આ 4 અભિનેત્રીઓના એક કરતાં વધારે ક્રિકેટરો સાથે રહ્યાં છે અફેર, આ દિગ્ગજ અભિનેત્રી પણ સામીલ…

0
108

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારું સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ બોલિવુડની અમુક એવી અભિનેત્રીઓ વિશે જેઓનું અફેર એક નહિ,બે નહિ,પરંતુ વધારે ક્રિકેટરો સાથે રહ્યા છે તેમના સબંધ તો આવો જાણીએ આ ક્રિકેટરો વિશે બોલિવૂડ અને ક્રિકેટનો સંબંધ ઘણો જૂનો છે. બોલિવૂડ એક્ટ્રેસના ક્રિકેટ ખેલાડીઓ સાથે અફેર્સના સમાચાર અવારનવાર સામે આવતા રહ્યા છે. જોકે આ અફેરની વચ્ચે એવી ઘણીય એક્ટ્રેસ છે જેણે એક કરતાં વધારે ક્રિકેટ ખેલાડીઓ સાથે અફેર હતા. દીપિકા પાદુકોણ, તમન્ના ભાટિયા, અનુષ્કા શર્મા અને રિયા સેન એવી એક્ટ્રેસ છે જેમના એક કરતાં વધારે ક્રિકેટર્સ સાથે અફેર હતા. આવો જાણીએ આ એક્ટ્રેસ ક્યા ક્યા ક્રિકેટર્સને ડેટ કરી ચૂકી છે.

દીપિકા પાદુકોણ – યુવરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની.મિત્રો તમને જણાવી દઇએ કે રણવીર સાથે લગ્ન પહેલા દીપિકા પાદુકોણ તેના લિંકઅપ અને બ્રેકઅપને લઈને ઘણી ચર્ચામાં રહી હતી.એક સમયે તે મહેન્દ્ર ધોનીને ડેટ કરી હતી અને 2007માં બન્ને વચ્ચે અફેર હોવાની ચર્ચા હતી અને આ વાત ખુદ ધોનીએ પણ જાહેરમાં દીપિકાનો મોટો ફેન હોવાનું કહ્યું હતું જોકે આ સંબંધ લાંબા ટક્યા ન હતા અને તેમનું બ્રેક અપ થઈ ગયું હતું અને બાદમાં દીપિકાનું નામ યુવરાજ સાથે જોડવામાં આવ્યું હતુ અને આ બન્ને અનેક કાર્યક્રમમાં એક બીજા સાથે જોવા મળ્યા હતા જોકે આ બાદમાં બન્ને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું અને યુવરાજે એક્ટ્રેસ હેડલ કીચ સાથે લગ્ન કરી લીધા હતા.

અનુષ્કા શર્મા- વિરાટ કોહલી અને સુરેશ રૈના.મિત્રો અનુષ્કમા શર્મા અને વિરાટ કોહલી હાલમાં હોટેસ્ટ કપલ તરીકે ઓળખાય છે.અને ટૂંકમાં સમયમા જ બન્ને માતા પિતા બનવાના છે જોકે વિરાટ કોહલી સાથે લગ્ન પહેલા અનુષ્કાનું નામ અને એક્ટર સાથે જોડાયું હતું જોકે વિરાટ પહેલા અનુષ્કાનું નામ માત્ર એક્ટર જ નહીં પણ ક્રિકેટર સુરેશ રૈના સાથે પણ જોડાયું હતું જે વર્ષ 2012માં અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ક્રિકેટર સુરેશ રૈનાને અનુષ્કા શર્મા ડેટ કરી રહી છે.અને આ બન્નેની પહેલી મુલાકાત લંડનમાં થઈ હતી જ્યાં અનુષ્કા પોતાની ફિલ્મના શૂટિંગ માટે પહોંચી હતી અને રૈના ક્રિકેટ સીરિઝ માટે.જોકે બન્નેમાંથી કોઈએ ક્યારે પોતાના અફેરની ન તો પુષ્ટિ કરી ન તો વાતને ફગાવી દીધી હતી.

રિયા સેન- યુવરાજ સિંહ અને શ્રીસંત.મિત્રો લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહેલ રિયા સેનનું નામ એક સમયે મેચ ફિક્સિંગને લઈને વિવાદમાં આવેલ શ્રીસંત સાથે જોડાયું હતુ અને આ બન્ને વચ્ચે સીક્રેટ અફેર હોવાની ચર્ચા ચાલી હતી જો કે આ બન્ને એક બીજા સાથે અનેક જગ્યાએ જોવા મળ્યા હતા જોકે બન્ને વચ્ચે આ અફેર લાંબો સમય સુધી ટક્યા ન હતા અને બાદમાં રિયા સેનનું નામ ધુરંધર બેટ્સમેન યુવરાજ સિંહ સાથે જોડાયું હતુ જો કે આ સંબંધ પણ ટૂંકા ગાળામાં તૂટી ગયા હોવાનું સામે આવ્યું હતું.

તમન્ના ભાટિયા- વિરાટ કોહલી અને અબ્દુલ રઝાક.મિત્રો સાઉથની આ હોટ એક્ટ્રેસ પણ એક કરતા વધારે ક્રિકેટરના પ્રેમમાં પડી હતી અને 2012માં વિરાટ કોહલી અને તમન્ના ભાટિયાના અફેરની ચર્ચા સામે આવી હતી જ્યા આ બન્નેએ એક એડ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને ત્યાર બાદ તેમના અફેરની ચર્ચા ચાલી હતી. જોકે તેમણે આ સંબંધને ક્યારેય જાહેરમાં સ્વીકાર્યો ન હતો. કહેવાય છે કે થોડા સમય સુધી ડેટ કર્યા બાદ તેઓ અલગ થઈ ગયા હતા.અને બાદમાં એવા સમાચાર આવ્યા હતા કે તમન્ના ભાટિયા પાકિસ્તાન ક્રિકેટર સાથે લગ્ન કરવાની છે જો કે સોશિયલ મીડિયા પર તમન્ના અને અબ્દુલની એક તસવીર વાયરલ થઈ રહી હતી જેમાં બન્ને એક જ્વેલરી શોમાં જ્વેલરી લેતા જોવા મળ્યા હતા.જોકે આ તસવીર એક ઉદ્ઘાટન સમારોહની હતી જ્યાં બન્ને ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા અને બાદમાં રઝાકે તમન્નાની સાથે પોતાના અફેરની વાતને ફગાવી દીધી હતી.

અનુષ્કા શેટ્ટી -રાહુલ દ્રવિડ.આમ તો આ પહેલો મોકો નથી જયારે કોઈ એક્ટર્સે રાહુલ ને એમના ફેવરીટ બતાવ્યા છે. એની પહેલા પણ કેટરીના કૈફ એમના એક ઈન્ટરવ્યું માં રાહુલ દ્રવિડ નું નામ લઇ ચુકી છે. જયારે એને ફેવરીટ ક્રિકેટર વિશે પૂછવામાં આવ્યું તો એમણે કહ્યું હતું કે મને રાહુલ દ્રવિડ ખુબ જ પસંદ છે. તે હકીકત માં જેન્ટલમૅન ક્રિકેટર છેરાહુલ ક્યારેક આક્રમક, ઉતેજીત અને નિરાશ થતો નથી. મે આજ સુધી એની સાથે ત્રણ શબ્દ થી પણ વધારે વાત નથી કરી. તે ખુબ જ શરમાળ વ્યક્તિ છે તમને જણાવી દઈએ કે, ધ વોલ ના નામ થી મશહુર રહેલા દિગ્ગજ બલ્લેબાજ રાહુલ દ્રવિડ ના ખેલ ના ફેન વળી કોણ નહિ હોય. એમના ખેલ ની સાથે સાથે દ્રવિડ એમના જેન્ટલમૅન સ્ટાઈલ થી પણ ફેંસ ને પોતાના દીવાના બનાવી લેતા હતા.

ઇશા શેરવાની -ઝહિર ખાન.ટીમ ઇન્ડીયાના પહેલાના સ્ટાર બોલર જાહિર ખાન બોલીવુડ અભિનેત્રી ઈશા શેરવાની સાથે લગભગ 8 વર્ષ સબંધોમાં હતા. ઈશાનું નામ બોલીવુડની સુંદર હસીનાઓમાંનું એક હતું. તે ગુડ-બેડ બોય.અને ‘લક બાય ચાન્સ’ જેવી ફિલ્મોમાં જોવામાં આવેલ છે.2011 વર્લ્ડકપ દરમિયાન અંદાઝ લગાવવામાં આવતો હતો કે બન્ને લગ્ન કરી લેશે. પાછળથી સમાચાર આવ્યા કે બન્નેના સબંધો તૂટી ગયા. આમ તો જાહિર ચક દે ગર્લ સાગરિકા ઘાટકે સાથે લગ્ન કરવા જઈ રહેલ હતા. બન્નેની સગાઈ થઇ ગયેલ છે.

અમૃતા સિંહ-રવી શાસ્ત્રી.મિત્રો ભારતીય ક્રિકેટ ટીમના કોચ અને પહેલાના ક્રિકેટર રવી શાસ્ત્રી અને બોલીવુડ અભિનેત્રી અમૃતા સિંહ ના અફેયર ના સમાચાર બન્નેના યુવાનીના દિવસોમાં જોર શોર થી ઉપર હતા. કહેવામાં આવે છે કે બન્નેની સગાઈ પણ થઇ ગઈ છે. આમ તો થોડા દિવસો પછી બન્નેના બ્રેકઅપ ના સમાચાર સામે આવ્યા. પાછળથી અમૃતાએ પટોડી કુટુંબના કુવર સેફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા અને રવીએ ઋતુ સાથે લગ્ન કરી લીધા.