અંબાલાલ પટેલ ની મોટી આગાહી,ગુજરાત માં આ તારીખે પડશે કમોસમી વરસાદ,જાણો વિગતવાર…

0
662

રાજ્યમાં લોકોને ઠંડીના ચમકારાનો અનુભવ થઇ રહ્યો છે. તાપમાનનો પારો ગગડતાં લોકોને ઠંડીનું અહેસાસ થઇ રહ્યો છે. ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના એન્ડમાં વધુ ઠંડી અનુભવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડીગ્રીનો વધારો થશે. તો ઉત્તર-પૂર્વના પવન ફૂંકાતા હવામાન વિભાગ દ્વારા કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. તો શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અનુમાન વ્યક્ત કર્યું છે કે, દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરમાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતના પૂર્વ, ઉત્તર, મધ્ય, કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા આપ સમાન બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ થતાં અને અરબસાગરમાંથી ભેજ આવતા જેની અસર ગુજરાતના ભાગોમાં થશે.

24 ડિસેમ્બરથી વાદળો છવાઈ જવાની શક્યતા રહેશે. ધીમે ધીમે વધુ વાદળો છવાતા રાજ્યના ભાગોમાં 25 ડિસેમ્બર બાદ માવઠું થવાની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ વચ્ચે તાપમાન ઘટવાની શક્યતાને કારણે ઠંડીનો ચમકારો વધશે એટલે કે ઠંડી અને કમોસમી વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. ઠંડી અને ત્યાર બાદ કમોસમી વરસાદની શક્યતાને કારણે ખેડૂતો ચિંતીત બન્યા છે. વારંવાર વાતાવરણના પલટાને કારણે કૃષિ પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

જયારે વધુમાં જણાવ્યું છે કે ગુજરાત,ઉત્તર મધ્ય ગુજરાત,કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માવઠાની અસર જોવા મળશે.કારણ કે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ વધતું જોવા મળ્યું છે,જેની સીધી અસર ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળશે.તમને જણાવી દઈએ કે 24 ડિસેમ્બરથી રાજ્યમાં વરસાદી માહોલ ઉભો થતો જોવા મળશે.જયારે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડતો જોવા મળશે.જયારે ફરી એકવાર વરસાદી માહોલ ઉભો થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. અંબાલાલ પટેલની આગાહીના લીધે આજે ઘણા ખેડૂતોની ચિંતા વધી રહી છે.કારણ કે વરસાદ થશે તો ફરી એકવાર પાકને નુકશાન થઇ શકે છે.વારંવાર વાતાવરણમાં બદલાવની અસર ખેડૂતોના પાક પર થઇ રહી છે.હાલમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન 7 ડિગ્રી કરતા ઓછુ જોવા મળ્યું છે.

નોંધનીય છે કે, સતત બીજા દિવસે અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 9.2 ડિગ્રી નોંધાયો હતો. બુધવારે મોટાભાગના શહેરના મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થયો હતો. જેને કારણે ઠંડીનો પારો ગગડવા છતાં અસર વર્તાતી ન હતી. ત્રણથી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.