આ છે સૌથી અનોખું મંદિર અહીં ભગવાનું મૂર્તિને પણ થાય છે પરસેવો,જુઓ તસવીરો….

    0
    261

    મંદિરોની ઘણી બધી અવનવી કહાનીઓ આપણે સાંભળી હશે પણ શું તમે એવા મંદિરો વિશેની વાત જાણી છે કે, મંદિરોમાં રહેલી દેવ-દેવીઓની પ્રતિમાને પસીનો આવતો હોય. કોઈ ખાસ આયોજન કરવામાં આવે તો એ ચિંતા પ્રતિમાને થતી હોય અને તેને પસીનો આવવા લાગે, જેમ આયોજન સમાપ્તિના આરે આવે એટલે પસીનો ધીમે-ધીમે ઓછો થતો જાય. આ સાંભળી કદાચ તમને નવાઈ લાગતી હશે. પણ આ સત્ય વાત છે.

    તામિલનાડુ, હિમાચલ પ્રદેશ અને તિરૂપતિના મંદિરોમાં આવું ઈશ્વરનું રહસ્ય જોવા મળે છે. અહીંની મૂર્તિને પસીનો આવે છે. આજના લેખમાં આવા મંદિરો વિશેની માહિતી છે, તો આ લેખને અંત સુધી વાંચવાનું ભૂલશો નહીં.અહીં એવું કહેવામાં આવે છે કે દર વર્ષે ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે એક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભગવાન સુબ્રમણ્યની મૂર્તિ ખૂબ જ અલગ હોવાનું કહેવાય છે, એવું કહેવામાં આવે છે કે આ ભગવાન સુબ્રમણ્યની મૂર્તિ તેના માથામાંથી પરસેવો નીકળે છે. રાક્ષસ સુરાપદમન ઉપર વિજયની ખુશીમાં આ પ્રસંગ ઉજવાયો હતો.

    ઘણા વૈજ્ઞાનિકોએ તેમના મંદિરો વિશે જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના પ્રયત્નો સફળ થઈ શક્યા નહીં. પરંતુ આજે અમે તમને એવા એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની મૂર્તિમાંથી પરસેવો નીકળ્યો છે, તો ચાલો જાણીએ આ વિશેષ મંદિરોનું રહસ્ય. તમિલનાડુના કાર્તિકેય મુરુગા ખાતે સ્થિત છે તે સિક્કાલ સિંગારવેલાવર મંદિર.

    અમે વાત કરી રહ્યા છીએ ભલેઈ માતાના મંદિર વિશે જે એક એવું મંદિર છે જે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં જોવા મળે છે, આ મંદિર ઘણા વર્ષો જૂનું છે.ભદ્રકાળી દેવીને સમર્પિત, આ મંદિરમાં એક રહસ્ય પણ બહાર આવ્યું છે, અહીં પૂજારી કહે છે કે આ મૂર્તિ અંગે ભલેઇ માતાની મૂર્તિમાંથી પરસેવો નીકળવો એ રહસ્ય બહાર આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે અા મૂર્તિ માંથી જ્યારે પરસેવો નીકળે છે ત્યારે તે સમયે કઈક ઈચ્છા માંગો તો, તે પૂર્ણ થાય છે.

    દરેકને ક્યારેક તો એવો વિચાર આવ્યો જ હશે કે, ભગવાનના મંદિરમાં ગર્ભગૃહમાં એસી લગાવવામાં આવે છે તે પાછળનું શું લોજિક છે? ધાર્મિક માન્યતા અનુસાર અહીં ભગવાનને પણ ગરમી થાય છે. પણ પહાડ પર આવેલા મંદિરમાં પણ ભગવાનની મૂર્તિને પરસેવો થાય છે. આ ઉપરાંત કોઈ ખાસ આયોજન પહેલા પણ પ્રભુની મૂર્તિને પરસેવો થાય છે અને કામ પૂર્ણ થતા તે મૂર્તિ ફરી સામાન્ય બની જાય છે. વાંચીને ચોંકી જવાય પણ આ હકિકત છે. આ સિવાય આ એક ન ઉકેલી શકાય એવો કોયડો પણ છે. આ મંદિરની યાદીમાં તામિલનાડુંના, હિમાચલ પ્રદેશ અને તિરુપતી બાલાજી મંદિરનો સમાવેશ થાય છે.

    શા માટે થાય છે આવું?દેવભૂમિ હિમાચલ પ્રદેશમાં આવેલું દેવીપીઠ ભલેઈ માતાના મંદિરનું રહસ્ય ચોંકાવનારું છે. જેની સ્થાપના અંગે પૂજારી કહે છે કે, આ મૂર્તિ સ્વયંભૂ છે. આ પછી જે જગ્યાએ માતાની મૂર્તિ પ્રગટ થઈ છે. ત્યાં મંદિર બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં આવેલી મૂર્તિને પરસેવો થાય છે. પૂજારી કહે છે, આવું શા માટે થાય છે એવું આજ સુધી કોઈ દાવા સાથે કહી શક્યું નથી. અનેક વખત કેટલાય સંશોધકો આવ્યા પણ એવું કોઈ સચોટ કારણ સામે આવ્યું નથી.

    સિંગારવેલાવર મંદિર :તામિલનાડુંમાં આવેલું કાર્તિકેય મુરુગા સિક્ક્કલ સિંગારવેલાવર મંદિર પણ રહસ્ય છે. આ મંદિરમાં આવેલી પ્રભુની મૂર્તિને પણ પરસેવો થાય છે. આવું શા માટે એ શોધવા માટે અનેક નિષ્ણાંતોની ટીમ અહીં આવી હતી પણ હજુ સુધી તેની સ્પષ્ટતા થઈ નથી. દર વર્ષે ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે એક તહેવાર ઉજવાય છે આ દરમિયાન ભગવાનની મૂર્તિને પરસેવો થાય છે. રાક્ષસો પર ભગવાને મેળવેલી જીતની ખુશીમાં આ તહેવાર ઉજવાય છે. એવું માનવામાં આવે છે કે, પ્રભુ સુબ્રમણ્યિમને થતો આ પરસેવો તેમના ક્રોધનું પ્રતીક છે. જેમ જેમ તહેવાર પૂરો થતો જાય એમ પરસેવો પણ ઓછો થતો જાય છે. આ પરસેવાનું પાણી ભક્તો પર છાંટવામાં આવે છે.

    તિરુપતી બાલાજી મંદિર :દેશના સૌથી ધનવાન મંદિર એવા તિરુપતી બાલાજીમાં પણ પ્રભુ બાલાજીને પરસેવો થાય છે. પહાડ પર આવેલા આ મંદિરમાં ઠંડી લાગવાની જગ્યાએ પ્રભુને પરસેવો થાય છે. તેથી પૂજારી વારંવાર પ્રભુની પ્રતિમા પરથી તે પરસેવો સાફ કરે છે. આંધ્ર પ્રદેશના ચિત્તુર જિલ્લામાં આવેલું તિરુપતી બાલાજી મંદિરના વેંકટેશ્વર પ્રભુ વિષ્ણું અવતાર છે. અહીં પ્રભુની મૂર્તિનું તાપમાન 43°C રહે છે. આવું શા માટે થાય છે એવું હજુ સુધી કોઈ જાણી શક્યું નથી. આને ઈશ્વરનો ચમત્કાર માનવામાં આવે છે.

    એસી છે આ મંદિરમાં :મધ્ય પ્રદેશના જબલપુરમાં કાલી માતાનું એક મંદિર છે. આ મંદિરમાં કાલી માતાથી ગરમી સહન થતી નથી. તાપમાન વધતા જ માતાને પરસેવો થાય છે. તેથી અહીં ગર્ભગૃહમાં 24 કલાક એસી ચાલું રાખવામાં આવે છે. કોઈ કારણોસર એસી બંધ થઈ જાય છે તો મૂર્તિમાંથી પરસેવો નીકળવા લાગે છે. આવું શા માટે થાય છે એ વિશે હજું સુધી કોઈ સચોટ વાત જાણવા મળી નથી.