આ રીતે ઘરેજ બનાવો સાબુદાણાની આ પેસ્ટ ચેહરો થઈ જશે એકદમ સુંદર,ફટાફટ જાણીલો તેની રીત.

0
157

તડકો, પ્રદૂષણ વગેરેથી ચેહરા પર કરચલી, કાળા ડોટ્સ અને સ્કિનના રંગ ફીક્કો પડી જાય છે. બજારમાં મળતા પ્રોડક્સ્ટ સંવેદનશીલ ત્વચા માટે ખૂબ હાનિકારક ગણાય છે.તેથી સારુ રહેશે કે તમે ઘરેલૂ વસ્તુઓનો ઉપયોગ કરો કારણ કે એનાથી કોઈ પણ પ્રકારનું નુકશાન થતુ નથી.જો તમે પણ આવા ખર્ચા કરતાં હોવ તો એકવાર આ વાંચી લો કારણ કે. શરૂઆતમાં સારું રિઝલ્ટ આપતી ક્રિમનો જાદુ ટેમ્પરરી હોય છે. શું તમે જાણો છો તમારા કિચનમાં હાથવગી જ એવી વસ્તુઓ છે જેનાથી તમે સ્કિનને ગોરી બનાવી શકો છો.

ચહેરાની રંગત અને રંગ નિખારવા માટે માત્ર બહારથી જ નહીં અંદરથી પણ પ્રયત્ન કરવા જરૂરી છે. વિટામિન અને મિનરલ્સનું પ્રમાણ શરીરમાં સરખું હશે તો ચહેરા પર ગ્લો આવવા લાગશે. તેમાંય જો તમે નેચરલ વસ્તુઓથી બનેલા ફેસપૅક લગાવો તો નિખાર હજી વધારે આવે છે.સ્કિન પર કુદરતી ગ્લો લાવવા માટે સાબુદાણા તમારી ત્વચા પર ખૂબ સારી રીતે કાર્ય કરે છે. આ ફેસ પેક ત્વચાને ચુસ્ત બનાવીને ચહેરા પરથી કરચલીઓ ઘટાડે છે.આ રીતે ઘરે સાબુદાણાનો ફેસ પેક બનાવો.

ચહેરાની સફાઇ બે દિવસમાં થઈ જશે અને ત્વચા પર ફેશિયલ જેવી ચમક આવી જશે. સાબુદાણા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાંથી બનેલી વાનગીઓ ઉપવાસ દરમિયાન ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે. સાબુદાણામાં આયર્ન, કેલ્શિયમ, કોપર, સેલેનિયમ, વિટામિન બી 6, બી-કોમ્પ્લેક્સ, સોડિયમ સામેલ છે. તે આપણી ત્વચાની સાથે સ્વાસ્થ્યને પણ લાભ કરે છે. સાગો કે સાબુદાણામાં સ્ટાર્ચ જોવા મળે છે, જે ચહેરાને ચમકદાર બનાવવાની સાથે ત્વચાને કડક બનાવે છે. સાબુદાણાથી બનેલા ફેસ પેકની અસર તમારી ત્વચા પર કેવી પડે છે, ચાલો જાણીએ.

1ચમચી મોટી ચમચી સાબુદાણા,2-3 મોટી ચમચી લીંબુનો રસ,1 મોટી ચમચી બ્રાઉન સુગર,1 ચમચી મુલતાની માટી,2 મોટી ચમચી ગુલાબજળ સ્ટોવ પર એક કડાઈ મૂકો. તેમાં સાબુદાણા અને લીંબુનો રસ નાખો. તાપ નીચે કરો અને તે ભેજવાળી થાય ત્યાં સુધી પકાવો.પછી ગરમી બંધ કરો અને મિશ્રણને મિકસી ગ્રાઇન્ડર પર સ્થાનાંતરિત કરો.બ્રાઉન સુગર નાંખો અને જાડા પેસ્ટ બનાવવા માટે બધુ મિક્સ કરો એકવાર થઈ જાય પછી, મુલતાની માટી અને ગુલાબજળ ઉમેરો. તમારા ચહેરા પર ફેસ પેકનો પાતળો પડ લગાવો. પેકને 10 થી 15 મિનિટ માટે લગાવેલો રાખો.સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો.અંતે ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવો.

તે ત્વચાની ગંદકીને દૂર કરે છે, જે ત્વચાના છિદ્રોમાં સ્થાયી થાય છે. તેનાથી તમારો ચહેરો બહારથી તેલયુક્ત અને ગંદો લાગે છે. તેથી સાબુદાણાની મદદથી તમારા ચહેરાને સાફ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાબુદાણાને દૂધમાં પલાળો અને પછી તેનાથી તમારો ચહેરો સાફ કરો. તમે તમારી ત્વચાને ધોયા પછી નરમ અને ચમકતી બનાવી શકો છો.

શિયાળો આવી રહ્યો છે, જેના કારણે આપણી ત્વચા પહેલાથી જ સુકાવા માંડી છે. તમારા શરીર પર હાઈડ્રેટીંગ મોઇશ્ચરાઇઝર સાથે ચહેરા પર સાબુદાણાનો ઉપયોગ પણ કરો. આ તમારી ત્વચાને પોષવાથી ત્વચાના છિદ્રોમાં ભેજને લોક કરશે. જો તમારી ત્વચા ડ્રાય છે, તો ફેસ પેક બનાવતી વખતે તેમાં લીંબુ ના નાખો.

સ્ટ્રોબેરીમાં કુદરતી સેલીસિલીક એસિડ હોય છે, જે ત્વચા પરના મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને રેશમ જેવી સુંવાળી અને ચમકતી બનાવે છે. તે ચહેરા પરના દાગ-ધબ્બાને પણ દૂર કરે છે.બે-ત્રણ સ્ટ્રોબેરીને છૂંદીને તેની સ્મુધ પેસ્ટ બનાવો. તેમાં એક ચમચી ઓલિવ ઓઈલ અને બે ચમચી મધ ઉમેરો. સાફ ચહેરા પર આ માસ્ક લગાવો અને પંદર મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાંખો. પછી ચહેરા પર લાઈટ મોઈશ્ચરાઈઝર લગાવી દો. જો તમારી ત્વચા ઓઈલી હોય તો એસ્ટ્રીજન્ટ કે ગુલાબજળ લગાવો.

તંદુરસ્ત અને યુવાન દેખાતી ત્વચા માટે, તમારી ત્વચા એકદમ સ્વચ્છ લાગે તે ખૂબ મહત્વનું છે. સાબુદાણામાં મોટી માત્રામાં એન્ટી ઓકિસડન્ટો સામેલ છે, જે મુક્ત રેડિકલને તટસ્થ બનાવે છે અને ત્વચાને ડાઘરહિત બનાવવામાં મદદ કરે છે. તે ચહેરા પર થતાં પિમ્પલ્સને પણ રોકે છે.આપણે બધા ઇચ્છીએ છીએ કે આપણી ત્વચા બાળકની જેમ નરમ અને સરળ રહે. પરંતુ તેમ કરવું મુશ્કેલ છે. જો તમે તમારી ત્વચાને અતિ સરળ બનાવવા માંગો છો, તો પછી સાબુદાણા ફેસ પેકનો ઉપયોગ કરો, કેમ કે તેમાંના તમામ ઘટકો ડાઘ મટાડશે અને તમારી ત્વચાને નરમ બનાવશે.

પપૈયા લગભગ તમામ ઋતુમાં મળે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે ફ્રી રેડિકલ્સને દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. તે ત્વચા પરના મૃત કોષોને દૂર કરી ત્વચા પર ગ્લો લાવે છે.પાકા પપૈયાના એક ટુકડાને મસળીને પેસ્ટ બનાવી લો. તેમાં બે ચમચી કાચું દૂધ, એક ચમચી મધ અને અડધી ચમચી ગ્લિસરીન ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. આ પેકને ચહેરા પર લગાવી પંદર મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાંખો. આ માસ્ક સેન્સિટીવ સ્કીન ધરાવતી સ્ત્રીઓ પણ લગાવી શકે છે.

કેળામાં પોટેશિયમનું ઊચું પ્રમાણ છે જે ત્વચાને સોફ્ટ અને સિલ્કી બનાવે છે. ખીલ-ફોડકી જેવી સમસ્યાને દૂર કરવામાં પણ તે ખૂબ ઉપયોગી છે.પાકા કેળાંનો એક ટુકડો લઈ તેને હાથેથી બરાબર મસળી નાંખો. તેમાં એક દહીં અને અડધી ચમચી મધ ઉમેરી પેસ્ટ બનાવી લો અને ચહેરા પર લગાવો. આ પેસ્ટ સુકાઈ જાય પછી ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ નાંખો. આ માસ્ક તમારી ત્વચાના છિદ્વોમાં ઊંડે સુધી જઇ ત્વચાને સાફ કરે છે અને તેને નિખારે છે.

ટર્મેરિક એટલે કે હળદર એન્ટી સેપ્ટિક, એન્ટી બેક્ટેરિયલ ગુણઘર્મ ધરાવે છે અને મેંગો ત્વચા પરના દાગ-ધબ્બા દૂર કરી તેને બેદાગ બનાવે છે. ચહેરા પર ગ્લો લાવવા આ માસ્ક ખૂબ ઉયપોગી છે. તે ખીલને દૂર કરવાનો પણ કારગત ઉપાય છે.એક પાકી કેરીના ટુકડાને મસળી તેમાં અડધી ચમચી હળદર પાઉડર ઉમેરો. તેમાં ત્રણ ચમચી ગુલાબજળ ઉમેરી પેસ્ટ બનાવો અને તેને ચહેરા પર લગાવો. સૂકાઈ જાય એટલે ચહેરાને ઠંડા પાણીથી સાફ કરી લો. ચહેરો તરત જ કાંતિવાન બની જશે.

તરબૂચ એ બેસ્ટ સમર કૂલર છે. તે ત્વચાને હાઈડ્રેટ કરે છે અને તેને ચમકતી અને સુંવાળી બનાવે છે.તરબૂચના રસમાં અડધી ચમચી ગ્લિસરીન ભેળવીને ચહેરા પર મસાજ કરો. પાંચ મિનિટ પછી હૂંફાળા પાણીથી ચહેરો સાફ કરી લો. સપ્તાહમાં બે દિવસ નિયમિત આ પ્રમાણે કરવાથી થોડા દિવસોંમાં જ ત્વચા ચમકતી અને કાંતિવાન બની જશે.

ચહેરાની રંગત અને રંગ નિખારવા માટે માત્ર બહારથી જ નહીં અંદરથી પણ પ્રયત્ન કરવા જરૂરી છે. વિટામિન અને મિનરલ્સનું પ્રમાણ શરીરમાં સરખું હશે તો ચહેરા પર ગ્લો આવવા લાગશે. તેમાંય જો તમે નેચરલ વસ્તુઓથી બનેલા ફેસપૅક લગાવો તો નિખાર હજી વધારે આવે છે.

નવશેકા પાણીમાં લીંબુનો રસ નિચોવીને એનાથી સ્નાન કરો. રોજે સવારે લીંબુ અને મધ પીવો. આમળાનો છુંદો રોજે ખાવાથી બે-ત્રણ મહિનામાં શરીરનો રંગ ઉઘડે છે.સવારે ખાલી પેટ ગાજરનો જ્યૂસ પીવાથી પણ રંગ ઉઘડે છે.પેટ હંમેશા સાફ રાખો. કોન્સ્ટિપેશન ના થવા દો કારણ કે એનાથી ખીલ થાય છે.રોજે ઓછામાં ઓછા પાંચ લીટર પાણી પીવો.ગ્રીન ટી કે ગ્રીન કૉફી પીવો.પ્રાણાયામથી પણ ચહેરો ગ્લો કરે છે.

માત્ર ફેસપૅક લગાવવાથી પૂરતું રિઝલ્ટ નહીં મળે, એ માટે તમારે પહેલા કેટલાંક કામ કરવા પડશે, જેમ કે સ્ક્રબિંગ અને ક્લીનિંગ. એટલે કે પહેલા ચહેરો ધોઈને સ્વચ્છ કરો. પછી કાચા દૂધથી ચહેરો સાફ કરો અને સ્ક્રબિંગ કર્યાં પછી ફેસપૅક લગાવો.હળદર અને બેસનમાં તાજી મલાઈ અને ચાર ટીપાં લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવો, એને ફેસ પર લગાવીને 10 મિનિટ પછી ધોઈ નાંખો.

રાતે 10 બદામને પાણીમાં પલાળી દો. સવારે એને છોલીને પેસ્ટ બનાવી લો. તેમાં થોડું મધ મિક્સ કરીને પેસ્ટ બનાવીને સ્કિન પર લગાવો અને સુકાઈ જાય એટલે ઘસીને સાફ કરો.આમાં સ્કિનનો રંગ નિખારવાની સાથે સાથે તમામ પ્રકારના ડાઘ – ધબ્બા દૂર કરવાની તાકાત છે. એલર્જી અને ખીલ માટે આ અક્સીર ઇલાજ છે. આ માટે ચંદન પાવડરમાં 1 ચમચી લીંબુનો રસ અને ટામેટાનો મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવીને સુકાવા દો, પછી ઠંડા પાણીથી ઘોઈ નાંખો.

ગોરો રંગ મેળવવા માટે મજીઠ (મંજિષ્ઠા), હળદર અને ચારોળીનો પાવડર લઈને એમાં થોડું મધ અને ગુલાબજળ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટનને ચહેરા, ગરદન, હાથ પર લગાવો. અડધા કલાક પછી ધોઈ નાંખો. સાત દિવસમાં બે વાર આમ કરવાથી સ્કિનના રંગમાં ફેર જણાશે.આ સૌથી સસ્તો અને અસરકારક ઉપાય છે. 2 ચમચી બેસન, સરસિયાનું તેલ 1 ચમચી અને થોડું દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો. આખા શરીરે ઉબટનની જેમ લગાવો. થોડીવાર પછી ઘસીને સાફ કરો. આનાથી સ્કિન માત્ર ગોરી જ નહી પણ મુલાયમ પણ થશે.