આ ઘરેલુ ઉપચાર થી ખૂબ જલ્દી વધશે શરીર માં લોહી નું પ્રમાણ,દરેક ઉંમર ની વ્યક્તિ માટે ઉપયોગી….

0
124

આપણું શરીર ,હાઈડ્રોજન ,ઓક્સીજન ,નાઈટ્રોજન , ફોસ્ફરસ ,કેલ્શિયમ અને લોખંડનું બનેલું છે .આપના શરીર માં લોખંડ નું પ્રમાણ ઘણું જ ઓછું છે.આપણા શરીર માં ૬૦ થી ૬૫ % પાણી છે.પાચન ,શ્વસન,રુધિરાભિસરણ ,ઉત્સર્ગ અનેપ્રજનન એ પાંચ  આપના શરીર ની મુખ્ય ક્રિયાઓ છે.આપણા શરીર માં બધી નસોની લંબાઈ ૯૬,૫૪૦ કિમી જેટલી થાય.આપણા શરીર નો મૂળભૂત એકમ કોષ છે.આપણા શરીર માં કુલ ૨૧૩ હાડકા છે.આપણા શરીરનું સરેરાશ ઉષ્ણતાપમાન  ૩૭ ડીગ્રી સેલ્સિયસ જેટલું  હોય છે.આપણા શરીરમાં શ્વાસોચ્છાવાસની ક્રિયા દર મીનીટે ૧૬ થી ૧૮ વખત થાય છે.આપણા શરીર માં ૯૦૦૦ જેટલી સ્વાદકલીકાઓ   છે .આપણા શરીરમાં એક ચોરસ ઈંચે ૧૦,૦૦૦ કેશવાહિનીઓ છે .આપણા શરીરમાં લોહીનું પ્રમાણ ૭ %છે .લગભગ ૧૨ શેર લોહી હોય છે.આપણા શરીરમાં ૪૦૦ થી ૫૦૦ સ્નાયુઓ છે.શરીરનો સૌથી મોટો અવયવ યકૃત છે .પુખ્ત માણસના મગજનું વજન ૧૪૦૦ ગ્રામ જેટલું હોય છે.માણસની મહાકાયતા અને વામનતા  પીચ્યુટરી ગ્રંથીને આભારી છે.માણસના શરીરના તાપમાનનું નિયંત્રણ હાઈપોથેલેમસ ગ્રંથી કરે છે.પ્રજનન માટે પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન  અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન હોય છે.

શરીરમાં લોહીની કમી હોવાના કારણે કમજોરી આવે છે. જો સમય રહેતા આનો ઈલાજ કરવામાં ન આવે તો માથામાં દુ:ખાવો,થાક અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઇ શકે છે. લોહીની કમીને બચવા માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ,દિલ્લી ના ડોક્ટર પાલક નું પીણું પીવાની સલાહ આપે છે. તેમના અનુસાર પાલક નુ શાક કે સલાડ માં મિક્ષ કરીને ખાવાથી હિમોગ્લોબીન લેવલ વધે છે અને કમજોરી દૂર થાય છે. લોહીને શુદ્ધ કરવાની આ રીત પણ છે બેસ્ટ :આયુર્વેદિક દાકતર મુજબ લોહીને સાફ કરવા માટે,આદુનો રસ અને તેમાં ૧ લીંબુનો રસ, કાળા મરી અને મીઠું મિક્ષ કરીને પીવાથી.

રોજ ૧ આમળું ખાવાથી લોહી શુદ્ધ થાય છે.

લસણમાં રહેલ એલિસિન થી લોહી શુદ્ધ થાય છે અને આને તમે તમારા ભોજન માં ઉપયોગ કરવાથી એનિમિયાથી બચાવ પણ થઇ શકે છે.

બીટ હીમોગ્લોબિનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેનું સેવન કરવાથી શરીરમાંથી હીમોગ્લોબિનની ખામી દૂર થાય છે. તુલસી ખાવાથી પણ લોહીની ઊણપ દૂર થાય છે. રોજ તુલસીના પાન ખાવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે.  સોયાબીનમાં પણ વિટામિન અને આયરનનું પ્રમાણ વધારે હોય છે. તેનું સેવન કરવાથી એનીમિયા દૂર થાય છે.સફરજનનું સેવન પણ નિયમિત કરવાથી શરીરમાં હીમોગ્લોબિન બને છે.દાડમ ખાવાથી પણ લોહીની ઊણપ દૂર થાય છે.સિઝન હોય ત્યારે જામફળ ખાવાથી પણ શરીરમાં રક્ત વધે છે.

જાણો લોહી વધારવાનો એક સરળ ઘરેલુ નુસખો :

રોજ પાલક જ્યુસમાં મધ મિકક્ષ કરીને પીવો. આનાથી લોહી વધે છે અને ઈચ્છા હોય તો પાલકનું શાક બનાવીને ખાઓ. પાલકમાં આયરન,વિટામિન B12 અને ફોલિક એસિડ હોય છે. આનામાં મધ મિક્ષ કરીને પીવાથી આયર્નની માત્રા વધે છે. લોહીની કમી દૂર થાય છે.

​ટામેટુ : સલાડ અથવા સેન્ડવિચમાં બાળકોને ટામેટા આપો. તમારે તમારા બાળકને દરરોજ 1થી 2 ટામેટાનું સેવન કરાવવું જોઇએ. બાળકને દરરોજ એક ગ્લાસ ટામેટાનું જ્યુસ પણ આપી શકો છો. ટામેટા વિટામીન સી અને લાઇકોપીન સભર હોય છે. વિટામિન સી ખાદ્ય પદાર્થોમાંથી મળતા આયર્નને શોષી લેવામાં મદદ કરે છે.

સુકી દ્રાક્ષ

કિશમિશ એટલે કે સુકી દ્રાક્ષમાં કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, પ્રોટીન, ફાઇબર અને આયર્ન હોય છે. 100 ગ્રામ સુકી દ્રાક્ષમાંથી બાળકને 1.88 મિ.ગ્રા. આયર્ન મળે છે. તમે દરરોજ બાળકની મનપસંદ વાનગીમાં સુકી દ્રાક્ષ મિક્સ કરીને ખવડાવી શકો છો.

દાડમ : દાડમમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફેટ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં આયર્ન અને કેલ્શિયમ પણ હોય છે. દાડમ તમારા બાળક માટે સુપરફૂડનું કામ કરી શકે છે. જો તમે ઇચ્છો છો કે તમારું બાળક એનીમિયા ગ્રસ્ત ન હોય અથવા તેના શરીરમાં લોહીનું પ્રમાણ વધારવા ઇચ્છો છો તો દરરોજ 200 ગ્રામ દાડમ ખાલી પેટ ખવડાવો. તમે બાળકને નાસ્તમાં એક ગ્લાસ દાડમનો જ્યુસ પણ આપી શકો છો.

તલ : તલ પણ એનીમિયાની સારવાર કરી શકે છે. ખાસકરીને કાળા તલ આયર્નનું ઉત્તમ સ્રોત હોય છે. બે કલાક માટે તલના બીજને પલાળવા મૂકી દો. હવે પાણીને ગાળી લો અને તલને ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં મધ મિક્સ કરી લો. દિવસમાં બેવાર આ પેસ્ટનું સેવન બાળકને કરાવો. તેને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવા માટે તેમાં બદામ, કાજૂ અને સુકી દ્રાક્ષ પણ નાખી શકો છો.

હજુ શું કરવું જોઈએ :
ખાવાનું શક્ય હોય તો દરરોજ લોંખડની કઢાઈમાં બનાવો. આમાં ખાવામાં આયર્નની માત્રા વધે છે.

શું નહી કરવું જોઈએ:

કોફી અને ગ્રીન ટી પીવાનું ટાળો. આનાથી શરીર માં આયર્ન પૂરી રીતે પાચન થતું નથી અને તેનાથી લોહીની કમી વધે છે. ખાસ જાણવા જેવું કે જેને પણ પોટેશિયમ વધુ રહેતું હોય તે આ પ્રયોગ કરતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ અવશ્ય લે.