આ રીતે 40 કિલો વજન ઉતાર્યું નીતા અંબાણીએ,જુઓ પહેલાંની તસવીરો.

0
419

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને આ લેખ માં નુતા અંબાણી વિશે જણાવા જઇ રહ્યા છે તો ચાલો જાણીએ.નીતા અંબાણી,આ નામને કોઈ ઓળખની જરૂર નથી.  ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની પોતાની ઓળખ છે.તેમના સામાજિક કાર્ય ઉપરાંત, મિસ અંબાણી ભવ્ય ફેશન અને શૈલી માટે પણ જાણીતી છે.

ભલે તે ઘરે ફંકશન હોય, રેડ કાર્પેટ દેખાવ હોય કે ક્યાંક તેને બીજી ઇવેન્ટ માટે જવું હોય, નીતા હંમેશા એક કરતા વધારે ક્લાસી લુકમાં જોવા મળે છે.નિતા મુકેશ અંબાણી નો જન્મ નવેમ્બર ૧, ૧૯૬૪ એ ભારતીય ઉદ્યોગપતી મુકેશ અંબાણીના પત્નિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક ડાયરેક્ટર છે.તેમનું જન્મસમયનું નામ નિતા દલાલ હતું.જાણીતા બિઝનેસવુમન નીતા અંબાણીનો સમાવેશ સક્રિય સોશિયાલાઇટ્સની યાદીમાં થાય છે. તેમની સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સ સોશિયલ મીડિયામાં બહુ લોકપ્રિય છે.

આ વખતે નીતા અંબાણી તેમની હિરાજડિત બેગને કારણે ચર્ચામાં છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીની આ બેગની કિંમત અંદાજે 2.6 કરોડ રૂપિયા છે અને એની પર 200 જેટલા હીરા જડવામાં આવ્યા છે.દેશમાં એવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે, જેને નીતા અંબાણી વિશે ખબર નહીં? નીતા અંબાણી ભારતના સૌથી પૈસાદાર બિઝનેસમેન મુકેશ અંબાણીના પત્ની છે. જોકે, નીતા અંબાણીની પોતાની પણ અલગ ઓળખ છે. તેઓ દાનવીર, સોશિયલ વર્કર તથા બિઝનેસવુમન પણ છે.

નીતા અંબાણી અનેક મહિલાઓ માટે પ્રેરણાદાયી છે. તેઓ પોતાની ફિટનેસ માટે પણ એટલા જ જાણીતા છે. સતત વ્યસ્ત હોવા છતાંય આજે પણ નીતા અંબાણી રોજ 40 મિનિટ વર્કઆઉટ કરે છે. 57 વર્ષીય નીતા અંબાણી પોતાની લાઈફસ્ટાઈલ અંગે ઘણાં જ સતર્ક છે. તેઓ વહેલા સૂઈ જવું અને વહેલા ઊઠવું એ મંત્રમાં માને છે.નીતા અંબાણીને ક્રિકેટમેચ જોવી બહુ પસંદ છે. હમણાં જ તેઓ લંડનમાં જોવા મળ્યા હતા. લંડનમાં તેઓ પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને ચીયર અપ કરવા ગયા હતા.

આ યાત્રા દરમિયાન તેઓ કરીના કપૂર અને કરિશ્મા કપૂરને પણ મળ્યા હતા. આ મુલાકાતની કરિશ્માએ જે તસવીર ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી એમાં આ બેગ જોવા મળી હતી.40 કિલો વજન ઉતાર્યું,નીતા અંબાણીએ જ્યારે લગ્ન કર્યા ત્યારે તેમનું વજન 47 કિલો હતું. જોકે, ત્રણ બાળકોના જન્મ બાદ તેમનું વજન 40 કિલો જેટલું વજન વધી ગયું હતું. એટલે કે તેમનું વજન 87 કિલોની આસપાસ થઈ ગયું હતું. વધારે વજન હોવાથી નીતા અંબાણીને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

અંતે તેમણે વજન ઊતારવાનું નક્કી કર્યું હતું. નીતા અંબાણીનો સૌથી નાનો દીકરો અનંત અંબાણીએ 108 કિલો વજન ઘટાડ્યું હતું. નીતા અંબાણી માટે પોતાનો જ દીકરો અનંત અંબાણી વજન ઊતારવા માટે પ્રેરણારૂપ બન્યો હતો.દેશ અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકે ઓળખાતા મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને કોણ નહીં ઓળખતું હોય? એક સફળ બિઝનેસ ટાયકુનની વાઈફ પોતે એક બિઝનેસ વુમન તો છે જ, ઉપરાંત તેઓ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ઓનર પણ છે. એમના એવા ઘણા શોખ છે.

જેમના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.લોસ એન્જલસ પણ ગયા હતાઃ એક ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે તેમના માટે અનંત સિવાય અન્ય કોઈ મોટિવેશન નહોતું. અનંત મેદસ્વી હતો. આટલું જ નહીં તે અસ્થમેટિક પણ હતો અને તેને કારણે તે ઘણી જ દવાઓ લેતો હતો. અનંતે હેલ્થ માટે વજન ઊતારવું જરૂરી હતું. જે બાળક કરે, એ માતા કરે જ છે. તેથી જ્યારે અનંત ડાયટ પર હતો ત્યારે તે પણ ડાયટ પર જ હતા. અનંત જે ખાતો, તે જ તે ખાતા.

જ્યારે અનંત વર્કઆઉટ કરે ત્યારે તે વર્કઆઉટ કરતા. આટલું જ નહીં જ્યારે અનંત ચાલવા જાય ત્યારે તે પણ સાથે જતા.તેઓ પોતાના દિવસની શરૂઆત 3 લાખની ચા સાથે કરે છે. આ ચા જાપાનની એક પ્રખ્યાત અને સૌથી જૂની કંપની ક્રોકરી બ્રાન્ડ નોરીટેક ના કપમાં ચા પીવે છે. આ એક કપની કિમત 3 લાખ રૂપિયા છે. આ વાત તેમણે ખુદ એક ઇન્ટરવ્યુમાં જણાવી હતી. નોરીટેક ક્રોકરીની ખાસ વાત એ છે કે આમાં સોનાની બોર્ડર છે અને આના 50 પીસના સેટની કિમત દોઢ કરોડ રૂપિયા છે.

વધુમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે મા-દીકરાએ સાથે મળીને મેદસ્વીપણું ઓછું કર્યું હતું. જોકે, આજે પણ ઘણાં બાળકો આ બીમારીથી પીડાય છે અને આ સ્વીકાર કરવામાં શરમાય છે. જોકે, તે માને છે કે એક માતાએ પોતાના બાળકને વજન ઊતારવા માટે પ્રેરણા આપવી જોઈએ. આટલું જ નહીં નીતા અંબાણી દીકરા અનંત સાથે થોડો સમય લોસ એન્જલસ પણ ગયા હતા. અહીંયા તેઓ બાળકોની ઓબેસિટી હોસ્પિટલમાં પણ ગયા હતા.

અહીંયા તેમણે બાળકોનું રૂટીન કેવું હોય છે, તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. આજે તે જે પણ છે, તે આને કારણે છે.તેઓ પહેલા વધારે જાડા હતા, પણ નૃત્ય અને ડાયેટ કરીને તેઓ પાતળા થઈ ગયા છે. તેઓ આજે એક ફિટ ફિગરવાળા સેલિબ્રિટી બની ગયા છે. તેમને સ્ટ્યાઈલીશ ચંપલનો બહુ શોખ છે. તેઑ ચંપલ એકવાર પહેર્યા પછી રિપીટ નથી કરતાં.ડાન્સ ને યોગા કરવા છે પસંદઃ નીતા અંબાણીએ પોતાના વર્કઆઉટ અંગે કહ્યું હતું કે તેમને ડાન્સ, યોગ તથા સ્વિમિંગ પસંદ છે.

તેઓ પોતાના દિવસની શરૂઆત અખરોટ તથા બદામથી કરે છે. તેઓ બ્રેકફાસ્ટમાં એગ વ્હાઈટ ઓમલેટ લે છે. લંચમાં લીલા શાકભાજી તથા સૂપ પીએ છે. ડિનરમાં તેઓ લીલા શાકભાજી, ઉગાડેલા કઠોળ તથા સૂપ લે છે. જોકે, તેઓ લૉ કાર્બ ફૂડ લે છે. તેઓ રોજ બીટનો જ્યૂસ અચૂકથી લે છે.તેમના પાસે પાડ્રો, ગાર્સિયા, જિમીચું, પેલમોડા અને માર્લિન જેવી બ્રાન્ડ્સના ચંપલ અને સેન્ડલ છે.આ બ્રાન્ડની શરૂઆત જ 1 લાખ રૂપિયાથી થાય છે.નીતા અંબાણી પાસે દુનિયાના સૌથી મોંઘા હેંડબેગનું કલેક્શન છે. તેઓ હેંડબેગ માટે શનેલ, ગોયાર્ડ અને જીમીચુ જેવી બ્રાન્ડ પસંદ કરે છે.

તેમના દરેક બેગમાં ડાયમંડ જડેલા હોય છે, આ બેગની શરૂઆત જ 3 થી 4 લાખ રૂપિયાથી થાય છે.આ ઉપરાંત નીતા અંબાણી બ્રાંડેડ ઘડિયાળના પણ શોખીન છે.તેમના વોચ કલેક્શનમાં બ્લ્ગેરી, કાર્ટીજયર, રાડો, ગુચી, કેલ્વિન ક્લેઈન અને ફોસિલ જેવી મોંધમાં મોંધી બ્રાન્ડ્સ છે.નિતાની લગભગ બધી જ જ્વેલરીમાં હીરાઓ લગાવેલ હોય છે. આનાથી સાબિત થાય છે કે તેઓ હીરાની દિવાની છે.નીતા અંબાણી ફક્ત દુનિયામાં ફેમસ જ છે એવું નથી, પરંતુ તેમણે પહેરેલા કપડાઓ પણ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા બનાવે છે. પોતાની જ કંપનીના સીઈઓની પુત્રીના લગ્નમાં તેઓએ આ સાડી પહેરી હતી, આ સાડીને બનાવવા એક વર્ષ લાગ્યું હતું.