આ છે ચમત્કારિક ગણેશ મંદિર,જ્યાં ઊંધો સાથિયો બનાવવાથી થઈ જાય છે તમામ મનોકામનાઓ પૂર્ણ,જાણો ઇતિહાસ….

0
300

આપણા ભારતમાં ગણેશજીના અનેક મંદિરો આવેલા છે. જેમનો અલગ અલગ મહિમા રહેલો છે. આજે અમે તમને ખાસ એક વિશિષ્ઠ મંદિરના દર્શન કરાવીશું જ્યાં ગણેશજી પોતાના ભક્તોનાં તમામ દુખો દૂર કરે છે અને જે પણ ભક્ત આ મંદિરે દર્શન કરવા આવે છે વિધ્નહર્તા તેમના દરેક કષ્ટ દૂર કરી તમામ મનોકામના પૂર્ણ કરે છેમધ્ય પ્રદેશના ઇન્દોરમાં આવેલા ખજરાણા ગણેશ મંદિરના ચમત્કારની કહાણી દૂર દૂર સુધી ફેલાયલી છે. ભક્તોની આસ્થાનું આ પવિત્ર સ્થળ છે જ્યાં ઠેરઠેર ભગવાનના ચમત્કાર રહેલા છે. સંતાનની કામના, ધનની ઇચ્છા, નોકરીની જરૂરથી લઇને વિદ્યા અને બુદ્ધિ સુધીનું વરદાન ભક્તોને આ મંદિરમાં આવીને મળે છે. આ ચમત્કારિક મંદિર વિશે કહેવામાં આવે છે કે આ મંદિરમાં સ્વયંભૂ ગણપતિ પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભક્તોએ અહીં આવીને ફક્ત ઊંધો સાથિયો (સ્વસ્તિક) બનાવવાનો રહે છે.

મંદિરની ત્રણ પરિક્રમા લગાવતા દોરો બાંધવાથી પણ ઇચ્છા પૂર્ણ થાય છે.

ખજરાણા મંદિરમાં ભગવાન ગણેશના મંદિરની પાછળ દીવાલ એટલે કે ગણેશજીની પીઠ પર લોકો ઊંધો સાથિયો બનાવે છે અને માનતા પૂર્ણ થયા બાદ ફરી અહીં આવીને સીધો સાથીઓ બનાવે છે. કહે છે કે આ પ્રથા અનેક વર્ષોથી ચાલી રહી છે. માનવામાં આવે છે કે આ મંદિરમાં ઊંધો સ્વસ્તિક બનાવવાથી ઇચ્છા પૂર્ણ થાય છે. એક અન્યા માન્યતા છે કે મંદિરની ત્રણ પરિક્રમા લગાવતા દોરો બાંધવાથી પણ ઇચ્છા પૂર્ણ થાય છે.

ગણેશ ભગવાને એક પંડિતને દર્શન આપ્યા હતા.

ખજરાણા ગણેશ મંદિરનું નિર્માણ 1735માં તત્કાલીન હોલ્કર વંશની શાસક અહલ્યાબાઈ હોલ્કરે કરાવ્યું હતુ. કહેવામાં આવે છે કે ખજરાણા ગણેશ મંદિરના નિર્માણ માટે ગણેશ ભગવાને એક પંડિતને દર્શન આપ્યા હતા. સ્વપ્ન આવ્યું કે અહીં ભગવાન ગણેશની મૂર્તિ જમીનમાં દટાયેલી છે, તને ત્યાંથી નીકાળો. આ સપના વિશે પંડિતે તમામને જણાવ્યું. રાણી અહલ્યાબાઈ હોલ્કરે સ્વપ્ન અનુસાર એ જગ્યાએ ખોદકામ કરાવ્યું અને ઠીક એવી જ ભગવાન ગણેશની મૂર્તિ મળી જે સ્વપ્નમાં આવી હતી, ત્યારબાદ અહીં નિર્માણ કરવામાં આવ્યું.

સૌથી ધનાઢ્ય ગણેશ મંદિરોમાંથી એક.

ગણપતિજીનું આ મંદિર દેશના સૌથી ધનાઢ્ય ગણેશ મંદિરોમાંથી એક માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ અહીં આવીને દિલ ખોલીને દાન કરે છે. આમ તો રોજ વિધિ-વિધાનથી આ મંદિરમાં પૂજા કરવામાં આવે છે, પરંતુ બુધવારના દિવસે ગણપતિને ખાસ કરીને લાડુઓનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ દિવસે અહીં ખાસ પૂજા અને આરતી કરવામાં આવે છે.

મહારાણીએ કરાવ્યું હતું મંદિર નિર્માણ : ખજરાના મંદિરનું નિર્માણ 1735માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યુ હતુ. એવી માન્યતા છે કે બાપ્પા મહારાણીનાં સપનામાં આવ્યા હતા. આમ તો અહીં રોજ ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે પણ બુધવારે ગણપતિજીને વિશેષ લાડૂઓનો પ્રસાદ ચડાવવામાં આવે છે. લોકો પોતાની શ્રદ્ધા અનુસાર અલગ અલગ પ્રકારનો લાડૂનો પ્રસાદ ધરાવે છે. બુધવારના દિવસે અંહી વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. દૂર દુરથી મોટી આશા સાથે ભકતો આ મંદિરે દર્શન કરવા આવે છે. આ મંદિર દેશના સૌથી ધનાઢ્ય મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે બાપ્પાને ભક્તો અહીં મનમુકીને દાન આપે છે.

બુધવારે ભગવાન ગણેશજીની થાય છે વિશેષ પૂજા.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન ગણેશજીને પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે અને તેમની પૂજા સૌ પ્રથમ કરવામાં આવે છે, ભગવાન ગણેશજીના ખજરાણા મંદિરમાં દરરોજ ભક્તોની ભીડ રહે છે, પરંતુ બુધવારના દિવસે અહિયાં ભક્તોની ભારે ભીડ રહે છે, બુધવારના દિવસે દુર દુરથી લોકો ભગવાન ગણેશજીના આ મંદિરમાં તેમના આશીર્વાદ મેળવવા માટે આવે છે, બુધવારે અહિયાં વિશેષ આરતીનું આયોજન પણ કરવામાં આવે છે.ખજરાના ગણેશ મંદિર સંકુલમાં 33 નાના-મોટા મંદિરોભગવાન ગણેશજીના આ પ્રખ્યાત અને ચમત્કારિક મંદિરની અંદર ભગવાન ગણેશજી સાથે સાથે અન્ય 33 નાના-મોટા મંદિરો પણ આવેલા છે, આ સ્થળે સાંઇ બાબા, ભગવાન શિવજી, માતા દુર્ગા, ભગવાન શ્રી રામ, હનુમાનજી સહિત અનેક દેવી દેવતાઓના મંદિરો બનેલા છે, આ મંદિરના પ્રાંગણમાં એક પીપળનું જૂનું વૃક્ષ પણ ઉગેલું આવ્યું છે, જેને લોકો ઇચ્છા પૂર્ણ કરનારુ વૃક્ષ કહે છે.