આ 4 સ્ત્રીઓનું ક્યારેય ના કરો અપમાન, નહીં તો જીવનભર પછતાશો….

0
467

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો હિંદુધર્મમાં સ્ત્રીઓને દેવીનો દરજ્જો મળેલો છે નવરાત્રીમાં કન્યાઓને ભોજન કરાવીને સ્ત્રીઓની પૂજા કરીએ છીએ તો તંત્ર સાધનાઓમાં પણ કુમારી પૂજન ભૈરવી પૂજન વગેરેમાં સ્ત્રીઓની પૂજા કરવામાં આવે છે અને પ્રકૃતિએ પણ બાળકને જન્મ આપવાનો અધિકાર સ્ત્રીને જ આપેલો છે.

મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ સ્ત્રીઓના અપમાન વિશે જણાવવામાં આવ્યું છે આપણા પ્રાચીન શાસ્ત્ર શ્રી રામચરિત માનસમાં એક આખ્યાનમાં સ્ત્રીઓના અપમાનથી ક્યાં અશુભ ફળનો સામનો કરવો પડે છે તેનો ઉલ્લેખ થયેલો છે સામાન્ય રીતે તો જીવનમાં ક્યારેય કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ. શ્રી રામચરિત માનસના એક આખ્યાનમાં એવી ચાર સ્ત્રીઓ વિશે જણાવ્યું છે કે જેનું અપમાન કરવાથી કે તેના પર અત્યાચાર કરવાથી વ્યક્તિ દુઃખ અને દરિદ્રતા તરફ ધકેલાતો જાય છે.

મિત્રો સૌથી પહેલી સ્ત્રી છે ઘરની વહુ.મિત્રો આપણા હિંદુધર્મમાં ઘરની વહુને સ્વયં માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે કારણ કે એક વહુનો ત્યાગ સર્વોપરી છે જે પોતાનું ઘર છોડીને એક બીજા ઘરને સજાવવા માટે જાય છે માટે જે ઘરમાં કોઈ સ્ત્રી કે પુરુષ પોતાની વહુનું અપમાન કરે અથવા તેના પર વાસના ભરી નજરો રાખે તો તેના જીવનમાં હંમેશા દુઃખો આવતા રહે છે અને તે દરિદ્રતાને પણ આકર્ષિત કરે છે માટે ક્યારેય ઘરની વહુનું અપમાન ન કરવું તેમજ અત્યાચાર તો ક્યારેય ન કરવો જો તમને વહુની કોઈ વાત યોગ્ય ન લાગતી હોય તો તો તેને સમજાવીને શાંતિથી તેનું નિવારણ લાવવું જોઈએ.

બીજી સ્ત્રી છે ભાભી.મોટા ભાઈની પત્ની એટલે કે ભાભીને શાસ્ત્રોમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તેથી જ તો તમે રામાયણમાં લક્ષ્મણને સીતાજીને માતા કહેતા સાંભળ્યા હશે તો તેવી જ રીતે નાના ભાઈની પત્ની દીકરી સમાન ગણાય છે કોઈ પણ વ્યક્તિ પોતાના મોટા ભાઈ કે નાના ભાઈની પત્ની સાથે દુરાચાર કે દુરવ્યવહાર કરે છે અથવા તો તેના પ્રત્યે મનમાં દુષિત ભાવ રાખે છે તો તેનું જીવનમાં પતન નિશ્ચિત છે તેના જીવનમાં ખુબ જ ઝડપથી દુઃખ અને દરિદ્રતા આવે છે અને તે જીવનમાં ક્યારેય તેમાંથી બહાર નથી નીકળી શકતો.

ત્રીજી સ્ત્રી છે બહેન. તો મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં બહેનને પણ માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે માટે એક પુરુષે પોતાની બહેનને હંમેશા એક માતા સમાન આદર સત્કાર આપવો જોઈએ. ક્યારેય પણ પોતાની બહેનનો અનાદર કે અત્યાચાર ન કરવો જોઈએ પરંતુ ઘરમાં સૌથી વધારે ઝગડો તો એક ભાઈ અને બહેન વચ્ચે જ થાય છે તો તેના માટે તમને જણાવી દઈએ કે મજાક મસ્તીમાં થતી લડાઈ તેમજ બહેસને સીમિત રાખવી જોઈએ અને ઝગડો કે બહેસ વધી જાય તો અંતે બહેનની માફી માંગી લેવી જોઈએ અને એક પુરુષે પોતાના મનમાં બહેન માટે પોતાની માતા જેટલું જ સમ્માન રાખવું જોઈએ.

ચોથું છે એ સ્ત્રી નથી પરંતુ દીકરી છે.આપણા દેશમાં આજે પણ અમુક લોકો દીકરીનો જન્મ થતા તેને મારી નાખતા અથવા મરવા માટે રસ્તા પર છોડી દેતા હતા. રસ્તા પર તો હજુ ઘણા લોકો છોડી દેતા હોય છે પરંતુ અત્યારના ઓવર સ્માર્ટ લોકો તો દીકરીને જન્મતા પહેલા કોખમાં જ મારી નાખે છેતો તમને જણાવી દઈએ કે તે ઘોર પાપ છે અને આ પાપ કરનાર લોકોએ નર્કની આગમાં સળગવું પડે છે.ઘરની દીકરી સાથે ક્યારેય અત્યાચાર ન કરવો જોઈએ તેમજ ક્યારેય તેનું અપમાન ન કરવું જોઈએ અને ક્યારેય તેના પર વાસનાની દ્રષ્ટિ ન રાખવી જોઈએ આવું કરનાર વ્યક્તિના નસીબથી લક્ષ્મી દુર ભાગી જાય છે દીકરી ભલે પોતાની હોય કે ભાઈ બહેન કે કોઈ અન્ય વ્યક્તિની હોય ક્યારેય દીકરી સાથે અપમાન ન કરવું જોઈએ.

દીકરીની ભલાઈ માટે દીકરીને ખીજાવું તેમજ તેના પર ગુસ્સો કરવો તે વાત અલગ છે પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ પ્રકારની વાત કરવા માટે દીકરીઓ સાથે પ્રેમ પૂર્વક વ્યવહાર કરવો જોઈએ તેની વાતો ધ્યાનથી સાંભળવી અને સમજવી જોઈએ.તો મિત્રો આ બધી વાતને ધ્યાનમાં રાખી આ ચાર સ્ત્રીઓ સાથે હંમેશા સારો વ્યવહાર કરવો અને કોઈ વાત યોગ્ય ન લાગે તો તેની સાથે પ્રેમપૂર્વક ચર્ચા કરવી આ વાતનું પાલન કરવાથી જીવનમાં સુખ શાંતિ આવશે અને ધીમે ધીમે ધનમાં પણ વૃદ્ધિ થવા લાગશે.

મિત્રો હવે આપણે જાણીશું આ પાપ કરવાથી નર્ક માં પણ જગ્યા નથી મળતી.આપણા શાસ્ત્રોમાં એવી ઘણી બધી વાતો વિશે જણાવવામાં આવ્યું છે જેને કરવાથી વ્યક્તિ પાપનો ભાગીદાર બને છે. શાસ્ત્રોના જણાવ્યા અનુસાર ઘણા કામ એવા છે, જેને કરવા અશુભ માનવામાં આવે છે. આવા લોકોનું સમાજમાં પણ માન સમ્માન થતું નથી. આવા વ્યક્તિઓને સમાજ સારી નજરથી જોતા નથી. એ કામ નારી સાથે જોડાયેલું છે. સ્ત્રી સાથે જોડાયેલા આ કામ ક્યારેય ન કરવું જોઈએ.

આપણે જાણીએ જ છીએ કે આપણા શાસ્ત્રોમાં નારીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે એટલા માટે સ્ત્રીને પુરુષો કરતા ઉચો દરજ્જો આપવામાં આવ્યો છે. પ્રાચીન કાળથી આપણે ત્યાં સ્ત્રીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે અને સ્ત્રીઓને ઈજ્જત પણ આપવામાં આવે છે. ઘણી એવી જગ્યાઓ પણ છે જ્યાં નારીનું સન્માન કરવામાં આવતું નથી. જ્યાં સ્ત્રીઓ પર હાથ પણ ઉપાડવામાં આવે છે. પણ એવા ઘરોમાં કયારેય લક્ષ્મી માં નો વાસ થતો નથી. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં સ્ત્રી દુઃખી હોય છે ત્યાં દેવી દેવતાઓ કયારેય વાસ નથી કરતા. અને જે ઘરમાં સ્ત્રીનું સન્માન કરવામાં આવે છે, એ ઘરમાં હંમેશા ખુશીનું વાતાવરણ બની રહે છે.

હિંદુ ધર્મમાં સ્ત્રીઓને હંમેશા પૂજનીય માનવામાં આવે છે. એટલા માટે ક્યારેય પણ સ્ત્રીઓનું અપમાન કરવું જોઈએ નહિ. હિંદુ ધર્મમાં ઘણી દેવીઓનું વર્ણન જોવા મળે છે, દાખલા તરીકે માતા દુર્ગા, પાર્વતી માતા, લક્ષ્મી માતા વગેરે જે બધી મહિલાઓ છે, જેમની હિન્દુ ધર્મમાં પૂજા કરવામાં આવે છે. કોઈ પણ મહિલાનું અપમાન હિંદુ ઘર્મ અનુસાર એક અપરાધ માનવામાં આવે છે.

આજે અમે તમને આ આર્ટીકલના માધ્યમ થી એક એવા પાપ વિશે જણાવીશું જે હંમેશા લોકો કરે છે, અને તે પાપ એટલું મોટું હોય છે કે મૃત્યુ પછી પણ માણસ નો પીછો છોડતું નથી. અમે વાત કરી રહ્યા છે સ્નાન કરતી સ્ત્રીની. ઘણીવાર એવું જોવા કે સાંભળવા મળે છે કે કેટલાક લોકો સ્નાન કરતી સ્ત્રીઓને જોતા હોય છે. જે કોઈ પણ વ્યક્તિ એ કરવું જોઈએ નહીં જે વ્યક્તિ એવું કરે છે તે ચરિત્રહીન ગણાય છે.

તમને જણાવી દઈએ, કે શાસ્ત્રોમાં કોઈ સ્ત્રીને સ્નાન કરતા જોવું ખુબ જ અશુભ માનવામાં આવે છે. આવું કરવા વાળા વ્યક્તિ પાપ નહિ પણ મહાપાપનો ભાગીદાર હોય છે. કોઈ પણ સ્ત્રીને સ્નાન કરતા જોવા વાળો વ્યક્તિ પાપી ગણાય છે. કારણ કે શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે, કે આવું કરવા વાળા વ્યક્તિને કઠોર થી કઠોર સજા મળે છે.

જો આ ભૂલ કોઈનાથી અજાણતા થઇ જાય છે તો કોઈ વાત નહિ ભગવાન તેને માફ કરી શકે છે એનો અર્થ એવો નથી કે તમે કોઈ સ્ત્રીને સ્નાન કરતા જોઈ ગયા હોય તો તેને એકધારું જોયા જ કરે છે પરતું એવું ન કરવું જોઈએ અને તરત તમારું મુખ ફેરવી ત્યાંથી નીકળી જવું જોઈએ પરંતુ જો આ ભૂલ તમે જાણી જોઈને કરતા હોય તો તમને ખુબ જ પાપ લાગે છે. હિંદુ ધર્મ અનુસાર આ ભૂલ ની માફી મળતી નથી અને ખુબ જ મોટું પાપ થાય છે.