‘મને સ્વર્ગમાંથી મારી મરેલી દીકરી બોલાવે છે’ કહીને યુવકે એસીડ ગટગટાવી લીધું, પરિવારની નજર સામે જ શરીર બળીને ખોખલું થઈ જતા બધા હચમચી ઉઠ્યા..!

ઊંડા દુખના આઘાત સહન કરવા એ કોઈ જેવા તેવા વ્યક્તિના ગજાની વાત નથી, કારણ કે દુઃખનો આઘાત માણસને એટલો બધો મજબૂત બનાવી દે છે કે આવનારા સમયમાં ગમે તેટલું મોટું દુઃખ આવી પડે તો પણ તે સહન કરી જતા હોય છે. પરંતુ અમુક લોકો દુઃખની ઘડીને સહન કરી શકતા નથી અને ઊંડા આઘાતમાં સરી પડવાને કારણે તેમની સ્થિતિ પણ મુશ્કેલ ભરી બની જતી હોય છે..
અત્યારે એક દીકરીના પિતાની સ્થિતિ કંઈક આવી જ બની જવા પામી હતી. આ વાત ફતેપુરા વિસ્તારમાં આવેલી વીણાપાર્ક કોલોનીનો છે. આ કોલોનીની અંદર રમેશ વર્મા નામનો યુવક તેના બા-બાપુજી તેની પત્ની અને તેની દીકરી સાથે રહેતો હતો. તેને સંતાનમાં માત્ર એક દીકરી હતી, તેની એકની એક પાંચ વર્ષની દીકરી દિયાને ખૂબ જ ગંભીર બીમારી હતી..
જનમતા વેંત જ તે એવડી મોટી ગંભીર બીમારીની અંદર સપડાઈ ગઈ કે, તેને રોજબરોજ લોહી ચડાવવું પડતું હતું. આ સાથે સાથે તેના માતા-પિતા બંનેમાંથી કોઈ એક વ્યક્તિની આખો દિવસ દરમિયાન તેની સેવાચાકરી પણ કરવી પડતી હતી. પાંચ વર્ષની આ દીકરીનો અચાનક જ એક દિવસ મૃત્યુ થઈ ગયું હતું..
આ મૃત્યુમાં બનાવવામાં સૌ કોઈ લોકો ઊંડા શોકની અંદર ચાલ્યા ગયા આ દીકરીને અંતિમ વિદાય પણ આપી દેવામાં આવી અને ત્યારબાદ પરિવર્તનો તેમના ઘરે પરત ફર્યા હતા. થોડા દિવસમાં દીકરીના મોતનું માતમ પરિવારજનોમાંથી ધીમે-ધીમે ઓછું થવા લાગ્યું પરંતુ દિયાના મોતના સમાચારને દિયાના પિતા રમેશ વર્મા સહન કરી શક્યા નહીં..
અને તેમની માનસિક સ્થિતિ પણ ધીમે ધીમે બગડવા લાગી હતી, રોજ-બરોજ તેઓ ગુમસુમ બેસી રહેતા કોઈ વ્યક્તિ તેમને બોલાવે તો તેમને ક્યારે જવાબદાર આપતા નહીં આવી સ્થિતિમાં પરિવારજનો પણ મનોમન મૂંઝવણમાં મુકાઈ ગયા કે, રમેશને એવું તો શું થયું છે કે તે હવે હસ્તી ખેલતી જિંદગીને એકદમ નિરસ બનાવી બેઠો છે..
અને એક દિવસ તેણે તેની પત્નીને કહ્યું કે, મને સ્વર્ગમાંથી મારી વ્હાલી દીકરી બોલાવી રહી છે. મારે તેની પાસે જવું પડશે તેમ કહીને તેને એસિડ ગટગટાવી લીધું હતું, જ્યારે પરિવાર ઘરની બહાર બેઠો હતો ત્યારે ઘરની અંદર જઈને રમેશે એસિડ પી લેતા તેના મોઢામાંથી ચીસો ફાટી ગઈ હતી..
આ ચીસો સાંભળીને સમગ્ર પરિવાર ઘરની અંદર દાખલ થયો અને તેમની નજર સામે જ રમેશનું શરીર બળીને ખોખલું થઈ ગયું હતું અને તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ પરિવારની અંદર થોડા દિવસ પહેલા જ એક દીકરીનું મૃત્યુ થયું અને હવે પરિવારના આધાર સ્તંભ તરીકે જીવન જીવતા રામેશ વર્માનું પણ મૃત્યુ થઈ જતા સૌ કોઈ લોકો હચમચી ઉઠ્યા હતા..
આ અગાઉ પણ એક એવો બનાવ સામે આવ્યો હતો કે, જેમાં એક પિતા તેના દીકરાના મૃત્યુનો આઘાત સહન કરી શક્યા નહીં અને તેમણે પણ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું. હવે વધુ એક આ પ્રકારનો જ બનાવ સામે આવી જતા ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે. આ બનાવ બન્યો ત્યારે તાત્કાલિક ધોરણે રમેશને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો..
પરંતુ ત્યાં ડોક્ટરે ટૂંકી સારવાર બાદ જ તેનું મૃત્યુ થયું છે, તેમ જણાવી દીધું હતું. રમેશના માતા પિતા તેમજ રમેશની પત્ની હવે એકલવાયા જીવન જીવવા મજબૂર બન્યા છે, તેઓ પણ એક સાથે બે બે મોતના આઘાતને સહન કરી રહ્યા છે અને જીવનમાં હજુ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે એટલા માટે હિંમત અને સાહસથી કામ લઈ રહ્યા છે..
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.