અહીં માં હરસિદ્ધિ ભક્તોની દરેક ઈચ્છા કરે છે પૂર્ણ,જાણો આ મંદિરની રહસ્યમય વાતો.

0
571

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે અહીં અશંખ્ય મંદિરો આવેલા છે જેથી આ નગરીને મંદિરોની નગરી તરીકે પણ ઓળખાય છે. અહીં માતા હરસિદ્ધિનું જગ પ્રસિદ્ધ મંદિર આવેલું છે. જ્યાં ક્ષિપ્રા નદીને કાંઠે માતા હરસિદ્ધિ સ્વયં બિરાજમાન છે. આ મંદિર ઉજ્જૈન નગરીના મહારાજ વિક્રમાદિત્યએ બંધાવેલું છે. તો ચાલો જાણીયે માતા હરસિદ્ધિના આ સુપ્રસિદ્ધ મંદિરનો પ્રાચીન ઇતિહાસ.

મિત્રો ભારતીય આધ્યાત્મિક ઇતિહાસમાં શક્તિપીઠોનું ખુબ જ મહત્વ છે અને આ શક્તિપીઠોની રચનાની પૌરાણિક કથા છે. દેવી પુરાણમાં 51 શક્તિપીઠોનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે દક્ષ રાજાએ તેમના જમાઈ ભગવાન શિવનું અપમાન કરવા માટે એક યજ્ઞનું આયોજન કર્યું હતું, અને આ યજ્ઞમાં ભગવાન શિવ ઉપરાંત તમામ દેવી-દેવતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.તે જ સમયે ભગવાન શિવના પત્ની માતા પાર્વતી યજ્ઞમાં ગયા અને હવન કુંડમાં સતી થઈ ગયા.

મિત્રો ભગવાન શિવ સતીના શરીરને લઈને વિનાશનું નૃત્ય કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો. આ પછી, જ્યાં પણ માતા સતીના શરીરના ટુકડાઓ, વસ્ત્રો અથવા આભૂષણો પડ્યાં, ત્યાં શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી.ભારતીય ઉપખંડમાં હરસિદ્ધિ માતાના ઘણા પ્રખ્યાત મંદિરો છે, પરંતુ ઉજ્જૈનમાં આવેલ હરસિદ્ધિ માતાનું મંદિર સૌથી પ્રાચીન છે. એવું કહેવામાં આવે છે કે, આજે જ્યાં મંદિર છે ત્યાં માતા સતીના હાથની કોણી પડી હતી, જેના કારણે આ શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી હતી.

મિત્રો નવ દિવસ સુધી ચાલનારા નવરાત્રીના ઉત્સવમાં અહીં ભક્તો મોટી સંખ્યામાં માતાના દર્શન કરવા આવે છે.મુખ્ય ગર્ભગૃહમાં હરસિદ્ધિમાતાની જમણી બાજુ મહાલક્ષ્મી માતાની મૂર્તિ છે અને ડાબી બાજુ મહાસરસ્વતીની મૂર્તિ છે. ઉજ્જૈનનું પ્રખ્યાત શક્તિપીઠ હરસિદ્ધિ માતા મંદિર મહાકાલ જ્યોતિર્લિંગ મંદિરની પાસે આવેલું છે. ઉજ્જૈનની રક્ષા કરવા માટે આસપાસ દેવી દેવતાઓનો અનેક મંદિરો આવેલા છે, તેમાંથી એક હરસિદ્ધિ માતાનું મંદિર પણ છે. આ દેવી મંદિરનું વર્ણન પુરાણોમાં પણ જોવા મળે છે.

મિત્રો મંદિરમાં બે વિશાળ દીપ સ્તંભ છે.મંદિરના પ્રાંગણમાં પરમાર કાળની બાવડી પણ છે. ગર્ભગૃહમાં, હરસિદ્ધિ માતા શ્રીયંત્ર પર બિરાજમાન છે. સભામંડપમાં ઉપરની તરફ પણ શ્રીયંત્ર બનાવવામાં આવ્યું છે. આ યંત્રની સાથે દેશના 51 દેવીઓનાં ચિત્રો બિજ મંત્ર સાથે ચિત્રિત કરવામાં આવ્યા છે. અહીં આવતા ભક્તોની બધી મનોકામનાઓ હરસિદ્ધિ માતા પૂર્ણ કરે છે.

કોયલા ડુંગર પર બિરાજેલા તથા સ્થિત થયેલા માતા હરસિધ્ધિ ના દર્શન કરવા માટે ૪૦૦ પગથિયા નો સફર તય કરવો પડશે. જ્યા માતાજી ના દર્શન તમને થશે. આ ઉપરાંત કોયલા ડુંગર પર થી માતાજી તળેટી મા કેવી રીતે પધાર્યા તે પણ જાણવા જેવી બાબત છે.એવી માન્યતા છે કે જે કોયલા ડુંગર પાસે ના દરીયા મા થી પસાર થાય તે બધાએ માતા હરસિધ્ધિ ના નામ ના શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી ને આગળ વધવાનો ત્યા એક નિયમ હતો.

જેથી માતાજી ના આશીર્વાદ તેમના પર બન્યા રહે અને તેમની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય.હવે પ્રસંગ એવો કે એક જગડુશા નામ નો શ્રીમંત વાણીયો પોતાના સાત વહાણો લઈ ને અહીયા થી પસાર થયો. આ વ્યાપારી સ્વભાવ નો કંજૂસ હતો એટલે તેણે શ્રીફળ અને ચૂંદડી માતાજી ને અર્પણ કર્યા નહી અને થોડા સમય પશ્ચાત જગડુશા ના સાતેય વહાણો દરિયા મા ડુબવા માંડયા. ત્યારે જગડુશા દેવી હરસિધ્ધિ નુ સ્મરણ કરે છે અને કહે છે કે જો મારા સાતેય વહાણો સુરક્ષિત આ દરિયો પાર કરી જાય તો હુ કોયલા ડુંગર ચડી ને દર્શન કરવા આવીશ.

ત્યારે બધા જ વહાણો બચી ગયા.જગડુશા ૪૦૦ પગથિયા ચડી ચડી ને થાક અનુભવવા લાગ્યો એટલે તેણે નિર્ધાર કર્યો કે હુ સ્વખર્ચે માતા હરસિધ્ધિ નુ દેવસ્થાન નુ નિર્માણ કરી કોયલા ડુંગર ની તળેટી મા સ્થાપીશ. જગડુશા એ માતાજી નુ પૂજન-અર્ચન કરી માતાજી ને રાજી કર્યા અને માતાજી રાજી થયા ને તેને વરદાન માગવા કહ્યુ ત્યારે જગડુશા એ જણાવ્યુ કે , હે માતા તમે ડુંગર ની ટોચ મા થી તળેટીએ પધારો અને ત્યાં બિરાજો તથા મારા વહાણો ક્યારેય પણ ના ડૂબે તેવુ વરદાન આપો.

માતાજી એ આ વ્યાપારી ની કઠીન કસોટી લેવા નુ વિચાર્યુ. તેમણે કહ્યુ ,‘ જો તુ દરેક પગથીયે બલી ચડાવીશ તો હુ નીચે પધારીશ.’ માતાજી ની આ માંગણી વ્યાપારી એ માન્ય રાખી અને દરેક પગથીયે પશુઓ ની બલિ આપી પરંતુ , છેલ્લા ચાર પગથિયા જ બાકી અને બલિ માટે કોઈ પશુ નહોતુ મળતુ.ત્યારે જગડુશા એ પોતાના પરિવાર અને પોતાની બલી આપી. જેથી પ્રસન્ન થઈ ને માતા એ બધા જ જીવો ને ફરી સજીવન કર્યા અને તળેટી એ બિરાજ્યા. ત્યાર થી તે જગડુશા ના કુળદેવી તરીકે પણ પુજાય છે.

હવે જાણીએ ઉજ્જૈન અને રાજા વિક્રમ સાથે સંકળાયેલો માતા હરસિધ્ધિ નો ઈતિહાસ.રાજા વિક્રમ ના ફઈ ના પુત્ર ગાંધવી ગામ ના શાસક હતા એટલે વિક્રમ એકવાર ઉજજૈન થી ત્યાં આવે છે. વિક્રમ જ્યારે ઉજજૈન પધાર્યા તો તેમણે નિહાળ્યુ કે તેમના ફઈ ના પુત્ર નુ શરીર એકદમ સૂકાતુ જાય છે. તેમણે તેને આ વિશે નુ કારણ પૂછયુ. ત્યારે તેમના ફઈ ના પુત્ર એ જણાવ્યુ કે , તે ક્ષણે-ક્ષણે મૃત્યુ દ્વાર સુધી પહોચે છે  વિક્રમ ને આ વાત કાઈ સમજાણી નહી એટલે તેમણે વિસ્તાર મા જણાવ્યુ.તમારા ભાભી માતા હરસિધ્ધિ ના પરમ ભક્ત હતા.

એક વખત નવરાત્રી સમયે માતા હરસિધ્ધિ ની ઉપાસના અને આરાધના થઈ રહી હતી. તે દરમિયાન હું એક સુંદર સ્ત્રી પર મોહીત થઈ ગયો અને મે તેના પર બળજબરી કરવા નો પ્રયત્ન કર્યો. મારા આ કૃત્ય થી માતા હરસિધ્ધિ કોપાયમાન થયા અને મને શ્રાપ આપ્યો કે તારી પત્ની મારી ભક્ત છે એટલે તેનુ અખંડ સૌભાગ્ય તો હુ છીનવી ના શકુ પરંતુ , એક સ્ત્રી સાથે બળજબરી કરવા નો દંડ તને અવશ્ય મળશે.

મિત્રો ત્યારે માતાજી બોલ્યા કે તારે નિયમીત મારા મંદિરે દર્શને આવવુ પડશે. ત્યા હુ ગરમ તેલ ની ધૂણી મા તારા દેહ ને ઓગાળીશ અને તને પુનઃ સજીવન કરીશ.મારી એક ભૂલ ને કારણે મારે રોજ આ યાતનાઓ સહેવી પડે છે. બીજા દિવસે મહારાજ વિક્રમ પોતાના ભાઈ નો વેશ ધારણ કરી ને માતા ના દેવસ્થાને જાય છે અને માતા તેમનો દેહ તેલ ની ધૂણી મા ઓગાળે છે અને રાજા વિક્રમ ની આ પ્રેમ ભાવના જોઈ ને તે તેમના થી પ્રસન્ન થઈ ને માતા તેમને બે વરદાન આપે છે.

મિત્રો રાજા વિક્રમ આ બે વરદાન મા પોતાના ભાઈ ને શ્રાપ મા થી મુક્તિ અને ઉજજૈન મા તેમના કુળદેવી તરીકે પુજાય તેવી માંગણી કરે છે. ત્યાર થી માતા હરસિધ્ધિ કોયલા ના ડુંગર અને ઉજજૈન બંને જગ્યાએ વાસ કરે છે. પરોઢ ની આરતી કોયલા ડુંગર અને સંધ્યા આરતી ઉજજૈન થાય છે. આ વિશ્વ નુ એકમાત્ર એવુ દેવસ્થાન છે જ્યા માત્ર એક જ સમય આરતી થાય છે.