જુવાનજોધ દીકરાના અંતિમ સંસ્કાર કરીને પરિવાર ઘરે આવ્યો, દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ભલભલાને પરસેવો છૂટી ગયો..!

જ્યારે જીવનમાં સુખ હોય ત્યારે એક સામટા સુખ અને સગવડો ભરી સ્થિતિઓ સર્જાઈ જતી હોય છે અને જ્યારે દુખ આવવાનું શરૂ થાય ત્યારે એક પછી એક દુઃખની ઘડીઓ શરૂ થઈ જતા જે તે વ્યક્તિ ઉપર આફતોના ફાટી નીકળતા હોય છે, અત્યારે એક પરિવાર માંથી એક જ દિવસમાં બે-બે વખત ખૂબ જ મોટી આફતો ત્રાટકી પડી હતી..
આવી બધી દુઃખદ ઘટનાઓને સહન કરવી કોઈ સામાન્ય વ્યક્તિ માટે સહેલું હોતું નથી, આ બનાવો મધ્યપ્રદેશના ગ્વાલિયરનો છે. અહીં મહારાજપુરા વિસ્તારમાં રહેતા રાકેશ સિંહ ભાઈના પરિવારમાં આ ઘટના બની જવા પામી છે. રાકેશ સિંહના પરિવારમાં રાકેશ સિંહની પત્ની તેનો એકનો દીકરો અભિષેક અને અભિષેકની પત્નીનો પણ સમાવેશ થાય છે..
જ્યારે એક દિવસ સવારના સમયે અભિષેકે તેના રૂમનો દરવાજો બંધ કરીને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું. જ્યારે તેની પત્ની તેના રૂમ પાસે પહોંચી અને જોયું તો અભિષેક મૃત હાલતમાં મળી આવ્યો હતો, આ લાશને જોતા જ તેના મોઢામાંથી ચીખો ફાટી નીકળી હતી અને આ ચીખો સાંભળીને પરિવારના અન્ય સભ્યો પણ ત્યાં આવ્યા અને જોયું તો અભિષેકનું મૃત્યુ થઈ ગયું હતું..
આ બનાવને લઈને તેઓએ પોલીસને પણ સૂચના આપી હતી, એ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસની કામગીરી શરૂ કરી અને ત્યારબાદ આ લાશને પોસ્ટમોર્ટમ માટે પણ મોકલી આપવામાં આવી હતી. આ ઘટના આટલી બધી હચમચાવી દેતી હતી કે, પોલીસે મકાનને સીલ કરી દીધું હતું..
અને આગળની તપાસ પણ શરૂ કરવામાં આવી હતી, અભિષેકના અંતિમ સંસ્કાર કરવા માટે જ્યારે પરિવારજનો સ્મશાને પહોંચ્યા ત્યારે ઘરે તાળું લગાવવામાં આવ્યું અને સગા સંબંધીઓની સાથે અભિષેકની અંતિમ વિદાય યાત્રા કાઢીને સ્મશાન સુધી પહોંચયા અને ત્યાં તેના અંતિમ સંસ્કાર કરીને જ્યારે પરિવાર ઘરે આવ્યો ત્યારે ફરી એક મોટી આફતો પરિવારજનોની માથે ત્રાટકી પડી હતી..
જ્યારે પરિવારજનો મોતના માતમની અંદર ડૂબેલા સ્મશાનેથી ચાલતા ચાલતા ઘરે પહોંચ્યા ત્યારે ઘરનો દરવાજો ખોલતાની સાથે જ તેમના હોશ છૂટી ગયા અને ફરી પાછું જોર જોરથી રડવાનો વારો આવી ગયો હતો, તેમના ઘરના દરવાજા ખોલતા જ તેઓને દેખાય એવું કે તેમના ઘરનો તમામ સમાન વેર વિખેર હતો..
આ ઉપરાંત અંદરની રૂમમાં મુકેલા કબાટ અને તિજોરીના તાળા પણ તૂટેલા હતા, જેમાં મુકેલા મંગળસૂત્રો ચેન, એક જોડી જુમખું, ચાર બંગડીઓ તેમજ ચાંદીની ચેન અને પાયલ તેમજ જુમખા સહિતની ઘણી બધી ચીજ વસ્તુઓની ચોરી થઈ ગઈ હતી. સોના ચાંદીના દાગીનાઓની સાથે 55 હજાર રૂપિયા રોકડા પણ ચોરી થઈ ગયા છે..
આ ઘટનાને લઈને રાકેશ સિંહે ફરી પાછી એકવાર પોલીસને જાણકારી આપી હતી કે, તેઓ તેમના દીકરાના અંતિમ સંસ્કાર કરીને ઘરે આવ્યા ત્યારે તેમના ઘરે ચોરીનો મામલો સામે આવ્યો છે. અભિષેકના લગ્ન થયા તેના માત્ર એક જ વર્ષે થયા હતા અને તેની પત્ની માત્ર પાંચ મહિનાની અંદર અંદર એક બાળકને જન્મ પણ આપવા જઈ રહી હતી..
તેની હાલત પણ ખૂબ જ બગડી જવાને કારણે તેને હોસ્પિટલે લઈ જવાનો વારો આવ્યો હતો, એક બાજુ અભિષેકની પત્નીને દવાખાને દાખલ કરવામાં આવી તો બીજી બાજુ અભિષેકે સવારમાં કરીને જીવન ટૂંકાવી દીધું હતું. જ્યારે ત્રીજી બાજુ એ જ ઘરની અંદર ચોરીની ઘટના બની જતા પરિવારજનોની માંથી એક સાથે ત્રણ ત્રણ આફતો આવી પડી હતી..
અભિષેકે કયા કારણોસર આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે, તેની હજુ કોઈ પણ માહિતી મળી નથી. અભિષેકના પિતા રાકેશ સિંહ ભાઈનું કહેવું છે કે, તે છેલ્લા ઘણા સમયથી ધંધાકીય બાબતોને લઈને ખૂબ જ ટેન્શનમાં રહેતો હતો. કદાચ તેની સાથે કોઈ છેતરપિંડીનો બનાવ બન્યો હશે..
અને તેના આઘાતમાં તેને આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે. સવારે દીકરાએ આ વાત કરીને જીવન ટૂંકવી દીધા નો માતમ હજુ પરિવારજનોમાં સરખો થયો હતો નહીં, ત્યાં તો સાંજે બીજી બે ઘટનાઓ એવી અજુગતી બની ગઈ હતી કે, જેને જાણ્યા બાદ આસપાસના લોકો પણ મગજ તમ્મર ખાઈ બેઠા હતા..
પોલીસે ચોરીની આ ઘટનાને નોંધીને તપાસ પણ શરૂ કરી છે, રાકેશભાઈના દીકરા અભિષેકનું મૃત્યુ થયું છે. અને સમગ્ર પરિવાર સ્મશાને તેની અંતિમ યાત્રા માટે ગયો છે. તેની જાણકારી તેમની સોસાયટીમાં રહેતા લોકો સિવાય અન્ય કોઈ વ્યક્તિને ન હોવાને કારણે ચોરીની શંકા સોસાયટીના લોકો ઉપર ગઈ છે, આ બાબતને લઈને પોલીસ તપાસ ચલાવી રહી છે..
લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.