આ છે એક્સન હીરો ટાઇગર શ્રોફ નું ઘર,અહીં રહે ફેમિલી સાથે,જોવો શાનદાર ઘર ની તસવીરો….

0
167

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંબોલીવુડનાં નવી પેઢીનાં સ્ટાર્સમાં ટાઇગર શ્રોફ ઘણો અલગ તરી આવે છે. ટાઇગર શ્રોફ એટલે બોલીવુડના મજેદાર અભિનેતા જેકી શ્રોફનો પ્રતિભાશાળી પુત્ર.હિન્દી ફિલ્મોનો નવો એક્શન સ્ટાર.

ટાઇગર કહે છે, મને બાળપણથી જ એક્શનનું જબરું આકર્ષણ રહ્યું છે.વળી,હું શાળામાં પણ મારા મિત્રો સાથે જુદી જુદી રમતો વધુ રમતો.ભણવામાં ઓછું ધ્યાન આપતો.એક વખત હું ઘરે મારા પિતા જેકી શ્રોફ સાથે ટેલિવિઝનના કાર્યક્રમો નિહાળતો હતો.જુદી જુદી ચેનલો બદલાતાં એક ચેનલ પર માર્શલ આર્ટ્સના આલા દરજ્જાનાખેલાડી અને હોલીવુડના અભિનેતા બુ્રસ લી ની યાદગાર ફિલ્મ એન્ટર ધ ડ્રેગોન જોઇ.

ફિલ્મમાં બુ્રસ લી નાં અદભૂત અને જીવસટોસટનાં એક્શન દ્રશ્યો મને બહુ ગમ્યાં.મારા મન પર બુ્રસ લી છવાઇ ગયા. મને તેમના જેવા એક્શન સ્ટાર બનવાની ઇચ્છા થઇ. મારા મનના ઉંડા ખૂણામાં એક બળવાન અને બુદ્ધિશાળી પુરુષબનવાનાં સપનાં સળવળ્યાં.હજી હમણાં જ બાગી-૨ ફિલ્મમાં સુપરહીટ એક્શન કરનારો ટાઇગર શ્રોફ કહે છે, મારી આ ઇચ્છાને મારાં માતાપિતાએ પૂરી કરી.એટલે કે મને કરાટે ક્લાસમાં તાલીમ માટે મોકલ્યો હતો. તે દરમિયાન મેં માર્શલ આર્ટ્સની વિવિધ તાલીમ પણ લીધી. સાથોસાથ ડાન્સની પણ તાલીમ લીધી.

ખરું કહું તો મને હોલીવુડના મોટાગજાના એક્શન સ્ટાર્સ સિલ્વેસ્ટર સ્ટેલોન,આર્નોલ્ડ સ્કવાર્ઝેનેગર,બુ્રસ લી,જેકી ચેન,ટોમ ક્રૂઝ,વિલ સ્મિથ અને બ્રાડ પીટ્ટ વગેરેમાંથી ભરપૂર પ્રેરણા મળી છે. હોલીવુડના આ બધા સ્ટાર્સ એકશન હીરો તરીકે વિશ્વભરમાં જાણીતા છે. ફિલ્મોમાં એક્શન એ તો જગતભરમાં સર્વમાન્ય ભાષા ગણાય છે.હા, એક્શન ખોટા અર્થમાં રજૂ ન થવી જોઇએ. તેની કથા-પટકથા મજબૂત અને અર્થસભર હોવી જોઇએ અને તેમાં એક્શન સાથે સંવેદના,પ્રેમ,રોમાંચ અને સંઘર્ષ વગેરે પાસાં હોવાં જરૂરી છે.દર્શકોને ક્યાંય એક્શનનો અતિરેક ન લાગવો જોઇએ.

ટાઇગર શ્રોફ તેના બાળપણના કુમળા માનસમાં ફૂટતી ઇચ્છાની કબૂલાત કરતાં કહે છે, એ તબક્કે મને સતત એવા વિચાર આવતા કે હું કોઇ ગગનચુંબી પર્વતના શિખર પર કે બહુમાળી ઇમારતની ટોચ પર ઉભો છું. લશ્કરનો સૈનિક છું અને કટોકટીમાં મૂકાયેલા દેશ કે કોઇ વ્યક્તિને હું મદદ કરી રહ્યો છું. આવા સાહસિક વિચારોએ જ મને બોલીવુડમાં કામ કરવાની ભરપૂર પ્રેરણા આપી.આજે હું આ જ પ્રેરણાસ્રોતથી આગળ વધી રહ્યો છું.

બોલીવુડમાં પોતાની અલગ અને અનોખી છબી-પ્રતિભા વિકસાવવા સતત પ્રયત્નશીલ ટાઇગર કહે છે, હાલના તબક્કે હું બોલીવુડમાં સંપૂર્ણપણે સ્થિર થઇ જવા ઇચ્છું છું.મારાં ચાહકોને ભરપૂર મનોરંજન આપવા ઇચ્છું છું.ત્યારબાદ હું પણ વિવિધ પ્રકારની અને પ્રયોગશીલ ભૂમિકાઓ સ્વીકારીશ.હા,હું બોલીવુડના સિનિયર અભિનેતા જેકી શ્રોફનો પુત્ર હોવાથી મારી સરખામણી તેમની સાથે થાય તે સહજ છે. અમને બંનેને એક સાથે ચમકાવવા ઘણી ઓફર થાય છે પણ હજી સુધી કોઇ મજેદાર કથા નથી મળી.એટલે હાલના તબક્કે તો હુ અને મારા પિતાજી કોઇ ફિલ્મમાં સાથે કામ કરતા નથી.

જોકે ખરું કહું તો મને મારા પિતાજી સાથે કામ કરવાનું નહીં ગમે. હું તો સેટ પરથી જ ભાગી જઇશ.આમ પણ હું મારા પિતાજી સાથે મારી ફિલ્મો વિશે વાતચીત નથી કરતો.હા, ફિલ્મ સંપૂર્ણપણે તૈયાર થઇ જાય ત્યારે તેમને જોવા માટે વિનંતી કરું છું.મારી ફિલ્મ જોઇને ફક્ત એટલું જ કહે, મજેદાર કામ કર્યું છુે.તુ પાસ થઇ ગયો.આમ છતાં ફિલ્મ જોતાં જોતાં તે શું વિચારતા હશે તે હું સમજી શકતો નથી.

બાગી,બાગી-૨,મુન્ના માઇકલ અને ફ્લાઇંગ જાટ વગેરે ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવનારો ટાઇગર શ્રોફ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, હું એક કલાકાર તરીકે ફિલ્મના પડદા પર જે કોઇ ભૂમિકાઓ ભજવું છું તે મારા અંગત જીવન કરતાં જુદાં હોય તે સ્વાભાવિક છે.જોકે હું અંગત જીવનમાં શાંત અને શરમાળ છું. હું એક સારા માનવી તરીકે જીવવા અને બીજાંને એક કે બીજી રીતે મદદરૂપ થવા પ્રયાસ કરતો રહું છું.મારા જીવનમાં ક્યાંય કોઇ ડાઘ ન લાગે તેનો ખ્યાલ રાખું છું.

પોતાની દમદાર બોડી ની સાથોસાથ જબરદસ્ત એક્શન સીન અને શાનદાર ડાન્સ ને લીધે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર ટાઇગર શ્રોફે બોલીવુડ મા પોતાની એક ખાસ જગ્યા બનાવી ચુક્યા છે. બહુ ઓછા સમયમા તેણે ઘણી લોકપ્રિયતા મેળવી લીધી છે. એમની લોકપ્રિયતા તો આ સમયે ચરમસીમાએ છે, સાથોસાથ બોક્સ ઓફિસ પર પણ તેની બોલબાલા છે અને એમણે ખુદ ને સાબિત કરીને દેખાડી દીધા છે. એ રીતે ટાઇગર શ્રોફ હવે સફળતા ની સીડીઓ ચઢતા જઈ રહ્યા છે.

ટાઇગર શ્રોફ પોતાના જમાના ના પ્રખ્યાત અભિનેતા જેકી શ્રોફ ના પુત્ર છે. ટાઇગર હમણા તો પોતાની ફિલ્મો કરતા વધુ પોતાની રિલેશનશિપ ને લઈને ચર્ચાઓ રહે છે. હમણા તો તેમનુ નામ દિશા પટાની સાથે ખુબ જ ચર્ચાઈ રહ્યું છે. તેમની જેમ દિશા પણ એક બોલીવુડ અભિનેત્રી છે અને તેમને ડાન્સ નો ઘણો શોખ છે. બંને ઘણી સામાજિક અવસરો પર સાથે જોવા મળ્યા છે. ખુબ જ ઓછા સમયમા ટાઈગરે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી લીધી છે. મુંબઈ ના કાર્ટર રોડ પર તે પોતાના પરિવાર સાથે રહે છે. તેમનુ ઘર ખુબ જ આલીશાન છે.

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફના નવા ઘરની ફરી એકવાર ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટાઇગર આગામી વર્ષના એપ્રિલમાં તેના આખા પરિવાર સાથે નવા ઘરમાં શિફ્ટ થશે. તેની માતા આયેશા શ્રોફ ફર્નિચર અને ડેકોરેશનથી લઈને દરેક વસ્તુની સંપૂર્ણ સંભાળ લઈ રહી છે. ટાઇગરના આ નવા ઘરની કિંમતનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તેમાં 8 બેડરૂમ છે.

છેલ્લા બે વર્ષ થી તેમનો પરિવાર અહીંયા જ રહે છે. ટાઇગર ના સી-ફેસિંગ ઘર થી અરબ સાગર નો સુંદર નજારો જોવા મળે છે. આ ઘર ની કિંમત ૫૬ કરોડ રૂપિયા છે. બોલીવુડ ના મિસ્ટર પર્ફેકનિસ્ટ આમિર ખાન પણ આ બિલ્ડિંગ મા જ રહે છે. બિલ્ડિંગ ના ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર પર ટાઇગર નુ ઘર છે. તેમણે પોતાના ઘર ને ખુબ જ સુંદર રીતે સજાવીને રાખ્યુ છે. અહીંયા તેમની જીવનશૈલી મુજબ ની બધી જ સુખ-સુવિધાઓ ઉપલબ્ધ છે. બન્ને ભાઈ બહેન ફિટનેસ પર ખુબ જ ધ્યાન રાખે છે માટે તેમના ઘરમા એક જિમ પણ છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટાઇગર શ્રોફનું ઘર જોન અબ્રાહમના ભાઈ એલન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. એલન પહેલી ઇન્ટિરિયર ડિઝાઇન છે અને આ અગાઉ તેણે બોલિવૂડ સેલેબ્સના ઘરોની ડિઝાઈન કર્યા છે.

તેમના ઘર ની દીવાલો સફેદ રંગ ની છે અને જે દેખાવમા ખુબજ રોયલ લાગે છે. ઘર ના ફર્શ ને સુંદર તેમજ મોંઘા કાર્પેટ થી સજાવેલા છે. હોલ ની સામે ની આખી દીવાલ કાંચ ની છે. હોલ ની અંદર સાઈડ ટેબલ પર ટાઈગર ની એક તસ્વીર પણ જોવા મળશે. હાલમા જ તેમણે પોતાના પૈસા થી એક બી.એમ.ડબ્લ્યુ ૫ સિરીઝ ની નવી કાર ખરીદી છે. તેમની આ લગ્ઝીરીય્સ કાર સફેદ રંગ ની છે. તેમને ગાડીઓ નો ખુબ જ શોખ છે. તેમની આ નવી કાર ની કિંમત ૪૯ લાખ રૂપિયા જાણવા મળી રહી છે. સૌથી મોટી વાત છે કે આ કારમા તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

થોડા સમય પેહલા જ ટાઇગર પોતાની આ નવી કાર સાથે મુંબઈ ના રસ્તા પર જોવા મળ્યા હતા. તેમની આવનારી ફિલ્મો ની જો વાત કરવામા આવે તો એ ફિલ્મ રેંબો ની સાથે હિરોપંતી ૨ ની તૈયારીઓમા છે. પ્રાપ્ત થી ખબરો પ્રમાણે બંને જ ફિલ્મો નુ શૂટિંગ જલ્દી જ શરૂ થવા જઈ રહ્યું છે અને ટાઇગર તેના માટે કમર કસી ચુક્યા છે. છેલ્લી વાર એ શ્રદ્ધા કપૂરની સાથે બાગી ૩ મા દેખાયા હતા. લોકડાઉન ના થોડા સમય પહેલા જ રિલીઝ થયેલ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી.છેલ્લે તેઓ શ્રદ્ધા કપૂરની સાથે બાગી-૩ માં જોવા મળ્યા હતા. લોકડાઉનનાં થોડા સમય પહેલાં જ આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી પણ કરી હતી.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ