના વિશે ના તો તમે પહેલા ક્યારેય સાંભળ્યું હશે અને ના ક્યારેય પહેલા જોયું હશે. કારણ કે, આ મસાજ હાથથી નથી કરવામાં આવતી પરંતુ બચકું ભરીને કરવામાં આવે છે. સાંભળીને તમને વિચિત્ર જરૂર લાગશે પરંતુ વાત એકદમ સાચી છે.

આવીજ બીજી મસાજ થાઈલેન્ડની પ્રસિદ્ધ 2,000 વર્ષથી પણ પ્રાચીન માલિશ(થાઈ મસાજ) નુઅદ થાઈએ યુનેસ્કોની હેરિટેજ યાદીમાં સ્થાન મેળવી લીધું છે. ભારતીય મૂળની આ મસાજ પદ્ધતિએ થાઈલેન્ડમાં અનેક સદીઓથી પ્રસિદ્ધિ મેળવી છે. નુઅદ થાઈ એ માલિશનું એક સ્વરુપ છે અને તે 2,000 વર્ષથી થાઈલેન્ડના ઈતિહાસનો હિસ્સો રહ્યું છે. જો કે, સમગ્ર વિશ્વમાં તેનો પ્રચાર, પ્રસાર 1962માં થાઈલેન્ડમાં રેક્લાઇનિંગ બુદ્ધા સ્કૂલની શરુઆત થઈ ત્યાર બાદ થયો હતો.

એક અહેવાલ પ્રમાણે વાટ ફો મંદિર પરિસરની અંદર આવેલી ધ રેક્લાઇનિંગ બુદ્ધા સ્કુલે બે લાખથી પણ વધારે માલિશ વિશેષજ્ઞોને પ્રશિક્ષિત કર્યા છે અને તેઓ વિશ્વના 145 દેશોમાં હાલ સેવા આપી રહ્યા છે. નુઅદ થાઈ એ એક ગહન માલિશ છે જેમાં અંગૂઠા, કોણી, ઘૂંટણ અને પગની મદદથી શરીરને ઉંડાણપૂર્વક ખેંચવામાં આવે છે અને વાળવામાં આવે છે. માલિશના આ પ્રકારમાં શરીરના વિભિન્ન એક્યુપંક્ચર બિંદુઓને દબાવવામાં આવે છે જેથી લોહીનું પરિભ્રમણ ઝડપી બને છે અને માંસપેશીઓને લગતા દુખાવા દૂર થાય છે.

રેક્લાઇનિંગ બુદ્ધા સ્કુલના ડિરેક્ટર પ્રીડા તાંગટ્રોંગચિટ્રના કહેવા પ્રમાણે થાઈ મસાજ પ્રશિક્ષણે અનેક લોકોને થાઈલેન્ડમાં બેરોજગારી સામે લડવામાં મદદ કરી છે. આ કામ માટે કોઈ વસ્તુની જરૂર નથી પડતી અને માત્ર હાથ તથા જ્ઞાન વડે સેવા આપી શકાય છે. ઉલ્લેખનીય છે કે, થાઈ મસાજ હાલ સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રચલિત છે અને લંડન, ન્યૂયોર્ક, હોંગકોંગ જેવા દેશોમાં થાઈ મસાજના જાણકાર લોકો અઢળક કમાણી કરી રહ્યા છે.

ગ્રાહકને આકર્ષિત કરવા માટે રખાય છે ગ્લેમરસ છોકરીઓ.ઉલ્લેખનીય છે કે, આ ભાગદોડવાળી જિંદગીમાં સ્પાનું ચલણ ઘણુ ઝડપથી વધી રહ્યું છે. લોકો હેલ્શ કોન્શિયસ થયા છે. બીજી વાત એ છે કે, તમે કોઈ પણ સ્પા સેન્ટરમાં જઈને જોવો તો મસાજ કરવા માટે મોટાભાગના સ્ટાફમાં મહિલાઓ જ જોવા મળશે. એટલે કે, દુનિયાભરમાં મહિલાઓ પાસેથી મસાજનું ચલણ વધ્યું છે. ખાસ કરીનો મોટા શહેરોમાં ગ્લેમરસ છોકરીઓને સ્પા સેન્ટર પર પોતાના ગ્રાહકને આકર્ષિત કરવા માટે રાખવામાં આવે છે. પરંતુ જ્યારે આ રીત ખોટી પડવા લાગી તો સ્પા કરવાની રીતે જ બદલવામાં આવી.

અમેરિકાની મહિલા અનોખા મસાજ સેન્ટર માટે ફેમસ.અમેરિકામાં રહેતી એક મહિલા પોતાના અનોખા મસાજ સેન્ટર માટે ફેમસ છે. 48 વર્ષની ડોરોથી સ્ટીન દુનિયાભરમાં પોતાના મસાજ સેન્ટર પર આપવામાં આવતી અનોખી મસાજના કારણે ઘણી ફેમસ પણ છે. તે દાવો કરે છે કે, બચકું ભરવાથી મસાજ કરાવનારને ઘણી રાહત મળે છે. ડોરોથી પોતાના મસાજ પાર્લર પર મસાજ ટ્રીટમેન્ટ આપવા માટે અંદાજે દસ હજાર રૂપિયા લે છે. બીજી શરત એ છે કે, ડોરોતી માત્ર સેલિબ્રિટીને જ આ ટ્રીટમેન્ટ આપે છે.