આ ટીવી સ્ટાર એક સમયે આમિર ખાનના બોડીગાર્ડ તરીકે કરતો હતો કામ, પણ આજે છે બોલિવૂડ ની સુપર સ્ટાર

0
383

મુંબઈને સપનાઓનો શહેર કહેવામાં આવે છે. ઘણાં લોકો કરિયરનો મોટા મોટા સપનાઓને પૂરા કરવા મુંબઈ આવે છે. એક્ટર બનવાનું સપનું પૂરું કરવા માટે મુંબઈ આદર્શ જગ્યા છે. દર વર્ષે હજારો લોકો પોતાનું નસીબ અજમાવવા અહીં આવે છે. ઈન્ડસ્ટ્રીમાં બધાંની સંઘર્ષની કહાની છે. ત્યારે ટીવી, ફિલ્મ અને વેબ એક્ટર રોનિત રોયને પણ ઈન્ડસ્ટ્રીમાં અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો.ચોક્કસ જ સલમાન ખાન બોલિવૂડનો સૌથી હોટ અને ક્યૂટ ‘બોડીગાર્ડ’ છે. પણ હવે જે જાણવા મળ્યુ છે તે વાત વધારે રસપ્રદ છે. સલમાન ખાન બોડીગાર્ડ બન્યો તેના ઘણા સમય પહેલાથી જ અન્ય કોઈ આ પ્રોફેશનમાં કામ કરી ચૂક્યુ છે.

લાંબા સમય સુધી આમિર ખાનનો બોડીગાર્ડ રહ્યો છે આ ટીવી એક્ટર મુંબઈ આવ્યો ત્યારે સ્ટાર બનવાનું જોયું હતું સપનું આ ટીવી એક્ટરે મુંબઈમાં તેના સંઘર્ષની કહાની જણાવી એક કુશળ અભિનેતા અને પોતાના કરિયરમમાં અલગ અલગ ભૂમિકાઓ ભજવવાર રોનિતને શરૂઆતના વર્ષોમાં ઈન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવા માટે સખત મહેનત કરવી પડી હતી. તે 15 વર્ષ પહેલાં એક મોટો સ્ટાર બનવાનું સપનું લઈને મુંબઈ આવ્યો હતો. જોકે, આ એટલું સરળ નહોતું.

એક ઈન્ટરવ્યૂમાં રોનિતે જણાવ્યું કે શરૂઆતમાં તે જ્યારે મુંબઈ આવ્યો ત્યારે આસપાસ મોટી કારો અને છોકરીઓનો મેળાવડો હોય એવું સપનું હતું. અભિનેતાએ કહ્યું જ્યારે તે ફ્લોપ થયો ત્યારે તેને સ્ટારડમ અને અભિનયની વચ્ચેનું અંતર સમજાયું.

બોલિવૂડ અને ટેલિવિઝન એક્ટર રોનિત રોયનો 11 ઓક્ટોબરના રોજ 53મો જન્મદિવસ છે. રોનિત રોયનો જન્મ તો નાગપુરમાં થયો હતો પરંતુ તે મોટો અમદાવાદમાં થયો અને અહીંયા જ તેણે કોલેજ કરી હતી. રોનિતના પિતા તથા બોલિવૂડ ડિરેક્ટર સુભાષ ઘાઈ ખાસ ફ્રેન્ડ્સ હતાં. રોનિત રોયના પિતા ઈચ્છતા હતાં કે તેમનો દીકરો સિક્યોર જોબ કરે. આથી જ રોનિત રોય ડિરેક્ટર સુભાષ ઘાઈના ઘરે ચાર વર્ષ સુધી રહ્યો હતો. રોનિત રોય જ્યારે મુંબઈ આવ્યો ત્યારે તેના ખિસ્સામાં માત્ર 6.20 રૂપિયા હતાં, આજે રોનિત રોય એક એપિસોડના દોઢ લાખથી વધુ રૂપિયા લે છે.

રોનિતના પિતા આયુષ સરકાર નાગપુરથી ગુજરાતમાં અમદાવાદમાં આવીને રહ્યાં હતાં. રોનિત તથા રોહિતે અમદાવાદમાં જ સ્કૂલ તથા કોલેજનો અભ્યાસ કર્યો છે. રોનિતને એક ભાઈ રોહિત રોય છે. રોનિત મુંબઈ જઈને હોટલ મેનેજમેન્ટનો કોર્સ ચાર વર્ષ સુધી કર્યો હતો. ત્યારબાદ તેણે હોટલમાં જ નોકરી કરવાની શરૂઆત કરી હતી. રોનિતે મુંબઈની સી રોક હોટલમાં કામ કરવાની શરૂઆત કરી હતી. અહીંયા તે વાસણ પણ ઘસતો અને તેમાં તેને કોઈ શરમ નહોતી. અહીંયા રોનિતે બે વર્ષ સુધી કામ કર્યું હતું. પિતાનું અવસાન થયા બાદ રોનિતે હોટલમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું.

પહેલી ફિલ્મ રહી સુપરહિ. રોનિત રોયની પહેલી ફિલ્મ જાન તેરે નામ સુપરહિટ રહી હતી. જોકે, ત્યારબાદ રોનિતની અનેક ફિલ્મ્સ ફ્લોપ રહી હતી. આ સમય દરમિયાન રોનિતે સુભાષ ઘાઈ સાથે કામ કર્યું હતું. રોનિત રોયે ત્યારબાદ બોલિવૂડમાં વિલન અથવા કેરેક્ટર રોલ તરીકે કામ કરે છે. રોનિત ઉડાન, સ્ટુડન્ટ ઓફ ધ યર, કાબિલ,સરકાર 3, અગ્લી, મુન્ના માઈકલ, ‘લવયાત્રી’માં કામ કર્યું છે. હવે, રોનિત ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’માં જોવા મળશે.