વિધવા મહિલાએ 4 બાળકોને રેઢા મૂકીને પડોશી સાથે કરી એવી કરતૂતો કે જાણીને સાસુ-સસરાએ ઘરમાંથી કાઢી મૂકી, બધા વચ્ચે ઈજ્જતના ધજાગરા થયા..!

જ્યારે જીવનમાં કોઈ મોટી આફત આવી પડે ત્યારે પરિવારજનોના સાથ સહકારની જરૂરિયાત ઊભી થઈ જતી હોય છે. અત્યારે એક મહિલા ઉપર તેના ચારેય બાળકોને સંભાળવાની જવાબદારી આવી પડી હતી, કારણ કે તેના પતીનુ એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. પરંતુ આ મહિલાએ તેના ચાર બાળકોને રાજી ખુશીથી ભણાવી ગણાવીને મોટા કરવાની બદલે તેના બાળકોને રેઢા મૂકીને…
તેના પાડોશી સાથે એવી કરતુતો કરી નાખી હતી કે, ઘટના વિશે ખબર પડતાની સાથે સાસુ-સસરાએ મહિલાને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. આ મામલો વસુંધરાના ગરનાળા પાસે આવેલી વિઠ્ઠલ પાર્ક સોસાયટીનો છે. આ સોસાયટીમાં કલ્પિત કુમારનો પરિવાર રહે છે. કલ્પિત કુમારનો એકનો એક દીકરો વ્રજેશ માર્ગ અકસ્માતમાં કાળનો કોળિયો બની ગયો હતો..
તેના લગ્ન થયાના 12 વર્ષ વીતી ચુક્યા છે, આ લગ્નજીવન દરમિયાન તેમને ચાર બાળકો છે. જેમાં ત્રણ દીકરીઓને એક દીકરાનો સમાવેશ થાય છે. વ્રજેશની પત્ની રમીલા તેના પતીના મૃત્યુ બાદ થોડા સમય સુધી આ ઊંડા આઘાત માંથી બહાર આવી શકી નહીં, પરંતુ ધીમે ધીમે હવે તે વ્રજેશને ભૂલવા લાગી હતી..
આ સમયે તેના સાસુ સસરા પણ તેની સાથે રહેતા તેઓ વિચારતા કે, જ્યાં સુધી રમીલા માનસિક રીતે તેના બાળકોને સંભાળવામાં મજબૂત બની જાય ત્યાં સુધી તેના સાસુ સસરા તેની સાથે રહેશે. પરંતુ દિન પ્રતિદિન રમીલાએ એવા કારનામાં કરવાના શરૂ કરી નાખ્યા હતા કે, જેની ખબર પડતાની સાથે સાસુ સસરાની ઈજ્જતના ધજાગરા ઉડી ગયા હતા..
આ ઉપરાંત કલ્પિત કુમારના પરિવારજનો વિશે સમાજના ઘણા બધા લોકો ખૂબ જ એલફેલ વાતો પણ કરવા લાગ્યા હતા. વ્રજેશની પત્ની રમીલા તેના પડોશમાં રહેતા નરેન્દ્રકુમાર નામના વ્યક્તિને પ્રેમ કરવા લાગી હતી. નરેન્દ્ર પરણીત હોવા છતાં પણ રમીલા તેને પ્રેમ કરતી હતી અને તેની સાથે સમય પણ ગુજારવા લાગી હતી..
ત્યારે સાસુ સસરા કોઈ કામકાજ માટે બહાર જતા ત્યારે આ ચારે બાળકોને રેઢા મૂકીને રમીલા તેનો પ્રેમી સાથે ન કરવાના કારનામાઓ કરવાના શરૂ કરી નાખ્યા હતા, એક દિવસ આ ઘટનાની જાણકારી જ્યારે કલ્પિત કુમાર સુધી પહોંચી ત્યારે તેઓએ તેમના દીકરા વ્રજેશની પત્ની રમીલાને કહ્યું કે, શું આ બધી બાબત સત્ય છે કે નહીં..?
ત્યારે રમીલાએ જણાવી દીધું કે, હા તે તેના પડોશમાં રહેતા નરેન્દ્રકુમારને પ્રેમ કરી રહી છે અને હવે આવનારું જીવન તે નરેન્દ્રકુમાર સાથે જીવવા માંગે છે. આ ચાર બાળકોને તમે સાચવી લેજો અને તે હવે નરેન્દ્રકુમારને પરણવા જઈ રહી છે, તેમ જણાવી દીધું હતું. તો બીજી બાજુ કલ્પિત કુમારે તાત્કાલિક ધોરણે રમીલાને ઘરની બહાર ધક્કો મારીને કાઢી મૂકી હતી..
અને કહ્યું કે, અમારા દીકરાને તને ખૂબ જ લાડ લડાવ્યા અને હવે જ્યારે તેના ચાર બાળકોને સંભાળવાનો વારો આવ્યો ત્યારે હવે તને પ્રેમ કરવાની ગેર સમજણ આવી પડી છે. ત્યારે જ્યાં જીવન જીવવું હોય ત્યાં તું જીવી શકે છે. આજથી તારે એક પણ બાળકની સામે જોવાનું નથી. આ તમામ બાળકોને અમે રાજી ખુશીથી જીવન જીવાડી ભણાવી ગણાવી મોટા કરી દઈશું..
પરંતુ હવે તારી કોઈ પણ જરૂરિયાત નથી, તું જઈ શકે છે. કલ્પિત કુમાર તેમના દીકરાની વહુ રમીલાથી ખૂબ જ નારાજ થયા હતા કારણ કે, જે સમયે બાળકોને તેની માતાની ખાસ જરૂર હતી. એ સમયે રમીલાએ ન કરવાનું કામ કરી નાખ્યું હતું. આ ઘટનાથી સૌ કોઈ લોકો ખૂબ જ દુઃખી હતા..
કલ્પિત કુમાર તાત્કાલિક ધોરણે આ ચારેય બાળકોને તેમની સાથે વતને લઈને ગયા અને ત્યાં શાળામાં તેમના એડમિશન પણ કરાવી નાખ્યા હતા. તેવો અત્યારે વતનમાં ખેતીનું કામકાજ કરી રહ્યા છે. અને તેમના ચારેય બાળકોને ભણાવી ગણાવીને મોટા બનાવવા માટે તેઓએ દ્રઢ નિશ્ચય પણ કરી લીધો છે. જ્યારે રમીલા સાથે તેઓએ તમામ સંબંધો પણ તોડી નાખ્યા છે..
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.