ત્રણ દીકરીઓની માતાએ ચોથી વાર દીકરીને જ જન્મ દેતા લાજ-શરમવગરના સાસરીયાએ પરણીતા સાથે કર્યું એવું કે જાણીને હચમચી જશો.. વિચિત્ર બનાવ..!

પરિવારમાં દરેક વ્યક્તિને જોઈએ તેવું જીવન જીવવા મળતું નથી, અમુક વ્યક્તિની હેરાનગતિને લઈ કોઈને કોઈ વ્યક્તિને ખૂબ જ માઠુ સહન કરવાનો પણ વારો આવી જતો હોય છે, અત્યારે એક પરણીતાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને આ ઘટના જાણીને તમારું પણ લોહી ખદખદ ઉકળવા લાગશે..
આ બનાવો બાસવાડા વિસ્તારનો છે. અહીં આવેલા જમના નગર વિસ્તારમાં પુષ્પા નામની મહિલા તેના પરિવાર સાથે રહે છે, પુષ્પાના લગ્ન આજથી 15 વર્ષ પહેલાં ગૌરાંગ નામના યુવક સાથે થયા હતા. 15 વર્ષના સુખી લગ્નજીવન દરમિયાન પુષ્પાએ ત્રણ દીકરીઓને જન્મ આપ્યો હતો, પુષ્પાની સાસુ ઉર્મિલા વારંવાર પુષ્પાને દબાણ આપીને કહેતી કે, તારા ખોળે ક્યારે દીકરો જન્મશે..
તું દીકરાને જન્મ આપવાની લાયક નથી, તે અમારા કુળને અહીં જ અટકાવી દીધો છે. વગેરે જેવા કડવા વેણ વચનો કહેતી હતી. છતાં પણ પુષ્પા આ બધા જ વચનોને સહન કરી લઈ રાજી ખુશીથી જીવન જીવતી હતી. પરંતુ તેની સાસુની હેરાનગતિ ઓછી થઈ નહીં અને દિન દાડે તે પુષ્પાને ખૂબ જ હેરાનગતિ પહોંચાડવા લાગી હતી..
આ ઉપરાંત પુષ્પનો પતિ ગૌરાંગ પણ દીકરાને જન્મ આપવાની બાબતને લઈને પુષ્પાને ઢોર માર મારતો હતો, અને કહેતો કે તે એક પછી એક કુલ ત્રણ દીકરીઓને જન્મ આપી દીધો છે. અને હવે તું ક્યારે દીકરાને જન્મ આપીશ, આ દીકરીઓ મારા માટે કોઈ કામની નથી. મને તો બસ દીકરો જોઈએ છે..
પુષ્પાએ પરિવારના દરેક સભ્યોને પ્રેમથી સમજાવીને કહ્યું કે, તેને દીકરો જન્મશે કે દીકરી જન્મશે, તે તેના હાથમાં નથી. ભગવાનની જે ઈચ્છા હશે તે સંતાન રૂપે જન્મ આપશે અને તેના ખોળે તેને મોટો કરવાનો પણ લાભ મળશે. આપણે ક્યારે પણ દીકરા કે દીકરીમાં અસમાનતા રાખવી જોઈએ નહીં..
કારણ કે આજના સમયમાં દરેક દીકરીઓ પોતાના માતા પિતા નું નામ રોશન કરવામાં કોઈ કસર બાકી મુકતી નથી, અને દીકરાઓની સાથે જ ખભેથી ખભો મિલાવીને દરેક ક્ષેત્રમાં પ્રગતિ પણ કરે છે. પરંતુ પુષ્પાની આ સમજણ ભરી વાત પરિવારના કોઈ પણ સભ્યના મનમાં ઉતરી નહીં અને લાજ શરમ વગરના સાસરીયાઓ પુષ્પા અને હેરાનગતિ પહોંચાડતા જ રહ્યા હતા..
એવામાં સમાચાર આવ્યા કે, હવે પુષ્પા માત્ર પાંચ મહિનાની અંદર વધુ એક બાળકને જન્મ આપવા જઈ રહી છે. એ વખતે તેની મારફાડ સાસુએ જણાવ્યું હતું કે, જો તું આ વખતે દીકરાને જન્મ નહીં આપે તો તને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકવામાં આવશે. પુષ્પાએ બધું જ ભગવાન ઉપર છોડી દીધું અને તે હંમેશા ભગવાનને પ્રાર્થના કરતી કે મારા સાસરીયા વાળા લોકોને સદબુદ્ધિ આપજો..
કારણ કે દીકરો જનમશે કે દીકરી, તે મારા હાથમાં નથી. પરંતુ મારા સાસરિયાવાળાઓની બુદ્ધિ બહેન મારી ગઈ છે. તેઓ દીકરાને દીકરીમાં અસમાનતા ઊભી કરે છે, અને તેમની આ ટૂંકી સમજણ અન્ય લોકોને નુકસાન પહોંચાડી રહી છે. પુષ્પાએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપી દીધો હતો અને ચોથી વાર પણ તેણે દીકરીને જન્મ આપી દેતા..
લાજ શરમ વગરના સાસરિયાઓએ ફરી પાછું પુષ્પાને હેરાનગતી પહોંચાડવાનું શરૂ કરી દીધું હતું. અને આ વખતે પુષ્પા ખૂબ જ કંટાળી ગઈ અને તેના સાસુની હેરાનગતિ સહન ન થતા તેણે એક ચિઠ્ઠી લખી હતી, જેમાં તેણે લખ્યું કે, હે ભગવાન મને મારી સાસુ જીવવા દેવાની નથી એટલા માટે હવે હું ખુદ જ આપઘાત કરીને જીવન ટૂંકાવા જઈ રહી છું..
મારી ચારેય દીકરીઓને હું તમારે ભરોસે છોડીને જાઉં છું, તમે સાચવી લેજો. હું હવે આ દુનિયાથી ખૂબ જ કંટાળી ગઈ છું. મેં આજ સુધી કોઈ પણ વ્યક્તિને કડવા વચન કીધા નથી અને કોઈ વ્યક્તિની આડશ પણ બનીને ઊભી રહી નથી. છતાં પણ મારી સાથે ખૂબ જ ખોટું થઈ રહ્યું છે, મને મારું પિયર ખૂબ જ યાદ આવે છે..
પરંતુ આવા સમયે મારા પિયરમાંથી પણ સાથ સહકાર છૂટી ગયો છે, બસ હવે હું તમારી શરણે આવી રહી છું. તેમ કહીને તેણે આપઘાત કરી લીધો હતો, પુષ્પાના આપઘાત કર્યા બાદ પુષ્પના મા-બાપ ત્યાં આવી પહોંચ્યા હતા અને એવામાં પુષ્પાએ લખેલી આ અંતિમ ચિઠ્ઠી સૌ કોઈ લોકોની હાથ આવી ત્યારે ભલભલા લોકોના હોશ ઉડી ગયા હતા..
આ ચિઠ્ઠી વાંચીને પુષ્પાની સાસુ ઉર્મિલાબેન તો ભૂગર્ભમાં સમાઈ ગઈ હતી. તાત્કાલિક ધોરણે પુષ્પાના મા-બાપે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને જણાવ્યું કે, પુષ્પાની સાસુ ઉર્મિલાએ પુષ્પાને મોતને ઘાટ ઉતારી નાખી છે. જો તેની હેરાનગતિ ઓછી થઈ હોત તો આજે મારી દીકરી જીવતી હોત. પરંતુ તેની રોજબરોજની આ હેરાનગતીથી કંટાળી જઈને મારી દીકરી એ જીવન પણ ટૂંકાવી દીધું છે..
પુષ્પાના માં-બાપ આ ચારેય દીકરીઓને તેમની સાથે લઈ ગયા હતા અને હાલ હવે તેઓ તેને ભણાવી ગણાવીને મોટી કરશે તેવું જણાવ્યું છે. આ ચારેય દીકરી માતા વગરની થઈ ગઈ છે, જ્યારે સૌથી નાની દીકરી તો જન્મતા વેંત જ માતા વગરની બની જતા ભારે રોકકળનો માહોલ સર્જાઈ ગયો હતો..
અમે અમારા ન્યુઝ પોર્ટલ ગુજરાત પોસ્ટ્સના માધ્યમથી જાગૃતતા લાવવા ઇચ્છીએ છીએ, સમાજમાં ઘણા બધા એવા કિસ્સાઓ બનતા હોઈ છે કે જેમાં કોઈને કોઈ વ્યક્તિ અંદરો અંદર દુખની ઘડીમાં પીસાતા હોઈ છે, જે ક્યારેય ખુલીને બોલી શકતા નથી તેવા લોકો સાથે કોઈ માઠા બનાવ ન બને એટલા માટે દરેક ઘર સુધી જાગૃતતા હોવી ખુબ જ જરૂરી છે..
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.