આ મહિલા ક્રિકેટર છે સૌથી હોટ,બોલિવૂડ અભિનેત્રીઓના તો ચણા પણ ના આવે તેવી ગજબની છે સુંદર,જુઓ ફોટા…..

0
171

એલિસ પેરી,ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર એલિસ પેરી વિશ્વની સૌથી સુંદર મહિલા ક્રિકેટરોમાંથી એક છે. પેરીએ ફક્ત 16 વર્ષની ઉંમરે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયન ફૂટબોલ ટીમ બંનેમાં એક સાથે ડેબ્યુ કર્યું હતો. એલિસ પેરી ઓસ્ટ્રેલિયાની પ્રથમ ક્રિકેટર છે જેણે 100 T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયાન ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે.

તાજેતરમાં આઈસીસી મહિલા ક્રિકેટને લગતા અનેક એવોર્ડ અને ટીમોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર ખેલાડી એલિસ પેરીની ‘મહિલા ક્રિકેટર ઓફ ધ યર-2019’ માટે પસંદગી કરાઇ હતી.એલિસ પેરી પોતાના ક્રિકેટ કેરીયરમાં શાનદાર રેકોર્ડ ધરાવે છે તેમણે કુલ આઠ ટેસ્ટ મેચ, 112 વન-ડે અને 111 ટી-20 મેચ રમ્યા છે. અત્યાર સુધી તેણે ટેસ્ટમાં 31, વન-ડેમાં 152 અને ટી-20માં 106 વિકેટ ઝડપી છે જયારે બેટીંગમાં તેણે લાજવાબ પ્રદર્શન કર્યુ છે ખાસ કરીને ટેસ્ટ મેચમાં તેણે બેવડી સદી ફટકારી છે જયારે વન-ડેમાં સદી ફટકારી છે.

કાયનાત ઈમ્તિયાઝ,પાકિસ્તાનની કાયનાત ઇમ્તિયાઝ પણ એક સુંદર મહિલા ક્રિકેટર છે. કાયનાત પાકિસ્તાની ટીમની બોલર છે. સુંદરતામાં કાયનાત ઈમ્તિયાઝ કોઈ પણ અભિનેત્રીને ટક્કર આપે છે. કાયનાતે 2010માં પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. કાયનાત ઇમ્તિયાઝે ક્રિકેટ ઉપરાંત અન્ય ઘણી રમતોમાં પણ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે.

પાકિસ્તાની મહિલા ક્રિકેટર કાયનાત ઈમ્તિયાઝ આજકાલ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. કરાચીની આ સુંદર લેડીએ આ વર્ષની શરૂઆતમાં જ પાકિસ્તાની રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરી હતી. ત્યારબાદથી જ તે ઇન્ટરનેટ પર સેન્સેશન બની ગઈ છે અનજે લોકો તેની સુંદરતાના પેટ ભરીને વખાણ કરી રહ્યા છે. કાયનાતે 2010માં 18 વર્ષની ઉંમરે પોતાનું આંતરરાષ્ટ્રીયફ ડેબ્યૂ કર્યું હતું. આમ તો, પોતાને મોટા લેવલ પર પોતાને સ્થાપિત કરવા માટે તેમને થોડો સમય લાગશે.

20 વર્ષની કાયનાત અત્યાર સુધી પાકિસ્તાન તરફથી 8 વનડે અને ટી20 રમી ચૂકી છે. સાથોસાથ તે એક સ્પેશ્યાલિસ્ટ રાઇટ આર્મ ફાસ્ટ બોલર છે. આ ઉપરાંત કાયનાત સારી બેટિંગ કરવામાં પણ માહેર છે. હાલમાં તે સૈફ સાગા ક્લબની મહિલા ક્રિકેટ ટીમની વાઇસ કેપ્ટન છે. સાથોસાથ તે ખૂબ જ સુંદર છે.કાયનાત ઈમ્તિયાઝે સ્થાનિક સ્તરે અનેક ટીમોની કેપ્ટન્સી કરી છે. સાથોસાથ તેને એક સારી કેપ્ટન માનવામાં આવે છે કારણ કે તે કમાલની રણનીતિ બનાવે છે. આ ઉપરાંત તે અભ્યાસમાં પણ ટોપ પર રહી છે. કાયના 2017 મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમનો ભાગ રહી ચૂકી છે.

સ્મૃતિ મંધાના,સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ટીમની વિસ્ફોટક ઓપનર છે. સ્મૃતિ મંધાનાએ 2017 મહિલા વર્લ્ડ કપમાં સદી ફટકારીને લોકોને તેમના ટેલન્ટનો પરચો બતાવ્યો હયો. તે સદી બાદ તેમની રમતની સાથે તેમની સુંદરતાના પણ લોકો દિવાના થઈ ગયા હતા. ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ ખૂબ સારી ખેલાડી છે. મોટી સંખ્યામાં લોકો તેની સુંદરતા માટે દિવાના છે.

તેની એક તસવીર સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે જેમાં લોકો તેની તુલના બોલિવૂડ અભિનેત્રીઓ સાથે કરી રહ્યા છે.સ્મૃતિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેની તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પોસ્ટ કરે છે, જેને તેના ચાહકો પણ પસંદ કરે છે. સ્મૃતિની તસવીર જોઈને એક ચાહકે તેને બોલીવુડની અભિનેત્રી તાપ્સી પન્નુ પાસે બોલાવ્યો. તેમણે લખ્યું છે કે એક નજરમાં, તે તાપ્સી પન્નુને સમજી ગયો છે.વાયરલ થઈ રહેલી 24 વર્ષની સ્મૃતિ મંધાનાની તસવીરમાં તે વાળ બાંધવાની કોશિશ કરતી જોવા મળી રહી છે. લોકો તેની તુલના બોલીવુડ અભિનેત્રીઓ સાથે કરી રહ્યા છે.

સારા ટેલર,સારા ટેલર વિશ્વની સૌથી સફળ મહિલા વિકેટકીપર બેટ્સમેન છે. સારા ટેલરની લોકપ્રિયતા તેની રમત કરતા તેની સુંદરતાના કારણે વધારે છે. સારાએ 2019માં તેની 13 વર્ષની લાંબી કારકિર્દી પછી ક્રિકેટને અલવિદા કહ્યું હતું. આક્રમક બેટિંગ, બિન્દાસ્ત લાઇફ, ચબરાક વિકેટકીપિંગ અને મનમોજી. આ તમામ લક્ષણોની માલિક ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર સારા ટેલરે હજી હમણાં જ તેનો 31મો જન્મદિવસ મનાવ્યો. સારા ટેલર તેની કારકિર્દીના શિખર પર હતી ત્યાં અચાનક જ તેણે નિવૃત્તિ જાહેર કરીને સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા. 2014માં સારા ટેલર પહેલી વાર ભારત આવી ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેની સાથી ખેલાડી ડેનિયલ વોટે ભારતના વિરાટ કોહલીને પ્રપોઝ કર્યું હતું અને સારા ટેલરે આ વાત ટ્રોલ કરી નાખી હતી.

મેન્સ એ ગ્રેડના ક્રિકેટમાં રમનારી પ્રથમ મહિલા,સારા ટેલરના કેટલાક ફોટોએ ચકચાર મચાવી હતી જે તેણે મહિલા સશક્તિકરણ માટે પડાવી હતી. તેણે એક નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. તે ઓસ્ટ્રેલિયામાં મેન્સ એ ગ્રેડના ક્રિકેટમાં રમનારી પ્રથમ મહિલા બની હતી. 2015માં સારા ટેલર બે દિવસીય મેન્સ એ ગ્રેડ ક્રિકેટમાં રમી હતી. આમ કરનારી તે વિશ્વની પ્રથમ મહિલા બની હતી. સપ્ટેમ્બર 2019માં તેણે તનાવને કારણે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી.

ઇંગ્લેન્ડ તરફથી રમવાનો મને ગર્વ,તેણે કહ્યું હતું 2006માં મારું સ્વપ્ન સાકાર થયું અને મેં સર્વશ્રેષ્ઠ ક્રિકેટર સાથે રમીને ગૌરવ હાંસલ કર્યું હતું. મારા આરોગ્ય માટે આ નિવૃત્તિ લેવાનો સમય છે પણ ઇંગ્લેન્ડ તરફથી રમવાનો મને ગર્વ છે. મારું સમર્થન કરવા માટે તમામનો આભાર. સારા ટેલરે તેની કારકિર્દીમાં 633 ઇન્ટરનેશનલ રન ફટકાર્યા હતા. જે વિમેન્સ ક્રિકેટમાં બીજા ક્રમે છે. તેણે વિકેટ પાછળ 232 શિકાર ઝડપ્યા હતા. જે વર્લ્ડ રેકોર્ડ છે. 126 વન-ડેમાં 4056 રન, 90 ટી20માં 2177 રન અને 10 ટેસ્ટમાં 300 રન તેણે નોંધાવ્યા હતા.તાનિયા ભાટિયા,ભારતની વિકેટકીપર તાનિયા ભાટિયાએ વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. અને ત્યારબાદ તે ભારતીય ટીમની નિયમિત સભ્ય બની. તાનિયા ભાટિયા અંડર -19 ટીમમાં પંજાબનું પ્રતિનિધિત્વ કરનારી સૌથી યુવા ખેલાડી છે.