આલિશાન ઓફિસમાં બેસતા અનિલ અંબાણી આજે આવી ગયા જમીન પર,જાણો શુ થયું એવું તો…..

0
1005

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.ક્યારેક દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ અનિલ અંબાણીએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એક દિવસ એવો પણ આવશે જ્યારે તેઓ ખુદને કોર્ટની સામે કંગાળ સાબિત કરવા પડશે. લંડનની એક કોર્ટમાં ચીનની બેંકોના 68 કરોડ ડૉલર (4,760 કરોડ રૂપિયા) ના દેવા મામલે સુનાવણી દરમિયાન અંબાણીના વકિલે કહ્યું કે એક સમય હતો જ્યારે અનિલ અંબાણી ખુબ જ અમીર બિઝનેસમેન હતા, પરંતુ ભારતીય ટેલિકૉમ માર્કેટમાં મચેલ ભારતે ઉથલ-પાથલ બાદ બધુ જ વેરવિખેર થઇ ગયું અને હવે તેઓ અમીર નથી.

દેવાના સંકટમાં ડૂબેલાં રિલાયન્સ ગ્રુપનાં ચેરમેન અનિલ અંબાણી હવે દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટમાં સ્થિત રિલાયન્સ સેન્ટરમાં શિફ્ટ થશે. હાલમાં, યસ બેંકે દેવાની ચૂકવણી ન કરવા બદલ સાંતાક્રુઝમાં રિલાયન્સ ગ્રુપના હેડક્વાર્ટ પર ક્બ્જો લઈ લીધો છે. હવે અનિલ અંબાણીએ નવા મુખ્યાલયથી કામ કરવું પડશે.

સાન્તાક્રુઝમાં બિલ્ડિંગની સાથે સાથે દક્ષિણ મુંબઈ સ્થિત અનિલ અંબાણીની અન્ય બે ઓફિસો પણ યસ બેંક દ્વારા કબજે કરવામાં આવી છે. આવી સ્થિતિમાં અનિલ અંબાણીએ હવે બેલાર્ડ એસ્ટેટમાં તેમની હેડ ઓફિસ લાવવાની ફરજ પડી છે. 2018 સુધી, તેઓ અહીંથી જ કામ કરતા હતા.

અનિલ અંબાણીની નજીકના બે સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસ સંકટને કારણે અનિલ અંબાણીની હેડઓફિસને શિફ્ટ કરવામાં સમય લાગ્યો છે. હવે અનિલ અંબાણીના ગ્રુપ પાસે ફક્ત અહીંની ઓફિસ ખોલવાનો વિકલ્પ છે. બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર નવી ઓફિસમાં સ્થળાંતર કરતા પહેલા કેટલુંક સમારકામનું કામ ચાલી રહ્યું છે.

જોકે, 6,000 સ્ક્વેર ફીટની આ ત્રણ માળની બિલ્ડિંગમાં એટલાં કર્મચારીઓની સંખ્યાને સમાવવાનું મુશ્કેલ છે, કારણ કે કેટલાંક સાન્તા ક્રુઝમાં બિલ્ડિંગમાં હતા. અનિલ અંબાણીની તે બિલ્ડિંગમાં 7 લાખ ચોરસ ફૂટ જગ્યા હતી. આ સંદર્ભમાં, અનિલ અંબાણીની આ ઓફિસમાં જૂની ઓફિસની તુલનામાં એક ટકા વિસ્તાર પણ નથી. જોકે, રિલાયન્સ ગ્રૂપ દ્વારા હજી સુધી ઓફિસ બદલવા અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

રિલાયન્સ સેન્ટર એક સમયે ક્રેસેન્ટ હાઉસ તરીકે જાણીતું હતું, જેની માલિકી કોલકાતા સ્થિત કંપની આઈસીઆઈની હતી. 1990 માં જ્યારે રિલાયન્સે આઈસીઆઈનું અધિગ્રહણ કર્યુ, ત્યારે બિલ્ડિંગ રિલાયન્સમાં આવી હતી. ત્યારે રિલાયન્સના સંસ્થાપક ધીરુભાઇ અંબાણી જીવંત હતા. આ પછી, 2005માં મુકેશ અંબાણી સાથે ભાગ પડ્યા ત્યારબાદ આ ઓફિસ અનિલ અંબાણીને આપવામાં આવી.

જો કે, આ ઇમારતનો એક ભાગ મહારાષ્ટ્ર સરકારના ફૂડ એન્ડ સપ્લાય વિભાગ પાસે છે. કાયદાકીય લડત બાદ સરકારને આ ભાગ મળ્યો હતો. જણાવી દઈએકે, દેવાનાં સંકટને કારણે રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સાન્તાક્રુઝમાં ઓફિસ વેચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 7 લાખ ચોરસફૂટની તે ઓફિસ વેચી શકાઈ નહીં.અંતે યસ બેન્કે તેને તેના કબ્જામાં લઈ લીધી. નોંધપાત્ર વાત એ છે કે અનિલ અંબાણીની આગેવાનીવાળી કંપનીઓ સતત નાદાર થઈ રહી છે. એક કેસની સુનાવણી દરમિયાન અનિલ અંબાણીએ લંડનની અદાલતમાં પોતાની નેટવર્થ શૂન્ય જણાવી હતી.

લોન ચુકવવા માટે ડિફૉલ્ટ થઇ કંપની.

ત્રણ ચીની બેંકોએ અનિલ અંબાણી વિરૂદ્ધ 680 મિલિયન ડૉલર (અંદાજિત 4,760 કરોડ) રૂપિયાનું દેવું નહીં ચુકવવા મામલે લંડન કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. ત્રણેય બેંકોએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સને 925.20 મિલિયન ડૉલર (અંદાજિત 6,475 કરોડ રૂપિયા)ની લોન આપી હતી. તે સમયે અનિલ અંબાણીએ કહ્યું હતું કે તેઓ લોનની પર્સનલ ગેરેન્ટી લે છે, પરંતુ ફેબ્રુઆરી 2017 બાદ કંપની લોન ચૂકવવામાં ડિફૉલ્ટ થઇ ગઇ.આ મામલે અનિલ અંબાણીનું કહેવું છે કે પર્સનલ કંફર્ટ લેટર આપવાની વાત કહી હતી, પરંતુ પોતાની સંપત્તિની ગેરેન્ટી બનાવવાની રજૂઆત ક્યારેય નથી કરી.

નિર્ણય સંભળાવવાની હતી માંગ.

ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઑફ ચાઇનાની મુંબઇ શાખા, ચાઇના ડેવલપમેન્ટ બેંક અને એક્ઝિમ બેંક ઓફ ચાઇનાએ ફેબ્રુઆરી 2012માં લીધેલા અંદાજિત 92.5 કરોડ ડૉલર (6,475 કરોડ રૂપિયા) ની લોન પર એક પર્સનલ ગેરેન્ટીના કથિત ઉલ્લંઘનને લઇને અનિલ અંબાણી વિરૂદ્ધ ચુકાદો.

સંભળાવવાની માંગ કરી હતી.

રિલાયન્સ કોમ્યુનિકેશન્સના બૉસ વિરૂદ્ધ ગત વર્ષે ત્રણ ચીની બેંકોને ‘શરતી હુકમ’ આપવા માટે શરતો નક્કી કરવાને લઇને લંડનમાં હાઈકોર્ટ ઓફ ઇંગ્લેંડ એન્ડ વેલ્સના એક કૉમર્શિયલ ડિવિઝનમાં સુનાવણી દરમિયાન અંબાણીની લીગલ ટીમે એ સ્થાપિત કરવાની માંગ કરી હતી કે એક વખત જ્યારે તેમની જવાબદારી પર વિચાર કરવામાં આવે તો તેમની કુલ સંપત્તિ શૂન્ય માનવામાં આવશે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..