આ મંદિરમાં થાય છે ખાંડ નો વરસાદ,જાણો રહસ્યમય મંદિર વિશે……

0
138

હવે તો એવું જ લાગે છે કે ગુજરાતમાંજ કદાચ સૌથી વધારે પૌરાણિક કથાઓવાળાં મંદિરો આવ્યાં હોય કારણકે રામયણ કે મહાભારતમાં પણ ગુજરાતનું વર્ણન છે. સોમનાથ અને નાગેશ્વર એમ બે પ્રાચીન જ્યોતિર્લિંગ પણ છે. શક્તિપીઠો અને માતાજીના મંદિરો પણ છે જ, પણ એક વાત ખાસ ધ્યાન ખેંચે એવી એ છે કે ગુજરાતમાં દેવાધિદેવ મહાદેવનાં ઘણાં મંદિરો સ્થિત છે. જેનો ઉલ્લેખ પુરાણોમાં થયો છે કે મહાભારતમાં થયો છે. સોમનાથ, દ્વારિકા અને ધોળકા, ગણપતપુરા વગેરેનો ઉલ્લેખ મહાભારતમાં થયો જ છે

મહાદેવના અનેક મંદિરો આવેલા છે, શિખરોબંધ મંદિરો આપણે જોઈએ છે, છીએ પરંતુ આજે આપણે એક પૌરાણિક મંદિર વિશે જાણીએ જેની સ્થાપના ખુદ પાંચ પાંડવમાંના એક એવા મહાબલી ભીમે કરી હતી. હા મહાભારતકાળ કેટલી યાદો અને સ્મૃતિઓ આજે પણ હયાત છે. આજે ચાલો આપણે આ મંદિર વિશે માહિતગાર થઇએ.ભીમએ સ્થાપના કરેલ આ મંદિર બરવાળામાં આવેલું છે. ખાસ વાત એ છે કે, મંદિરને શિખર એટલે કે ગુંબજ જ નથી.

આપણાં હિન્દુ મંદિરોમાં ગુંબજનું ખાસ મહત્વ દર્શાવાયું છે. પરંતુ ભીમનાથ મહાદેવમાં ગુંબજ બનાવાયો જ નથી, અહીંયા શિવજીની છત્રછાયા વરખડીનું વૃક્ષ છે જે, 5,500 વર્ષ જુનુ છે. એટલે જ તેને કાપીને મંદિરનો ગુંબજ નથી બનાવાયો. આ વરખડીના વૃક્ષના દર્શનને પણ ધાર્મિક માનવામાં આવે છે,અનેકવાર પ્રયત્ન છતાંય વૃક્ષને કાપવામાં નથી આવ્યું.એક માન્યતા એવી પણ છે કે આ વરખડીના ઝાડ પરથી ચૈત્ર મહિનામાં ખાંડનો વરસાદ થાય છે. અને ભક્તો તેને પ્રસાદ તરીકે લે છે. હાલ પણ આ મંદિરમં મહાપ્રસાદ સ્વરૂપે ફંડારો ચાલે છે. કહેવાય છે, કે અહીં સૌપ્રથમ ભોજન પ્રસાદની શરૂઆત શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, ત્યારથી આ ભંડારો ચાલ્યો આવે છે.

પૌરાણિક કથા મુજબ ભીમનાથ મહાદેવની સ્થાપના ખુદ ભીમે કરી હતી. ઘટના એવી હતી કે ભગવાન શિવમાં શ્રદ્ધા રાખતા અર્જુને શિવની પૂજા કર્યા વિના ભોજન ન લેવાનું વ્રત હતું. પરંતુ અજ્ઞાતવાસ દરમિયાન એક દિવસ સ્થિતિ એવી સર્જાઈ કે અર્જુનને શિવલિંગ ન મળ્યું અને ભૂખ્યા રહેવું પડ્યું. પરિણામે તમામ પાંડવો ભૂખ્યા રહ્યા. આખરે ભીમથી ભૂક સહન ન થઈ. એટલે તેણે એક પત્થર ઉપાડ્યો, શિવલિંગની જેમ મૂક્યો અને તેના પર જંગલી ફૂલ ચડાવી દીધા. બાદમાં અર્જુન અને માતા કુંદીને આ જ શિવલિંગ હોવાનું કહ્યું. બાદમાં અર્જુને આ શિવલિંગની શ્રદ્ધાથી પૂજા કરી, નજીકની ગોંડલી નજીકમાંથી જળ લાવીને જળાભિષેક કર્યો.

એમ કહેવાય છે કે ધોળકાની આજુબાજુનો વિસ્તાર જ વિરાટનગર હતું. જ્યાં પાંડવોએ અજ્ઞાતવાસનું અંતિમ વર્ષ ગાળ્યું હતું. અર્જુને પોતાનું ગાંડીવ ગણપતપુરાનાં શિમળાનાં વૃક્ષ પર છુપાવ્યું હતું અને અહી ગણપતિજીની સ્થાપના કરી મંદિર બનાવ્યું હતું. અર્જુને આમ તો ઘણાં બધાં શિવલિંગોની સ્થાપના કરી હતી જેમાં મહાબલી ભીમે એને મદદ કરી હતી આ મંદિરો બનાવવામાં મદદ કરી હતી. એક મંદિર તો નિષ્કલંક મહાદેવ મંદિર છે જેની સ્થાપના અર્જુને જ કરી હતી. જેનો ઉલ્લેખ મહાભારતમાં થયો જ છે. આવું જ એક બીજું મહાદેવ મંદિર છે અને તે છે ધંધુકા પાસે આવેલું ભીમનાથ મહાદેવ.

હવે થોડી વાત ભૂગોળની કરી લઈએ અમદાવાદથી રાજકોટ જવાના રસ્તે બાવળા આવેલું છે ત્યાંથી જ એક ફાંટો ગણપતપુરા જાય છે અને આજ રસ્તે એક ફાંટો ધોળકા પણ જાય છે. જો કે અમદાવાદથી સીધું ધોળકા પણ જઈ શકાય જ છે. બગોદરાથી પણ એક રાષ્ટ્રીય માર્ગઉપરથી ધોળકા જઈ જ શકાય છે. આજ ધોળકાની આજુબાજુના વિસ્તારને વિરાટનગર કહેવામાં છે જે તે સમયમાં એક વન હતું.

હવે બગોદરાથી ડાબી બાજુએ એક ફાંટો પડે છે જે રાષ્ટ્રીય ધોરી માર્ગ છે જે ધંધુકા થઈને ભાવનગર જાય છે. આ અવિસ્તાર પણ વિરાટનગરનું વન જ ગણાય કારણકે વન એ અમુક ચોક્કસ કીલોમીટરમાં વિસ્તરેલું નથી હોતું. એ વિશાળ જ હોય અને અત્યારે જ્યાં ગામડાઓ અને નગરો વિસ્તરેલાં છે એ સમયમાં નહોતાં બહુ ઓછાં નગરોનો ઉલ્લેખ એ સમયમાં થયો છે. કહેવાનું તાત્પર્ય એ કે એ સમયમાં આ બધો વિસ્તાર એ જંગલ (વન) જ હતું. પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર આ વિરાટનગરનું વન હતું ? એ જો હોય તો જ પાંડવો અહી આવ્યાં હોયને વળી ? કે પછી આ બધી કથાઓ ઉપજાઉ છે.

આ બધાં પ્રશ્નોનાં જવાબ આપણને ક્યારેય મળવાનાં જ નથી ? પણ એ જગ્યા એ અતિપ્રાચીન છે એટલું તો સિદ્ધ છે અને સ્વીકાર્ય પણ !!! બહુ બધાં તજજ્ઞોનું માનવું છે કે આ જ વિરાટનગર હતું અને એની બાજુનો વિસ્તાર એ વિરાટનગર રાજ્યનું વન હતું જે આપણે ના સ્વીકારીએ એમ તો છીએ જ નહીં !!! કારણકે એ સમયનો ઉલ્લેખ હોય કંઈ પુરાવાઓ ના હોય વળી. મંદિર ભલે નવું હોય પણ મહત્વ હોય છે એ જગ્યાનું અને એ જગ્યાએ સ્થાપિત મૂર્તિઓ કે શિવલિંગોનું ? અને પૂજા આની જ થાય છે નહીં કે મંદિરોની આવું જ આ મંદિરની બાબતમાં પણ બન્યું છે.

આ મંદિર વિષે વાત કરીએ તે પહેલાં એક વાત જણાવી દઉં કે આ મંદિર વિષે મેં જ્યાં જ્યાં વાંચ્યું છે તે બધું જ બધે એક સરખું છે. ન્યુઝ ચેનલો કે છાપાંનાં પત્રકારો જે રીતે રજૂઆત કરે એવી જ બધે રજૂઆત થઇ છે એટલે સુધી કે ફેસબુક અને વેબ પોર્ટલોમાં પણ આનીજ ડીટ્ટોટુ ડીટ્ટો કોપી જ મરાઈ છે એટલે હું વિમાસણમાં મુકાઈ ગયો કે આની કોપી તો નથી જ મારવી મારે પણ જો એની રજૂઆત અને ભાષા બદલી શકાય કે થોડું ઉમેરણ કરી શકાય તો વધુ સારું. ચાલો આજ કુછ નયા કરતે હૈ એમ માનીને જ હું આ લખવાં પ્રેરાયો છું પણ તોય માહિતી તો એની એજ છે પણ એમાં કૈંક નવું ઉમેરવાની ઈચ્છા હું રોકી શકતો નથી. કદાચ એજ વધારે લોકોને પ્રિય થઇ પડશે એમ મારું માનવું છે.રજૂઆત સારી કરવી એ જ મારી નેમ છે

ભીમનાથ મહાદેવ બે બાબતો માટે જાણીતું છે. એમાં પહેલી વાત તો એ છે કે આ ભારતનું અને સમગ્ર વિશ્વનું એક અને માત્ર એક એવું મંદિર છે જેનું શિખર જ નથી. કેમ નથી એ વાત પછી કરશું ? પણ શું મંદિરમાં શિખર ખરેખર હોવું જોઈએ કે શિખર હોય તો જ એ મંદિર ગણાય ? શિખર વગર એ મંદિર નાં ગણાય એ માન્યતા કદાચ ખોટી પણ પડે આપણી આમ જોવાં જઈએ તો શિખર એ મંદિરનું અવિભાજ્ય અંગ છે જ જેણે મંદિરથી ક્યારેય છુટું ના પાડી શકાય પણ મંદિર એ મંદિર છે એને શિખર હોય તો ય શું અને ના હોય તો ય શું ફરક પડવાનો છે ? મંદિરમાં આપણે જઈએ છીએ તે તો ભગવાનનાં દર્શન કરવાં એ પુરતી આસ્થાથી અને શ્રદ્ધાપૂર્વક કરીએ એટલું પુરતું છે અને આપની આ શ્રધ્ધા જ બીજાંને શ્રધાળુઓ બનાવવાં માટે પુરતી છે માટે જ આવાં સ્થાનોએ લોકોની ભીડ જમા થયેલી હોય છે.

એક માન્યતા લોકોમાં એવી પણ પ્રવર્તતી હોય છે કે — ભગવાનની ભક્તિ માટે મંદિરથી બીજું કોઈ સારું અને સુંદર સ્થળ જ નથી. મંદિરનું વાતાવરણ જ મનને લોભાવનારું હોય છે. આ એજ સ્થળ છે જ્યાં આપણા મનને શાંતિ મળતી હોય છે. આજ હેતુસર બધાં લોકો મંદિરમાં જવાની ઈચ્છા રાખે છે પરંતુ સમયનાં અભાવને કારણે કે ત્યાં ઉપસ્થિત લોકોની ભીડને કારણે કે અન્ય કોઈ કારણોસર મંદિર નથી જઈ શકતાં,આવી પરિસ્થિતમાં આપણને જયારે પણ અને જ્યાં પણ મંદિર નજરે પડે તો કમસેકમ એના શિખરનું દર્શન અવશ્ય કરી લેવું જોઈએ. શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે શિખર દર્શન માત્રથી બધાં પાપોમાંથી મુક્તિ મળે છે.