આ છે ભગવાન વિષ્ણુજીનું અનોખું ધામ અહીં 6 મહિના સુધી દેવતાઓ કરે છે પૂજા.

0
297

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, ઉતરાખંડના શ્રીધામ બદ્રીનાથમાં હાલ કુદરત દ્વારા ખુબ જ સુંદર શ્રૃંગાર કરવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુનું સર્વશ્રેષ્ઠ ધામ બદ્રીનાથ હાલના સમયે ડોઠથી 2 ફુટ બરફની મોટી ચાદરની આગોશમાં છે. ઠંડીમાં ભગવાનનાં કપાટ બંધ છે. માન્યતા છે કે આ સમયે ભગવાન બદ્રીની પુજા અર્ચના ભગવાન નારદ દ્વારા કરવામાં આવે છે.

માટે આ કપાટ 6 મહિના માટે બંધ જ રાખવામાં આવે છે.માન્યતા અનુસાર આ સમયે ભગવાન બદ્રીનાથ મનુષ્યને દર્શન નથી આપતા. પરંતુ શીયાળામાં અહીં દર્શન દેવતાઓ માટે હોય છે. આ સમયમાં અહીં દેવતાઓની પુજા-પાઠ ચાલતી હોય છે. આ પહેલું ધામ છે જ્યાં 6 મહિના મનુષ્યો દ્વારા પુજા કરવામાં આવે છે અને 6 મહિના દેવદાઓ દ્વારા પુજા કરવામાં આવે છે.

હાલના સમયે અહીં દેવતાઓનો સમય ચાલી રહ્યો છે અને કપાટ બંધ છે પરંતુ કુદરત મહેરબાન છે. ભગવાનનાં ધામનો શ્રૃંગાર રોજિંદી રીતે બરફવર્ષાથી થાય છે. સમગ્ર ધામમાં એકદમ સફેદ ચાદર છવાઇ ગઇ છે. કુદરતે પણ આ ધામને એવી રીતે સજાવ્યું છે એવી સજાવટ બદ્રીનાથ ધામમાં ક્યારે પણ નહી થઇ હોય.બદ્રીનાથ ધામ એકદમ સુંદર સફેદ મખમલી બરફની ચાદરથી ઢંકાયેલું છે. અહીં કુદર અને દેવતાઓની મહેરબાની છે કે શીયાળામાં ધામમાં મનુષ્યનો પ્રવેશ પ્રતિબંધિત રહે છે. પરંતુ કુદરત અહીં હંમેશા માટે મહેરબાન રહે છે. આ સમય દરમિયાન અહીં માત્ર ITBPના જવાનો, સેના અને મંદિરની સુરક્ષામાં રહેલા જવાનો જ અહીં હોય છે.

ચીન સીમા પર રહેલ અંતિમ પોસ્ટ માણામાં દેશના સંરક્ષણ સાથે જોડાયલા જવાનો રહે છે. બીજી તરફ બદ્રીનાથમાં મંદિરની સુરક્ષામાં રહેલા પોલીસનાં કેટલાક જવાનો અહીં રહે છે. બદ્રીનાથ ધામ જતા પહેલા હનુમાન ચટ્ટીથી આગળ જવા માટે તંત્રની વિશેષ પરવાનગીની જરૂર પડે છે, ત્યારે જ કોઇ સામાન્ય માણસ બદ્રીનાથ જઇ શકે તેમ છે.

બદ્રીનાથ ભારત દેશની ઉત્તર દિશામાં આવેલા હિમાલય પર્વતમાળામાં આવેલા ઉત્તરાંચલ રાજ્યમાં આવેલું હિંદુ ધર્મના લોકોનું મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામનો ભારતના ચારધામ અને ઉત્તરાંચલના ચારધામ એમ બંનેમાં સમાવેશ થાય છે. અલકનંદા નદીના કિનારે વસેલા આ તીર્થધામ ખાતે આવેલું મંદિર ભગવાન વિષ્ણુના એક રુપ બદ્રીનારાયણને સમર્પિત છે. આ મંદિરની સ્થાપના ૯મી સદીમાં આદિ શંકરાચાર્યજીએ કરી હતી. બદ્રીનાથ ઋષિકેશથી આશરે ૨૯૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

બદ્રીનાથ મંદિર થી એક દંતકથા સંકળાયેલ છે. આ દંતકથા મુજબ બદ્રીનાથ ભગવાન શિવનો નિવાસ સ્થાન હતું,અને ભગવાન શિવઆ જગ્યા પર પાર્વતીમાં ની સાથે રહેતા હતા. ભગવાન વિષ્ણુ તેમના ધ્યાન યોગ માટે પૃથ્વી પર એક સ્થળ શોધી રહ્યા હતા.પછી તે બદ્રીનાથ આવ્યા. બદ્રીનાથ તેમને ખુબજ પસદ આવ્યું પરંતુ આ જગ્યા પર ભગવાન શિવ અને પાર્વતીમાં રહેતા હતા. બદ્રીનાથને પોતાનું સ્થાન બનાવવા માટે, ભગવાન વિષ્ણુએ એક બાળકનું સ્વરૂપ ધારણ કરી લીધું અને આ જગ્યા પર સ્થિત ઋષિ ગંગા અને અલકનંદા નદી ના સંગમ ના નજીક રડવા લાગ્યા.

બાળક ના રડવાનો અવાજ સાંભળીને પાર્વતી માં તરતજ તેની પાસે ગયા. બાળક ને પાર્વતીમાં પોતાની સાથે બદ્રીનાથ સ્થિત પોતાના ઘરે લઇ જવાની જીદ શિવ ભગવાન ને કરવા લાગી. શિવ ભગવાન એ પાર્વતી મને ઘણા સમજાવ્યા પરંતુ પાર્વતી નહીં માની અને પોતાની સાથે બાળક ને પોતાના ઘરે લઇ આવી.તેમજ, એક દિવસ ભગવાન શિવ અને પાર્વતી માતા કેટલાક કામના કારણે ઘરમાંથી બહાર ગયા અને જ્યારે પાછા પોતાના ઘરે આવ્યા તો તેમને પોતાના ઘર ના દરવાજા ને બંધ જોયું. ઘર ના દરવાજા ને બંધ જોઈને પાર્વતીમાં એ શિવ જી ને કહ્યું, આપણે તો બહાર હતા તો ઘર એ અંદર થી કોને બંધ કર્યું.

શિવ ભગવાન એ પાર્વતી માં ને કહ્યું કે તું જે બાળક ને ઘરે લઈ ને આવી હતી તેને દરવાજો બંધ કરો દીધો છે. અને તે બાળક વિષ્ણુ ભગવાન હતા. ત્યારથી આ જગ્યા પર વિષ્ણુ ભગવાન નો અધિકાર થઈ ગયો. અને પાર્વતી માં અને શિવજી બદ્રીનાથ ને છોડીને કેદારનાથ જતા રહ્યા.

જોકે એવું પણ માનવામાં આવે છે કે જ્યારે પાર્વતી માતા ને વિષ્ણુ જી બાળક રૂપમાં મળ્યા હતા ત્યારે પાર્વતીમાં એ તેમને પૂછ્યું કે તમારે શુ જોઈએ? ત્યારે બાળક એટલે કે વિષ્ણુ ભગવાન એ તેમને એ જગ્યા માંગી લીધી હતી. ત્યારબાદ પાર્વતી અમે શિવ ભગવાન આ જગ્યાથી જતા રહ્યા અને બદ્રીનાથ ને વિષ્ણુ ભગવાન એ પોતાના નિવાસ સ્થાન બનાવી લીધું.

આવી રીતે પડ્યું બદ્રીનાથ મંદિર નું નામ.એક દંતકથા અનુસાર, એકવાર માતા લક્ષ્‍મી ભગવાન વિષ્ણુ થી નિરાશ થઈ ને પોતાના પિયર માં જતા રહ્યા માં લક્ષ્‍મી ને સમજાવા માટે ભગવાન વિષ્ણુ એ કઠોર તાપશ્યા કરી. ભગવાન વિષ્ણુની આ તાપશ્યા જોઈને, માતા લક્ષ્‍મી માની ગયા અને તે ભગવાન વિષ્ણુને મળવા માટે આ સ્થળ પર પહોંચી ગયા. આ સ્થળે, ભગવાન વિષ્ણુ બદરી નામના વૃક્ષની બાજુમાં બેસીને તપસ્યા કરી રહ્યા હતા અમે ત્યારે આ જગ્યા નું નામ માં લક્ષ્‍મી એ ‘બદ્રીનાથ’ રાખી દીધું.

બદ્રીનાથ મંદિરનું બાંધકામ.એવું માનવામાં આવે છે કે આદિ ગુરુ શંકરાચાર્યે આ મંદિરનું નિર્માણ કર્યું હતું અને આ મંદિર 8 મી સદીમાં બાંધવામાં આવ્યું હતું. બદ્રીનાથ મંદિર ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે જો કે ગર્ભગૃહ દર્શનમંડપ અને સંભાખંડ છે. આ મંદિરની અંદર કુલ 15 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.મંદિર સાથે સબંધિત જાણકારી.બદ્રીનાથ મંદિર માં પ્રસાદ ના રૂપે ચના ની કાચી દાળ, ગિરી નો ગોલો અને મીશ્રી ચડાવામાં આવે છે. જો કે વનતુલસી ની માળા ભગવાન ને ચડાવામાં આવે છે. એવું કહેવાય છે કે વેદવ્યાસ એ મહાભારત આજ જગ્યા પર લખી હતી સ્વર્ગમાં જતા પહેલાં, પાંડવ આ જગ્યાએ આવ્યા હતા. અને આ જગ્યા તેમનું છેલ્લું સ્થાન હતું.

અલકનંદાનો બ્રિજપસાર કરીએ એટલે બહુજ સરસ અને અને વિશાલ બદ્રીનાથનું મંદિર આવે. એટલે જ આ મંદિરને બદરી વિશાલ કહેવામાં આવે છે. ઠંડી હિમગાર અલકનંદા પાસે જ ગરમ પાણીના કુંડો છે. એમાં નાહ્યા પછી જ મંદિર માણવાની બહુજ મજા આવે. બદ્રીનાથથી આગળ પહાડી નંદાદેવી નેશનલ પાર્ક આવે અને પછી ચીનની સરહદ. ઉત્તરાપથનું યાત્રાધામ અનેક પર્વતીયરસ્તાઓ અને નયનરમ્ય પહાડોની મજા માણતા બહુ જ આસનીથી ત્યાં પહોંચી શકાય છે. જે જોવાનું છે એ તો મુસાફરીમાં બહાર દેખાતી હિમાલયની પ્રકૃતિ, બાકી દર્શન બહુ દુર્લભ નથી જ. આ બદ્રીનાથ એ ભારતનાં ચાર ધામો માનું પણ એક છે અને ચાર મઠોમાનું પણ એક છે. આ બદરી વિશાલનું મંદિર છે બહુ જ સરસ.

સમગ્ર દેશ અને વિદેશથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિરે દર્શનાર્થે આવે છે. ઉત્તરાખંડ સ્થિત ચારધામની યાત્રા આ વખતે થઈ ચુકી છે અને બદ્રીનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખુલી ચુક્યા છે.પરંતુ કોરોના કાળ હોવાથી ત્યાં ના જ લોકો ને દર્શન કરવા માટે જવા દઈ છે, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આવનારા સમયમાં બદ્રીનાથ ધામના દર્શન આ ધામમાં શક્ય નહી થઈ શકે. આ વાતની જાણકારી બદ્રીનાથની કથાઓમાં મળે છે.બીજા ક્યા ક્યા છે બદ્રી,ભગવાન બદ્રી પાચ કેદારની જેમ પાચ બદ્રી છે. આ પાચ બદ્રીનો સંબંધ અલગ અલગ કાળસાથે છે. આજે આપણે જ્યાં ભગવાન બદ્રીનાથનું પૂજન કરીએ છીએ, આ ધામની સ્થાપના આદિ ગુરૂ શંકરાચાર્યએ આઠમી શતાબ્દીમાં કરી હતી. આ સિવાય ધ્યાન બદ્રી, વૃદ્ધ બદ્રી, યોગધ્યાન બદ્રી અને ભવિષ્ય બદ્રીનું મહત્વ છે.