આ છે નારી નો પ્રેમ,300 થી વધારે સિંહ અને દીપડાનો જીવ બચાવી ચૂક્યાં છે રસીલા વાઢેર,જાણો તેમનાં વિશે.

0
232

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપના જીવન માં જાનવરો નું ઘણું મહત્વ છે અને બધા જ સજીવો ને આ દુનિયા માં જીવવાનો હક છે તે કારણે જાનવર ને બચાવા જરૂરી છે તેમજ મિત્રો બીજી બાજુ જોવા જઈએ તો સિંહ ની સંખ્યા ખૂબ ઓછી છે અને જો તેને કોઈ બચાવશે નહીં તો ટુક સમય માં તે પ્રજાતિ લુપ્ત થઈ જશે તે કારણે જાનવર ની દેખરેખ માટે ઘણા રસ્તા છે.

પરંતુ મિત્રો આજે અમે તમને આ લેખ માં એક મહિલા વિશે જણાવા જઇ રહ્યા છે જેને બહાદુરી નું કામ કર્યું છે અને જાનવરો ની જાન બચાવી છે તો ચાલો મિત્રો જાણીએ.ગીરની લાયન ક્વીન તરીકે ઓળખાતી રસિલા વાઢેર 2008માં લાઈમલાઈટમાં આવી હતી, જ્યારે તે ગીર નેશનલ પાર્કની પ્રથમ મહિલા ફોરેસ્ટ ગાર્ડ બની હતી. તેના અદમ્ય સાહસ અને જંગલી પ્રાણીઓનાં રેસ્ક્યૂને કારણે તેને દુનિયાભરમાં પ્રશંસા મળી હતી. હવે 33 વર્ષીય રસિલા વાઢેરને ગીર નેશનલ પાર્કમાં રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટના હેડ બનાવવામાં આવ્યા છે.

22 વર્ષ પહેલાં જ્યારે રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરાઈ હતી ત્યારથી કોઈપણ મહિલા આ પોસ્ટ પર રહી નથી. રસિલા વાઢેર રેસ્ક્યુ ડિપાર્ટમેન્ટમાં એવી પ્રથમ મહિલા છે કે જે હેડ બન્યા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલી એમ ચાર જિલ્લામાં એક વર્ષમાં 700થી પણ વધારે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવે છે.સિંહ અને ચિત્તો આવા પ્રાણીઓ જો સામે પણ આવી જાય તો સામાન્ય માણસો તે જગ્યા છોડી ભોગવાનું વિચારે પણ ગુજરાતની એક મહિલાએ આવા અબોલ પ્રાણી માટે જીવનદાતા બનીને સામે આવી છે.

તેણે હજી સુધીમાં 300 સિંહ અને 500 દીપડાઓના પ્રાણ બચાવ્યા છે. આ બહાદૂર મહિલાનું નામ છે રસીલા વાઢેરા. તે ગુજરાત ગીર નેશનલ પાર્કની વનકર્મી છે. અને તેમની આ ખૂબીની જાણકારી એક પોસ્ટ દ્વારા લાયન ડેના અવસરે મળી. 10 ઓગસ્ટના રોજ આઇએફએસ અધિકારી પરવીન કાસવાને આ મામલે ટ્વિટ કર્યું હતુંય અને તેમણે લોકોને પરવીન વિષે જણાવ્યું હતું. જે પછી પરવીન વિષે લોકો વખાણ કરતા નથી થાકતા.એક દાયકા સુધીના કેરિયરમાં રસીલા વાઢેરે 1100 જેટલાં જંગલી પ્રાણીઓને રેસ્ક્યૂ કર્યા છે.

અને હવે તે રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટને હેડ કરશે અને રેસ્ક્યૂના તમામ ઓપરેશન ઉપર દેખરેખ રાખશે. અને હવે સિંહ માનવીય વસાહતની વધારે નજીક પહોંચી જતાં આ તેમનાં માટે એક ચેલેન્જ સમાન હશે. ગીરમાં તે 18 ટ્રેકર સાથેની ટીમને લીડ કરે છે. પણ તેમની જોબ ફક્ત ચાર જિલ્લા સુધી જ સીમિત નથી.સાથે જ તેમણે આ ટ્વિટમાં પરવીનના કેટલાક ફોટો પણ શેર કર્યા હતા. જેમાં લખ્યું હતું કે મળો 36 વર્ષની રસીલા વાઢેરાને. જે ગીરમાં વનકર્મી છે. તેમણે હજી સુધી 1000 વધુ પ્રાણીઓની જીવ બચાવવામાં મદદ કરી છે.

જેમાં 300 સિંહ અને 500 દીપડા પણ છે. આ સિવાય મગર અને અજગર પણ સામેલ છે. આ જંગલામાં સિંહ કરતા પણ વધુ આત્મવિશ્વાસથી ચાલે છે.ઉલ્લેખનીય છે કે રસીલા વાઢેર ગુજરાતમાં ગીર નેશનલ પાર્કમાં લાંબા સમયથી કાર્યરત છે. તે તેમના વિભાગની પહેલી તેવી મહિલા છે જે પ્રાણીઓને બચાવવા ખંતપૂર્ણ રીતે સતત કામ કરી રહી છે. તેમણે 2007માં વનકર્મીની પરીક્ષા પાસ કરી હતી. અને તે પહેલા તે વાઇલ્ડ લાઇફ ગાઇડ હતી.2 મહિના પહેલાં જ રસિલા વાઢેરને સેન્ચુરી ઈન્સ્પેક્ટર તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા.

વાઢેરે કહ્યું કે, ગુજરાતમાં જ્યાં પણ રેસ્ક્યૂનો કોલ આવે છે, અને કોઈ એક્સપર્ટ ઉપલબ્ધ નથી હોતાં ત્યારે અમારી ટીમ એ સ્થળોએ પહોંચીને રેસ્કયુ ઓપરેશન હાથ ધરે છે. 2008માં વાઢેરને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં બેક ઓફિસની કામગીરી સોંપાઈ હતી. પણ ફિલ્ડ જોબની તીવ્ર ઈચ્છાને કારણે તેણે ફોરેસ્ટ ગાર્ડની જગ્યા માટે એપ્લાય કર્યું હતું અને બાદમાં તે સિલેક્ટ પણ થઈ ગઈ હતી.2007માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યમાં વન વિભાગમાં મહિલા ટીમનું ગઠન કર્યું હતું.

ગુજરાત આવું કરનાર તે સમયે પહેલું રાજ્ય હતું. ત્યારથી જ તે મહિલા વનકર્મી તરીકે સિંહ અને અન્ય પ્રાણીઓનું ધ્યાન રાખી રહી છે. 2008 માં રસીલાએ જંગલમાં ટીમ સાથે કામ કરવાની શરૂઆથ કરી. અને ત્યારથી તે રેસ્ક્યૂ ટીમ સાથે કામ કરી રહી છે.તેમનું કહેવું છે કે તેમના કામમાં કેટલા કલાક થાય છે તે નક્કી નથી હોતું. અને તે કોલ આવતા જ પ્રાણીઓને બચાવવા માટે નીકળી જાય છે.વાઢેર કહ્યું કે, મારી નોકરી 24 કલાકની છે. અને તમે ક્યારેય જાણી શકતાં નથી કે ક્યારે અને ક્યાં શું થશે.

આ ઉપરાંત વાઢેરને નવ મહિનાનો એક પુત્ર પણ છે. અને જ્યારે ઘરે કોઈ તેની દેખરેખ કરનાર ન હોય ત્યારે વાઢેર પોતાના પુત્રને લઈને રેસ્ક્યૂ ઓપરેશન માટે જાય છે.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ સિંહ વિશે અન્ય માહિતી.સમગ્ર એશિયામાં સિંહનું સરનામુ માત્ર ગીરમાં જ બચ્યું છે. ગીરમાં સિંહને પ્રાકૃતિક વાતાવરણ તો અનુકૂળ આવ્યું છે, પણ ગીરના સ્થાનિક લોકોએ સિંહને પરિવારની જેમ પ્રેમ કર્યો છે. પરિણામે સિંહ સચવાયા છે.

છેલ્લાં બે વર્ષમાં ૧૮૪ સિંહનાં મોત થયાંનું સરકારે જાહેર કર્યા બાદ ફરી એક વાર સિંહની સલામતીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.ગુજરાત સરકારે વિધાનસભામાં છેલ્લાં બે વર્ષમાં ૧૮૪ સિંહોનાં મૃત્યુ થયાનો આંકડો જાહેર કર્યો છે. વર્ષ ર૦૧૬માં ૧૦૪ અને વર્ષ ર૦૧૭માં ૮૦ સિંહોનાં મોત થયાનું સરકારે જાહેર કર્યું છે તે આંકડા સિંહોની સલામતીને લઈને ચિંતા ઉપજાવે છે, કારણ કે છેલ્લાં કેટલાંય વર્ષોના આંકડાઓ જોઈએ તો એક વર્ષમાં આટલી મોટી સંખ્યામાં સિંહનાં મોત થયાં નથી.

એશિયામાં એક માત્ર ગીર હવે સિંહનું રહેઠાણ બચ્યું છે અને ગુજરાત એ ગૌરવ લઈ શકે છે કે સિંહને માત્ર સાચવ્યા નથી, પણ તેનું સંવર્ધન કર્યું છે. ગીરમાં સિંહોની સંખ્યા સતત વધતી જાય છે જંગલ એરિયા ઘટી રહ્યો છે એટલે સિંહ જંગલ એરિયાની બહાર રેવન્યુ વિસ્તારમાં નીકળી રહ્યા છે. સવાલ એ છે કે માત્ર સરકારી તંત્રના ભરોસે સિંહ બચી શકશે?જંગલ એરિયામાંથી સિંહ જે બહાર આવી રહ્યા છે તેને માટે ખોરાક અને હુમલાઓ સહિતનો ખતરો ઊભો થયો છે.

છેલ્લાં બે વર્ષમાં ૧૮૪ સિંહનાં મોત થયાં તેમાં ૩ર મોત અકુદરતી થયાં છે તે ખરેખર ચિંતાનો વિષય છે. ગીરના જંગલમાં માલધારીઓના નેસ ઘટી રહ્યા છે. માલધારીઓ સિંહને પરિવારના સદસ્ય જેવો પ્રેમ કરતા હોય છે. ગીરમાં સિંહ સચવાયા હોય તો તેમાં માલધારીઓનો સિંહપ્રેમ એ મહત્ત્વનું કારણ છે, પણ છેલ્લા કેટલાક સમયથી જંગલમાંથી નેસ હટાવવામાં આવી રહ્યા છે. હાલ માત્ર પ૪ જેટલા જ નેસ બચ્યા છે. બીજી બાજુ સાવરકુંડલા જેવા શહેરી વિસ્તારની સોસાયટીઓથી માંડી ઘોઘા સુધી સિંહ રેવન્યુ વિસ્તાર સુધી પહોંચી રહ્યા છે.

સિંહના અભ્યાસુઓ કહે છે, સિંહ રોડ પર નીકળી જાય છે ત્યારે વાહનોની હડફેટે કે રેલવે ટ્રેક પર આવી જવાથી તેના જાન પર ખતરો ઊભો થાય છે. સિંહ દર્શનના નામે ખલેલ પહોંચાડવામાં આવી રહી છે. સિંહનાં ટોળાંની પાછળ વાહનો દોડાવવામાં આવે છે.બીજું, જંગલોમાં ખોરાકથી માંડી તેના જીવન માટેની દરેક જરૃરિયાતો મળી શકે છે, પણ રેવન્યુ વિસ્તારમાં એક વાર નીકળી ગયેલો સિંહ ફરી જંગલમાં જતો નથી તે સતત સંઘર્ષ કરતો રહે છે અને મોતને ભેટે છે.

સ્ટેટ વાઇલ્ડ લાઈફ બોર્ડના પૂર્વ સદસ્ય રવતુભા રાયજાદા પણ માને છે કે રેવન્યુ વિસ્તારમાં સિંહ સલામત નથી તેમ હું ચોક્કસ માનું છું. સિંહની સંખ્યા વધી રહી હોવાથી જંગલમાં સિંહ વચ્ચે ટેરટરીને લઈને ઇનફાઇટ વધી રહી છે. મજબૂત સિંહો નબળા સિંહને બહાર ધકેલતા રહે છે તો કેટલાક સિંહ ખોરાકની શોધમાં રેવન્યુ એરિયામાં છેક સોસાયટીઓ સુધી આવી જાય છે. સિંહ બચાવવા હોય તો માત્ર સિંહ તરફ જ નહીં જંગલમાં જે આખી કુદરતી રીતે તેને ખોરાક મળી રહે તેને બચાવવાથી માંડી આખી સિસ્ટમને બચાવી પડશે.

ગીરના જંગલની ક્ષમતા રપ૦ જેટલા સિંહને સાચવવાની છે તેની સામે ડબલ કરતાં વધુ સિંહોની વસતી થઈ ગઈ છે. સિંહ વધે છે તે સારી બાબત છે, પણ તેને સાચવવામાં અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. વન વિભાગમાં બીટ ગાર્ડ, ફોરેસ્ટર અને આરએફઓની જગ્યાઓ ખૂબ ખાલી પડી છે તેની અસર મોનિટરિંગ પર થાય છે.સિંહને ગીરનું જંગલ ટૂંકું પડતું ગયું,ગીર એક સમયે સિંહના શિકાર માટે જાણીતું હતું. નવાબી શાસનમાં ગીરના જંગલોમાં સિંહોના શિકાર થતા હતા.

ધીરે-ધીરે સ્થિતિ એવી સર્જાઈ કે ગીરના જંગલોમાં સિંહની વસ્તી લુપ્ત થવાના આરે આવી ગઈ. જૂનાગઢના નવાબે સિંહને સાચવવામાં રસ લીધો અને શિકાર પર પ્રતિબંધ મુક્યો હતો. નવાબના શાસન બાદ ગુજરાત રાજ્ય અલગ થયું ત્યાર બાદ સિંહોના જતન માટેના પ્રયાસો સરકાર તરફથી વધ્યા હતા. ૧૯૬પમાં ગીર અભયારણ્યનો ૧૧પ૩ કિ.મી.નો એરિયા રક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો. આમ છતાં પણ ગીરનું જંગલ સાવજને ટૂંકુ પડ્યું અને રક્ષિત વિસ્તાર વધારવાની માગણીઓ કરવામાં આવતાં ૧૯૭પમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો રપ૮ સ્ક્વેર કિ.મી.નો એરિયા રક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો.

ગીરના જંગલનું અભયારણ્ય હાલ ૧૪૧ર સ્ક્વેર કિ.મી.નો વિસ્તાર ધરાવે છે, જ્યારે જંગલ વિસ્તાર તો રર૦૦૦ કિ.મી.નો છે. સિંહની વસતી સતત વધતી રહી અને તેનું પરિણામ એ આવ્યું કે જંગલ એરિયામાંથી બહાર( રેવન્યુ એરિયા)માં સિંહનો વસવાટ વધતો ગયો. સરકારે એટલે જ ર૦૦૪માં મિતીયાળા અને ર૦૦૮માં ગિરનાર અભયારણ્ય જાહેર કર્યું હતું. રક્ષિત વિસ્તારમાં સમયાંતરે વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ સિંહની વસ્તી ૬૦૦ સુધી પહોંચી છે.

માલધારીઓ અને નેસ ઘટ્યા,ગીરમાં માલધારી અને સિંહોનું એક સિક્કાની બે બાજુ જેવું છે. ગીરનાં જંગલોમાં સિંહના વસવાટની સાથે માલધારીઓના વસવાટ માટેના નેસ પણ ખૂબ જાણીતા છે. ગીરમાં સિંહની પ્રજાતિ સચવાઈ તે માટે સૌથી મહત્ત્વનું કારણ હોય તો એ છે કે ગીરના માલધારીઓનો સિંહપ્રેમ છે. વાઇલ્ડ લાઇફના જાણકારો ત્યાં સુધી કહે છે,ગીરના નેસમાંથી સિંહ મારણ કરી જાય તો પણ માલધારીઓમાં સિંહ પ્રત્યે વેરભાવના જોવા મળતી નથી.

જ્યારે અન્ય જંગલોમાં સ્થાનિક પ્રજાઓ બદલો લેવા મારણમાં ઝેર નાખતી હોય છે. માલધારીઓ સિંહોને પોતાના પરિવારની જેમ સાચવતા હોય છે એટલે જ ગીરમાં સિંહ બચ્યા છે. જોકે કમનસીબે ગીરમાં માલધારીઓ અને નેસની સંખ્યા ઘટી રહી છે. એક સમયે ગીરમાં ૧રપથી વધુ નેસ જોવા મળતા હતા, જ્યારે હાલ સત્તાવાર આંકડા મુજબ માત્ર પ૪ નેસ જ છે. હાલ ૬૦૦ જેટલા પરિવારોની આશરે ૪૦૦૦ જેટલી વસતી બચી છે. વન વિભાગે માલધારીઓને પેકેજ આપીને અન્ય જગ્યાએ વસાવી રહી છે.

સાસણની બાજુમાં આવેલા ભોજદે ગામના રહીશો કહે છે,માલધારીઓ ગીરમાં હોય તો પશુઓની સંખ્યા પણ વધારે હોય, પરિણામે સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓને ખોરાક મળી રહેતો હતો. હવે માલધારીઓ દૂર જતા રહેતા સિંહને ખોરાક માટે જંગલની બહાર નીકળવું પડે છે. બીજુ, ટૂરિઝમ વધ્યું છે. ગીરમાં પ્રવાસીઓની અવર-જવર વધી હોવાથી સિંહને ખલેલ પહોંચી રહી છે.ગીરમાં નેસડા હતા તે સતત ઘટતાં રહ્યા છે. નેસ અને માલધારીઓની સંખ્યા ઘટી છે. અગાઉ ગીરનાં જંગલોમાં વન વિભાગની ટુકડીઓ ફેરણું કરતી મતલબ કે પગપાળા જંગલની અંદર ફરતા હતા.

હવે વન વિભાગનાં સ્ટાફ જંગલોમાં ગાડીઓમાં ફરતો થયો છે. એટલે જંગલની અંદરની કેટલીક હકીકતોથી તેઓ અજાણ રહેતા હોય છે.છેલ્લાં ૪૦ વર્ષથી ગીરનું જંગલ ખૂંદતા રમેશભાઈ રાવલ કહે છે,ગીરમાં સિંહને બચાવવા સાચા અર્થમાં લોકજાગૃતિની જરૃર છે. માત્ર સરકારી પ્રયાસો પૂરતાં નથી અને સરકારને કહ્યું હતું, સિંહને જંગલમાં ઘર નહીં મળે તો તે બહાર શોધવા નીકળી જશે.

ટૂરિઝમ વધ્યું છે તેની સામે એક નબળું પાસું એ સામે આવ્યું છે કે લાયનના કોરિડોર ખતમ થઈ રહ્યા છે. હોટલો અને રિસોર્ટ વધતાં ગયાં તેમ-તેમ સિંહનાં રહેઠાણો અને તેમના રૃટ બદલતા ગયા છે. વાઇલ્ડ લાઈફ ડિસ્ટર્બ થઈ રહ્યું છે.એક સમયે સરકાર જ લાયન શૉ કરતી,ગીરમા થતાં લાયન શૉ હંમેશાં ચર્ચામાં રહ્યા છે. એક સમય હતો કે વન વિભાગ ખુદ લાયન શૉ કરતો હતો જ્યારે કોઈ વીવીઆઈપી ગીરની મુલાકાતે આવતા હતા ત્યારે મારણ મુકીને લાયન શૉ કરવામાં આવતા હતા.

પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ગીરની મુલાકાતે આવ્યા હતા ત્યારે સરકારી તંત્રએ જ લાયન શૉ કરી તેમને સિંહ દર્શન કરાવ્યું હતુ. ૧૯૮૭ સુધી ગીરમાં સરકાર ખુદ મારણ આપીને લાયન શૉ કરાવતી હતી, પણ આ મુદ્દે ખૂબ ચર્ચાઓ અને ફરિયાદો ઊઠતા અંતે સરકારે આવા લાયન શૉ પર પ્રતિબંધ મુક્યો હતો. હવે તો સિંહ દર્શન જોવા જવાની એક ફેશન થઈ પડી છે. સિંહ પર આવી હરકતોથી જોખમ વધી જાય છે.કયા જિલ્લામાં કેટલા સિંહ છે?ગીરમાં સિંહની વસ્તીની ગણતરી હાલ દર પાંચ વર્ષે કરવામાં આવે છે.

અંગ્રેજોના શાસનકાળથી ગીરમાં સિંહની ગણતરી શરૃ કરવામાં આવી હતી. સોૈ પહેલાં ૧૮૮૦માં કર્નલ વોટસને ગણતરી કરાવી હતી ત્યારે માત્ર ૧ર સિંહનો જ ગીરમાં વસવાટ હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત રાજ્ય અલગ થયું ત્યાર બાદ પ્રથમવાર ૧૯૬૮માં ગણતરી કરાઈ ત્યારે ૧૭૭ સિંહ હોવાનું માલૂમ પડ્યું હતું. બાદમાં સતત સિંહની સંખ્યા વધતી ગઈ. ૧૯૧૦માં ૪૧૧ સિંહ હતા તે છેલ્લે વર્ષ ૧૯૧પમાં જ્યારે ગણતરી કરાઈ ત્યારે સંખ્યા પર૩ થઈ હતી. એક સમયે માત્ર જૂનાગઢ જિલ્લામાં જ સિંહ જોવા મળતા હતા, પણ હવે ટેરેટરી મોટી થઈ છે, હાલ કયા જિલ્લામાં કેટલા સિંહ છે તે જોઈએ તો જૂનાગઢ ર૬૮, ગીર સોમનાથ ૪૪, અમરેલી ૧૭૪ અને ભાવનગર જિલ્લામાં ૩૭ સિંહનો વસવાટ છે.