આ છે રામાયણ અને મહાભારત કાળ ના વિશાળકાય માનવો,કેટલાકને જોઈને તો તમે….

0
152

આજના સમયમાં જ્યારે લોકોની ઊંચાઈ લગભગ 5 થી 5.5 જેટલી હોય છે,પણ તમને એવો વિચાર આવે છે કે પ્રાચીન અથવા પૌરાણિક સમયમાં લોકો 20 થી 22 ફૂટના હતા. હિન્દુ પૌરાણિક કથા અનુસાર રાક્ષસો, દાનવો વિશાળ કદકાઠીના હતા. હિન્દુ પૌરાણિક કથા અનુસાર, મનુષ્ય વિશાળ લાંબા અને પહોળા રાક્ષસોની જેમ પૃથ્વી પર રહેતા હતા. પૌરાણિક કથા અનુસાર પ્રાચીન સમયમાં ફક્ત માણસો જ નહીં પ્રાણીઓ અને પક્ષીઓ પણ વિશાલ કાળના હતા,હિન્દુ ધર્મ પ્રમાણે સતયુગમાં આટલા વિશાળ માણસો હતા. પાછળથી ત્રેતાયુગમાં તેમની જાતિઓનો નાશ થયો.

વિશ્વમાં આજે જ્યારે ગણી જગ્યાએ 2 થી 6 ફુટનાં પગનાં નિશાન જોવા મળે છે. ત્યારે સવાલ થાય છે કે શું આ એક વિશાળ માણસના પગલાના ચિહ્નો છે કે શું માણસોએ હાથથી આવા પગલા બનાવ્યાં છે. ભગવાન શિવજી અને હનુમાનજી ના પગલાઓ ભારતમાં જોવા મળે છે, જે ખૂબ જ વિશાળ છે. ચાલો આપણે જાણીએ ભારતના મહાકાય મનુષ્યો વિશે જે વિરાટ કાળના હતા.

તાડકા–સુકેતુ નામના યક્ષની પુત્રી અને મરીચા-સુબાહુની માતા તાડકા પણ વિશાળ હતી. અગસ્ત્ય ૠષિ ના શ્રાપને કારણે તે રાક્ષસી બની ગઈ. તે સરયુ પાસે તપસ્વીઓ અને ઋષિઓને હેરાન કરતી હતી. તેમના યજ્ઞ વગેરેમાં વિઘ્ન નાખતી હતી,તાડકાના ત્રાસથી કંટાળીને વિશ્વામિત્ર એક દિવસ અયોધ્યા પહૉચ્યા અને રામ અને લક્ષ્મણની દશરથ પાસે તાડકાની હત્યા માટે માંગ કરી.તો રામ અને લક્ષ્મણ મુનિઓની રક્ષા હેઠળ તૈનાત કરવામાં આવ્યા હતા. અને તેમણે તાડકાનો વધ કર્યો.

જાંમવંત – રામાયણ કાળમાં પ્રભુ શ્રી રામની સેવામા જામવંત પણ હતા,અને તે પણ વિશાલ કદના હતા અને તેઓ રીંછ જાતિના અગ્રણી નેતા હતા જામવંતજી એ ખુબજ બુદ્ધિમાંન હતા તેનું ઉદાહરણ છે.રીંછ સસ્તન પ્રાણી છે. જોકે, હવે ફક્ત રીંછોની 8 પ્રજાતિઓ બાકી છે. સંસ્કૃતમાં રીંછને ‘રક્ષા’ કહેવામાં આવે છે. ચોક્કસપણે, જાંબાવંતની જાતિ અદૃશ્ય થઈ ગઈ છે. જોકે તે સંશોધનનો વિષય છે.જાંમવંત રાજાની સાથે સાથે ઇજનેર પણ હતા. સમુદ્રના કાંઠે, તેઓ એક પાલખ બાંધવાની તકનીક પણ જાણતા હતા.તેમણે એક એવું ઉપકરણ બનાવ્યું હતું જે તમામ પ્રકારના ઝેરી અણુઓને ગળી ગયું હતું,ભગવાન શ્રી કૃષ્ણએ જાંબવંતની પુત્રી સાથે લગ્ન કર્યાં હતાં.

હનુમાન- ‘વાનર’નો અર્થ હતો – જંગલમાં રહેતો નર .જેઓ પૂંછડીવાળા માણસો અને વાંદરા જેવા મોં વારા હતા. તે પણ કદ માં વિશાલ હતા,તે મહાકાય માનવીઓ પણ સામાન્ય મનુષ્ય સાથે શાંતિથી રહેતા હતા. તે જાતિઓમાં ‘કપિ’ નામની એક જાતિ સૌથી પ્રખ્યાત હતી. હનુમાનજી કપિ જાતિના વંશના હતા. દંડકારણ્ય સિવાય, દક્ષિણમાં મલય પર્વત અને ઋષિમુક પર્વતની આસપાસ વાંદરાઓનું શાસન હતું.ૠષિમુખ પર્વત કિશ્મિન્ધા નજીક સ્થિત છે, વાલ્મિકી રામાયણમાં તે વાનરોની રાજધાની છે.હનુમાનજી એ સીતાજીને શોધવા સમુદ્રને પાર કર્યો ત્યારે તેમણે ભવ્ય રૂપ ધારણ કર્યું, પછી તે આકાશના માર્ગે સમુદ્રને પાર કરીને લંકા પહોંચ્યા, એમ કહેવામાં આવે છે કે તેના પગલાની નિશાની આજે પણ શ્રીલંકામાં છે જ્યાં તેણે તેના પ્રથમ પગલા ભર્યા હતા. જેને ‘હનુમાન પદ’ કહેવામાં આવે છે.જે ખુબ જ મોટા પગલાં છે.

સુરસા- સમુદ્ર પાર કરતી વખતે હનુમાનજીનો સામનો સુરસા નામના નાગમાતા સાથે થયો જેણે એક વિશાળ રાક્ષસનું રૂપ લીધું હતું. સુરસાએ હનુમાનજીને રોકી અને તેમને પોતાનો ખોરાક બનવા કહ્યું. જ્યારે હનુમાનજીએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે માની નાઈ , ત્યારે હનુમાને કહ્યું, “ઠીક છે, મને ખાવ.”પછીથી હનુમાનજી મુખમાંથી બહાર આવી ગયા,સુરસા પણ કદકાઠી ની રીતે ખુબ જ વિશાલ હતી.

રાક્ષસી માયા – એક શૈતાની સમુદ્રમાં રહેતી હતી. માયા આકાશમાં ઉડતા પક્ષીઓને પકડતી હતી. જીવો જે આકાશમાં ઉડાન ભરતા હતાતેમને તે , પાણીમાં તેમની પડછાયો જોઈને તેમને ગળી જતી તે પણ ખુબજ વિશાલ અને ડરામણી હતી . હનુમાનજીએ તેમનો કપટ જાણીને તેની હત્યા કરી.રામાયણમાં તેનો ઉલ્લેખ છે.

કુંભકર્ણ – કુંભકર્ણને કોણ નથી જાણતું,તે રાવણનો ભાઈ હતો, જે 6 મહિના પછી એક દિવસ જાગતો અને ભોજન કર્યા પછી ફરીથી સુઈ જશે, કેમ કે તેમણે બ્રહ્માજીને ઇન્દ્રસનની જગ્યાએ નિદ્રાસનનો વરદાન માંગ્યો હતો. તેનું શરીર વિશાળ હતું. યુદ્ધ દરમિયાન કુંભકર્ણ કેવી રીતે જાગૃત થયા. કુંભકર્ણે યુદ્ધમાં તેના વિશાળ શરીરથી વાનરો પર હુમલો કરવાનું શરૂ કર્યું, આનાથી રામની સેનામાં હોબાળો મચી ગયો. સૈન્યના મનોબળને વધારવા માટે, રામે કુંભકર્ણને યુદ્ધ માટે પડકાર આપ્યો અને કુંભકર્ણએ ભગવાન રામના હાથે વીરગતિ પ્રાપ્ત કરી.

પૂતના -પૂતના એ કંસા દ્વારા મોકલેલી એક મહાકાય રાક્ષસી હતી . પુતના રાક્ષસી એ ભગવાન શ્રી કૃષ્ણનો વધ કરવા માટે ખૂબ જ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને આકાશ માર્ગે ગોકુલ પહોંચી ગોકુલ પહોંચ્યા પછી, તેણે નંદબાબાના મહેલમાં પ્રવેશ કર્યો અને શિશુની જેમ સૂતા હતા ત્યારે શ્રી કૃષ્ણને તેની ખોળામાં લઈ ગયા અને તેને ખવડાવવા લાગી, એવું કહેવામાં આવે છે કે પુતનાના સ્તનમાં ઝેર હતું. જલદી પુતના એ બાળક કૃષ્ણને સ્તનપાન કરાવ્યું. તે જ સમયે, કૃષ્ણે તેને મારી નાખી.

ઘટોત્કચ – ભીમના પુત્ર ઘટોત્કચ અને પૌત્ર બાર્બરિક વિશે એવું કહેવામાં આવે છે કે આ બંનેની સામાન્ય માણસો કરતા ઘણી ગણી ઉંચાઇ હતી. એવું માનવામાં આવે છે કે ભીમ પુત્ર ઘટોત્કચના પગ એટલો વિશાળ હતો કે તેણે લાત મારીને રથને ઘણા પગ પાછળ ફેંકી દીધો અને સૈનિકોને તેના પગ નીચે કચડી નાખતો. ઘટોત્કચ ભીમની અસુર પત્ની હિડિમ્બાનો પુત્ર હતો.ઘટોત્કચ પુત્ર બર્બરીક હતો.જેને આપણે બળિયાદેવ તરીકે જાણીયે છીએ , કર્ણ દ્વારા ઘટોત્કચ નો વધ કરવામાં આવ્યો હતો.

ભીમ અને હિડિમ્બા: એવું કહેવામાં આવે છે કે ભીમ પાસે દસ હજાર હાથીઓનું બળ હતું. તે સામાન્ય માનવીઓ કરતા ઘણો લાંબો અને પહોળો હતો. શિમલાથી 100 કિ.મી.ના અંતરે કારસોગ ખીણમાં આવેલ મમલેશ્વર મંદિર છે, લગભગ 5 હજાર વર્ષથી 2 મીટર લાંબી અને ત્રણ ફૂટ મોટું ઢોલ રાખવામાં આવી છે.કહેવાય છે કે આ ઢોલ ભીમનું છે.અને તે અજ્ઞાતવાસના સમયે તે આ ઢોલ વગાડતા હતા.વિચારીતો જુઓ ભીમ ખરેખર એક વિશાળ માણસ હશે?
ભીમે હિડિમ્બા સાથે લગ્ન કર્યાં હતાં. હિડિમ્બા ખૂબ મોટી સ્ત્રી હતી.ભારતના નાગાલેન્ડ રાજ્યના દિમાપુરમાં, હિડિમ્બા નામનો એક વાળો છે, જોકે આમાંથી કેટલાક ટુકડા હવે તૂટી ગયા છે. દિમાપુર એક સમયે હિડિમ્બાપુર તરીકે ઓળખાતું હતું.ભીમે જ વિશાલ રાક્ષસ બકાસુરનો વધ કર્યો હતો.