આ મહિનાઓમાં જન્મ લેનાર દીકરીઓ હોય છે સાક્ષતા માં લક્ષ્મજીનું રૂપ.

0
855

વડીલોને ઘણીવાર કહેતા સાંભળ્યા હશે કે, જે નસીબદાર હોય તે બાપના ઘરે જ દીકરી જન્મે. દીકરી એટલે એક બાપ માટે વ્હાલનો દરિયો. દીકરીને મોટી થતી જોવી અને તેને હસતી-રમતી જોવી તે પણ લ્હાવો કહેવાય. પરંતુ દીકરી તો આખરે સાસરીએ જ શોભે. દીકરીના લગ્ન થાય ત્યારે ઘરમાં સૌથી વધારે કોઈ દુઃખી હોય તો તેના પિતા હોય છે.કન્યા વિદાય વખતે પણ ગમે તેવા કઠણ કાળજાનો બાપ કેમ ન હોય પરંતુ આખરે દીકરી પારકી થઈ ગઈ તેવા વિચારથી ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડે છે.

દીકરી એટલે પ્રેમનો સાગર.. એ સૌને વ્હાલી લાગતી હોય છે. ઈશ્વરે દીકરીઓમાં જન્મથી જ મમતા તો છલોછલ ભરીને આપી હોય છે. તેના ઉછેરમાં તમે ધ્યાન આપો કે ન આપો પણ તેની અંદર જે વાત્સલ્ય છે તે  તમને હંમેશા જોવા મળશે.  જો ઘરમાં મોટી પુત્રી હોય તો તે આપમેળે જ મમ્મી-પપ્પાની અડધી જવાબદારી આપમેળે જ ઉઠાવી લે છે. નાના ભાઈ બહેનો માટે તો એ એક માતા જેવી બની જાય છે.  જે ઘરમાં બહેન હોય ત્યાના ભાઈઓમાં સંસ્કાર સીંચવાનુ કામ દીકરી જ કરે છે. ઘરની દીકરી જેટલા ત્યાગ આપે છે એટલુ કોઈ નથી આપતુ. પછી એ ત્યાગ પોતાના ભાઈ-બહેન માટે હોય કે પોતાના માતા-પિતા માટે હોય.

આટલુ હોવા છતા એક દિવસ પરિવાર તુ હવે મોટી થઈ ગઈ છે તારા લગ્ન થઈ જવા જોઈએ. આવા શબ્દો બોલીને ઘરના આ ખૂબ મહત્વના સદસ્યને એક અજાણ્યા વ્યક્તિના હાથમાં સોંપી દે છે અને દીકરી પણ ચાલી નીકળે છે એક ઘરને સ્નેહ.. પ્રેમ અને સંસ્કારોથી સીંચીને બીજા ઘરમાં પ્રેમ અને સેવાનુ અજવાળુ પાથરવા.દીકરી નાની હોય ત્યારે જુદી જુદી રમાતો રમે. મોટી થતા તે માં ને ઘર ના કામોમા પણ મદદ કરે છે. બાળપણથી જ તેનામાં મમતા, પ્રેમ સહજ રીતે જોવા મળે છે. તે પોતાના નાના ભાઈ ને ખૂબ વહાલ કરે છે તેની કાળજી રાખે છે.દીકરી મોટી થતા શાળાએ જાય. ત્યાં તે ભણે, અન્ય પ્રવૃત્તિઓ માં પણ ભાગ લે. સંગીત,નૃત્ય વિશે તેને ખુબ રસ હોય છે.માબા તેની ઈચ્છા પૂરી કરે છે. અને મોટી થઈ દીકરીઓ માબા ની કાળજી લે છે.

એક સમય હતો જ્યારે દીકરી જન્મ થતા જ તેને દૂધ પીતી કરવામાં આવતી.તેને ઘરની બહાર જવાની પરવાનગી પણ નહોંતી. તેને ભણાવવા આવતી નહોતી. તેને નાની ઉંમરે જ  પરણાવી દેવાતી હતી. આજના સમયમાં લોકો સમજદાર થયા છે. આજે દીકરીઓ પણ  ભણીગણીને તૈયાર થયીને ઉંચી નોકરીઓ કરે છે. સંસ્કારી દીકરી સૌને પ્રેમ થી સાથે રાખી આગળ વધે.એટલે કહેવાય છે કે દીકરી ઘરની દિવડી જ્યાં હોય ત્યાં હાસ્ય, ઉલ્લાસ અને ઉત્સાહનો ઉજાશ પાથરી દે છે. .

દીકરી તમારી એવી પુંજી છે જેને તમે ભલે પારકી થાપણ માનતા  હોય પણ તે ક્યારેય પોતાના મા-બાપનો પ્રેમ અને તેમના પ્રત્યેનુ પોતાનુ કર્તવ્ય ભૂલતી નથી. તેની અંદર એટલી આત્મીયતા અને એટલુ સાહસ છે કે તે પરણ્યા પછી પણ જો ગરજ પડે તો સાસરિ સાથે માતા પિતાને પણ સાચવી શકે છે.  દીકરી જન્મે છે ને ઘરના આંગણે જાણે કોમળ કિરણોની કોમળતા અવતરે છે. આપણી જીવવાની ઝંખનાને પ્રજ્જ્વલિત રાખતી જ્યોત એટલે દીકરી.

દીકરી કેજીમાં ભણતી હોય કે કોલેજમાં ભણતી હોય, કુવારી હોય કે પરણેલી હોય પણ મા બાપ માટે દીકરી સદાય દીકરી જ રહે છે. બાળપણમાં દીકરી ભલે તોફાન મસ્તી કરતી હોય પણ જ્યારે યુવાન બને છે ત્યારે ગંભીરતા ધારણ કરી લેતી હોય છે. લગ્ન પછી જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે સાસરીયાઓ એમ પુછે છે કે વહુ કરિયાવરમાં શું-શું લાવી છે? પરંતું એ નથી સમજતા કે વહુ વહાલના દરીયા જેવા મા બાપ, ઘર, પરિવાર, ગામ આ બધુ જ છોડીને તમારા હ્ર્દયને જીતી લેવા માટે આવી છે. જ્યારે આ વાતનો સમાજ સ્વીકાર કરે છે  ત્યારે દીકરીના જીવનમાં સુગંધ આવી જાય છે.

નવી વહુનું સાસરીયામાં આવવું એ નવા બાળકનો જન્મ થયા બરાબર છે. સાસરિયાઓ વહુ આવતા જ પોતાના ઘરની બધી જવાબદારીઓનો ભાર એ પણ નિયમ સાથે નવી વહુ પર લાદી દે છે પણ તેને પણ સમય તો લાગે ને એક નવા અને અજાણ્યા ઘરમાં અને સૌથી વધુ અજાણ્યા લોકોમાં એડજસ્ટ થવામાં.  છતાય દિકરીની કોશિશ કરે છે સાસરિયામાં સૌનુ દિલ જીતવાનુ.. કોશિશ કરે છે નવા ઘરમાં પોતાનુ સ્થાન બનાવવાનુ અને કોશિશ કરે છે નવા ઘરના લોકો પણ તેને દિકરી સમજીને અપનાવે અને તેના પર પ્રેમના અમી છાંટણા કરે.

જ્યારે કોઈના ઘરમાં દીકરી નો જન્મ થાંઈ છે ત્યારે એવું કહેવામા આવે છે કે લક્ષ્મી નો જન્મ થયો આવું એટલા માટે કહેવામા આવે છે કે દીકરી ને મહા લક્ષ્મી નું રૂપ માનવમાં આવે છે. દીકરી ના જન્મ પછી ઘણા લોકો ના ઘરમાં સુખ શાંતિ અને સમવૃદ્ધિ આવે છે. માટે દીકરી ને લક્ષ્મી કહેવાય છે.

તો વળી શાસ્ત્રો અને જ્યોતિષ વિદ્યા અનુસાર જે મહિનામાં છોકરીનો જન્મ થાય છે તો તે મહિનો પણ ઘણો ભાગ્યશાળી બને છે. અમુક મહિના એટલા શુભ હોય છે કે જો એ મહિનામાં કોઈ છોકરીનો જન્મ થયા તો એને ઘણું શુભ માનવામાં આવે છે. અને એની સાથે એ છોકરીને સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આ છોકરીઓ ફક્ત પોતાના ઘર માટે જ ભાગ્યશાળી સાબિત નથી થતી પણ તેને લગ્ન પછી પોતાના સાસરે પણ ઘણી ખુસી મળે છે. એમને ઘણું સારું સાસરું મળે છે, અને તે પોતાના સાસરા માટે પણ ઘણી ભાગ્યશાળી સાબિત થાય છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી એ મહિનાઓના વિષયમાં જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

જે મહિનાઓમાં છોકરીનો જન્મ થાય તો તેને સાક્ષાત મહાલક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે.હિંદુ ધર્મમાં છોકરીઓને સાક્ષાત મહાલક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં છોકરીઓને પૂજનીય કહેવામાં આવી છે અને એની સાથે-સાથે એવું પણ જણાવવામાં આવ્યું કે નારીમાં સ્વયં મહાલક્ષ્મી નિવાસ કરે છે, એટલા માટે તમે જોયું હશે કે જે ઘરમાં છોકરીનો જન્મ થાય છે ત્યાં લોકો અભિનંદન આપે છે અને કહે છે તમારા ઘરે લક્ષ્મીજીનો જન્મ થયો છે. એવું માનવામાં આવે છે કે જયારે કોઈ ઘરમાં છોકરીનો જન્મ થાય છે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિ લઈને આવે છે.

ક્યારેક આવું પણ બને છે કે જે મહિનામાં છોકરીનો જન્મ થાય તે મહિનો તેના ઘરવાળા લોકો માટે ખુબજ સારો હોય છે. અમુક મહિના ને સારા માનવામાં આવે છે. અને જો આ મહિનામાં દીકરીનો જન્મ થાય તો તે દીકરી ભાગ્યશાળી હોય છે. અને આવી દીકરી ને સાક્ષાત લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આ મહિના માં જન્મ લેનાર દીકરી પોતાના ઘર અને સસરા ના ઘર માટે ભાગ્યશાળી હોય છે. તો ચાલો આપણે તે મહિના ક્યાં છે તેના વિષે જાણીએ.

એપ્રિલ મહિનો :જે છોકરીઓનો જન્મ એપ્રિલ મહિનામાં થાય છે તે છોકરીઓ સાક્ષાત માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ મહિનો ઘણો શુભ માનવામાં આવે છે. જે છોકરીઓનો જન્મ આ મહિનામાં થાય છે એમની ગ્રહ ચાલ ઘણી ઝડપી હોય છે, જે તેમને સફળતાનાં શિખર સુધી પહોંચાડે છે. આ છોકરીઓના જીવનમાં ક્યારેય ધનની અછત નથી રહેતી અને જે છોકરા સાથે એના લગ્ન થાય છે એનું પણ ભાગ્ય ખુલી જાય છે.

ફેબ્રુઆરી મહિનો :જે છોકરીઓનો જન્મ ફેબ્રુઆરી મહિનામાં થાય છે તે છોકરીઓ ઘણી શાંત સ્વભાવની હોય છે. એની સાથે જ તે ઘણી બુદ્ધિમાન પણ હોય છે. આ છોકરીઓના લગ્ન જ્યાં થાય છે તે ઘર ઘણું સારું હોય છે અને સાથે-સાથે સુખ સમૃદ્ધિ પણ આ છોકરીઓને પ્રાપ્ત થાય છે. એમની ગ્રહ દશા એમના પરિવારને પણ ફાયદો આપે છે.

સપ્ટેમ્બર મહિનો :જે છોકરીઓનો જન્મ સપ્ટેમ્બર મહિનામાં થાય છે એમની કુંડળીમાં ચંદ્ર, બુધ અને શુક્ર ત્રણેય ગ્રહોનું મિલન થાય છે, જેના કારણે આ મહિનામાં જન્મ લેવા વાળી છોકરીઓ ઘણી ધનવાન હોય છે. આ છોકરીઓને તેમના ભાગ્યથી બધું જ પ્રાપ્ત થાય છે. એમની પાસે ક્યારેય કોઈ વસ્તુની કમી નથી રહેતી. તેમજ તેમના લગ્ન પણ અમીર છોકરા સાથે થાય છે.

જૂન મહિનો :જે છોકરીઓનો જન્મ જૂન મહિનામાં થાય છે તે ઘણી નસીબવાળી હોય છે. જોકે અંક શાસ્ત્ર અનુસાર આ મહિનો બાળકોના જન્મ માટે શુભ નથી માનવામાં આવતો, પરંતુ જો આ મહિનામાં કોઈ છોકરીનો જન્મ થાય છે તો તેને સાક્ષાત માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. આ મહિનામાં જન્મ લેવા વાળી છોકરીઓ ઘણી ઉકેલાયેલી હોય છે. તે પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણી મહેનત કરે છે અને એમને એનું ઉત્તમ ફળ પણ મળે છે.