આ તેલ તમારા વાળ બનાવશે કાળા અને ભરાવદાર,દિશા પટની ની જેમ બનશે તમારા વાળ….

0
218

વાળની યોગ્ય રીતે સાચવણી ન કરવાને કારણે હંમેશા વાળ શુષ્ક,મૃત અને ખરવા લાગે છે.એવામાં વાળને યોગ્ય પોષણ આપવું ખૂબ જરૂરી છે. પ્રોટીન યુક્ત ખાણીપીણી દ્વારા અંદર પોષણ આપવાની સાથે સાથે વાળને બહારથી પણ જરૂરી છે. જેથી માથામાં મસાજ કરવું ખૂબ જરૂરી છે. તેલ વાળની જડમૂળમાં જઇને મજબૂતી પ્રદાન કરે છે. જેથી વાળ લાંબા અને ભરાવદાર થાય છે.

દરેક છોકરીનું સપનું છે કે તેના વાળ લાંબા અને ભરાવદાર હોય. આવી સ્થિતિમાં તેને સાચવવા મુશ્કેલ થઇ જાય છે. પરંતુ જ્યારે દિશા પટનીની વાત આવે છે, ત્યારે તે કોઈપણ રીતે તેના વાળની ​​સુંદરતા સાથે કોમ્પ્રાઇઝ કરતી નથી. આપણે બધા જાણીએ છીએ કે દિશા પટની બોલીવુડની સૌથી ફિટ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે.

જોકે દિશા તેની પર્સનલ લાઇફ વિશે ઓછી વાત કરે છે, પરંતુ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે લાંબા અને ભરાવદાર વાળને લઇને ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તેના વાળનું ખૂબ ધ્યાન રાખે છે. આજકાલ છોકરીઓ દિશા પટનીના સુંદરતામાં તેનુ આઇડલ માને છે. જતો એવામાં તમે પણ દિશાના મોટા ફેન છો અને જાણવું જરૂરી છે. તે વાળમાં શું લગાવે છે. દિશાનું માનવું છે કે જો તમે તમારા વાળને સ્વસ્થ રાખવા માંગો છો, તો પછી તમારા વાળમાં અઠવાડિયામાં બે વાર તેલ લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે વાળમાં ડુંગળીના બીજ તેલ લગાવે છે, કેમ કે તે વાળને યોગ્ય રીતે પોષણ આપે છે.

વ્યસ્ત શેડ્યૂલને કારણે દિશા પટની માઇલ્ડ શેમ્પૂ અને કન્ડિશનર વડે બે કે ત્રણ વાર વાળ ધોવાનું પસંદ કરે છે. વળી તે હેર સીરમનો ઉપયોગ કરવાનું ભૂલતી નથી. સીરમ વાળને નરમ બનાવે છે, સાથે સાથે તેમાં શાઇન પણ આવે છે.

વાળની ​​સાચવણી માટે શેમ્પૂ અને કન્ડિશનર લગાવ્યા સિવાય દિશા પટણી તેને હીટ ટ્રીટમેન્ટથી ખૂબ દૂર રાખે છે. તે કહે છે, તમારા વાળને વાળના સ્ટ્રેઈટનર અથવા અન્ય પ્રકારના હીટિંગ ટૂલ્સથી શક્ય તેટલું દૂર રાખો. કારણ કે હાઇ તાપમાન તમારા વાળને નુકસાન પહોંચાડે છે. અને દરેક વખતે જ્યારે તમે તમારા વાળ ધોશો, ત્યારે કન્ડિશનર લગાવવાનું ભૂલશો નહીં.દિશાનું માનવું છે કે સુંદર ત્વચા અને વાળ માટે સારી ડાયેટ લેવી જરૂરી છે. તે લીલા પાંદડાવાળા શાકભાજી અને સલાડ સાથે ઘણા બધા ફળો ખાય છે. જંક ફૂડ ખાવાનું પણ ટાળો.

આ ઉપરાંત બીજા પણ અન્ય ઉપાય છે જે તમેં અજમાવી શકો છો.

ડુંગળી અને મધ- ડુંગળીના રસને તમારા માથામાં લગભગ પોણા કલાક માટે રાખો ત્યારબાદ મધને હાથમાં લઇ મૂળમાં લગાવો. તેનાથી ડુંગળીની વાસ ઓછી થઈ જશે. હવે વાળને કોઈ હળવા શેમ્પુથી ધોઈ લો.

ડુંગળી અને બીયર હેર પેક- ડુંગળીના રસને નીકાળ્યા પછી જે તેનો બચેલો ભાગ વધ્યો છે તેમાં નારિયેળ તેલને મેળવીને જેલ બનાવી લો. હવે આ મિશ્રણમાં એક કપ બિયર મેળવી લો અને લગાવી લો. બીયર તમારા વાળને પ્રાકૃતિક રીતે ચમકદાર બનાવશે. નારિયેળ તેલ તમારા વાળની મૂળને પોષણ આપશે.

ડુંગળી અને રમ- તેના માટે આખી રાત તમારે એક રમના ગ્લાસમાં ઘસેલી ડુંગળીને નાખીને રાખવી પડશે. સવારે આ મિશ્રણને ગાળીને તમારા માથામાં તેની માલિશ કરો. તેનાથી તમારા વાળને મજબૂતી મળશે અને જલદી થી જલદી વાળ ઉગવાનું શરૂ થઈ જશે.