આ દેવ ની પૂજા કરે છે અંબાણી પરિવાર,અને કદાચ એટલે જ છે મુકેશ અંબાણી આટલા બધા ધનવાન….

0
233

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું,આજના સમયમાં દરેક લોકો પોતાના ગુરુ તરીકે કોઈને કોઈ વ્યક્તિ કે દેવતાઓને માનતા હોય છે, અને તેની પૂજા અર્ચના કરતા હોય છે,આપણે સૌ કોઈ ને કોઈ દેવી દેવતા માં શ્રદ્ધા રાખતા હોઈએ છીએ. અને આ દેવી દેવતાની પૂજા અર્ચના પણ કરતા હોય છે. તે પછી કોઈ ગરીબ માણસ હોય કે પૈસાદાર દરેક વ્યક્તિ માટે સમાન હોય છે. અને તે હોવું માણસ માટે જરૂરી પણ હોય છે. કોઈપણ મુશ્કેલી કે સારા કાર્ય માટે તેમને યાદ કરવામાં આવે છે અને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે, જેનાથી મનને શાંતિ મળે છે અને મનમાં એક પ્રકારની તાજગી આવી જતી હોય છે. આવી જ એક આસ્થાની વાત અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે કોઈ સામાન્ય વ્યક્તિની નથી પરંતુ ભારતના સૌથી મોટા પૈસાદાર માણસ મુકેશ અંબાણી વિષે છે.

તમને જણાવી દઈએ કે ભારત ના સૌથી ધનવાન માણસ મુકેશ અંબાણી કોઈ પણ કામ કરતા પહેલા રાજસ્થાનના એક મંદિરમાં આવવાનું નથી ભૂલતા. તે મંદિર છે રાજસમંદમાં આવેલ શ્રીનાથજીનું મંદિર જેની તે પૂજા કરે છે. હાલમાં જ મુકેશ અંબાણી કોઈને જણાવ્યા વગર તે મંદિરમાં દર્શન માટે પહોંચી ગયા હતા.

અલબત તમને વધુ જણાવી કે તેમના માતૃશી શ્રી કોકિલા બેન છે આ મંદિરના ટ્રસ્ટના વાઈસ પ્રેસિડેન્ટ પણ છે અને બર્થડેથી લઈને પ્રોડક્ટ સુધીના લોન્ચિંગમાં મુકેશ અંબાણી પરિવાર દ્વારા મંદિરમાં માથું ટેકવાનું નથી ભૂલતા, તે ભગવાન શ્રીનાથનું મંદિર છે. મુકેશ અંબાણીની માં કોકીલાબેન આ મંદિરના ટ્રસ્ટના વાઈસ પ્રેસિડેન્ટ છે. અંબાણી પરિવાર તરફથી આ મંદિરમાં ઘણું ડોનેશન આપવામાં આવે છે.

આ મંદિર માં ફક્ત મુકેશ અંબાણી જ નહીં પણ તેમના નાના ભાઈ અનીલ અંબાણીને પણ શ્રીનાથજીમાં ઊંડી શ્રદ્ધા છે. અંગત અને ધંધાકીય જીવનમાં કોઈ પણ મોટા નિર્ણય લેતા પહેલા અનીલ અંબાણી અહિયાં આવવાનું નથી ભૂલતા. રિલાયન્સ પાવરની શરૂઆત પહેલા પણ અનીલ અંબાણી અહિયાં દર્શન કરવા ગયા હતા. ગ્લેમરસ જીવન જીવવા વાળા અનીલ અંબાણીનો પરિવાર ઘણો ધાર્મિક છે.અંબાણી પરિવાર એવો પરિવાર છે કે જેના વિશે જાણવાની દરેકને ઈચ્છા થતી હોય છે, તેઓ કઈ રીતે રહે છે, શું ખાય છે, ક્યાં ફરવા જાય છે, તેમને શું પસંદ છે, આ વિશે જાણવાની દરેકને ઉત્સુકતા રહે છે.

એટલે જ જયારે કેટલાક વર્ષો પહેલા નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના જીવન અને પરિવાર વિશે કેટલાક ખુલાસાઓ કર્યા હતા, જે વિશે મોટાભાગના લોકોને જાણ ન હતી, ત્યારે એ વાત જાણીને લોકોને શૉક લાગ્યો હતો.
લોકોનું માનવું છે કે પૈસાથી બધી જ ખુશીઓ ખરીદી શકાય છે અને પૈસો છે તો જ સુખ છે, એટલે અંબાણી પરિવારે તો ક્યારેય દુઃખ જોયું જ નહિ હોય ને! સૌથી સુખી પરિવાર તો અંબાણી પરિવાર જ હશે ને! પણ એવું નથી. અંબાણી પરિવાર પાસે અઢળક સંપત્તિ છે એનો અર્થ એ નથી કે તેમના જીવનમાં દુઃખ નથી આવ્યા. એક સમય હતો જયારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પર મુસીબત આવી હતી.

જયારે મુકેશ અંબાણીએ નીતા અંબાણી સાથે લગ્ન કર્યા ત્યારે તો બધું જ બરાબર હતું, પણ લગ્નના ત્રણ વર્ષ પછી આખા પરિવારને એક એવા જ દુઃખદ સમાચાર સાંભળવા મળ્યા હતા કે જેનાથી નીતા અંબાણી તૂટી પડયા હતા.નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘મારા લગ્નના કેટલાક વર્ષો બાદ, મને ડોક્ટરોએ જણાવ્યું હતું કે મને બાળકો ક્યારેય નહીં થાય. ત્યારે મારી ઉમર 23 વર્ષની હતી, જયારે મને જાણવા મળ્યું કે હું ક્યારેય મા નહિ બની શકું.

આ વાત સાંભળીને મને ઘણો આઘાત લાગ્યો હતો, હું તૂટી પડી હતી. જયારે હું સ્કૂલમાં હતી ત્યારે પણ હું લાંબા નિબંધ લખતી, ‘જયારે હું માં બનીશ’, પરંતુ જયારે આ આઘાતજનક સમાચાર મળ્યા ત્યારે મને ખૂબ ધક્કો પહોંચ્યો હતો.જો કે ડૉ ફિરુજા પારિખ મારા સૌથી નજીકના મિત્રોમાંથી એક છે. તેમની મદદથી મેં કેટલાક વર્ષો બાદ કંસીવ કર્યું અને પહેલીવાર પોતાના જુડવા બાળકોને જન્મ આપ્યો.’ આ બાળકો હતા આકાશ અંબાણી અને ઈશા અંબાણી. આ જ ઇન્ટરવ્યૂમાં તેમને એમ પણ જણાવ્યું હતું કે તેમને પોતાની ગર્ભાવસ્થા દરમ્યાન ઘણી તકલીફો પડી હતી.

નીતા અંબાણીએ પહેલા જુડવા બાળકોને જન્મ આપ્યો – ઈશા અને આકાશ. રિપોર્ટ અનુસાર, જુડવા બાળકોનો જન્મ સમય કરતા બે મહિના વહેલા જ થઇ ગયો હતો. આ પછી ત્રણ વર્ષ પછી તેમને કોઈ પણ મુશ્કેલીઓ વિના અનંત અંબાણીને જન્મ આપ્યો હતો.આ વિશે નીતા અંબાણીએ જણાવ્યું હતું કે ‘મારે આઇવીએફ દ્વારા જુડવા બાળકો થયા પણ એ સમય કરતા બે મહિના વહેલા થઇ ગયા. આ પછી ત્રણ વર્ષ પછી અનંતનો જન્મ થયો. આ એક નેચરલ પ્રેગ્નેન્સી જ હતી. પરંતુ આનાથી મારુ અને બાળકનું વજન ખૂબ જ વધી ગયું હતું. હું ખૂબ જ ખુશ હતી એટલે જે થઇ રહ્યું હતું એ થવા દીધું.’

પોતાની ગર્ભાવસ્થા દ્વારમ્યાન નીતાએ લગભગ બે વાર પોતાનું વજન પણ વધાર્યું થયુ. તેઓનું 47 કિલો વજનથી 90 કિલોગ્રામ વજન થઇ ગયું હતું. તેમને જણાવ્યું હતું કે ‘બધું જ બે ગણું થઇ ગયું હતું. પરંતુ મેં પોતાની જાતને જેમ થતું હતું એમ જ થવા દીધુ.’ જો કે ડિલિવરી બાદ તેઓ ફરીથી સામાન્ય થઇ ગયા અને વજન ઉતારવામાં સફળ થયા હતા.ઈશા અંબાણીએ લગ્ન બાદ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે અને તેનો જુડવા ભાઈ આઈવીએફની મદદથી થયા હતા. આ વાત જણાવતા ઈશાએ કહ્યું હતું ‘મારા મમ્મી-પપ્પાના લગ્નના સાત વર્ષ પછી હું અને મારા જુડવા ભાઈ જન્મ્યા હતા. અમે બંને આઈવીએફની મદદથી થયા હતા.

જયારે અમે જન્મ્યા ત્યારે અમારી મમ્મી ઇચ્છતી હતી કે તે બહાર કામ ન કરે અને અમારું ધ્યાન જ રાખે. પણ જયારે અમે પાંચ વર્ષના થઇ ગયા તો તેમને ફરીથી કામ કરવાનું શરુ કરી દીધું. પણ અત્યારે પણ તેઓ એક ટાઇગર મમ્મી જ છે.’નીતા અંબાણીએ પોતાના બાળકોના ઉછેર વિશે જણાવ્યું હતું કે ‘જયારે મારા બાળકો મોટા થઇ ગયા ત્યારે પણ હું તેમને માત્ર પાંચ રૂપિયા જ આપતી હતી. જેનાથી તેઓ પોતાની કેન્ટીનમાં કઈ ખાવા-પીવા પર ખર્ચ કરી શકે. એક વાર મારો નાનો દીકરો અનંત મારી પાસે આવ્યો અને મારી પાસેથી દસ રૂપિયા માંગ્યા.

મેં એને પૂછ્યું કે તને દસ રૂપિયા કેમ જોઈએ છે તો તેને જવાબ આપ્યો હતો કે જયારે પણ મને મારા મિત્રો પાંચ રૂપિયા સાથે જુએ છે તો તેઓ મારી મજાક ઉડાવે છે, તેઓ કહે છે કે અંબાણી છે કે ભિખારી. એમાં હું કે મુકેશ કશું કરી ન શકતા.’જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..