આવી સમસ્યા થવા લાગે તો જરાય બેદરકારી ન કરતાં,તમને હોઈ શકે છે આ રોગ,જાણી લો કામ ની માહિતી…

0
698

અલ્ઝાઇમર્સનો રોગ મગજ પર હુમલો કરે છે. આપણો સમાજ જેમ વૃદ્ધ બને છે તેમ આ રોગથી અસર પામેલા વ્યક્તિની સંખ્યા પણ વધી રહી છે. અલ્ઝ્હીમર્સના રોગમાં સમજશક્તિ ઓછી થવા માંડે, સ્મૃતિ ભ્રંશ થાય, આપણું વ્યક્તિત્વને બનાવતા મગજના કોષની બીમારીને લીધે વ્યક્તિવ બદલાય જાય છે. રોજના મૂળભૂત કાર્યો કરવાની અને જીવનનો આનંદ લેવાની ક્ષમતાનો નાશ થાય છે. આ રોગના કારણે વૃદ્ધ લોકો બીજા પર નિર્ભર થયી જાય છે. તેમની પાસેથી પ્રેમભાવ બતાવવાની અને અન્ય સાથે સહાનુભૂતિ બતાવવાની ક્ષમતા પણ જતી રહે, તેમના તર્ક અને યોજના કરવાની ક્ષમતા, તેમની સમય ની સમઝણ નાશ પામે છે. જોયું, સાંભળ્યું અને સ્પર્શ કરવાથી સંવેદનાથી સમઝણ મળે તે નાશ પામે છે.

અલ્ઝાઇમર્સ રોગ માટે કોઈ ઈલાજ નથી. અને તે કેમ થાય છે તેનું મૂળ કારણ જણાયું નથી.અલ્ઝાઇમર્સ મગજના કોષોનો નાશ કરતો રોગ છે, જેની અસર યાદશક્તિ, વર્તણૂક પર થાય છે તેમજ વ્યક્તિ એક તબક્કે પોતાના ભૂતકાળને જ યાદ ન કરી શકે એ હદ સુધી વધી શકે છે. જેમાં થોડા મહિના અગાઉની ઘટનાઓ પણ સામેલ છે. ભારત અલ્ઝાઇમર્સ સામે સંઘર્ષ કરી રહ્યો છે અને આ સમસ્યા જળવાઈ રહે એવી શક્યતા છે, કારણ કે દેશમાં વયોવૃદ્ધોની વસ્તીમાં વધારો થવાની શરૂઆત થઈ છે. બહુ ઓછા પ્રમાણમાં દર્દીઓ ઔપચારિક રીતે નિદાન કરાવે છે કે સારવાર લે છે. અત્યારે પણ ઘણા લોકો ઉંમર વધવાની સાથે કુદરતી રીતે યાદશક્તિ ઓછી થાય કે ભૂલી જવાય એવું માને છે તથા અલ્ઝાઇમર્સનાં ચિહ્નોની અવગણના કરે છે.ડિમેન્શિયાનું સ્વરૂપ છે અલ્ઝાઇમર. સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે, અલ્ઝાઇમર્સ ડિમેન્શિયાનું સ્વરૂપ છે, જેની અસર યાદશક્તિ, વર્તણૂક અને વિચારસરણી પર થાય છે. અલ્ઝાઇમર્સનો રોગ ડિમેન્શિયાના મોટા ભાગના કેસોમાં થાય છે. સામાન્ય રીતે આ બીમારી 60 વર્ષથી વધારે વયના લોકોમાં થાય છે, છતાં આ 40થી 60 વર્ષ વચ્ચે પણ થઈ શકે છે.

હાલમાં કરવામાં આવેલા એક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે, જો વધારે પડતી ઊંઘ આવતી હોય તો અલ્ઝાઈમરની બીમારી થવાનું જોખમ વધારે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પ્રકાશિત કારયેલા આ રિસર્ચમાં સંશોધકોએ અલ્ઝાઈમરથી પીડિત 13 મૃત લોકોના મગજમાં અનિદ્રા સાથે જોડાયેલા ભાગોમાં અલ્ઝાઈમરની બીમારીનાં લક્ષણો તપાસ્યાં અને બાદમાં તેમની તુલના એવા 7 લોકો સાથે કરવામાં આવી જેમનામાં અલ્ઝાઈમરનાં લક્ષણો નહોતાં. આ સંશોધકો અનુસાર, અલ્ઝાઈમરની બીમારીમાં મગજનો એ ભાગ કમજોર થઈ જાય છે જે તમને દિવસ દરમિયાન જાગ્રત રાખે છે. એટલે જ દિવસ દરમિયાન ગમે ત્યારે ઝોકાં આવવા લાગે છે.

અલ્ઝાઇમર્સનાં લક્ષણો
●કાર્યક્ષમતા અને કામગીરીના અગાઉના સ્તરમાં ઘટાડો થવો.
●યાદશક્તિનો નાશ ઊડીને આંખે વળગે છે, ખાસ કરીને શીખવાના ક્ષેત્રમાં અને નવી માહિતી યાદ કરવાના કિસ્સામાં.
●ભાષાની સમસ્યાઓ, જેમાં વ્યક્તિને ચોક્કસ શબ્દો શોધવામાં મુશ્કેલી પડે છે.
●ચીજવસ્તુઓ અને ચહેરો ઓળખવાની ક્ષમતાનો અભાવ.
●શબ્દો વાંચવામાં મુશ્કેલી (એલેક્સિયા).
●કોઈ પણ કારણ વિના નિર્ણય લેવામાં અને સમસ્યાનું સમાધાન કરવાની ક્ષમતામાં પાછળના તબક્કે ઘટાડો થાય છે.

અલ્ઝાઇમર્સ રોગમાં માં, પ્રોટીનના ગઠા (plaques) કોશિકાઓ વચ્ચે થાય છે, અને કોશની અંદર ગુચળા (tangles) વળે છે. અન કારણે કોશિકાઓ વચ્ચે સંકેતો ધીમા થતા જાય છે, આખરે કોષો મૃત્યુ પામે છે. જેમ વધુ કોષો અસર થાય છે તેમ, મગજ સામાન્ય રીતે કાર્ય કરી શકતું નથી. સ્મૃતિ ઝાંખી થયી જાય છે,, નવું યાદ રહેતું નથી. તર્ક કરવાની તથા સમસ્યાઓનો ઉકેલ લાવવાની ક્ષમતા નાશ પામે છે. મગજમાં હિપ્પોકેમ્પસ પર જેમ અસર થાય છે તેમ, નવી યાદોને રચના થતી નથી. જેમ જેમ વધુ કોષો મૃત્યુ પામે છે, તેમ તેમ વધુ કાર્યો કરવાની કુશળતા ખોવાઈ જાય છે.

અલ્ઝાઇમર્સનો કોઈ ઇલાજ નથી, અને આ રોગ નું કારણ પણ જાણી શકાયુ નથી. અલ્ઝાઇમર્સ મોટા ભાગે ૬૫ વર્ષથી વધારે ઉમરની વ્યક્તિઓને થાય છે. જૂજ કિસ્સાઓમાં નાની ઉમરમાં પણ આવો રોગ થાય તેને Early Onset Dementia કહેવાય છે. આ રોગને આગળ વધવામાં થોડા અંશે વિલંબ થાય, અને તેના લક્ષણો ને કાબુમાં રાખવામાં સહાય કરવા માટે અમુક દવાઓ છે. રોગને થથા તેના પથને જાણવાથી, તથા, વર્તન અને પર્યાવરણમાં ફેર લાવવાથી, રોગના મેનેજમેન્ટમાં મદદ મળી શકો છો.

અલ્ઝાઇમર્સની સારવાર  અત્યારે અલ્ઝાઇમર્સના રોગની શરૂઆતનું નિદાન કે ઓળખ કરવાનું કોઈ ચોક્કસ પરીક્ષણ નથી. દર્દીનાં લક્ષણોને આધારે ડૉક્ટર નિર્ણય લેશે અને માહિતી આપશે. ડૉક્ટર્સ લગભગ નક્કી કરી શકે છે કે, તમને ડિમેન્શિયા છે કે નહીં તથા અલ્ઝાઇમર્સના રોગને કારણે તમને ડિમેન્શિયા છે કે નહીં એની ઓળખ કરી શકે છે.