અહીં યુવકોના જબરદસ્તી કરાવવામાં આવે છે બે બે લગ્ન,પણ એનું કારણ છે ખૂબ રસપ્રદ,જાણી લો…

0
378

લગ્નથી સંબંધિત જુદા જુદા દેશોમાં વિવિધ કાયદા અથવા રિવાજો છે. કેટલાક દેશો અથવા આદિજાતિના રિવાજો છે જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.આફ્રિકન દેશ એરિટ્રિયામાં દરેક પુરુષ માટે 2 પત્નીઓ હોવાનો કાયદો છે જો કોઈ પુરુષ 2 લગ્ન ન કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે અને તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે.આ ખૂબ જ વિચિત્ર કાયદા છે આ અનોખા કાયદાનું કારણ એરીટ્રીઆમાં પુરુષોની સંખ્યા મહિલાઓની સંખ્યા કરતા ઘણી ઓછી છે.મુખ્ય કારણ ઇથોપિયા સાથેનું ગૃહયુદ્ધ છે. પુરુષો ઉપરાંત મહિલાઓ માટે પણ એક કાયદો બનાવવામાં આવ્યો છે.

આ કાયદા હેઠળ અહીં રહેતી મહિલાઓ તેમના પતિના બીજા લગ્નમાં વિક્ષેપ લાવવાનો કે કોઈ પણ રીતે અડચણ ઉભી કરવાનો પ્રયાસ કરી શકે નહીં, જો તેમ કરે તો તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે.ઘણા દેશોમાં સમાન કાયદા છે. આફ્રિકા ખંડના દેશોમાં આવા કાયદા છે, જે બાકીના વિશ્વમાં નથી.લગ્નથી જોડાયેલા વિચિત્ર રીવાજ – લગ્નનો અર્થ થાય છે નાચવું-ગાવું, સારું ભોજન અને સુંદર દુલ્હા-દુલહનને ફેરા લેતા જોવાનું,પરંતુ આ તો આપણા દેશના સામાન્ય લગ્નમાં થાય છે.સમગ્ર દુનિયામાં લગ્નનો અર્થ આ જ નથી થતો,લગ્ન દરેક સંસ્કૃતિનો એક મહત્ત્વનો ભાગ ચોક્કસપણે છે,પરંતુ તેની સાથે જોડાયેલ રીતિ-રિવાજો સમગ્ર વિશ્વમાં જુદા-જુદા છે.કેટલાક રિવાજો તો એવા છે જે વિશે તમે જાણો તો પણ હાંસી આવે છે હાલની દુનિયામાં પણ આવું જ સમાજ છે, જ્યાં લગ્ન કરવાના રસ્તાઓ ખૂબ જ આશ્ચર્યજનક છે.

ચાલો તમને જણાવું લગ્ન સાથે સંકળાયેલ વિચિત્ર રીવાજ વિશે, સમગ્ર મહિનો રોવે છે દુલ્હન,ચાઇનાની સિચુઆનમાં એક પરંપરા છે કે લગ્ન પહેલાં દુલ્હનને પૂરેપૂરો એક મહિનો રોવું પડે છે,આ રિવાજને જીઓ ટાંગ કહેવાય છે.એક મહિના માટે રાત્રે અડધી કલાક રોવાનું થાય છે.દુલહ્ન સાથે પ્રથમ દસ દિવસ તેમની માતા અને પછીના 10 તેમના દાદી અને છેલ્લા દિવસોમાં કુટુંબની તમામ મહિલાઓ સતત રોવાનું કામ કરે છે.સ્ત્રીનું અપહરણ,કિર્ગિસ્તાનમાં આજે પણ દુલ્હનની અપહરણની પરંપરા ચાલુ છે.આ રસમ લગ્નની પહેલાં કરવામાં આવે છે.પુરુષ જે સ્ત્રી સાથે તેની આખી જીંદગી વિતાવવા માંગે છે,તેનું અપહરણ કરે છે.આ પરંપરા રોમાનિયા સમાજમાં જીવંત છે.લગ્નમાં કોઈ દહેજ ન માંગે અને છોકરીના ઘરના તેના પસંદગીના છોકરા સાથે લગ્ન કરાવા માટે રાજી ન હોય,તેના માટે આ પરંપરા છે.

દુલ્હનના માથાનું હજામત,પ્રાચીન સ્પાર્ટેન્સ સમાજમાં લગ્ન પહેલાં દુલ્હનના માથાની હજામત કરવામાં આવે છે.આ સમાજમાં દુલ્હન ભાગીને ક્યાંક છુપાઈ જાય છે અને દુલ્હો તેને શોધીને લાવે છે,પછી માનવામાં આવે છે કે લગ્નની રસમો પૂર્ણ થઈ છે.દુલ્હનનું અપમાન કરવું,મસાઈની સંસ્કૃતિમાં લગ્ન માટે વિશ્વની સૌથી અલગ રીત છે.અહીં દુલ્હનને અપમાનિત અને પ્રતાધિત કરવામાં આવે છે. સગાઈના સમયે છોકરીને એક વૃદ્ધ સાથે મોકલવામાં આવે છે,જ્યાં તેના સાસરિયાંઑ તેનું સ્વાગત તેનું અપમાન કરીને, તેને મારીને અને તેના માથા પર ગોબર લગાવીને કરે છે.ત્યાં એક રસમ હેઠળ છોકરીના પિતા પણ તેના પર થૂંકે છે.

ટોઇલેટમાં બનાવેલું જયુસ પીવું,ફ્રાન્સની સંસ્કૃતિમાં લગ્નના સાવ અજબ જ રિવાજ છે.જેને લા સૂપ કહે છે.જ્યારે નવા પરણેલા હનીમૂનમાં જાય છે,ત્યારે પાર્ટીનું બચેલૂ બધુ ખાદ્ય ભેગુ કરવા માટે એક નવી ટોયલેટની ચેમ્બરમાં મૂકે છે અને તેમાં પાણી ઉમેરીને તેનું જ્યુસ બનાવે છે.ત્યારબાદ આ જ્યૂસ દુલ્હનના પરિવારજનોને પીવું પડે છે. દુલ્હા-દુલ્હન પર કાળો રંગ નાખવો,સ્કોટ સમાજમાં લગ્નને ત્યાં સુધી પૂર્ણ માનવમાં નથી આવતા જ્યાં સુધી દુલ્હા અને દુલ્હન પર કાળો રંગ નાખવામાં ન આવે.આ રસમ કરવાનું કારણ એ છે કે નવા પરણેલા જોડાનું જીવન સુખી બને.

હસવાની મનાઈ છે,કાંગો સમાજમાં લગ્ન દરમિયાન દુલ્હા-દુલ્હનને હસવાની મનાઈ હોય છે.લગ્નના રિવાજો પૂરો થઈ જાય પછી જ બન્નેને હસવાની પરવાનગી આપવામાં આવે છે.આ રિવાજ ફક્ત લગ્ન માટે જ નથી,પરંતુ લગ્ન દરમિયાન થતાં અન્ય રિવાજો પર પણ લાગુ પડે છે.આ છે લગ્નથી જોડાયેલા વિચિત્ર રીવાજ – લગ્નના આ વિચિત્ર રિવાજો વિશે જાણીને તમે તમારા લગ્નનો ઇરાદો ન બદલતા. તેમ છતાં રાહતની વાત એ છે કે આ વિચિત્ર રીવાજ આપણાં દેશમાં નથી.

ભારતીય સમાજમાં લગ્ન એટલે અનેક વિધિઓ અને રિવાજો… લગ્ન પહેલાંનાં અને લગ્ન પછીનાં અનેક રીતરિવાજ જોઇને નવી પેઢીને આૃર્ય થાય છે અને તેના મનમાં સવાલ જાગે છે કે આટલો બધો સમય વિધિઓ પાછળ ખર્ચવાનો કોઇ અર્થ ખરો? જુવાનિયાં માટે ડાન્સ અને મ્યુઝિક એટલે જ સાચો આનંદ, પણ ભારતના જુદા-જુદા સમાજમાં લગ્નના જે અલગ-અલગ રિવાજ છે એની પાછળ ચોક્કસ અર્થ છે, લાગણી છે અને નવદંપતિના સુખમય જીવનની કલ્પના છે. આજે ભારતનાં જુદા-જુદા પ્રદેશનાં લગ્નનાં રિવાજો પાછળની ભાવનાઓને સમજીએ.

ગુજરાતી લગ્નની શરૂઆત મંડપ મુહૂર્તથી થાય છે અને કન્યા સાસરે આવ્યા પછી એક-બેકી રમી કુળદેવીને પગે લાગવા જાય ત્યાં સુધી લાંબી ચાલે છે. જેમાં ગ્રહશાંતિ, પીઠી, સાંજી, મામેરું, લગ્નવિધિ અને પછી વિદાય થાય છે. જ્યારે નવવધૂ ઘરમાં પ્રવેશે છે ત્યારે ચોખાથી ભરેલા ઘડાને જમણાં પગથી સ્પર્શ કરી ઢોળે છે. એનો મતલબ થાય છે કે ઘરમાં લક્ષ્મીનાં પ્રવેશ સાથે સમૃદ્ધિ પ્રવેશશે. અને વધૂ નવા ઘર પ્રત્યેની એની જવાબદારીનો સ્વીકાર કરે છે. બીજો રિવાજ નવપરણીત દંપતિને એક-બેકી રમાડવાનો છે. એમાં દૂધ-પાણી અને સિંદૂરના મિશ્રણને એક વાસણમાં લઇ. એમાં વીંટી, સિક્કો કે કોડી રખાય છે. વર-વધૂમાંથી જે વ્યક્તિ ચાર વાર આ વસ્તુ પહેલાં શોધી કાઢે તેનું ઘરમાં રાજ ચાલે એવી માન્યતા છે. લગ્ન પહેલા થતાં મંડપ મુહૂર્તમાં માતા પૃથ્વીના આશીર્વાદ લેવા માટે થોડી માટી ખોદવામાં આવે છે અને નવગ્રહનાં આશીર્વાદ માટે એમની પૂજા કરી ગ્રહશાંતિની વિધિ થાય છે. મંત્રો અને પૂજા વાતાવરણમાં પવિત્રતા લાવે છે. જે શુભ પ્રસંગે આવશ્યક છે.

રાજસ્થાની લગ્ન પણ પાંચ દિવસ ચાલે છે. અને અનેક રિવાજો થાય છે જેમાં લગ્નબાદ સસરા વહુને પોટલીમાં હાથ નાંખીને પૈસા કાઢવાનું કહે છે. પોટલીમાં નોટ અને સિક્કા બંને હોય. આ રિવાજ વહુના હાથમાં લક્ષ્મી કેટલી ટકી રહેશે એ જાણવા માટે છે. અગર વહુના હાથમાં નોટ વધારે આવે તો પૈસા બચાવી શકશે અને સિક્કા વધારે આવે તો બચતની કળા એને શીખવાની છે એવું મનાય છે.

એક અન્ય પ્રથામાં લગ્ન પછી દુલ્હાનાં ઘરે વર સહિત એનાં બધા મિત્રો લાઇનમાં ઊભા રહી જાય છે. વધૂએ આંખે પટ્ટી મારીને પતિને શોધવાનો હોય. અગર વધૂ બરાબર પતિને શોધી કાઢે તો એ પતિને બરાબર ઓળખે છે એવું મનાય અને ન શોધે તો પતિને ઓળખવાની કળા શીખવાની બાકી છે એવું મનાય.

સાઉથ ઇન્ડિયન લગ્ન પ્રમાણમાં સાદગીથી થાય છે. પણ એમાં રિવાજ એવો હોય છે કે વરરાજા છેલ્લી ઘડીએ લગ્ન માટે ના પાડે છે અને કાશીયાત્રા પર જવા માટે બહાર નીકળે ત્યારે દુલ્હનનો ભાઇ એને મનાવીને લઇ આવે છે અને એનાં પગ ધોઇ તિલક કરે છે. આ રિવાજ દુલ્હાના માન માટે કરવામાં આવે છે. આ ઉપરાંત દુલ્હનને મંગલસૂત્ર પહેરાવતાં પહેલાં દુલ્હો એક ગાંઠ બાંધે છે જે એ બંનેના સંબંધોની મજબૂતી માટે હોય છે. બીજી અને ત્રીજી ગાંઠ નણંદ બાંધે છે એનો સૂચિતાર્થ પિયર અને સાસરિયું બંનેના સંબંધો મજબૂત બનાવવાનો છે.

બિહારી લગ્નમાં એક રિવાજ ખૂબ રસપ્રદ છે એમાં સાળો યાને દુલ્હનનો ભાઇ દુલ્હાનું નાક પકડીને મંડપમાં પાંચ ચક્કર મરાવે છે. એનો મતલબ હોય છે કે તમે હવે સાસરામાં છો અને તમારે સાસરાની બધી વાત સાંભળવી પડશે. અમારા ઘર – પરિવારને સમજવા પડશે. બીજી રસપ્રદ રીતમાં દરેક ફેરા વખતે દુલ્હન પોતાનાં પગનો અંગૂઠો એક કાણાવાળા પથ્થરની અંદર નાંખે છે. એક ફેરો પૂરો થાય એટલે વરરાજા વાંકા વળીને દુલ્હનનાં પગનો અંગૂઠો બહાર કાઢે છે. એનો અર્થ એ છે કે પત્ની ક્યારેય પણ નારાજ થાય તો પતિએ એને મનાવવાની કોશિશ કરવી પડશે. હર સ્થિતિમાં ઝૂકીને એ પત્નીને રાજી કરશે.

ઉત્તરપ્રદેશમાં હજુ લગ્નની જૂની પરંપરાઓનું અનુસરણ કરાય છે. એમાં દુલ્હા-દુલ્હનને એક લાલ-પીળા કપડાંની નીચે ઢાંકીને સિંદૂર લગાડવામાં આવે છે. આ સમયે બંને એકબીજાનું મોં જોઇ શકતા નથી. આ રીતે કપડાં ઢાંકવાથી ઘરની વાતો હંમેશાં ઢંકાયેલી રહે છે. બીજી એક વિધિમાં વિદાયવેળાએ દુલ્હન મોમાં ચોખા ભરીને ઘરમાં ઉડાડે છે આમ કરવાથી દુલ્હન કહે છે કે હું તમારા ઘરની લક્ષ્મી છું. મારા ગયા પછી પણ તમારા ઘરમાં લક્ષ્મી રહેશે. ત્રીજી એક વિધિમાં દુલ્હાની માતા કૂવામાં એવું કહીને કૂદવા જાય છે કે વહુનાં આવ્યા પછી દીકરો એને ભૂલી જશે. દુલ્હો કૂવા પર પગ લટકાવીને બેઠેલી માને કહે છે કે એ એની કમાણીનો એક ભાગ હંમેશાં માના હાથમાં આપશે અને પત્નીનાં આવ્યા છતાં પણ એને માન આપશે. મા કૂવા પરથી ઉતરે છે અને દીકરાનાં વાયદાના સાક્ષી એવા કૂવાની પૂજા કરવા માટે વહુને બોલાવાય છે. છે ને અજીબ રિવાજ.

મહારાષ્ટ્રનાં લગ્નમાં એક અનોખી વિધિમાં દુલ્હનનો ભાઇ દુલ્હાનો કાન ખેંચીને પ્રોમિસ લે છે કે તે એની બહેનને હંમેશાં ખુશ રાખશે અગર બહેનને ખુશ ન રાખે તો કાન ખેંચીને જવાબ માંગશે. મહારાષ્ટ્રનાં કેટલાંક હિસ્સામાં વર-વધૂની જોડી લગ્નબાદ ઘરે જાય છે. ત્યારે ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં દરવાજા પાસે કવિતાની ચાર લાઇનમાં એકબીજાનું નામ બરાબર ગોઠવીને લયમાં બોલવાનું

જુદા જુદા દેશોમાં લગ્નથી સંબંધિત વિવિધ કાયદા અથવા રિવાજો હોય છે. કેટલાક દેશો અથવા જાતિઓના આવા રિવાજો છે જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.આફ્રિકન દેશ એરિટ્રિયામાં દરેક પુરુષ માટે 2 પત્નીઓ ફરજીયાત હોવાનો કાયદો છે જો કોઈ પુરુષ 2 લગ્ન નથી કરતો તેની સામે પગલાં લેવામાં આવે છે અને તેને જેલમાં મોકલી દેવામાં આવે છે.આ ખૂબ જ અજીબ કાયદા છે આ અનોખા કાયદાનું કારણ એ છે કે પુરુષોની સંખ્યા એરીટ્રીઆની મહિલાઓની સંખ્યા કરતા ઘણી ઓછી હોવાથી અહીંયાના પુરુષોને બે લગ્ન કરવા પડે છે.મુખ્ય કારણ ઇથોપિયા સાથેનું ગૃહયુદ્ધ છે. પુરુષો ઉપરાંત મહિલાઓ માટે પણ એક કાયદો બનાવવામાં આવ્યો છે.

આ કાયદા રિવાજ હેઠળ અહીં રહેતી મહિલાઓ તેમના પતિના બીજા લગ્નમાં કોઈ અડચણ લાવવાનો કે કોઈ પણ પ્રકારનો બધા ઉભી કરી શક્તિ નથી, જો તેઓ કરે તો તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે.ઘણા દેશોમાં આ સમાન કાયદા છે. આફ્રિકા ખંડના દેશોમાં આવા કાયદા છે, જે બાકીના વિશ્વમાં નથી.