આ ભાઈ ની દીકરીને વિઝા ન મળતા, માં મોગલ ની માનતા માની.., માં મોગલ ના આશીર્વાદ થી દીકરીને કેનેડા જવાના વિઝા મળી ગયા.., માંનતા પૂરી કરવા માટે યુવક…

આ ભાઈ ની દીકરીને વિઝા ન મળતા, માં મોગલ ની માનતા માની.., માં મોગલ ના આશીર્વાદ થી દીકરીને કેનેડા જવાના વિઝા મળી ગયા.., માંનતા પૂરી કરવા માટે યુવક…

માં મોગલ નો મહિમા પણ અપરંપાર છે અને મા મોગલ ના પરચા પણ અપરંપાર રહ્યા છે, માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે અને જ્યારે જ્યારે પણ ભક્તોના જીવનની અંદર દુઃખ અને દર્દ આવે છે ત્યારે મા મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. માં મોગલ પણ ભક્તોને ક્યારેય પણ દુઃખી જોઈ શકતા નથી અને મા મોગલ ની ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ હંમેશા પૂર્ણ કરે છે

જો મા મોગલ ને સાચા દિલથી અને સાચા ભાવથી માનવામાં આવે તો ભક્તોનું આખું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે અને જાણવા મળી રહ્યું છે કે, આજ દિન સુધી માં મોગલ એ લાખો ભક્તોને પોતાના પરચા બતાવી દીધા છે અને આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક પિતા પોતાની દીકરીને માનતા પૂરી કરવા માટે સુરતથી કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા હતા

ત્યારે આ સમગ્ર ઘટના જાણીને તમે પણ કહેશો કે માં મોગલ નો મહિમા તો અપરંપાર રહ્યો છે. આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે, કબરાઉ ધામની અંદર આવેલા મા મોગલ ધામના મંદિરે મણીધર બાપુ સાક્ષાત રૂપે બિરાજમાન છે અને પોતાની માનતાને પૂરી કરવા માટે પિતા 5100 લઈને કબરાઉધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા હતા.

ત્યારે યુવક અને તેની દીકરીએ મણીધર બાપુ ના આશીર્વાદ લીધા હતા અને, મણીધર બાપુએ યુવકને પૂછ્યું હતું કે દીકરા તે શેની માનતા રાખી હતી??, ત્યારે દીકરાએ જણાવ્યું હતું કે મારી દીકરીને કેનેડા જવાના વિઝા મળતા નહોતા તેના કારણે મેં માનતા રાખી હતી અને એ માનતા અત્યારે પૂરી થઈ છે તેના કારણે હું માનતા પૂરી કરવા માટે આવ્યો છું

ત્યારે મણીધર બાપુએ યુવકને સાક્ષાત આશીર્વાદ આપીને 5100 ની અંદર એક રૂપિયો ઉમેરીને યુવકના પૈસા પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે મા મોગલ એ તારી માનતા ને 51 ગણી સ્વીકારી લીધી છે. આ પૈસા તું તારી દીકરી ને આપી દેજે મા મોગલ રાજી રાજી અને ધન્ય થઈ જશે, માત્ર એટલું જ નહીં મણીધર બાપુએ જણાવ્યું હતું કે, આ પવન પ્રકારનો ચમત્કાર કે કોઈ જાદુ નથી પરંતુ આ મા મોગલ ની ઉપર રાખવામાં આવેલો વિશ્વાસ છે. જેના થકી સફળતા મળી છે

એના કારણે જ કહેવાય છે કે મા મોગલ નો મહિમા તો અપરંપાર છે અને મા મોગલ ને કોઈ દાન અથવા તો ભેટ ની જરૂર નથી તે તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. માં મોગલના દર્શન કરવા માત્રથી દુઃખ દૂર થઈ જાય છે અને જ્યારે જ્યારે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થઈ જાય છે જય માં મોગલ

લેખન સંપાદન : Dharmik Gyan Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ),તમે આ લેખ Dharmik Gyan ના માધ્યમ થી વાંચી રહ્યા છો, આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી, સામગ્રી, ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો દ્વારા એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી. 

dharmikofficial