આ કારણે જપ કરવાની માળા માં હોઈ છે 108 મોતી,જાણો 108 મોટી પાછળ નું રહસ્ય…

0
520

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ એવું માનવામાં આવે છે કે માળા વગર મંત્રનો જાપ કરવાથી કોઈ ફળ મળતું નથી આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે માળા વિના જાપના પૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકતા નથી તેથી કોઈને ક્યારેય માળા વિના મંત્રનો જાપ ન કરવો જોઈએ 108 ની માળાની સંખ્યા એક દિવસમાં સંપૂર્ણ તંદુરસ્ત વ્યક્તિની સંખ્યા સાથે સંબંધિત છે.

ધારો કે કોઈ વ્યક્તિ 24 કલાકમાં 21600 વખત શ્વાસ લે છે દિવસના 24 કલાકમાંથી 12 કલાક દૈનિક કાર્યોમાં ખર્ચવામાં આવે છે અને બાકીના 12 કલાકમાં વ્યક્તિ 10800 વખત શ્વાસ લે છે.આ સમયે કોઈએ દેવી દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ પરંતુ આ શક્ય નથી તેથી જ 10800 વખત શ્વાસની સંખ્યામાંથી છેલ્લા બે શૂન્યને દૂર કરીને જાપ માટે 108 નંબર નક્કી કરવામાં આવ્યા છે આ સંખ્યાના આધારે જાપના માળામાં 108 માળા હોય છે.આપણે જે માળા કરીએ છીએ તેમાં ૧૦૮ મણકા હોય છે.

ઘણાને પ્રશ્ન થાય છે કે આ માળામાં ૧૦૮ મણકા જ કેમ હોય છે તો તેની પાછળનું કારણ એવું છે કે પ્રત્યેક પળમાં મનુષ્યના સ્વાભાવિક શ્વાસ ૬ લેવાય છે. આવી અઢી પળની એક મિનિટ થાય આવી એક મિનિટમાં ૧૫ શ્વાસ લેવાય છે આ હિસાબ અનુસાર ૨૪ કલાકમાં આપણા ૨૧,૬૦૦ શ્વાસ શાસ્ત્રમાં ગણાવાયા છે. આમ રાત્રિના ૧૨ કલાક બાદ કરતાં દિવસના ૧૨ કલાકમાં આપણે ૧૦,૮૦૦ શ્વાસ લઇએ છીએ.

ખરા ભક્તને તો સ્વાભાવિકપણે શ્વાસે શ્વાસે ભગવાનનું નામ લેવાની ઇચ્છા રહે પરંતુ આટલી વિશાળ સંખ્યામાં જાપનો અવકાશ ન રહે તે માટે જો વિધિવત્ ઉપાંશુ જપ કરવામાં આવે તો પ્રત્યેક મંત્રનું ૧૦૦ ગણું ફળ થા એ શાસ્ત્રોક્ત વિધાન અનુસાર દિવસમાં ૧૦૮ મંત્રોનો જપ થવો જોઇએ તેવું સ્વીકારવામાં આવ્યું છે.૨૭ નક્ષત્રોનાં મળીને કુલ ૧૦૮ ચરણ થાય માટે માળાની સંખ્યા પણ 108ની મનુસ્મૃતિમાં કહ્યું છે કે આમ ૧૦૮ મણકાની એક માળા ફેરવવાથી શ્વાસે શ્વાસે ભજન કર્યું ગણાય એ ભાવનાથી માળાના મણકાની સંખ્યા ૧૦૮ રાખવામાં આવી. આ રીતે એક માળા ફેરવવી એ શ્વાસોશ્વાસે ભજન કરવાનું પહેલું પગથિયું છે.

બીજા મત અનુસાર એવું પણ માનવામાં આવે છે કે માનવજીવન પર સૂર્યની અસર ઘણી નોંધનીય છે. સૂર્ય ચંદ્રને આધારે પૃથ્વી પર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકે ૨૭ વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને નક્ષત્ર સંજ્ઞા આપી છે. આ નક્ષત્રમાળના આધારે આપણી જપમાળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રને ચાર ચરણ હોય છે.

આથી ૨૭ નક્ષત્રોનાં મળીને કુલ ૧૦૮ ચરણ થાય છે. તેથી માળાના મણકાની સંખ્યા પણ ૧૦૮ રાખવામાં આવી છે.  સુમેરુનો અર્થ વળી આપણે જે માળા ફેરવીએ છીએ તેની વચ્ચે એક સુમેરુ આવે છે. તો માળા ફેરવનારને એમ થાય કે વળી આ સુમેરુ શું છે અને તેને ઉલંઘવાની કેમ ના પાડવામાં આવે છે તો શાસ્ત્રોમાં તે અંગે એવું માનવામાં આવ્યું છે કે બ્રહ્માંડની નક્ષત્રમાળમાં જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને સુમેરુ પર્વતના નામથી ઓળખવામાં આવે છે. નક્ષત્રોની ગતિ પૂર્વથી પશ્ચિમ પ્રતિ છે.

કારણ કે પૃથ્વી તેની ઉત્તર દક્ષિણીય ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. આથી કોઇ પણ નક્ષત્ર દક્ષિણીય ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. આથી કોઇ પણ નક્ષત્ર દક્ષિણથી ઉત્તર તરફ ગતિ કરતું દેખાતું નથી આથી ઉત્તર ધ્રુવના સ્થાને આવેલ સુમેરુ પર્વતને કોઇ ઓળંગી શકતું નથી. કોઇ ઓળંગતું  પણ નથી સુમેરુનું છે આ મહત્વ સૌ કોઇ સુમેરુની મર્યાદા જાળવે છે.આ જ પ્રમાણે જપમાળાના બંને છેડા જ્યાં મળે છે તેને કેન્દ્ર સમું મહત્ત્વનું સ્થાન ગણવામાં આવે છે તે સ્થાને આવતા સર્વોચ્ચ મણકાને પણ સુમેરુ કહેવામાં આવે છે. નક્ષત્રો સુમેરુને કેન્દ્રમાં રાખી ફરે છે સુમેરુ સ્થિર છે. માળા નક્ષત્રમાળાનું રૂપક છે. આથી તેમાં રહેલ સુમેરુનું પણ એવું માહાત્મ્ય સ્વીકારી ભક્ત તે સુમેરુનો સ્પર્શ કરી માળાની દિશા ફેરવી મંત્ર જાપ પુન શરૂ કરે છે એટલે કે માળા પૂર્ણ થયા પછી સુમેરુ આવતાં તેને ઓળંગ્યા વિના માળાને ઊલટાવીને ફેરવવામાં આવે છે

108 મણકા માટેનો બીજો મત ખગોળશાસ્ત્રીય છે ખગોળશાસ્ત્ર પ્રમાણે સૂર્ય-ચંદ્રના આધારે પૃથ્વી ઉપર ઋતુચક્ર ચાલે છે. સૂર્યના માર્ગને પ્રાચીન ઋષિ-વૈજ્ઞાનિકોએ 27 વિભાગોમાં વહેંચીને પ્રત્યેક વિભાગમાં રહેલા તારાઓના સમૂહને નક્ષત્ર સંજ્ઞા આપી છે આ નક્ષત્ર માળાના આધારે આપણી માળાની કલ્પના કરવામાં આવી છે. પ્રત્યેક નક્ષત્રના ચાર ચરણ હોય છે.આથી 27 નક્ષત્રોના મળીને કુલ 108 ચરણ થાય છે તેથી માળાના મણકાની સંખ્યા 108 રખાઈ છે તેમ આપણા પૂર્વજોનું માનવું છે. બ્રહ્માંડની નક્ષત્રમાળા જેને કેન્દ્રમાં રાખીને ફરે છે તે સ્થાનને સુમેરુ પર્વત નામથી શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે. આથી માળાના બંને છેડા જ્યાં મળે છે તે સ્થાનને અને તે મણકાને સુમેરુ કહેવામાં આવે છે જે અપભ્રંશ થઈ મેરુ તરીકે ઓળખાય છે.

જ્યારે માળા ગણતાં મેરુનો મણકો આવે છે ત્યારે 108 મંત્રજાપ પૂરા થયાનો સંકેત મળે છે અને ભાવિકો તે સમયે મેરુને આંખે અડકાડે છે. મેરુના મણકાને રેશમના દોરાના ગુચ્છાથી પરોવવામાં આવે છે.માળાના આ મણકાઓ વિવિધ પ્રકારની વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોક્ત રીતે આ મણકા સુખડના લાકડાના કે સાદા લાકડાના હોય તે પસંદ કરવામાં આવે છે. ગળામાં પહેરવાની માળા તુલસીના લાકડામાંથી બનાવવામાં આવે છે જેનાથી કેટલાક રોગોમાં રાહત થાય છે.

મનુષ્યના પોતાના મનની શાંતિ માટે, પરમાત્માના ઉપકારોનું ઋણ અદા કરવા માટે માળા દ્વારા મંત્રજાપ કરે છે.આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને મહત્વપુર્ણ માનવામાં આવે છે. ઈશ્વરના નામનો જપ મંત્ર જપ પૂજા સ્થળ કે આરાધ્યની પરિક્રમા દાન વગેરેમાં આ ગણનાને મહત્વ આપવામાં આવે છે. જપમાળામાં એટલા માટે 108 મણકાઓ હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે. વિશિષ્ટ ધર્મગુરૂઓનાં નામની સાથે આ સંખ્યાને લખવાની પરંપરા છે. તંત્રની અંદર ઉલ્લેખાયેલ દેવીના અનુષ્ટાન પણ આટલા છે.પરંપરા અનુસાર સંખ્યાનો પ્રયોગ તો બધા જ કરે છે પરંતુ તેના રહસ્યથી મોટા ભાગના લોકો અજાણ્યા છે. આ ઉદેશ્ય હેતું તેના વિશે થોડીક જાણકારી અહીં આપી છે.