આખા વર્ષમાં માત્ર એકજ વખત ખુલે છે આ મંદિર, લાખો લોકોની લાગે છે ભીડ,જાણો આ મંદિર વિશે……

0
262

ભારત દેશમાં ઘણા દેવી-દેવતાઓનાં મંદિરો છે. જેમાં દરેક મંદિરોને લઈને અલગ અલગ માન્યતાઓ હોય છે.દરેક લોકો ભગવાન ની પુર્ણ શ્રદ્ધાથી પૂજા કરતા હોય છે અને ભગવાન તેમની પ્રાર્થના સાંભળીને તેમની બધી જ મનોકામનાઓ પુરી કરે છે. દરેક મંદિરની પોતાની એક અલગ ઓળખ હોય છે અને પોતાનામાં કેટલા રહસ્યમય રહસ્યો ધરાવે છે.

ભારતમાં આવા ઘણા ચમત્કારિક અને અદભૂત મંદિરો છે, જેના વિશે ઘણા લોકોને આજ સુધી ખબર નથી. ભારતમાં એક એવું મંદિર છે કે જેના વિશે જાણીને તમને થોડી નવાઈ લાગશે, પરંતુ સત્ય જાણીને તમે વિશ્વાસ થઈ જશે તો ચાલો જાણીએ આ મંદિર પાછળનું રહસ્ય શુ છે.આ ચમત્કારિક મંદિર ફક્ત ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.

આ મંદિરમાં લોકો દૂર-દૂરથી દર્શન કરવા આવે છે, પરંતુ આ મંદિરનું એક રહસ્ય પણ છે જે આશ્ચર્યજનક છે. આ મંદિર વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે.મંદિરમાં શિવશંભુની અદ્દભૂત પ્રતિમા સ્થપાયેલી છે. આ પ્રતિમામાં શિવજી તેમના આખા પરિવારની સાથે નાગસિંહાસન ઉપર બેઠેલા છે. માનવામાં આવે છે કે આખી દુનિયામાં આ એકમાત્ર એવું મંદિર છે કે જેમાં વિષ્ણુ ભગવાનની જગ્યા ભગવાન ભોળેનાથ સર્પની પથારી પર વિરાજમાન છે.

મંદિરમાં સ્થાપિત પ્રાચીન મૂર્તીમાં શિવજી, ગણેશજી અને માં પાર્વતીની સાથે દશમુખી સર્પ પથારી પર વિરાજમાન છે. શિવશંભૂના ગળા પર અને હાથોમાં ભુંજગ વિટાળેલા છે.ભારતના આ અદભુત મંદિરના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે, તે પણ માત્ર નાગપંચમીના દિવસે જ. ઘણા લોકોના મનમાં સવાલ આવે છે કે આ મંદિરની શું માન્યતા હશે, જે આખુ વર્ષ બંધ રહે છે અને તે ફક્ત નાગપંચમીના દિવસે જ ખોલવામાં આવે છે.

મહાકાળની નગરી ઉજ્જૈનને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. આમ તો આ શહેરની દરેક શેરીમાં એક મંદિર છે, પરંતુ મંદિરોંના અદ્દભૂત દ્રશ્યનો વચ્ચે પણ નાગચંદ્રેશ્ર્વર મંદિરની પ્રતિભા ખૂબજ નિરાળી છે. મહાકાળ મંદિરના શિખર ઉપર બનેલા આ મંદિરની ખાસિયત એ છે કે મંદિરના દરવાજા વર્ષમાં એકજ વાર ખૂલે છે. તે પણ નાગપંચમીના દિવસે, એટલે જ નાગરાજ તક્ષકના દર્શન ખૂબજ દુર્લભ માનવામાં આવે છે. મંદિરના દરવાજા ખૂલતાની સાથે દૂર-દૂરથી આવતા ભક્તોંની મોટી ભીડ જામે છે.

એક અનુમાન મુજબ આ દિવસે 24 કલાકની અંદર દોઢ લાખ શ્રદ્ધાળુઓ નાગરાજના દર્શન કરી લે છે.હિન્દુ ધર્મમાં સર્પોની પૂજા કરવાની એક વિશાળ અને પ્રાચીન પરંપરા છે. ભારતમાં નાગનાં ઘણાં મંદિરો છે, તેમાંનું એક મંદિર સ્થિત છે જેને ઉજ્જૈનમાં નાગાચંદ્રેશ્વર મંદિર કહેવામાં આવે છે, જે મહાકાલ ના શહેર ઉજ્જૈનમા છે.આ મંદિર ઘણુ જુનું છે. માનવામાં આવે છે કે પરમાર રાજા ભોજને 1050 ઇ.સ.માં લગભગ આ મંદિરનું પુન:નિર્માણ કરાવ્યું હતું.

ત્યાર પછી સિંધિયા જાતિના મહારાજા રાણાજી સિંધિયાએ 1732માં મહાકાળ મંદિરનો જીર્ણૉદ્ધાર કરાવ્યો હતો. આ સમયે આ મંદિરનો પણ જીર્ણોદ્ધાર થયો હતો. કહેવામાં આવે છે કે આ મંદિરમાં દર્શન કર્યા બાદ વ્યક્તિ કોઇ પણ પ્રકારના સર્પ દોષથી મુક્ત થઇ જાય છે. આથી નાગપંચમીના દિવસે ખૂલતા આ મંદિરની બહાર ભક્તોંની લાંબી લાઇનો લાગી જાય છે. બધાની એવી મનોકામના હોય છે કે નાગરાજ પર વિરાજેલા શિવશંભૂના તેઓને ફકત એકવાર દર્શન થઇ જાય.

માન્યતા અનુસાર, એવું કહેવામાં આવે છે કે નાગરાજ દક્ષિણ માં પોતે એક મંદિરમાં રહેતા હતા. આ મંદિર ખૂબ પ્રખ્યાત છે. વર્ષમાં માત્ર એક વાર મંદિર ખોલવાને કારણે અહીં નાગપંચમીના દિવસે દર્શનાર્થે આવતા લોકોની ભીડ રહે છે.કેવી રીતે જવું.રોડ માર્ગ થી – ઉજ્જૈન-આગરા-કોટા-જયપુર માર્ગ, ઉજ્જૈન- બદનાવર- રતલામ-ચિત્તોડ માર્ગ, ઉજ્જૈન- મક્સી-શાજાપુર-ગ્વાલિયર- દિલ્હી માર્ગ, ઉજ્જૈન- દેવાસ-ભોપાલ માર્ગ, ઉજ્જૈન- ધુલિયા – નાસિક-મુંબઇ.રેલ માર્ગ થી- ઉજ્જૈન થી મકસી-ભોપાલ માર્ગ દિલ્હી-નાગપુર લાઇન.

ઉજ્જૈન-નાગદા-રતલામ માર્ગ મુંબઇ-દિલ્હી લાઇન, ઉજ્જૈન-ઇંદોર માર્ગ મીટરગેજ થી ખંડવા લાઇન, ઉજ્જૈન-મક્સી-ગ્વાલિયર-દિલ્હી માર્ગ. હવાઇ માર્ગથી -ઉજ્જૈન થી ઇંદોર એરપોર્ટ લગભગ 65 કિ.મી દૂર છે. આ મંદિરના દર્શન કરવા હોય તો નાગપંચમીના દિવસે જવું પડે કારણ કે આ દિવસ સિવાય આખા વર્ષ દરમિયાન આ મંદિરના દરવાજા બંધ રહે છે. જો ઉજ્જૈન દર્શન કરવા હોય તો નાગપંચમીના થોડાક દિવસ પહેલા યા પછીના સમયે કરવા, જેથી નાગરાજ તક્ષકના દર્શન પણ વ્યવસ્થિત થઇ શકે.