આ એક કપ સુપ છે ઘણી બિમારી માટે રામબાણ ઇલાજ,ફાયદા એટલા કે જાણીને તમે પણ ચોકી જશો….

0
269

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો તમને ખબર જ હશે કે સૂપ શરીર માટે કેટલો ફાયદાકારક છે તેમજ મિત્રો આજે અમે આ લેખ માં વેજિટેબલ સૂપ વિશે વાત કરવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે અને તમે તંદુરસ્ત રહેશો તો ચાલો મિત્રો જાણીએ.સૂપ આરોગ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. ભોજનના થોડા સમય પહેલા સૂપ પીવાથી ભૂખ લાગે છે.

અને વધારાનું પોષણ પણ મળે છે.સામાન્ય રીતે અસ્વસ્થ હોય ત્યારે સુપનું સેવન વધુ કરે છે, પણ સૂપ ફરજીયાત જ તમારી દિનચર્યામાં ઉમેરો કરવાથી અનેક ફાયદા છે.ડાઈટેશિયન મુજબ ન્યુટીશસ વેજ સૂપ બનાવવાની સાચી રીત છે સૂપ બનાવવા માટે શાકભાજીને કાપીને ઉકાળી લેવામાં આવે. શાકભાજીને ક્યારે પણ મેશ કરીને સૂપ ન કાઢવો. પણ તેને ઉકાળીને સૂપ કાઢી લો. મેશ કરવાથી બધું ફાઈબર નીકળી જાય છે.

જેમ કે પલક કે મશરૂમનું જો તમારે સૂપ પીવું છે તો તેને કાપીને ઉકાળી લો.ત્યાર પછી તમે શિમલા મરચું, બટેટા, કોબી, બ્રોકલી, મશરૂમ, વીસ, લીલી ડુંગળી સહીત બીજી તમામ સીઝનની શાકભાજીને પણ નાના નાના ટુકડા કરીને કાપીને અલગ થી ઉકાળી લો. હવે તે ઉકડેલી શાકભાજીને સૂપમાં નાખો, જેથી સૂપ સાથે શાકભાજી પણ ખાઈ શકાય.તેનાથી આપણને ફાઈબર પણ મળશે. બીજી જરૂરી વાત એ છે કે સૂપ બનાવતી વખતે તેને ઘાટું કરવા માટે વહુ પ્રમાણમાં કોર્નફ્લોર નાખવાથી દુર રહો. આમ કરવાથી તમારું વજન વધી શકે છે.

શિયાળો શરૂ થઈ ગયો છે અને આ સિઝનમાં સૂપ કરતાં વધુ કંઈ ફાયદાકારક નથી. લોકો સામાન્ય રીતે જ્યારે બીમાર હોય છે ત્યારે સૂપનું સેવન કરે છે પરંતુ સ્વસ્થ રહેવા માટે દરરોજ તેને પીવું જરૂરી છે. સૂપમાં વિટામિન, પ્રોટીન, એન્ટી ઓક્સિડેન્ટ્સ અને મેગ્નેશિયમ જેવા ઘણા ગુણધર્મો છે, જે તમને શરદી અને ઉધરસ તેમજ કેન્સર જેવા રોગોથી બચવામાં મદદ કરે છે. ચાલો આપણે જાણીએ શિયાળામાં ગરમ ​​સૂપ પીવાના ફાયદા શું છે.

સૂપ પીવાના ફાયદા,પોષ્ટિક,સૂપ કોઈ પણ ને પોષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. ખાસ કરીને જે શાકભાજી કે ખાદ્ય પદાર્થનું સૂપ બને છે, તેનું સંપૂર્ણ સત્વ સૂપમાં હોય છે. તે ઉપરાંત ઘણી જાતના પોષક તત્વોથી ભરપુર સૂપ આંતરિક રીતે શક્તિ આપવાનુ કામ કરે છે.નબળાઈ કરે દુર, શરીરમાં નબળાઈ નો અનુભવ થાય તો સુપનું સેવન કરવું ઘણું ફાયદાકારક રહે છે. તે નબળાઈ તો દુર કરે જ છે, સાથે જ પ્રતિરક્ષા તંત્રને પણ વધુ મજબુત કરવામાં મદદ કરે છે.

તે તાવ, શારીરિક દુખાવો, શરદી જુકામ જેવી તકલીફો સામે લડવામાં મદદ પણ કરે છે. તે ઉપરાંત તબિયત ખરાબ થાય તો સુપના સેવન થી કોઈ પ્રકારની કોઈ તકલીફ પણ થતી નથી.શિયાળામાં કયા સૂપ પીવા જોઈએ?શિયાળામાં તમારી પાસે ટામેટા, કોબીજ, વટાણા અથવા સ્વીટ કોર્ન સૂપ હોઈ શકે છે. આ સિવાય કોળા, મશરૂમ્સ, કઠોળ અથવા આખા કઠોળમાંથી બનેલો સૂપ રોગોથી બચવા માટે ફાયદાકારક છે.

કેટલા પ્રમાણમાં પીવો જોઇએ સૂપ,સૂપનું સેવન તમામ ઉંમરના લોકો માટે ફાયદાકારક છે, પરંતુ વૃદ્ધ કે માંદા વ્યક્તિએ એવા સૂપ પીવા જોઈએ, જેમા પાચનમાં કોઈ સમસ્યા થતી નથી. બાળકોને શિયાળાની વેજીટેબલ સૂપ આપવા યોગ્ય છે. 5 વર્ષથી નાના બાળકો માટે, દરરોજ 50 મિલી સૂપ આપવું જોઈએ, જ્યારે તંદુરસ્ત વ્યક્તિ દરરોજ 200 થી 300 મિલી સૂપનું સેવન કરવું જોઇએ.

પચવામાં સરળ,સૂપનું સેવન બીમારીઓ માટે પણ કરવામાં આવે છે, કેમ કે તે સરળતાથી પચી જાય છે અને કોઈપણ પ્રકારની તકલીફ ઉભી કરતું નથી. તેનાથી બીમારી પછી સુસ્ત પડેલું પાચન તંત્ર પણ યોગ્ય રીતે કામ કરવા લાગે છે.ભૂખ લાગવી,જો તમને ભૂખ નથી લગતી કે ઓછી લાગે છે તો સૂપ પીવું ઘણો સારો વિકલ્પ છે. કેમ કે તે લેવાથી ધીમે ધીમે ભૂખ ખુલવા લાગે છે અને ભોજન પ્રત્યે તમારી રૂચી પણ વધે છે.

ચાલો હવે તમને સૂપ પીવાના ફાયદાઓ જણાવીએ,શરદી દૂર કરો,શરદી, ઉધરસ, ગળામાં દુખાવો અને ખાંસી જેવી સમસ્યાઓ આ ઋતુમાં સામાન્ય છે. તેનાથી બચવા માટે દરરોજ ગરમ સૂપ પીઓ. જો તમને ગળામાં કફ આવે છે, તો પછી સૂપમાં થોડી મરી ઉમેરો.શારીરિક નબળાઇ,સૂપ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે શારીરિક નબળાઇ દૂર કરે છે.

આ સિવાય જો તમને તાવ આવે તો કોઈપણ સૂપ પીવો. આ તમને શક્તિ આપશે અને તાવ પણ દૂર થશે.ભૂખ વધારવી ,જો તમને ભૂખ ન લાગે, તો દરરોજ 1 કપ વેજીટેબલ સૂપ પીઓ. આ ધીમે ધીમે તમારી ભૂખ વધારશે.ઉર્જા માટે ,શારીરિક નબળાઈમાં સૂપનું સેવન તમને ઉર્જા આપે છે અને તમને પહેલા કરતા વધુ સ્વસ્થ અનુભવ કરો છો.ધીમે ધીમે તમારી ઉર્જા નું સ્તર પણ વધવા લાગે છે અને તમે સ્વસ્થ અને આરોગ્યવર્ધક બનો છો થયું ને સોના ઉપર સુહાગા.

હાઈડ્રેશન, જયારે તમે અસ્વસ્થ હોય કે તાવ દરમિયાન શરીર ડીહાઈડ્રેટ થઇ જાય છે. તેથી તેવા સમયે શરીરને હાઈડ્રેટ રાખવા માટે સૂપનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં પાણી નું પ્રમાણ અને પોષક તત્વો બન્ને પ્રવેશ કરે છે.બ્લડ પ્રેશર કંટ્રોલ,સૂપમાં તમામ ખનિજો અને વિટામિન હોય છે, તેથી તેનું સેવન બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. શરીરને હાઇડ્રેટેડ રાખો,શિયાળામાં પાણી ન પીવાને કારણે શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે.

પરંતુ સૂપનું દૈનિક સેવન શરીરને ડિહાઇડ્રેટ થવા દેશે નહીં, જે તમને ઘણી સમસ્યાઓથી બચાવે છે.પચવામાં સરળ,તે રોગોમાં પણ પીવામાં આવે છે કારણ કે તે સરળતાથી પાચન થાય છે. તે રોગથી ઝડપથી સારા થવામાં પણ મદદ કરે છે.મ્યુકસ પાતળું કરે,નબળાઈ હોય તો મ્યુક્સ જાડુ થઇ જાય છે. જેને કારણે બેક્ટેરિયા અને વાયરસનો ભય વધી જાય છે. સૂપનો રોજ ઉપયોગ કરવાથી મ્યુક્સ પાતળું થઇ જાય છે જેથી ચેપ નથી લાગતો.

વજન ઓછું,જો તમે ઓછી કેલેરી લેવાનું પસંદ કરો છો, અને જલ્દી વજન ઓછું કરવા માગો છો, તો સૂપથી ઉત્તમ શું હોઈ શકે છે. તેમાંથી તમને ફાઈબર્સ અને પોષક તત્વો પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે, અને કેલેરી પણ વધુ નથી હોતી. સૂપ પીવાથી પેટ પણ જલ્દી ભરાઈ જાય છે અને ભારેપણું પણ નથી થતું.શરદી જુકામ, શરદી અને ઠંડી થી બચવા માટે ગરમ ગરમ સૂપ ઘણો અસરકારક ઉપાય છે. તે ઉપરાંત જુકામ હોવું કે ગળું ખરાબ હોય તેવી સ્થિતિમાં પણ કાળા મરી મેળવેલ સૂપ પીવાથી ખુબ જલ્દી આરામ થાય છે.