આ વસ્તુ નો ઉપયોગ કરવાથી શરદી- ખાંસી,વાયરલ,ફ્લૂ ક્યારેય નહીં થાય,દરેક ઉંમરના લોકો માટે ખૂબ જ ફાયદાકારક

0
144

શરદી-ખાંસી તાવ અને વાયરલ જેવી બીમારીઓથી બચવા માટે ગરમાગરમ સૂપ બહુ જ ફાયદાકારક હોય છે.સાથે જ તે હાલ વાયરલ, ફ્લૂ અને કોરોનાનો ડર સતત સતાવતો રહે છે. એવામાં શરીર અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ગરમા ગરમ સૂપ બોડીને ગરમાવો આપે છે. સાથે જ તેનાથી જરૂરી ન્યૂટ્રિઅન્ટ્સ પણ મળી રહે છે.સૂપ આરોગ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. ભોજનના થોડા સમય પહેલા સૂપ પીવાથી ભૂખ લાગે છે, અને વધારાનું પોષણ પણ મળે છે. સામાન્ય રીતે અસ્વસ્થ હોય ત્યારે સુપનું સેવન વધુ કરે છે, પણ સૂપ ફરજીયાત જ તમારી દિનચર્યામાં ઉમેરો કરવાથી અનેક ફાયદા છે.

ફળો અને શાકભાજીઓ માણસને કુદરતે આપેલી ભેટ છે. તેના ભરપૂર લાભો હોવાથી દિવસમાં 2-3 વાર ફળો અને શાકભાજી ખાવાથી આરોગ્યના ઘણા ફાયદા થાય છે. આપણા શરીરને જરૂરી રોજિંદા વિટામીનો, મિનરલ્સ અને ફાઇબરનો ઘણો મોટો ભાગ તે પૂરો પાડે છે.  ફળ અને શાકભાજીની દરેક દુકાનમાં વિવિધ પ્રકારના ફળો ઘણા પ્રમાણમાં મળી રહે છે જેમ કે ઓરેન્જ, સ્ટ્રોબરી, જામફળ, સીતાફળ, મેથી, પાલક, ગાજર, બીટ વગેરે.વાયરલ, ફ્લૂ, શરદીથી બચવા પીઓ સૂપ આનાથી શરીરને પોષક તત્વો મળશે કોરોના સામે પણ મળશે રક્ષણ

આમ તો મોટાભાગના લોકોને સૂપ પીવો પસંદ હોય છે પણ કેટલાક લોકો એવા હોય છે જેમને સૂપ પીવાનો યોગ્ય સમય ખબર હોતી નથી. સાથે જ બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૂપ લેવાની માત્રા પર નિર્ધારિત છે, આ માત્રાથી વધારે સૂપ પીવાથી નુકસાન પણ થઈ શકે છે. જેથી આ વાત જાણવી જરૂરી છે કે ક્યારે અને કેટલી માત્રામાં સૂપ પીવાં જોઈએ. ચાલો જાણીએ

સૂપની અઢળક વેરાયટી.

સામાન્ય રીતે શાકભાજી, દાળ, નોનવેજ અને હર્બ્સથી સૂપ બને છે. કેટલાક સૂપ મિક્સ કરીને બનાવવામાં આવે છે જેમ કે સૂપની વેજ ગ્રેવી બનાવીને તેમાં બેક્ડ કે સ્ટીમ ચિક્નના પીસ નાખવામાં આવે છે. તેનાથી સૂપનો સ્વાદ વધવાની સાથે તેની પૌષ્ટિકતા પણ વધી જાય છે.

કોણે કેટલું સૂપ પીવું.

સૂપ પીવાથી દરેક ઉંમરના લોકોને ફાયદો થાય છે. પણ બીમાર વ્યક્તિ અને વૃદ્ધો માટે સૂપથી સારી દવા કોઈ નથી. સૂપને ચાવવું નથી પડતું અને તે સરળતાથી ડાઈજેસ્ટ પણ થઈ જાય છે. જેથી બોડીમાં માટે જરૂરી તમામ પોષક તત્વો પણ સૂપમાંથી મળી રહે છે. આ સિવાય શાકભાજી અને દાળ ન ખાઈ શકતાં બાળકો માટે સૂપ એક આદર્શ અને પૌષ્ટિક પેય છે. જે શિયાળામાં 5 વર્ષની નાના બાળકોને રોજ 50 મિલી. આપવું જોઈએ. આ સિવાય રોજ 1 વાટકી સૂપ બધાં પી શકે છે.

ક્યારે સૂપ પીવું.

ડાયટ એક્સર્ટ મુજબ સૂપ ખાલી પેટ પીવાથી તેના ગુણો જલ્દી બોડીમાં એબ્લોર્બ થઈ જાય છે. જેથી સૂપ ભોજન કર્યાં પહેલાં પીવું જોઈએ. સૂપ પીવાનો સૌથી સારો સમય છે સાંજે 6થી 7ની વચ્ચેનો, કારણ કે આ સમયે સૂપ પીવાથી ડિનરમાં વધુ ભૂખ લાગતી નથી અને સૂપ અને ડિનરની વચ્ચે એકથી દોઢ કલાકનો ગેપ પણ મળી જાય છે. તેનાથી બોડીમાં તેના પોષક તત્વો એબ્સોર્બ થાય છે અને વજન કંટ્રોલમાં રાખવામાં પણ મદદ મળે છે. સાથે જ ડિનરમાં ઓવરઈટિંગ થતું નથી. શિયાળામાં સાંજે બોડીને ગરમાવો આપવામાં પણ તે મદદ કરે છે.

ડાઈટેશિયન મુજબ ન્યુટીશસ વેજ સૂપ બનાવવાની સાચી રીત છે સૂપ બનાવવા માટે શાકભાજીને કાપીને ઉકાળી લેવામાં આવે. શાકભાજીને ક્યારે પણ મેશ કરીને સૂપ ન કાઢવો. પણ તેને ઉકાળીને સૂપ કાઢી લો. મેશ કરવાથી બધું ફાઈબર નીકળી જાય છે. જેમ કે પલક કે મશરૂમનું જો તમારે સૂપ પીવું છે તો તેને કાપીને ઉકાળી લો. ત્યાર પછી તમે શિમલા મરચું, બટેટા, કોબી, બ્રોકલી, મશરૂમ, વીસ, લીલી ડુંગળી સહીત બીજી તમામ સીઝનની શાકભાજીને પણ નાના નાના ટુકડા કરીને કાપીને અલગ થી ઉકાળી લો. હવે તે ઉકડેલી શાકભાજીને સૂપમાં નાખો, જેથી સૂપ સાથે શાકભાજી પણ ખાઈ શકાય. તેનાથી આપણને ફાઈબર પણ મળશે. બીજી જરૂરી વાત એ છે કે સૂપ બનાવતી વખતે તેને ઘાટું કરવા માટે વહુ પ્રમાણમાં કોર્નફ્લોર નાખવાથી દુર રહો. આમ કરવાથી તમારું વજન વધી શકે છે સૂપ પીવાના ફાયદા.

1.પોષ્ટિક.સૂપ કોઈ પણ ને પોષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. ખાસ કરીને જે શાકભાજી કે ખાદ્ય પદાર્થનું સૂપ બને છે, તેનું સંપૂર્ણ સત્વ સૂપમાં હોય છે. તે ઉપરાંત ઘણી જાતના પોષક તત્વોથી ભરપુર સૂપ આંતરિક રીતે શક્તિ આપવાનુ કામ કરે છે.

2.નબળાઈ કરે દુર.શરીરમાં નબળાઈ નો અનુભવ થાય તો સુપનું સેવન કરવું ઘણું ફાયદાકારક રહે છે. તે નબળાઈ તો દુર કરે જ છે, સાથે જ પ્રતિરક્ષા તંત્રને પણ વધુ મજબુત કરવામાં મદદ કરે છે. તે તાવ, શારીરિક દુખાવો, શરદી જુકામ જેવી તકલીફો સામે લડવામાં મદદ પણ કરે છે. તે ઉપરાંત તબિયત ખરાબ થાય તો સુપના સેવન થી કોઈ પ્રકારની કોઈ તકલીફ પણ થતી નથી.

3.પચવામાં સરળ.સૂપનું સેવન બીમારીઓ માટે પણ કરવામાં આવે છે, કેમ કે તે સરળતાથી પચી જાય છે અને કોઈપણ પ્રકારની તકલીફ ઉભી કરતું નથી. તેનાથી બીમારી પછી સુસ્ત પડેલું પાચન તંત્ર પણ યોગ્ય રીતે કામ કરવા લાગે છે.

4. ભૂખ લાગવી.જો તમને ભૂખ નથી લગતી કે ઓછી લાગે છે તો સૂપ પીવું ઘણો સારો વિકલ્પ છે. કેમ કે તે લેવાથી ધીમે ધીમે ભૂખ ખુલવા લાગે છે અને ભોજન પ્રત્યે તમારી રૂચી પણ વધે છે.

5.ઉર્જા માટે.શારીરિક નબળાઈમાં સૂપનું સેવન તમને ઉર્જા આપે છે અને તમને પહેલા કરતા વધુ સ્વસ્થ અનુભવ કરો છો. ધીમે ધીમે તમારી ઉર્જા નું સ્તર પણ વધવા લાગે છે અને તમે સ્વસ્થ અને આરોગ્યવર્ધક બનો છો, થયું ને સોના ઉપર સુહાગા.

6. હાઈડ્રેશન.જયારે તમે અસ્વસ્થ હોય કે તાવ દરમિયાન શરીર ડીહાઈડ્રેટ થઇ જાય છે. તેથી તેવા સમયે શરીરને હાઈડ્રેટ રાખવા માટે સૂપનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં પાણી નું પ્રમાણ અને પોષક તત્વો બન્ને પ્રવેશ કરે છે.

7. મ્યુકસ પાતળું કરે.નબળાઈ હોય તો મ્યુક્સ જાડુ થઇ જાય છે. જેને કારણે બેક્ટેરિયા અને વાયરસનો ભય વધી જાય છે. સૂપનો રોજ ઉપયોગ કરવાથી મ્યુક્સ પાતળું થઇ જાય છે જેથી ચેપ નથી લાગતો.

8. વજન ઓછું.જો તમે ઓછી કેલેરી લેવાનું પસંદ કરો છો, અને જલ્દી વજન ઓછું કરવા માગો છો, તો સૂપથી ઉત્તમ શું હોઈ શકે છે. તેમાંથી તમને ફાઈબર્સ અને પોષક તત્વો પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે, અને કેલેરી પણ વધુ નથી હોતી. સૂપ પીવાથી પેટ પણ જલ્દી ભરાઈ જાય છે અને ભારેપણું પણ નથી થતું.

9. શરદી જુકામ.શરદી અને ઠંડી થી બચવા માટે ગરમ ગરમ સૂપ ઘણો અસરકારક ઉપાય છે. તે ઉપરાંત જુકામ હોવું કે ગળું ખરાબ હોય તેવી સ્થિતિમાં પણ કાળા મરી મેળવેલ સૂપ પીવાથી ખુબ જલ્દી આરામ થાય છે.