આજેજ કરીલો આ ઉપાય જોતજોતામાંજ ગાયબ થઈ જશે નાક પરનાં બધા ડાઘાઓ,જાણીલો આ ઉપાય વિશે……

0
727

આપણી સ્કિન દૂરથી તો જોવામાં સારી લાગે છે પણ જો આપણે અરીસા નજીક મોં લઈને જોઈશું તો ચહેરા પર અસંખ્ય છિદ્રો દેખાશે. આ છિદ્રો ત્વચાને પૂરતું કુદરતી ઑઇલ પૂરું પાડે છે. એનાથી ત્વચા હાઇડ્રેટ, સ્મૂધ રહે છે અને શ્વસન કરે છે. એ તમારી બૉડીમાંથી વધારાનાં ઝેરી તત્વો બહાર કાઢવાનું કામ કરે છે. પણ વધુપડતી ઑઇલી સ્કિનવાળા લોકોના ચહેરા પર ઘણી વાર આ છિદ્રો પહોળાં થયેલાં અને વધુ મોટાં હોય છે. ખાસ કરીને નાક પાસે જ્યાં વધુ તૈલી ગ્લૅન્ડ હોય છે ત્યાં તરત દેખાઈ આવે છે. ડર્મેટોલૉજિસ્ટ અને સ્કિન સ્પેશ્યલિસ્ટ કેતન શાહ કહે છે, ‘ઑઇલી સ્કિન હોય એટલે ચહેરાની ત્વચા પરનાં છિદ્રો ખુલ્લાં થવાનાં જ. એટલે સૌથી પહેલાં ચહેરા પરનું ઑઇલ ઓછું કરવું જરૂરી છે. મોટે ભાગે 13 -14વર્ષની ઉંમરે તમારા ચહેરા પરનાં છિદ્રો ખૂલવાની શરૂઆત થાય છે અને 18થી20વર્ષની ઉંમર પછી ખાસ વધતાં નથી, પણ હૉર્મોનલ ચેન્જિસ વખતે સ્પેશ્યલી લેડીઝમાં 40-42 વર્ષની આસપાસ ચહેરા પરનાં છિદ્રો ખૂલે છે. ખુલ્લાં છિદ્રો ક્યૉર તો નથી કરી શકાતાં; પણ યોગ્ય બૅલૅન્સિંગ, ટોનિંગ અને મૉઇસ્ચરથી પ્રિવેન્ટ કરી શકાય છે. જોકે પ્રકૃતિ પ્રમાણે અમુક કેસમાં ક્રીમ કે દવા લેવી પડતી હોય છે.’

વધુપડતાં ધૂળ અને તેલ જમા થવાને લીધે ખીલ થાય છે અને જેમ આ છિદ્રો મોટાં થતાં જાય છે એમ તમારી ત્વચા વધુ પાકટ લાગે છે. નૉર્મલ અને ડ્રાય સ્કિન કરતાં જાડી ચામડી અને તૈલી ત્વચાવાળા ચહેરા પર એ વધુ જોવા મળે છે. ઉંમર વધવાની સાથે અને ત્વચાની ઇલૅસ્ટિસિટી ઘટવાને લીધે પણ એ અમુક વાર વધુ ડેવલપ થતાં જોવા મળે છે. એ વિશે બ્યુટી-થેરપિસ્ટ ઉલ્હાસ કલમકર કહે છે, ‘આ ખુલ્લાં છિદ્રો ઘણાને કુદરતી રીતે જન્મથી પણ હોય છે. જોકે તૈલી ત્વચા પર એ વધુ જલદી અસર કરે છે. તૈલી ત્વચા પર ડસ્ટ ચોંટે છે અને તેલ જમા થાય છે, જે સ્કિનની અંદર બ્લૅક હેડ અને વાઇટ સીડ તૈયાર કરે છે. આ સીડ મોટું થાય છે. એમાંથી વાઇટ પેસ્ટ જેવું ઇમ્પ્યૉર ઑઇલ જેવું બહાર નીકળે છે જે ખુલ્લા છિદ્રને વધુ વકરાવે છે. ઘણી વાર મેનોપૉઝની શરૂઆતમાં, દરમ્યાન અને પછીના સમયમાં હૉર્મોનલ ચેન્જિસને લીધે અથવા તો ડિલિવરી બાદ વધુપડતી ડ્રાયનેસથી પણ એ અચાનક વધુ વિઝિબલ થાય છે.’

પણ શુ તમને ખ્યાલ છે કે આ સમસ્યા તમે ઘરગથ્થુ ઉપચારોથી પણ દુર કરી શકો છો. આજે અમે તમને આ લેખમા અમુક સરળ ઘરગથ્થુ ઉપચાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે આ સમસ્યાને દૂર કરવા માટે અસરકારક સાબિત થઇ શકે.વાઈટહેડ્સ થવા એ એક સામાન્ય ત્વચાની સમસ્યા છે. જયારે ત્વચા પર તેલ અને ડેડ સ્કીન એકત્રિત થઈ જાય છે ત્યારે આપણા ચહેરા પર નાના-નાના સફેદ રંગના દાણા દેખાવા લાગે છે. તે આપણી ત્વચાની એકદમ ઉપરની પરત પર થાય છે, જેના કારણે આપણા ચહેરા પર ખીલ થવા લાગે છે. આયુર્વેદમા જણાવ્યા મુજબ માનીએ તો આ સ્થિતિ શરીરમા વાત્ત, પિત્ત અને કફ દોષોના અસંતુલન થઈ જવાના કારણે ઉત્પન્ન થાય છે.

જો તમે નથી ઈચ્છતા કે, તમને પોર્સ ક્લોગ થાય તો આ વાઈટહેડ્સની સમસ્યાને પ્રાકૃતિક રીતે જ દુર કરો. એના માટે તમારે તમારી સ્કીનની સાર-સંભાળ નિયમિત રીતે કરવાની જરૂરિયાત છે. જો આપ ઈચ્છો છો તો અમુક સરળ ઘરેલું ઉપાયથી અજમાવીને પણ આ વાઈટહેડ્સને ત્વચા પરથી દુર કરી શકો છો. ચાલો જાણીએ વાઈટહેડ્સને દુર કરવાના સરળ ઘરેલું ઉપાયો…બેકિંગ સોડા :સામગ્રી :બેકિંગ સોડા : 1 – 3ચમચી , પાણી : 1 ગ્લાસ,વિધિ એક ગ્લાસ પાણીમા બેકિંગ સોડા ઉમેરી તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમે તમારા આખા ચહેરા પર કે પછી ફક્ત જ્યાં વાઈટહેડ્સ હોય ત્યાં જ લગાવો. ત્યારબાદ આ પેસ્ટને ૧૫-૨૦ મિનીટ સુધી સુકાવા દો. ત્યારબાદ તમે તેને હુફાળા પાણીથી ધોઈ લો. ત્યારબાદ જ્યા સુધી વાઈટહેડ્સ પૂરી રીતે દુર ના થઈ જાય ત્યાં સુધી આ ઉપાયને અઠવાડિયામાં એક કે બે વાર અજમાવવો જોઈએ. તે તમારી ત્વચાની બધી જ અશુદ્ધિઓને દુર કરે છે, જે પોર્સને બંધ કરીને તેને સાફ કરે છે. તે એક પી.એચ. ન્યુટ્રલાઈઝર પણ છે, તે ત્વચાના સીબમ ઉત્પાદનને નિયંત્રણ કરવામાં મદદ કરી શકે છે.

ટી ટ્રી ઓઈલ :સામગ્રી :ટી ટ્રી ઓઈલ : ૫-૬ ડ્રોપ્સ , કોટન પેડ : ૧ નંગવિધિ :એક કોટનના પેડમા ૫-૬ ટીપા ટી ટ્રી ઓઈલના ઉમેરો અને તેને વાઈટહેડ્સ પર લગાવો. જો તમારી સ્કીન સંવેદનશીલ છે, તો ઓઈલમાં ડુબાડ્યા બાદ કોટન પેડને પાણીમાં ડુબાડીને ચહેરા પર લગાવો. આ ક્રિયા તમારે દિવસમા બે વાર કરવાની છે. તે ત્વચા પરના વિષેલા જીવાણુને હટાવવા માટે મદદ કરે છે, જે પોર્સને બંધ કરે છે અને વાઈટહેડ્સને ઉત્પન્ન કરે છે.ટુથપેસ્ટ :સામગ્રી :ટુથપેસ્ટ : ૧ નંગવિધિ :ટુથપેસ્ટને થોડાક પ્રમાણમા લઈને ચહેરા પર આવેલ વાઈટહેડ્સને કવર કરો અને તેને અડધા કલાક માટે રહેવા દો. ત્યારબાદ તમે પોતાના ચહેરાને સારી રીતે ધોઈ લેવો. આ ઉપાયને તમે દિવસમાં એક કે બે વાર પ્રયોગ કરવો જોઈએ. આ ઉપાયને અજમાવવાથી તમે કલાકોમા જ વાઈટહેડ્સને સુકવી શકો છો.

એપલ સાઈડર વિનેગર :સામગ્રી :એપલ સાઈડર વિનેગર : ૩-૪ ડ્રોપ્સ , કોટન પેડ : ૧ નંગવિધિ :તમે કોટન પેડ પર એપલ સાઈડર વિનેગર લઇ અને તેને સીધુ જ વાઈટહેડ્સ પર લગાવો. થોડા સમય માટે લગાવી તેને પ્રાકૃતિક રીતે સુકાઈ જવા દો. તેને ધોવાની જરૂરિયાત નથી. અઠવાડિયામા બે થી ત્રણવાર આમ કરવાથી વાઈટહેડ્સથી મુક્તિ મળશે.મધ :સામગ્રી :કાચુ મધ : ૧ ચમચી,વિધિ જો તમે મધને હળવું ગરમ કરીને પોતાના ચહેરા પરના પ્રભાવિત ક્ષેત્રો પર લગાવો તો તેને ૨૦ મિનીટ સુધી એમ જ રહેવા દો અને ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો. આ ઉપાયને તમારે દર બીજા દિવસે કરવો જોઈએ, જ્યાં સુધી તમારા ચહેરા પરના વાઈટહેડ્સ સંપૂર્ણ રીતે દુર ના થઈ જાય.

આ સાથે તમે બીજા ઉપાય પણ અજમાવી શકો છો જેમ.કે એક ટીસ્પૂન કૉર્નસ્ટાર્ચ સાથે ઠંડું એગ-વાઇટ ભેળવો. ફીણ ફ્લફી ન થાય ત્યાં સુધી બીટ કરો. ચહેરા પર એની પાતળી લેયર કરો. વીસ મિનિટ રહેવા દો. હૂંફાળા પાણીથી ચહેરાને ધોઈ નાખો. અઠવાડિયામાં એક કે બે વાર જરૂર પ્રમાણે રિપીટ કરો. એગ-વાઇટ સ્કિનને ટોન કરવાની સાથે છિદ્રોને સંકોચાવામાં ટેમ્પરરી મદદ કરે છે.રૂના પૂમડામાં લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાવી પાંચેક મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ નાખો. સ્કિન વધુપડતી સૂકી હોય તો એકલા લીંબુના રસને બદલે એક ભાગ લીંબુના રસ સાથે બે ભાગ રોઝ વૉટર લેવું. લેમન જૂસ ઍસ્ટ્રિન્જન્ટની ગરજ સારે છે.ભાગ બદામનો ભૂકો અને એક ભાગ પાણીથી થિક પેસ્ટ બનાવી મોટાં છિદ્રો પર એકસરખી લેયર લગાવો. અડધો કલાકસુકાવા દો. પાણીની થપકીથી ધીમેથી સાફ કરો. હળવેથી થપથપાવીને લૂછો.

પીસેલી બદામનો પાઉડર અને સંતરાની છાલનો પાઉડર સરખે ભાગે મેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો. ખુલ્લાં છિદ્રો માટે આ અકસીર ઉપાય છે.કેળાંને છૂંદો. એમાં બે ટીસ્પૂન મીઠું બદામનું તેલ ઉમેરો. ચહેરા પર લગાવી વીસ મિનિટ બાદ હળવેથી ધોઈ સાફ કરી દો.કાકડીના રસમાં થોડાં ટીપાં રોઝ વૉટર ઉમેરી ચહેરા પર લગાવો. વીસ મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. આને લીધે ખુલ્લાં છિદ્રો સંકોચાયેલાં લાગશે. કાકડીમાંનું સિલિકા ત્વચાનું ટેક્સચર ઇમ્પ્રૂવ કરશે.ટમેટાં છિદ્રોની સાઇઝ નાની કરે છે અને ચહેરા પરના વધારાના તેલને દૂર કરે છે. ટમેટા સાથે ઓટમીલ ઉમેરી એનો ફેસપૅક ચહેરા પર ત્રીસેક મિનિટ રાખવાથી સારું રિઝલ્ટ મળે છે.રૂના પૂમડાને છાશમાં બોળી નાક અને ફેસ પર લગાવવાથી પણ ચહેરા પરનાં ખુલ્લાં છિદ્રો સંકોચાય છે.