આ અભિનેત્રી એ કર્યો ચૉકાવનારો ખુલાસો કહ્યું કે ફિલ્મ માટે પ્રોડ્યુસરે બોલાવી હતી બેડરૂમ માં,..

0
468

બોલીવુડ હોય, હોલીવુડ હોય, ભોજપુરી હોય કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય, દરેક જગ્યાએ એક વસ્તુ સમાન છે અને તે છે કાસ્ટિંગ કાઉચ. દરેક ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવવા આવેલ અભિનેત્રીઓએ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડે છે. તેને લઈને મીટૂ અભિયાન (me too movement) ચલાવવામાં આવી રહ્યું છે, અને તેના દ્વારા અભિનેત્રીઓ પોતાના પર વીતેલી આપવીતી સંભળાવી રહી છે.

આ અભિયાનથી ડાયરેક્ટર અને પ્રોડ્યુસરનો ભાંડો ફૂટી રહ્યો છે. હોલીવુડમાં પણ આને લઈને મોટા મોટા ઘટસ્ફોટ થવા લાગ્યા છે. એવામાં હાલમાં તેલૂગુ અભિનેત્રી વાણી ભોજાને પોતાના કડવા અનુભવો લોકો સમક્ષ રજુ કર્યા છે. જણાવી દઈએ કે, વાણીએ હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં પોતાની સાથે એડજસ્ટ કરવાની વાત કરનારા લોકોની પોલ ખોલી હતી. અને તેમની વાત સાંભળીને બધા ચોંકી ગયા હતાં.

વાણીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, તમિલ સિનેમામાં ડેબ્યૂ કર્યા બાદ મારે પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર બનવું પડ્યું હતું. જયારે મેં આ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો, ત્યારે એક પ્રોડ્યુસરે મને પોતાની સાથે બેડ શેયર કરવાની ઓફર કરી હતી. કોઈએ મને ક્યારેય સીધું જ અપ્રોચ નથી કર્યું. પણ પોતાના મેનેજર મારફતે અલગ અલગ ઓફરો કરી, અને અપ્રોચ કરવાનો પ્રયત્ન કર્યો. જોકે મેં તેમની કોઈ વાતો પર ધ્યાન આપ્યું નહીં.

વાણીએ એ પણ જણાવ્યું કે, હું ફિલ્મોમાં કામ કરવા માટે સંપૂર્ણ રીતે આતુર નથી. આથી જ્યારે પણ મને મન થશે, તો હું ટીવીની દુનિયામાં પાછી જતી રહીશ. વાણીએ આગળ વાત કરતા કહ્યું હતું કે, મને લાગે છે કે જે અભિનેત્રીઓને મોટા સુપરસ્ટાર બનાવાની ઘેલછા હોય છે, તે પોતાની ઘેલછાને કારણે આ પ્રકારની ઓફર સ્વીકારે છે. કદાચ તેમને લાગતુ હશે કે, આ જ તેના માટે સાચો રસ્તો હશે.

જો કે તેનો અર્થ એવો નથી કે, મોટા સ્ટાર્સ મહેનત નથી કરતાં. તેમણે પણ સ્ટાર બનવા માટે ઘણા પ્રકારના સંઘર્ષ કરવા પડે છે. વાણી 2012 થી તમિલ ટીવી સિરિયલોમાં કાર્યરત છે.

અને ટીવી સીરીયલ દેવમંગલ પછી તેણીને લોકપ્રિયતા મળી હતી. વાણીએ તેલૂગુ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું છે. તે છેલ્લે તમિલ ફિલ્મ ‘oh my Kadavule’ માં જોવા મળી હતી. અને તેની અન્ય ફિલ્મો હજી રિલીઝ થવાની બાકી છે. 31 વર્ષીય વાણી સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 1 મિલિયન ફોલોઅર છે.