આ રાજકુમાર ને ભેટ માં મળ્યું હતું “મુંબઈ”જાણો બીજી પણ ઘણું બધું જે ભેટ માં મળ્યું હતું…

0
286

નમસ્કાર મિત્રો આજ ની પોસ્ટ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે આપના માટે લઈ ને આવ્યાં છે એવી પોસ્ટ જે જોઈ ને આપ દંગ રહી જશો કારણ કે આ એક એવો કિસ્સો છે જે જાણી ને તમે પણ હેરાન થઈ જશો તો ચાલો તેના વિશે વધુ માહિતી મેળવીએ મિત્રો દીકરીના લગ્ન સમયે તેને ધન અને સામાન આપવાની પરંપરા પ્રાચીનકાળથી જ ચાલતી આવી રહી છે. જોકે,અનેક કિસ્સાઓ એવા પણ છે જેમાં દહેજમાં વિચિત્ર વસ્તુઓ આપવામાં આવી હતી.આજે અમે તમને દહેજના વિચિત્ર કિસ્સાઓ જણાવી રહ્યા છીએ.

20મી સદીની વાત છે. ફ્રાંસમાં લે બ્લેન્ક નામનો વ્યક્તિ થયો જેણે પેરિસની એક યુવતી સાથે લગ્ન કર્યાં. તેનો સસરો હેર ડ્રેસર હતો. તેણે પોતાની દીકરીને દહેજમાં રુપિયા આપવા ઉપરાંત તેના વજન બરાબર સાબુ પણ આપ્યાં જેથી તેનો જમાઈ સાફ-સફાઈનું ધ્યાન રાખી શકે.

સ્કોટલેન્ડના કિસ્સાઓમાં 13મી સદીઓના જાદૂગર સર હ્યુગો ડે ગિફર્ડનો ઉલ્લેખ મળે છે. એવું કહેવામાં આવે છે કે તેની દીકરીને એક જાદુઈ નાસપતી દહેજમાં મળ્યું હતું. તેણે દીકરીના સાસરીયાઓને એવું કહ્યું હતું કે જો નાસપતીને નુકસાન પહોંચશે તો તેના ખાનદાનને પણ નુકસાન પહોંચશે. સ્ટોરી અનુસાર એકવાર તેના જમાઈએ દેવું ચૂકવવા માટે નાસપતી વેચી દીધું પછી તેના ભાઈઓ ડૂબીને મરી ગયાં.

પોર્ટુગલની રાજકુમારી કેથરીન બ્રિગેન્ઝાની ઈંગ્લેન્ડના ચાર્લ્સ દ્વિતીય સાથે લગ્ન થયાં હતાં. પોર્ટુગલવાસીઓએ ગુજરાતના બહાદુર શાહ પાસેથી મુંબઈ જીત્યું હતું. જ્યારે કેથરીનના લગ્ન થયાં ત્યારે મુંબઈને દહેજ તરીકે ચાર્લ્સ દ્વિતીયને ભેટ આપ્યું હતું.ગિગી ચાઓ ચીનના અબજપતિ વ્યક્તિ સેસિલ ચાઓની લેસ્બિયન દીકરી છે. તેના પિતા પોતાની દીકરી લેસ્બિયન હોવાથી ખૂબ જ દુખી હતો. તેણે ઓફર આપી કે જે યુવક ગિગીને લગ્ન કરવા માટે તૈયાર કરી લેશે. તેને સેસિલ 65 મિલિયન ડોલર આપશે. અનેક પ્રસ્તાવ આવ્યા પરંતુ કોઈપણ ગિગીને તૈયાર ન કરી શક્યું.અંતમાં સેસિલે પોતાની દીકરીની સેક્સ્યુઆલિટીને સ્વીકાર કર્યો.

વુ રુ બિયાઓ ચીનનો ખૂબ જ ધનીક ઉદ્યોગપતિ છે. 2012માં તેણે દીકરીના લગ્ન કર્યા અને તેણે દહેજમાં સોનાથી ભરાયેલા ચાર બોક્સ, કાર અને રોકડ ઉપરાંત જમાઈને પોતાની કંપનીમાં પચાસ લાખ શેર્સ પણ આપ્યાં હતાં. તેણે 156 મિલિયન ડોલરની કિંમતની વસ્તુઓ જમાઈને આપી હતી.2013માં સલીમ અયાશ નામના યમનના એક કવિએ પોતાની દીકરીના લગ્ન માટે વિચિત્ર શરત રાખી હતી. જે અનુસાર પોતાની દીકરી સાથે લગ્ન કરવા યુવકને ફેસબુક પર દસ લાખ લાઈક લાવવા પડશે.

ઈઝરાયલની ધાર્મિક માન્યતા છે કે ઈઝરાયલના રાજા ડેવિડના લગ્ન વિશે એવું કહેવાય છે કે ડેવિડને ઈઝરાયલના રાજા સોલની દીકરી સાથે પ્રેમ થઈ જાય છે. સોલ ડેવિડની સામે લગ્ન માટે શરત રાખે છે કે તેને પેલેસ્ટાઈન નામના સમુદાયના 100 સભ્યના ફોરસ્કિન પેનિસ લાવવા પડશે. પેલેસ્ટાઈન સમુદાયને ઈઝરાયલનો કટ્ટર દુશ્મન માનવામાં આવે છે. ડેવિડની શક્તિની પરીક્ષા માટે સોલે તેનો ઉપયોગ કર્યો જેમાં ડેવિડ સફળ રહ્યો અને સોલની દીકરી સાથે તેના વિવાહ થઈ ગયાં. આ પછી ડેવિડ ઈઝરાયલનો રાજા બન્યો હતો.

17મી સદીમાં ઈંગ્લેન્ડમાં જોન હલ નામના વ્યક્તિનો જન્મ થયો હતો. જેણે મેસાચ્યુએટ્સમાં સિક્કો ઢાળનાર પહેલી ટંકશાળની સ્થાપના કરી હતી. તેને સિક્કા સાથે એટલો પ્રેમ હતો કે પોતાની દીકરીનો હાથ તેના પ્રેમીના હાથમાં આપવા માટે શરત રાખી હતી કે દીકરીનો પ્રેમી તેની દીકરીના વજન બરાબર સિક્કાઓ આપશે.