આ અભિનેતાને પ્રેમ કરવા લાગ્યો હતો કરણ જોહર, અભિનતાની ગર્લફ્રેંડને ખબર પડતાં કરી નાખ્યા હતા આવા હાલ.

0
277

આજકાલ સોશિયલ મીડિયા પર બોલીવુડ એક્ટર્સ ની ચર્ચા થતી રહે છે. બોલીવુડ માં ઘણી અભિનેત્રીઓ એવી છે જે ખુબ જ જલદી ફેમસ થઇ જાય છે અને અમુક એક્ટર્સ ને ફેમસ થતા ઘણી વાર લાગે છે. આ બધા અભિનેતા અને અભિનેત્રી પોત પોતાના પસંદગી પ્રમાણે નું પાત્ર શોધી ને એની સાથે લગ્ન કરી લે છે. બોલીવુડ અભિનેત્રી કાજોલ એ એમની એક્ટિંગ ની સાથે સાથે બબલી ઈમેજ માટે પણ ઓળખાય છે.

કાજોલ બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તેમણે પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમાંથી ઘણી ફિલ્મો કરણ જોહરે બનાવી છે. તેવામાં કરણ અને કાજોલ એકબીજા સાથે ખૂબ જ સારી બોર્ડિંગ શેર કરે છે. તે બંને એકબીજાના ખૂબ જ સારા મિત્રો છે. તેથી એકબીજાના બધા જ રહસ્યો જાણતા હોય છે. થોડા સમય પહેલાં જ કરણ જોહરે કાજોલનું એક એવું રહસ્ય બધાને જણાવ્યું હતું કે જેને સાંભળીને દરેક લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.

ફિલ્મમેકર કરણ જોહર પોતાની બાયોગ્રાફી ધ અનસ્યૂટેબલ બોયને પગલે લાઇમલાઇટમાં છે. હાલમાં જ કરણે પોતાની બાયોગ્રાફીમાં કાજોલ અને તેના સંબંધ વિશે વાત કરી છે. કરણે પોતાના અને કાજોલના સંબંધ તૂટવાનું કારણ કાજોલના પતિ અજય દેવગણને ગણાવ્યો છે. કરણે જણાવ્યું છે કે તે અને કાજોલ હવે કયારેય મિત્ર નહીં બની શકે, એ લગભગ અશકય વાત છે.

હકીકતમાં કરણ જોહર અને કાજોલ કપિલ શર્માના શો પર આવ્યા હતા જ્યાં તેમણે જણાવ્યું હતું કે કાજોલને અક્ષય કુમાર પર ક્રશ હતું. કરણ જોહરે જણાવ્યું કે કાજોલને અક્ષય કુમાર પર ખૂબ જ સારું ક્રશ હતું. પુરા પ્રીમિયરમાં તે અક્ષય કુમારને જ શોધી રહી હતી અને હું તેમનો સહારો બની ગયો હતો કારણકે હું પણ અક્ષય કુમારને જ શોધી રહ્યો હતો. કરણ જોહરની આ વાત સાંભળીને કપિલ શર્મા અને અર્ચના જોરજોરથી હસવા લાગ્યા હતા.

આ જુનો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તેને ઇન્સ્ટાગ્રામ પર બોલિવુડ નોન સ્ટોપ નામથી એક પેજ એ શેર કર્યો છે. કાજોલના આ રહસ્ય વિશે ઘણા લોકોને જાણ હતી નહી પરંતુ કરણ જોહરે કપિલના શો પર તેને ખોલી નાખ્યું હતું. મહત્વપૂર્ણ છે કે કાજોલ વર્તમાન સમયમાં અજય દેવગનની પત્ની છે. તેમના બે બાળકો પણ છે જેનું નામ યુગ અને ન્યાસા છે.જોકે તેમાં કાજોલની પણ કોઈ ભૂલ નથી. અક્ષય કુમારની પર્સનાલિટી જ કંઈક એવી છે કે કોઈને પણ તેમના ઉપર ક્રશ આવી જાય. પછી તે કાજોલ હોય કે કરણ જોહર.

કાજોલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે હાલમાં જ તેમણે પોતાની માં તનૂજાને ૭૭ માં જન્મદિવસની શુભકામના પાઠવી હતી. મહત્વપૂર્ણ છે કે કાજોલ છેલ્લે “તાન્હાજી : ધ અનસંગ વોરિયર” માં અજય દેવગન સાથે નજર આવી હતી.

પોતાની પુસ્તક અનસ્યૂટેબલ બોયમાં કરણ જોહરે કાજોલ અને તેના સંબંધ વિશે જણાવ્યું છે કે ઇટસ ઓવર અને હવે તે (કાજોલ) મારા જીવનમાં કયારેય પાછી નહીં આવી શકે. મને નથી લાગતુ કે તે આવવા પણ માંગે છે. હું હવે કયારેય તેની સાથે કામ કરવા પણ નથી માંગતો. તે મારા માટે એ લોકોની યાદીમાં સામેલ હતી જેને માટે મારા દિલમાં સ્થાન હતું અને જેને હું પોતાના ગણતો હતો. પરંતુ હવે બધુ ખતમ થઇ ગયુ છે. હું તેને મારા જીવનમાં હવે કયારેય સ્થાન આપવા માંગતો નથી કે તેના જીવનનો કોઇપણ ભાગ બનવા માંગતો નથી. કારણ કે તેણે મારા ૨૫ વર્ષના ઇમોશનના નાનામાં નાના ભાગને પણ મારી દીધો છે જે મારા દિલમાં તેને માટે હતા.

વર્ષ ૨૦૧૬માં કરણ જોહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ અને અજય દેવગણની ફિલ્મ શિવાય બોકસ ઓફિસ પર ટકરાઇ હતી અને કલેશ થઇ હતી. અજય દેવગણે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટવીટર પર કરણ જોહર પર આરોપ મૂકયો હતો કે તેણે કમાલ આર.ખાનને શિવાય વિરુધ્ધ લખવા માટે નાણાં ચૂકવ્યા છે. આ સમયે કાજોલે પોતાના પતિ અજય દેવગણને ટેકો આપ્યો હતો અને કરણની જૂની મિત્રતા પર પૂર્ણવિરામ મૂકયું હતું. આ ઘટના બાદ કરણે જાહેરમાં કે વ્યકિતગત રીતે કાજોલ સાથે વાત કરી નથી. આ ઘટનાનો ઉલ્લેખ પણ કરણે પોતાની બાયોગ્રાફી બુકમાં કર્યો છે.

અજય દેવગન અને કાજોલના લગ્નજીવનને ૧૭ વર્ષ થયાં છે અને હાલમાં જ એવું જાણવા મળ્યું છે કે તેમણે તેમના હનીમૂનને નક્કી કરેલા સમય કરતાં ટૂંકાવી દીધું હતું. તેઓ ભાગ્યે જ એકસાથે કોઈ પણ શોમાં જોવા મળે છે. અજય દેવગનના પ્રોડક્શન-હાઉસ હેઠળ બનેલી ‘શિવાય’ને પ્રમોટ કરવા માટે તેઓ ‘ધ કપિલ શર્મા શો’માં ગયાં હતાં. આ શોમાં તેમણે કહ્યું હતું કે તેમણે હનીમૂન માટે બે મહિનાની વર્લ્ડ-ટૂર પ્લાન કરી હતી, પરંતુ એક મહિના બાદ તેમણે હનીમૂન કૅન્સલ કરવું પડ્યું હતું. આ હનીમૂન કૅન્સલ કરવાનું કારણ અજય દેવગન હતો, કારણ કે તે વધુ સમય માટે ઘરથી દૂર નથી રહી શકતો.

સલમાન ખાનની ‘દબંગ ૩’માં સોનાક્ષી સિંહા નહીં જોવા મળે એવી વાતો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, પરંત હાલમાં એ વાતે જોર પકડ્યું છે કે આ ફિલ્મમાં કાજોલ જોવા મળશે. અરબાઝ ખાને અગાઉ કહ્યું હતું કે હજુ સુધી તેણે આ ફિલ્મ માટે કોઈને પણ પસંદ નથી કર્યા. જોકે હાલમાં એવી વાતો ચાલી રહી છે કે આ ફિલ્મ માટે કાજોલનો સંપર્ક કરવામાં આવ્યો છે. કાજોલને પણ આ ઑફર પસંદ આવી છે અને તે સ્વીકારશે એવું લાગી રહ્યું છે

એક સમય હતો જ્યારે કાજોલ અક્ષય કુમારની દીવાની હતી. જ્યારે કાજોલ અને કરણ જોહર પહેલી વખત કપિલ શર્મા શોમાં પહોંચ્યા ત્યારે કરણે એક રસપ્રદ વાત કહી હતી. કરણે કહ્યું કે, ‘હું કાજોલને ફિલ્મ હિનાની પ્રીમિયર પાર્ટીમાં મળ્યો હતો.અક્ષય પર કાજોલનો મોટો ક્રશ હતો અને તે પાર્ટીમાં તે અક્ષયને શોધી રહી હતી. હું તેમાં કાજોલને સપોર્ટ કરતો હતો. જોકે અમને અક્કી મળ્યો ન હતો, પરંતુ અમારી મિત્રતા શરૂ થઈ. અમે બંને દક્ષિણ મુંબઈમાં રહેતા હતા અને ત્યારબાદ અમારી મિત્રતા વધુ મજબૂત બની.

અક્ષય કુમાર અને કાજોલે પણ ‘યે દિલ્લગી’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે સૈફ અલી ખાન પણ હતો. ‘દેખો જરા દેખો’ ગીત એકદમ પ્રખ્યાત હતું. આ ગીતમાં કાજોલ અને અક્ષય કુમારે સાથે ડાન્સ કર્યો હતો. શોમાં કરણે જણાવ્યું હતું કે કાજોલ જ્યારે ૧૫ વર્ષની હતી અને તે ૧૭ વર્ષનો હતો ત્યારે બન્નેની પ્રથમ મુલાકાત એક ‘ફિલ્મી’ પાર્ટીમાં થઇ હતી, જ્યાં કાજોલ તેની માતા તનુજા સાથે હાજર હતી, જેમાં કરણ પણ શામેલ હતો. હું થ્રી પીસ સૂટ પહેરીને આ પાર્ટીમાં ગયો, મેં વિચાર્યું કે જો તે કોઈ ફીલ્મી પાર્ટી છે, તો તમારે તેના માટે જવું જોઈએ. તનુ આન્ટી, જે કાજોલની માતા છે. તે અમારા પારિવારિક મિત્ર હતા.

પાપા અને મમ્મી વર્ષોથી તનુ આન્ટીને ઓળખતા હતા. મને અને કાજોલને મળાવવામાં આવ્યા. તનુ આન્ટીએ અમારા બંનેને મળાવીને કહ્યું કે આ કરણ, યશ અને હિરોનો દીકરો છે અને આ કાજોલ છે. કાજોલ મને ઉપરથી નીચે તરફ જોઇ અને હસવા લાગી. મેં જોઇ લીધું હતું કે તે મારી પર હસી રહી છે. હું કરી પણ શુ શકું તનુ આન્ટીએ મને ડાન્સ કરવાની સલાહ આપી. જ્યારે હું ડાન્સ કરવા જઇ રહ્યો હતો ત્યારે કાજોલ મને જોઇને હસી રહી હતી. વર્ષ ૨૦૧૬માં શિવાય અને એક દિલ હે મુશ્કેલના રિલીઝ દરમિયાન કાજોલ અને કરણ વચ્ચે અણબનાવ થઇ ગયો હતો. જોકે, વર્ષ ૨૦૧૭માં કરણ જોહરના જુડવા બાળકો યશ અને રુહીએ જન્મ લીધો તો તે બાળપણના મિત્ર ફરીથી એક થઇ ગયા.