આ રીતે ભોજન કરતા હોય તો ચેતી જજો નહિ તો માતા અન્નપૂર્ણા થશે નારાજ, જાણો કઈ રીત છે…

0
302

દોસ્તો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત છું. મિત્રો તમને જણાવી દઈએ કે આજે આ લેખમાં હું તમને એવી માહિતી વિશે જણાવવા જઈ રહ્યો છું જેમાં તમે લોકો ની જમવાની રીત જો તમે ભોજન સમયે આ રીતનો ઉપયોગ કરો કરો છો તો તમારા પર માતા અન્નપૂર્ણા નારાજ થઈ શકે છે.મિત્રો આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં લોકો પૈસા પાછળ એટલા ગાંડા થયા છે કે તેઓ યોગ્ય રીતે ભોજન કરતા નથી.મિત્રો તમને જણાવી દઈએ કે લોકો ઘરના ભોજન કરતાં બહારનું વધારે ખાવાનું પસંદ કરે છે.

આજના સમયમાં લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન કરતા હોય છે જ્યારે પહેલા ના સમયમાં લોકો નીચે બેસીને જ ભોજન કરતાં હતાં. મિત્રો તમને જણાવી દઈએ કે આજે પણ મિડલ ક્લાસ ફેમિલી ઘરમાં નીચે બેસીને ભોજન કરતા હોય છે.પહેલા આપણે ત્યાં ભોજન નીચે બેસીને જ લેવામાં આવતું હતું કોઈ ભોજન સમારંભ હોય તો પણ ત્યાં બધા લોકોને બેસાડીને જ ભોજન કરાવવામાં આવતું. પરંતુ હવે લગભગ જગ્યાઓ પર બુફે હોય છે. ઉભા ઉભા ભોજન લેવાનું ચલણ પણ સામાન્ય બની ગયું છે. પરંતુ શું તમે જાણો છો કે, જમવાની તમારી અવનવી આદતોથી માતા અન્નપુર્ણાનું અપમાન પણ થાય છે, સાથે સાથે ચંદ્ર અને શુક્ર પણ ક્રોધિત થઈ છે.

તો આજે અમે તમને જણાવશું કે જમવાની એવી કંઈ કંઈ આદતો હોય, જેનાથી માતા લક્ષ્મી આપણાથી નારાજ થઈ જાય.હંમેશા ભોજન કરતા પૂર્વે મંદિર મા પ્રભુ ને પ્રસાદ નો થાળ ધરી ને અન્નપૂર્ણા ને સ્મરણ કરી તેમની સ્તુતિ કરી તેમનો આભાર પ્રગટ કરી ને તમામ ભૂખ્યા લોકો ને ભોજન પ્રાપ્ત થાય એવી પ્રભુ ને વિનંતિ કરી ને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવુ.આપણે ત્યાં એવી માન્યતા છે કે, સુવાના બેડ પર ભોજન કરવાથી રાહુ અપ્રસન્ન થઈ જાય છે અને તેનાથી અન્નનું પણ અપમાન થાય છે, એટલા માટે ક્યારેય બેડ પર બેસીને ભોજન ન કરવું જોઈએ.

ભોજન હંમેશા જમીન પર બેસીને જ કરવું જોઈએ. જમીન પર બેસીને ભોજન કરવાથી આપણું સ્વાસ્થ્ય પણ સુધારે છે.ત્યારે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના ભોજનની થાળીમાં એટલું જ ભોજન લેવું જોઈએ જેટલું તમે ખાઈ શકો. જો જરૂરિયાત કરતા વધારે ભોજન થાળીમાં લેવામાં તો પડ્યું રહે છે. એંઠું અન્ન જો થાળીમાં રહી જાય તો માતા અન્નપુર્ણા અપ્રસન્ન થઈ જાય છે.

ભોજન સમયે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, જ્યારે તમે ભોજન કરી રહ્યા હોય, તો તમારું મોં પૂર્વ અથવા ઉત્તર દિશામાં તરફ હોય છે. ભોજન કરતા સમય પહેલા કે તુરંત ભોજન બાદ ક્યારેય પણ ટોઇલેટ જવું ન જોઈએ. તેને લઈને એવું માનવામાં આવે છે કે ભોજનનું અપમાન કહેવાય.અમુક લોકોની એવી આદત હોય છે કે, ભોજન થઈ ગયા બાદ પોતાની થાળીમાં જ પોતાના હાથ પણ ધોવા લાગે છે. તો તમને જણાવી દઈએ કે, આ આદતથી પણ અન્નપુર્ણાનું અપમાન થાય છે. સાથે જ ચંદ્ર અને શુક્ર પણ ક્રોધિત થઈ જાય છે. એટલા માટે આ આદતથી બચવું જોઈએ.

આ સિવાય આરોગ્યની દ્રષ્ટ્રીએ જોઈએ તો ખાવા સમયે આપણું ધ્યાન કોઈ બીજી જગ્યા પર હોય એ પણ સારું ન કહેવાય. ઘણાં લોકોને એવી આદત હોય છે કે, મોબાઈલ જોતા-જોતા ભોજન કરતા હોય છે. જે ખરેખર આપણા માટે ખુબ જ નુકશાનકારક હોય છે.ભોજન સંબંધિત આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો માતા અન્નપુર્ણા પ્રસન્ન થાય છે અને તેની કૃપા પણ આપણા ઘર પર રહે છે. સાથે સાથે માતા અન્નપુર્ણા તમારો ભંડાર હર્યોભર્યો રાખે છે.

ગૃહસ્થ વ્યક્તિ એ ફક્ત પરોઢે અને સંધ્યા સમયે બે જ સમય ભોજન ગ્રહણ કરવા નુ વિધાન છે.ભોજન કરતા પૂર્વે હંમેશા બેય હાથ તથા બેય પગ અને મુખ આ અંગો ને પાણી વડે યોગ્ય રીતે સાફ કરી ને આહાર ગ્રહણ કરો તો લાંબુ આયુષ્ય મેળવો.જો તમારા ચરણો ભીના હોય તો તેને વ્યવસ્થિત રીતે સાફ કરી ને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવા બેસવુ.ક્યારેય પણ કોઈ જગ્યાએ ઊભા-ઊભા,હાલતા-ચાલતા ,પથારી પર બેસી,ખોળા મા રાખી,હાથ મા લઈ ને તૂટેલા પાત્ર મા,ડાબા હાથ થી,સંધ્યા કે રાત્રિ ના અંધકાર મા ભોજન ગ્રહણ કરવુ અશુભ ગણાય છે.

રાત્રિ ના સમયગાળા મા ક્યારેય પણ આખુ પેટ ભરાઈ જાય તેટલુ ભોજન જ ના કરવુ. રાત્રિ ના સમયગાળા મા દહી , સેતુર તથા તલ જેવા પદાર્થો નુ સેવન ના કરવુ.શાસ્ત્રો મુજબ ઘર ની સ્ત્રી એ ઘર ના બધા સદસ્યો ને જમાડી ને ભોજન કરવુ જોઈએ. જેથી ઘર મા ક્યારેય પણ અન્ન ના ખૂટે. હંમેશા નાના બાળકો તથા વયોવૃધ્ધ વડીલો ને આહાર ગ્રહણ કરાવ્યા બાદ જ આહાર ગ્રહણ કરવો.

નિયમીત શુધ્ધ પાણી થી શરીર સ્વચ્છ કરી ને પ્રભુ નુ પૂજન-અર્ચન કરી તેમનુ ધ્યાન ધરી બાદ મા આહાર ગ્રહણ કરવો.ક્યારેય પણ શરીર ને શુધ્ધ તથા પવિત્ર કર્યા વગર ભોજન ગ્રહણ ના કરવુ. તે તેનુ અપમાન ગણાય છે.ક્યારેય પણ કોઈ ની સાથે એક પાત્ર મા આહાર ના ગ્રહણ કરવો તથા પોતાનુ એઠવાડુ થયેલુ ભોજન અથવા તો બીજા નુ એઠવાડુ થયેલુ ભોજન ગ્રહણ ના કરવુ.