આ છે સરદાર વલ્લભભાઈ પટેલનો પરિવાર?,જાણો હાલ શુ કરે છે,જોવો પરિવાર ની ખાસ તસવીરો….

0
555

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને રસપ્રદ માહિતી જણાવા જઇ રહ્યા છે, આ લેખ માં અમે તમને સરદાર પટેલ અને તેમના પરિવાર વિશે જણાવા જઇ રહ્યા છે તો ચાલો જાણીએ.સરદાર પટેલ નો ઉછેર ગુજરાતના કરમસદ ગામમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી.

વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા. અને તેમની સફળ વકીલાત દરમ્યાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી.

તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.સરદાર પટેલ રાજકારણમાં વંશવાદના વિરોધી હતા. કહેવાય છે કે તેમણે કડક સુચના આપી હતી કે જ્યાં સુધી તેઓ દિલ્હીમાં છે ત્યાં સુધી તેમના પરીવારના સભ્યો દિલ્હી નહીં આવે ન તો તેમનો સંપર્ક કરશે. કારણ એટલું હતું કે તેમના નામનો કોઈ દુરઉપયોગ ન કરે. જો કે તેમનો પરીવાર બહોળો ન હતો.

પટેલના પરીવારમાં એક દીકરો અને એક દીકરી હતા જે આઝાદી પછી રાજકારણમાં સક્રીય થયા. તો ચાલો જાણીએ કે સરદાર પટેલના પરીવારના સભ્યો હાલ ક્યાં છે અને શું કરે છે.મણિબેન,મણિબેન સરદાર પટેલની મોટી દીકરી હતા ત્યારબાદ તેમના દીકરા ડાયાભાઈ હતા. મણિબેન પટેલનો જન્મ 1903માં થયા હતો જ્યારે ડાયાભાઈનો જન્મ 1906માં થયો હતો. મણિબેન સાર્વજનિક જીવનમાં તેમના પતિના માર્ગે ચાલનારા હતા. તેમનું અવસાન 1988માં થયું અને અંતિમ સમય સુધી તેઓ મહાત્મા ગાંધીના આદર્શો પર ચાલ્યા હતા.

મણિબેન આજીવન અવિવાહિત રહ્યા હતા. મણિબેનના રાજકીય જીવનની વાત કરીએ તો તેમણે 1952માં પહેલીવાર ચુંટણીમાં ખેડા લોકસભા સીટ પરથી કોંગ્રેસ માટે ચુંટણી લડી અને તે તેમાં વિજયી થયા હતા. 1957માં પણ તેઓ આણંદ સીટ પરથી વિજયી થયા હતા પરંતુ 1962માં તેઓ હાર્યા.સાબરકાંઠાથી મણિબેન લડ્યા હતા ચૂંટણી,ગુજરાત નવું રાજ્ય બન્યું અને મહાગુજરાત આંદોલનમાં કોંગ્રેસની ભૂમિકાના કારણે પાર્ટી વિરુદ્ધનું વાતાવરણ સર્જાયું હતું જેના કારણે આણંદ બેઠક પરથી તેમણે ચુંટણી હારી હતી.

આ બેઠક પર મણિબેનની લડાઈ સ્વતંત્ર પાર્ટીના નરેંદ્ર સિંહ મહેડા સામે હતી જેઓ વલ્લભ વિદ્યાનગરના સંસ્થાપક ભાઈ કાકાની પાર્ટીમાંથી ચુંટણી લડ્યા હતા. મણિબેન 1964થી 1970 સુધી રાજ્યસભામાં રહી. 1970 આસપાસ તેમણે કોંગ્રેસ છોડી. તે સમયે કોંગ્રેસમાં ચાલતા ઘમાસાણમાં મણિબેનએ ઈંદિરા ગાંધીની કોંગ્રેસ પાર્ટી સામે મોરારજી દેસાઈ જેવા કોંગ્રેસીઓ સાથે રહેવાનું પસંદ કર્યું. કોંગ્રેસ ઓની ટિકિટ પર તે સાબારકાંઠામાં વિજયી થયા અને ફરી લોકસભામાં પહોંચી ગયા.

1977માં મણિબેન મહેસાણા બેઠક પરથી લડ્યા અને કોંગ્રેસ વિરોધી લહેરના કારણે તેઓ 1 લાખથી વધારે મત સાથે વિજયી થયા. 1990માં તેમનું નિધન થયું અને તે પહેલા સુધી તેઓ મહાત્મા ગાંધી સાથે જોડાયેલી સંસ્થા સાથે કામ કરતા હતા.ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું. અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટે પ્રયત્નો તથા નેતૃત્વ કર્યું હતું.

સરદારે ૫૬૫ અર્ધસ્વાયત્ત રજવાડા અને બ્રિટીશ-રાજ વખતની રિયાસતોને એકત્રિત કરી એક અખંડ ભારતના નિર્માણનું બીડું જડપ્યું. તેમની નિખાલસ મુત્સદ્દીગીરીની સાથે જરૂર પડતા સૈન્યબળના વપરાશની તૈયારીને લીધે સરદારના નેતૃત્વએ ભારતના પ્રત્યેક રજવાડાનો ભારતમાં સમન્વય પુરો કરાવ્યો. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદારને ઓલ ઇન્ડિયા સર્વિસ સર્વ ભારતીય સેવા રાજ્યકારભારની બધી બિનલશ્કરી શાખાઓ ના રચયિતા હોવાથી પેટ્રન સૈન્ટ તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે.

સરદાર, ભારતમાં મુક્ત વ્યાપાર તથા માલિકી હક્કના સૌથી પહેલાં હિમાયતીઓમાંના એક હતા.ડાયાભાઈ,મણિબેનના નાના ભાઈ ડાયાભાઈએ મુંબઈમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ગુજરાત વિદ્યાપીઠમાંથી પીજીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. વર્ષ 1939માં પહેલીવાર તે બોમ્બે મ્યૂનિસિપલ કોર્પોરેશનના સભ્ય બન્યા અને 18 વર્ષ સુધી નિગમના સભ્ય રહ્યા. 1944માં તેઓ બોમ્બેના મેયર બન્યા. 1957 માં ભારત છોડો આંદોલનમાં સ્વતંત્રતા સેનાની અને જેલ જનાર ડાયાભાઈ પટેલ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવ કરવાના હતા પરંતુ તેમને લાગ્યું કે પંડિત નેહરુ પાર્ટીમાં પટેલનો વારસો આગળ વધારવા તૈયાર ન હતા તેથી તેમણે કોંગ્રેસ છોડી દીધી.

ડાયા ભાઈએ ઈન્દુલાલ યાજ્ઞિક અને અન્ય નેતાઓની સાથે મહાગુજરાત જનતા પરિષદના નામે પાર્ટી બનાવી.ડાહ્યાભાઈ બન્યા રાજ્યસભાના સભ્ય,ડાયાભાઇ મહાગુજરાત જનતા પરિષદની પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવા ઇચ્છતા હતા, પરંતુ મણિબેન દ્વારા તેમના પિતાની પાર્ટી સામે લડવાની વાતની ટીકાથી તેઓ આહત થયા અને પછી ચૂંટણી લડવાનો નિર્ણય છોડી દીધો. જો કે વર્ષ 1958 માં ડાયા ભાઈ મહાગુજરાત જનતા પરિષદના સભ્ય તરીકે રાજ્યસભાના સભ્ય બન્યા.

દરમિયાન, 1959 માં સ્વતંત્ર પાર્ટીની સ્થાપના થઈ. સરદાર પટેલના ખૂબ નજીકના અને વિશ્વાસુ ભાઈ કાકા જેવા ઘણા સહયોગીઓ આ નવી સ્વતંત્ર પાર્ટીમાં જોડાયા અને તેમની સાથે ડાયા ભાઈ પણ પાર્ટીમાં જોડાયા.1964 માં ડાયા ભાઈ સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર તરીકે રાજ્યસભામાં ચૂંટાયા હતા. 1958 થી તેઓ ત્રણ વખત રાજ્યસભામાં રહ્યા અને 1973 માં તેમનું અવસાન થયું.પત્ની અને સાળા રહ્યા અસફળ,ડાયાભાઈની પત્ની અને સાળા પણ રાજકારણમાં સક્રિય હતા જો કે તેઓ સફળ થયા નહીં.

ડાયાભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ હોવાના કારણે 1962ની લોકસભાની ચુંટણીમાં સ્વતંત્ર પાર્ટીમાં તેમની પત્ની ભાનુમતિ પટેલને ભાવનગર અને સાળા પશા પટેલને સાબરકાંઠાથી ચુંટણીના ઉમેદવાર બનાવાયા. પશાભાઈ પટેલ એક ઉદ્યોગપતિ પણ હતા. પરંતુ તે બંને ચુંટણીમાં જીતી શક્યા નહીં.ડાયાભાઈએ કર્યા હતા બે લગ્ન,ડાયાભાઈ પટેલએ બે લગ્ન કર્યા હતા. તેમના પહેલા લગ્ન યશોદાબેન સાથે થયા હતા. યશોદાબેનનું નિધન થયું ત્યારે ડાયાભાઈ 27 વર્ષના હતા અને તેમણે ત્યારબાદ બીજા લગ્ન કરી લીધા.

તેમની બીજી પત્ની એટલે કે ભાનુમતિ બેનથી તેમને બે પુત્ર હતા. જેમના નામ વિપિન અને ગૌતમ હતું. વિપિન અને ગૌતમ બંને રાજકારણથી દૂર રહ્યા.1991માં સરદાર પટેલને મરણોપરાંત ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા ત્યારે તેમનો પૌત્ર વિપિન ભાઈ આ સમ્માન લેવા પહોંચ્યા હતા. વિપિન ભાઈના નિધન બાદ તેમના નાના ભાઈ ગૌતમ પટેલ હવે સરદાર પટેલના વારસદાર તરીકે છે. જો કે તેઓ સરદાર પટેલની વિરાસત અને તેમની નામનાથી દૂર રહ્યા છે.

વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડીઆદ ગુજરાતમાં થયો હતો. તેમની વાસ્તવિક જન્મ તારીખ ક્યારેય નોંધાઇ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે ૩૧ ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લેખાવી હતી.તેઓ હિંદુ ધર્મ પાળતા પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી.

સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ કે જેઓ પોતે પણ આગળ જઈને રાજનીતિજ્ઞ થયા તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ કાશીભાઈ તેમજ એક નાના બહેન દહીબા હતા. નાનપણમાં વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા.૧૮ વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા, ૧૨ કે ૧૩ વર્ષની ઉંમરના ઝવેરબા સાથે થયા હતા. રિવાજને આધીન, જ્યાં સુધી પતિ કમાઈને ઘર ચલાવવાની જવાબદારી ઉપાડી ન શકે ત્યાં સુધી તેની પરિણીતા તેના પિતાના ઘરે રહેતી.

વલ્લભભાઈને નિશાળનું ભણતર પુરું કરવા નડીઆદ, પેટલાદ તથા બોરસદ જવું પડ્યું હતું કે જ્યાં તેઓ બીજા છોકરાઓ સાથે સ્વનિર્ભરતાથી રહ્યાં. તેમણે પોતાનો પ્રખ્યાત સંયમી સ્વભાવ કેળવ્યો એક લોકવાયકા પ્રમાણે તેમણે પોતાને થયેલાં એક ગુમડાંને જરાય સંકોચાયા વિના ફોડ્યું હતું કે જે કરતા હજામ પણ થથર્યો હતો.વલ્લભભાઈ મેટ્રીકની પરીક્ષામાં ૨૨ વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા ત્યારે તેમના વડીલો તેમને એક મહત્વકાંક્ષી વ્યક્તિ તરીકે નહોતા ઓળખતા પણ એમ માનતા કે તેઓ કોઈ સાધારણ નોકરી કે ધંધો કરશે.

પણ વલ્લભભાઈની પોતાની અલગ યોજના હતી તેમને વકીલાતનું ભણી, કામ કરીને પૈસા બચાવી, ઈંગ્લેન્ડમાં ભણી બૅરિસ્ટર બનવુ હતુ વલ્લભભાઈ વર્ષો સુધી તેમના કુટુંબથી વિખુટા રહીને તથા બીજા વકીલો પાસેથી ચોપડીઓ માંગી, પોતાની રીતે ભણીને બે વર્ષમાં પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં. ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગૃહસ્થ જીવનની શરુઆત કરી તથા ત્યાંના બાર વકીલ મંડળ માં નામ નોંધાવ્યું. તેમને પૈસા બચાવવા માટે જે ઘણાં વર્ષો લાગ્યા તેમાં તેમણે પોતાના માટે એક તીવ્ર તથા કુશળ વકીલ તરીકેની કિર્તી મેળવી.

તેમના પત્ની ઝવેરબાએ બે સંતાનો ૧૯૦૪માં મણીબેન તથા ૧૯૦૬માં ડાહ્યાભાઈને જન્મ આપ્યો. ગુજરાતમાં જ્યારે બ્યુબોનિક પ્લેગનો આતંક છવાયો હતો ત્યારે વલ્લભભાઈએ તેમના એક મિત્રની સુશ્રુષા પણ કરી હતી, પણ જ્યારે તેમને પોતાને તે રોગ થયો ત્યારે તેમણે તરતજ પોતાના કુટુંબને સુરક્ષિત સ્થાને મોકલી દઈ પોતે ઘર છોડીને નડીઆદ સ્થિત ખાલી ઘરમાં જઈને રહ્યા (બીજા વૃત્તાન્ત પ્રમાણે તેમણે આ સમય જીર્ણ થઈ ગયેલા એક મંદિરમાં વ્યતીત કર્યો હતો કે જ્યાં તેઓ ધીરે ધીરે સાજા થયા.

વલ્લભભાઈએ ગોધરા, બોરસદ તથા આણંદમાં વકીલાત કરતી વખતે પોતાની કરમસદ સ્થિત વાડીની નાણાંકીય જવાબદારી પણ ઉપાડી લીધી હતી. જ્યારે તેમણે ઈંગ્લેન્ડ જઈને ભણવા જેટલા પૈસા ભેગા કરી લીધા ત્યારે તેમણે ત્યાં જવા માટે પરવાનો તેમજ ટીકીટ બુક કરાવી કે જે તેમના વી. જે. પટેલ ના સંક્ષીપ્ત નામે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ત્યાં આવી. વિઠ્ઠલભાઈની પણ ઈંગ્લેન્ડ જઈ ભણવાની યોજના હતી અને તેથી તેમણે તેમના નાના ભાઈ વલ્લભભાઈ ને ઠપકો આપતા કહ્યું કે મોટો ભાઈ નાના ભાઈની પાછળ જાય તે સારું ના લાગે અને ત્યારે સમાજમાં કુટુંબની આબરુને ધ્યાનમાં રાખી વલ્લભભાઈએ તેમના મોટા ભાઈને તેમની જગ્યાએ જવા દીધા.

તેમણે તેમના મોટા ભાઈનો ઈંગ્લેન્ડ ખાતેનો ખર્ચ ઉપાડ્યો અને તે ઉપરાંત પોતાના ધ્યેય માટે પણ બચત કરવા માંડી.૧૯૦૯માં વલ્લભભાઈના પત્ની ઝવેરબાને કેંસર માટેની શસ્ત્રક્રિયા માટે મુંબઈના મોટા રુગ્ણાલયમાં ભરતી કરવામાં આવ્યા. તેમની તબીયત અચાનક વણસી અને તેમની ઉપર કરેલી તાત્કાલીક શસ્ત્રક્રિયા સફળ હોવા છતાં તેમનું રુગ્ણાલયમાંજ દેહાંત થયું. વલ્લભભાઈને તેમના પત્નીના દેહાંતના સમાચાર આપતી ચબરખી જ્યારે આપવામાં આવી ત્યારે તેઓ ન્યાયાલયમાં એક સાક્ષીની ઉલટ-તપાસ કરી રહ્યા હતા.

બીજાઓના વૃત્તાન્ત પ્રમાણે કે જેમણે તે ઘટના નિહાળી હતી, વલ્લભભાઈએ તે ચબરખી વાંચી તેમના ખીસામાં સરકાવી દીધી અને સાક્ષીની ઉલટ તપાસ ચાલુ રાખી અને તેઓ તે મુકદ્દમો જીતી ગયા. તેમણે બીજાઓને તે સમાચાર મુકદ્દમો પત્યા પછીજ આપ્યા હતા.વલ્લભભાઈએ પુનઃલગ્ન નહીં કરવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના બાળકોનો ઉછેર કુટુંબની મદદથી કર્યો તથા મુંબઈ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મુક્યા હતા.૩૬ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા.

મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે ૩૬ મહીનાનો અભ્યાસક્રમ ૩૦ મહીનામાં પતાવી વર્ગમાં પહેલા સ્થાને આવ્યા. ભારત પાછા આવી તેઓ અમદાવાદમાં સ્થાયી થયા તથા શહેરના એક નામાંકિત બૅરિસ્ટર બન્યા. તેઓ યુરોપિય શૈલીના કપડાં પહેરતાં તથા વિવેકી શિષ્ટતા જાળવતા અને તેઓ બ્રિજ રમતના માહેર ખેલાડી પણ થયા. તેમણે એવી મહત્વકાંક્ષા રાખેલ કે જેમાં તેમને પોતાની વકીલાતથી ખુબ પૈસા ભેગા કરી તેમના બાળકોને આધુનિક શિક્ષણ આપવું હતું. તેમની પોતાના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ સાથે એક સમજુતી હતી કે જેના થકી તેમના મોટા ભાઈ મુંબઈ પ્રેસિડંસીમાં રાજકારણી તરીકે ઉતરે અને તે સમયે વલ્લભભાઈ ઘરની જવાબદારીઓ પુર્ણ કરે.