આ સ્ટાર કિડ્સના નામનો અર્થ થાય છે એકદમ અલગ,જો તમે પણ રાખવા માંગો છો આ નામ તો જાણીલો તેનો અર્થ…..

0
185

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત કરિએ છે અને આજે અમે તમને એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છે જે તમે ભાગ્ય જ જાણતા હશો મિત્રો આપણા બધાના કોઇને કોઈ નામ છે પરંતુ શુ તમને તમારા નામનો મતલબ એટલૅ કે અર્થ ખબર છે કે તમારા નામનો અર્થ શુ થાય છે જેમ કે આપણે બધા જાણીએ છીએ કે દરેકના નામ જુદા છે અને આ નામો તમારા જન્મ દરમિયાન રાશી હેઠળ રાખવામાં આવે છે અને દરેક નામનો કંઈક અર્થ હોય છે પરંતુ ઘણા લોકોને તેમના પોતાના નામનો અર્થ ખબર નથી હોતુ.મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ બોલિવુડના અમુક એવા સ્ટાર કિડ્સના નામના અર્થ વિશે જેમના નામનો અર્થ એકદમ યુનિક અને અલગ થાય છે જેના વિશે તમને કદાચ નહી ખબર હોય તો મિત્રો તો ચાલો તમને જણાવીએ કે બીજા એવા ક્યાં સ્ટાર કપલ્સ છે જેમને તેમના બાળકોનું નામ રાખ્યું છે થોડું અલગ અને શું છે એમના નામનો અર્થ શુ થાય છે.

તૈમુર અલી ખાન.

મિત્રો 20 ડિસેમ્બર 2016એ જન્મેલા કરીના કપૂર અને સૈફ અલી ખાનના દીકરા તૈમુરને નામ પર આટલી બબાલ એટલે થઈ હતી કારણ કે આ નામનો એક જાણીતો લૂંટારો હતો અને ઉજબેકિસ્તાનના તૈમુર લંગ નામના લૂંટારાએ 14મી સદીમાં ભારતમાં લૂંટફાટ કરી હતી.અને આમ તો તૈમુરનો મતલબ થાય છે આયર્ન એટલે કે લોખંડ અને કદાચ કરીના અને સૈફ પોતાના લાડકા એ ફોલાદ જેવો મજબૂત બનાવવા માંગે છે એટલે જ એમને આ નામ પસંદ કર્યું છે.

આર્યન ખાન,સુહાના ખાન,અબરામ ખાન.

મિત્રો બોલીવુડના બાદશાહ શાહરૂખના મોટા દીકરાનું નામ આર્યન છે જેનો અર્થ થાય છે યોદ્ધા, શૂરવીર અને તેની દીકરી સુહાનાના નામનો અર્થ તો કદાચ તમે સમજી જ ગયા હશો ચાર્મિંગ એટલે કે આકર્ષક અને સુંદર અને શાહરૂખના ત્રીજા દીકરાનું નામ છે અબરામ મિત્રો શાહરુખ પોતાના દીકરાના નામને લઈને ઘણી ચર્ચામાં રહ્યા હતા અને આ વાત જાણે એમ છે કે અબરામ નામ પયગંબર અબ્રાહમ અને રામના નામનુ મિક્ષણ છે અને શાહરૂખે દીકરાના નામનો અર્થ સમજાવતા કહ્યું હતું કે મને એવું લાગે છે કે આ એક ધર્મનિરપેક્ષ નામ છે.

આદિરા.

મિત્રો બોલિવુડની અભિનેત્રી રાની મુખર્જીએ આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા છે અને રાની મુખર્જી પોતાની દીકરીને મીડિયાથી દૂર રાખે છે અને તેમની દીકરીનું નામ આદિરા છે અને આદિરા નામ આદિ+રા ને જોડીને બનાવવામાં આવ્યું છે એટલે કે આદિત્યનો આદિ અને રાનીનો રા. રબીમાં આદિરનો અર્થ થાય છે મજબૂત.

વિયાન.

મિત્રો બોલીવુડની યમી મમ્મી શિલ્પના દીકરાનું નામ વિયાન છે અને વિયાનનો અર્થ થાય છે કે જિંદગી તેમજ એનર્જી અને કદાચ શિલ્પા એને પોતાની જેમ જ એનર્જેટિક બનાવવા માંગે છે તમને જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે.

રિદાન અને રિહાન.

મિત્રો ઋત્વિક રોશન અને સુઝાનના છુટાછેડા થઇ ગયા છે અને તેમને બે બાળકો છે જેમા તેમના મોટા દિકરાનુ નામ રિદાન છે જ્યારે નાના દિકરાનુ નામ રિહાન છે અને આ બન્નેના બાળકોનું નામ એમને બહુ સમજી વિચારીને રાખ્યું છે. ઋત્વિકના મોટા દીકરાનું નામ રીદાન જેનો અર્થ થાય છે મોટા દિલવાળો માણસ અને નાના દીકરાનું નામ છે રિહાન જેના નામનો અર્થ થાય છે ભગવાનના પસંદ કરેલા લોકો.

સમાયરા અને કિયાન.

મિત્રો સમાયરા અને કિયાન કરિશ્મા કપૂર અને સંજય કપુર સાથે લગ્ન કર્યા હતા પરંતુ અત્યારે કરિશ્મા પોતાના પતિથી અલગ થઈ ચૂકી છે અને હાલ અન્ય કોઈ વ્યક્તિને ડેટ કરી રહી છે એવી ખબર છે અને કરિશ્મા અને સંજયે પણ પોતાના બાળકોનું નામ ખૂબ જ વિચારીને રાખ્યું છે કરિશ્માની દીકરી સમાયરાના નામનો અર્થ છે સુંદરતાની દેવી જ્યારે દીકરા કિયાનના નામનો અર્થ થાય છે ભગવાનની કૃપા.

આરાધ્યા.

મિત્રો જો બોલિવુડમા જો કોઈ સેલિબ્રિટી પોતાની દીકરીને હંમેશા પોતાની સાથે લઈને દેખાઈ છે તો એ છે ઐશ્વર્યા રાય બચ્ચન તેઓની દીકરી સાથે ઐશ્વર્યાનું બોન્ડિંગ જોઈને ખબર પડે છે કે તે બહુ જ પ્રોટેકટિવ માતા છે અને આમ તો દીકરીનું નામ એમને ઘણું સમજી વિચારીને રાખ્યું છે કારણ કે આરાધ્યાનો અર્થ થાય છે પૂજા માટે યોગ્ય અને કદાચ એશ ઈચ્છે છે કે લોકો એમની દીકરીને ન ફક્ત પ્રેમ કરે પણ રિસ્પેક્ટ પણ આપે.

ઇમારા.

બોલિવુડના અભિનેતા ઇમરાન ખાને અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા છે અને તેમને ઇમારા નામની એક દિકરી પણ છે અને ઇમરાનની દીકરીનું નામ છે ઇમારા જેનો અર્થ થાય છે મજબૂત અને સાહસી.અને ઇમારા સાથે પોતાના માતાપિતા બંનેની સરનેમ જોડાયેલી છે એનું આખું નામ છે ઇમારા મલિક ખાન.

આરવ અને નિતારા.

મિત્રો બોલિવુડમા ખિલાડી તરિકે ઓળખાતા અક્ષય કુમારે બૂલિવુડની અભિનેત્રી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે અને તેઓને આરવ અને નિતારા નામના બે બાળકો પણ છે બોલિવુડના આ સ્ટાર કપલના બાળકોના નામ કઈક અલગ જ છે દીકરીનું નામ છે નિતારા જેનો અર્થ થાય છે પોતાની જડ સાથે ઊંડાઈથી જોડાયેલું હોવું અને દીકરા આરવના નામનો અર્થ છે શાંતિપ્રિય, આમ તો આરવ ચહેરા પરથી પણ શાંત જ દેખાય છે.

રેનીના અને ઍલિશા.

મિત્રો સુષ્મિતા સેને લગ્ન કર્યા વગર બે દીકરીઓ ને દત્તક લીધી છે લગ્ન વગર બે દીકરીઓને દત્તક લેનારી પૂર્વ મિસ યુનિવર્સની દિકરીઓનું નામ પણ એમની જેમ જ યુનિક છે તેમની મોટી દીકરી રેનીના નામનો અર્થ થાય છે પુનર્જન્મ અને નાની દીકરી અલીશાના નામનો જર્મન અર્થ થાય છે નોબેલ .

યુગ અને ન્યાસા.

મિત્રો બોલિવુડના સિંઘમ કહેવાતા અજય દેવગણે બોલિવુડની મશહૂર અભિનેત્રી કાજોલ સાથે લગ્ન કર્યા છે અને તેમને બે બાળકો પણ છે જેમા તેમના દિકરાનુ નામ યુગ છે અને દીકરીનુ નામ ન્યાસા છે મિત્રો અજય અને કાજોલના દીકરા યુગના નામનો અર્થ તો તમને ખબર જ હશે પણ શું તમને ન્યાસાના નામનો અર્થ ખબર છે ન્યાસાના નામનો અર્થ થાય છે નવી શરૂઆત અને લક્ષ્ય.

રાયન અને એરીન.

મિત્રો બોલિવુડની ધક ધક ગર્લ માધુરી દિક્ષિતે ડૉ શ્રી રામ નેને સાથે લગ્ન કર્યા છે અને તેમના બે બાળકો છે જેમા તેમના મોટા દિકરાનુ નામ રાયન છે અને નાના દિકરાનુ નામ એરીન છે બોલીવુડની ધક ધક ગર્લના દિકરાઓનું નામ પણ એકદમ યુનિક છે. મોટા દીકરાનું નામ છે રાયન અને નાના દીકરાનું નામ છે એરિન રાયનના નામનો અર્થ થાય છે સ્વર્ગ પ્રાપ્તિનો માર્ગ અને એરિનના નામનો અર્થ થાય છે શક્તિનો પર્વત.

હરુન.

મિત્રો બોલિવુડ અભિનેત્રી કોક્ણા સેન શર્માએ રણવીર શુરી સાથે લગ્ન કર્યા છે અને તેમને એક પુત્ર પણ છે જેનુ નામ હરુન છે કોંકણા જેમ ફિલ્મોથી દુર છે તેમ કદાચ દીકરાના નામ માટે પણ એટલે જ એમને દીકરાનું નામ ખૂબ જ ખાસ રાખ્યું છે એમના દીકરાનું નામ છે હરુન જેનો અર્થ થાય છે આશા.

શાહરાન અને ઇકરા.

મિત્રો બોલિવુડના બાબા એટલૅ કે સંજય દત્તે માન્યતા સાથે લગ્ન કર્યા છે અને તેમને બે બાળકો છે જેમા દિકરાનુ નામ શાહરાન છે જ્યારે દીકરીનુ નામ ઇકરા છે સંજયના બંને બાળકોનું નામ ખૂબ જ યુનિક છે અને દીકરાનું નામ છે શાહરાન અને શાહરાન એક પર્શિયન શબ્દ છે જેનો અર્થ થાય છે શાહી યોદ્ધા જ્યારે દીકરીનું નામ છે ઈકરા અને ઈકરા એક યહૂદી નામ છે જેનો અર્થ થાય છે વર્ણન કરવું કે સાંભળવું