આ આયુર્વેદિક પાણીનુ સેવન કરવાથી શરીરની ગંદકી થઇ જાય છે સાફ,થાક અને નબળાઈ પણ થશે દુર….

0
353

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને અગત્ય ની માહિતી જણાવા જઇ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.દરેક વ્યક્તિ તેના જીવનકાળમાં કયારેક ને કયારેક બીમાર તો પડે જ છે. એવામાં જ્યારે આપણે બીમારી પડીએ છીએ અને આપણું શરીર એકદમ ઢીલું પડી જાય છે.એવા સમયે ડોક્ટર આપણને મગની દાળની ખીચડી કે પછી એ દાળનું પાણી પીવા માટે કહે છે. એની પાછળ સારું કારણ રહેલું હોય છે એટલે આપણને એનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.આજે આપણે વાત કરીશું  મગની દાળ અને તેના પાણી વિષે. આ દાળ ખુબ જ સરળતાથી પચી જાય છે. આ દાળ માં  દરેક પ્રકારના પોષક તત્વો રહેલા છે જેમ કે વિટામીન, મેગ્નીઝ, પોટેશિયમ , મેગ્નેશિયમ અને મિનરલ્સ વગેરે હોય છે.

આ માટે આ દાળ દરેક માટે ખુબ જ ફાયદાકારક હોય છે. દાળ નું પાણી પણ ખુબ જ ફાયદા કારક છે આવી જાણીએ આના વીશે. અને એ પણ જાણી લઈએ કે આ પાણી કઈ રીતે તૈયાર થાય છે.તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ દાળ આપણા સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે. મગની દાળ એક એવી દાળ છે જે દરેક ઘરમાં અઠવાડિયામાં એક દિવસ તો જરૂર બને જ છે. કેમ કે આ દાળ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે.

પણ તેમાં જે સૌથી મોટો ફાયદો કરે છે તે છે મગની દાળનું પાણી.મગ ની દાળ નું પાણી બનાવવું એકદમ સરળ છે આ પાણી બનાવવા માટે મગની દાળ ને પ્રેશર કુકર માં નાખી દો. અને તમે જે નોર્મલ દાળ બનાવો ત્યારે જેટલું  પાણી નાખતા હોય તેના કરતા થોડું પાણી વધુ ઉમેરો.  અને નોર્મલ દાળ માં જેટલી સીટી મારો છો તેના કરતા બે સીટી વધુ મારો આ દાળ ને ચડવા દેવા માંટે આવું કરવાથી દાળ સરસ ગળી જશે અને દાળ માં રહેલા દરેક પોષક તત્વો પાણી માં આવી જશે.

ઘણા લોકોને મગની દાળ ખાવાનું પસંદ નથી હોતું. તો એવા લોકોને જણાવી દઈએ કે મગની દાળ માંથી માંથી પોષક તત્વ અને વિટામીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.આ પાણી ખુબ જ ફાયદા કારક છે. આ પાણી માં ફાયબર અને એન્ટી ઓક્સીડેટ તત્વો ભરપુર માત્રા માં રહેલા છે. આ પાણી પીવાથી શરીર ના આતરડા ખુબ જ સારી રીતે સાફ થઇ જાય છે. અને આ સાથે શરીર માં રહેલી ગંદકી ને સાફ કરવા માટે પણ આ પાણી ખુબ જ મહત્વ નું ભૂમિકા બજાવે છે.

મગની દાળને દાળની રાણી પણ કહેવામાં આવે છે. કારણ કે જેટલા ફાયદા આ દાળમાં હોય છે એટલા કોઈ બીજી દાળમાં નથી હોતા. જીવલેણ અને અસાધ્ય બીમારીઓનો રામબાણ ઈલાજ છે મગ દાળનું પાણી. આ દાળમાં વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, સોડીયમ, કાર્બોહાઈડ્રેટ અને ફોસ્ફરસ વધુ પ્રમાણમાં હોય છે.આ પાણી માં પ્રોટીન,રેજીસ્ત્રેડ સ્ટાર્ચ અને બહુ બધા મિનરલ્સ અને વિટામીન હોય છે. આ દાળ માં  બીજી બધી જ દાળ કરતા વધુ પોષક તત્વો રહેલા છે.

મગ ની દાળ બહુ  તેજી થી કેલેરી ઘટાડે છે. જેના લીધે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. પણ આ દાળ દ્વારા ભરપુર માત્રા માં ઉર્જા મળી રહે છે. જેના લીધે ન જમવા છતાં પણ નબળાઈ આવતી નથી અને તમારું શરીર મજબુત જ રહે છે.આ સાથે જે લોકો બહુ જાડા થઇ ગયા હોય તેઓ પણ પાતળા થવા માટે આ પાણી પી શકે છે. આવું કરવાથી સ્પીડ માં વજન ઘટે છે.મિત્રો સામાન્ય એવી દેખાતી મગની દાળ કે તેના પાણીમાં વિટામીન સી, કર્બ્સ, પ્રોટીન્સ અને ફાઈબર પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

તેનું સેવન કરવાંથી શરીરમાં રહેલા હેવી મેટલ્સ જેવા પારો અને સીસુ બહાર નીકળી જાય છે. મગ દાળ જ નહિ પણ તેનું પાણી પણ શરીર માટે ઘણું આરોગ્યપ્રદ માનવામાં આવે છે.મગ દાળનું પાણી શરીરની અશુદ્ધિઓ બહાર કાઢવામાં મદદ કરે છે, અને તેની સાથે જ તમારા શરીરના તાપમાનને પણ નિયંત્રણમાં રાખે છે. આવો તમને જણાવીએ મગની દાળનું પાણી પીવાથી બીજા કયા ફાયદા થાય છે.પાચન માટે ફાયદાકારક,કદાચ એક વાત તમે નોંધી હશે કે બીમારીના સમયે ડોક્ટર હંમેશા દર્દીને મગ દાળનું પાણી પીવાની સલાહ આપે છે.

તેનું કારણ એ હોય છે કે મગ દાળ ઘણી જ હળવી હોય છે, જેને કારણે તે સરળતાથી પચી જાય છે. સાથે જ મગની દાળનું પાણી પીવાથી ગેસ સંબંધિત તકલીફો થતી નથી. અને શરીરની ઈમ્યુન સીસ્ટમ નબળી થઇ જવા ઉપર તે એનર્જીની જરૂરિયાતને પણ પૂરી પડે છે. તે ઉપરાંત મગ દાળનું પાણી તમારા મગજ માટે પણ ફાયદાકારક હોય છે.વજન ઓછું કરવામાં મદદગાર,દરરોજ મગની દાળનું પાણી પીવાથી વજન ઓછુ થાય છે. અને તે પણ ડાયટીંગ વિના.

તમે મગની દાળનું પાણી પીવો અને કસરત કે યોગા કરો અને પછી જુવો તમારું વજન ચમત્કારિક રીતે જ ઓછુ થશે. એવું એટલા માટે કારણ કે મગની દાળમાં કેલેરી ઘણી ઓછી હોય છે, તેની સાથે જ તે પીધા પછી મોડે સુધી ભૂખ લાગવાનો અનુભવ પણ નથી થતો. આ દાળ પીધા પછી તમે પોતાને ઉર્જાથી ભરપુર હોવાનો અનુભવ કરી શકશો. આ વજન ઓછું કરવાનો સૌથી અસરકારક ઉપાય હોય છે અને તમે રોજ સવારે મગ દાળની એક વાટકી પાણીપી શકો છો.

દસ્ત (ઝાડા) માં લાભદાયક,જો તમને ઝાડાની સમસ્યા થઈ ગઈ છે અને અને સ્થિતિ ઘણી જ ખરાબ થઇ ગઈ છે, તો તમારે એક વાટકી મગની દાળનું પાણી પી લેવું જોઈએ. એવું તમારે સવાર સાંજ બે દિવસ સુધી કરવું જોઈએ. પછી જુવો તમારો સમસ્યા દુર થઇ જશે અને તમારા શરીરમાં પાણીની કમી ક્યારેય પણ નહિ થાય.બાળકો માટે પણ છે આરોગ્યપ્રદ,નવજાત શિશુ માટે પણ મગની દાળનું પાણી ઘણું ફાયદાકારક હોય છે. તે શિશુની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેની સાથે જ તેમનું ખાવાનું પણ જલ્દી પચાવી દે છે.