આ મંદિર માં એકબીજા સાથે વાતો કરે છે મૂર્તિઓ,રાત્રે સંભળાય છે અહીં અવાજ,જાણો શુ છે રહસ્ય…

0
253

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ આપણો દેશ શ્રદ્ધાળુઓનો દેશ છે અહીંના લોકો ભગવાનમાં અટૂટ શ્રદ્ધા ધરાવે છે. આપણા દેશમાં દેવી માના એવા ઘણા મંદિરો આવેલા છે જે ચમત્કારી હોવાની સાથે સાથે રહસ્યમય પણ હોય છે આવું જ એક મંદિર બિહારમાં પણ આવેલું છે આ મંદિરનું નામ રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી છે કહેવાય છે કે અહીં રાતના અંધારામાં હસવાના અવાજો આવે છે

આ અવાજો ક્યાથી આવે છે અને તેના પાછળનું કારણ શું છે તે રહસ્ય હજુ પણ અકબંધ છે. તેની પાછળનું કારણ આજ સુધી કોઈ સોધી શક્યું નથી.બિહારના બક્સરમાં સ્થિત આ મંદિરમાં ધણા દેવી દેવતાઓની મુર્તિઓ છે. જેમાં બંગલામુખી માતા તારા માતાની સાથે દત્તાત્રેય ભૈરવ બટુક ભૈરવ અન્નપૂર્ણા ભૈરવ કાલ ભૈરવ અને માતંગી ભૈરવ વગેરેની મૂર્તિઓ છે. સ્થાનિક લોકો અને પુજારીના જણાવ્યા અનુસાર આ મંદિરમાં સ્થાપિત મુર્તિઓ રાત્રે એક બીજા સાથે વાતો કરે છે અન હસે છે

માટે જ્યારે પણ કોઈ રાત્રે મંદિરની બાજુમાંથી પસાર થાય છે તેમને હસવાનો અવાજ સંભળાય છે.આ રહસ્યને જાણવા માટે ઘણા લોકોએ પ્રયત્નો કર્યા અહીં સુધી કે ધણી ટીમો પણ ત્યાં સંશોધન કરવા માટે આવી પરંતુ આ વાતનું રહસ્ય કોઈને હજુ સુધી મળ્યું નથી જણાવવામાં આવી રહ્યું છે કે આ મંદિરમાંથી કંઈક બોલવાનો અવાજ પણ આવે છે.પરંતુ આ શબ્દો વધારે સ્પષ્ટ નથી હોતા માટે શું વાત કરવામાં આવી રહી છે તે જાણી શકાતું નથી આ અવાજ ક્યાંથી આવે છે અને કઈ વસ્તુનો છે

તે જાણવા માટે એક રિસર્ચ ટીમ પણ ગઈ હતી પરંતુ તેમને તપાસમાં તેની જાણ ન થઈ જોકે તેમણે મંદિરમાં અમુક વિચિત્ર ઘટનાઓ ઘટવાની વાત કહી હતી મંદિરના પુજારીના જણાવ્યા અનુસાર આ મંદિર તંત્ર સાધના માટે પ્રસિદ્ધ છે અહીં તપસ્યા કરનાર લોકોને જલ્દી જ સિદ્ધી પ્રાપ્ત થાય છે માટે ઘણા બધા સાધકો અહીં ધ્યાન કરવા માટે આવે છે કહેવાય છે કે આ મંદિર 400 વર્ષ જુનું છે તેનું નિર્માણ પ્રસિદ્ધ તાંત્રિક ભવાની મિશ્રએ કર્યું હતું

વધુ માહિતી આપતા ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે અને તે દેશના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક છે. આ રાજ્ય તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ઐતિહાસિક મહત્વ હસ્તકલા અને અસંખ્ય પ્રવાસન આકર્ષણો માટે જાણીતું છે ભારતનો સૌથી ઔદ્યોગિક વિસ્તાર હોવા ઉપરાંત તે દેશનો સૌથી મોટો પ્રવાસી કેન્દ્ર પણ છે ક્યારેય રોમાંચ જાદુ રહસ્ય વાઇબ્રન્ટ રંગો અને અનંત સૌંદર્ય તે સંપૂર્ણ રાજ્યની મુલાકાત લલચાવું સ્વાભાવિક છ પ્રકૃતિ ઇતિહાસ અને ધાર્મિક સ્મારકોના અનન્ય સંગમ સાથે ગુજરાત ભારતીય ઉપખંડમાં સૌથી મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ છે.

ગુજરાતમાં ઘણા ધાર્મિક સ્થાનો છે જે હિંદુ અને ઇસ્લામિક ધર્મથી સંબંધિત છે કેટલાક ધાર્મિક સ્થળો છે અક્ષરધામ ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર શહેરમાં સ્વામિનારાયણ અક્ષરધામ સ્વામિનારાયણ હિન્દુ ધર્મના સ્વામીનારાયણ સંપ્રદાય મુજબ યોગીજી મહારાજનું ચોથું આધ્યાત્મિક અનુગામી યોગીજી મહારાજ દ્વારા પ્રેરિત એક વિશાળ હિન્દુ મંદિર સંકુલ છે, અને એવું મનાય છે કે સ્વામીનારાયણના સંપ્રદાય મુજબ ભગવાન સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક અનુગામી મુખ્ય સ્વામી દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું છે

ગુજરાતની રાજધાનીમાં સ્થિત આ સંકુલ બનાવવામાં તેર વર્ષથી વધુ સમય લાગ્યો હતો અને તે ભગવાન સ્વામિનારાયણ અને તેમના જીવન ઉપદેશો માટેની એક શ્રદ્ધાંજલિનું સ્વરૂપ મનાય છે આશરે ત્રેવીસ એકરના સંકુલની મધ્યમાં અક્ષરધામ મંદિર છે જેમાં રાજસ્થાનથી લાવેલ 6,000 મેટ્રિક ટન ગુલાબી રેતીના પત્થરથી બનેલું છે આ મંદિરના નામ વિશે સ્વામિનારાયણના દૈવી નિવાસન બી એ પી એસ ફિલસૂફી સૂચવે છે

સ્વામિનારાયણના અનુયાયીઓ માને છે કે મોક્ષ અથવા મુક્તિ મેળવ્યા પછી જીવ અથવા આત્મા અક્ષરધામ જાય છે બી એ પી એસ અનુયાયીઓ ભગવાન સ્વામિનારાયણની પૂજને સર્વશક્તિમાન માને છે તેનું નામ અક્ષરધામ રખાયું છેઆ મંદિરના ભવ્ય સંકુલમાં બાંધેલ મંદિરની ઊંચાઈ ૧૦૮ ફૂટ લંબાઈ ૨૪૦ ફૂટ પહોળાઈ ૧૩૧ ફૂટ છે

અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે જે સેકટર ૨૦માં આવેલું છે. આ વિશાળ મંદિરમાં દર્શન ઉપરાંત દર્શનાર્થીઓ માટે અભિષેક મંડપ પ્રદર્શન ખંડ જોવાલાયક આકર્ષણોમાં સત્ ચિત્ આનંદ વોટર શો સહજાનંદ વન બાગ આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે. ત્યાં વિકલાંગો માટેની સુવિધા હેતુ વ્હીલચેરની વ્યવસ્થા પણ રાખેલ છે.

રણછોડરાય ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના ઐતિહાસિક નગર તરીકે ડાકોર પ્રખ્યાત છે એક લોક બોલીમાં બુલંદ અવાજે ભક્તોના મુખેથી ગવાય છે ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે આ પ્રસિધ્ધ મંદિર ડાકોરમાં દર પુનમે મેળો ભરાય છે. લોકો આ દિવસે આવીને શ્રધ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે. કેટલાંક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને દૂર દૂરથી આવે છે અને ઈશ્વરના દર્શન કરે છે.
ડાકોરના મંદિરની ઐતિહાસિક દંતકથા છે દ્વાપરયુગમાં ડંક મુનિએ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરીયુ વન હતું

પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. ભગવાને ડંક મુનિને આર્શિવાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહી રહેશે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે. આજ ડંક મુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો જેમા પશુ પંખી ર્નિભિકપણે પાણી પીતા હતા.

એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા ત્યારે ભીમને તરસ લાગતાં આ કુંડમાંથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠા. અચાનક વિચાર આવ્યો કે આટલો સુંદર જળનો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળે અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ ૯૯૯ વિઘા મોટો કર્યો. આ કુંડ આજે ગોમતી કુંડના નામે ઓળખાય છે. વર્ષો વીતતા ગોમતીકુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલા ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું.

ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત બોડાણો રહેતો હતો, જે દર છ માસે પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડુ લઈ ભગવાનના દર્શનાર્થે જતો હતો. ભક્ત બોડણો ૭૨ વર્ષની ઉંમર સુઘી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો પરંતુ ત્યારબાદ ઉંમરના કારણે એમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાન જોઈ ન શક્યા. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ.

તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે. બોડાણા બીજી વખત સાથે ખખડધજ ગાડું લઇને દ્વારકા આવ્યો. પુજારીઓએ પુછતાં નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે.દ્વારકાના પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા પરંતુ ભગવાન કોઇના બંધનમાં રહેતા નથી તેમણે આ તાળા તોડીને બોડાણાની જોડે ડાકોર જવા પ્રયાણ કર્યું. દ્વારકાથી થોડા દુર નીક્ળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યું કે હવે તું ગાડાંમાં આરામ કર હું ગાડું ચલાવીશ. ફ્ક્ત એક રાતમાં ભગવાન રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા સવારમાં બિલેશ્વર મહાદેવ નજીક લીમડા ડાળ પકડી બોડાણાને જગાડ્યો અને ગાડું ચલાવવા કહ્યું. ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઈ ગઈ