આ ત્રણ જાનવરોને ઘર માં રાખવાથી ઘર માં આવે છે સુખ શાંતિ અને સમૃદ્ધિ,ખૂબ લકી માનવામાં આવે છે આ જાનવરોને….

0
217

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ આજકાલ લોકો એમના શોખ માટે ઘર માં કુતરો, બિલાડી અને સસલું જેવા પ્રાણીઓ પાળે છે, પરતું શું તમે જાણો છો કે પાલતું જાનવર પણ ઘર માં પોઝીટીવ અથવા નેગેટીવ એનર્જી નું કારણ બની શકે છે. અમુક જાનવર એવા હોય છે,

જેને ઘર માં રાખવા થી તમારે આર્થિક તંગી, માનસિક પરેશાની અને સ્વાસ્થ્ય ની સમસ્યા નો સામનો કરવો પડે છે. જયારે અમુક જાનવર ઘર માં પોઝીટીવિટી અને સુખ શાંતિ લઈને આવે છે.તો ચાલો આજે અમે તમને જાણવી દઈએ કે ઘર ,અ ક્યાં જાનવર ને રાખવા શુભ માનવામાં આવે છે.

ગાય  હિંદુ ધર્મ માં ગાય ને ખુબ જ પવિત્ર જાનવર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ગાય માં ૩૩ પ્રકાર ના દેવી દેવતા નો વાસ હોય છે. આ જ કારણે ઘર માં ગાય ને પાળવાથી કોઈ પ્રકાર ની મુસીબત આવતી નથી.

કુતરો મોટાભાગ ના લોકો એના ઘર માં કુતરો પાળે છે, જે વાસ્તુ અનુસાર સારો પણ છે. હિંદુ ધર્મ માં કુતરા ને ભૈરવ ભગવાન નો સેવક માનવામાં આવે છે. એટલા માટે ઘર માં કુતરા ને પાળવાથી અને એને દરરોજ ભોજન કરાવવાથી ધન-દોલત ની સાથે માન સન્માન પણ વધે છે.

દેડકો અમુક લોકો ઘર માં દેડકા ને પાળે છે તો અમુક એના રૂપ માં પીતળ ની મૂર્તિ રાખે છે. એવા લોકો બ ઘર થી બીમારીઓ ખુબ જ દુર રહે છે. જો તમે કોઈ જરૂરી કામ માટે જઈ રહ્યા હોય ત્યારે દેડકા ને જોઈ ને જવું, એનાથી તમારું કામ થઇ જશે..

પોપટ એસ્ટ્રોલોજી મુજબ પોપટ તમારા ઘરે આવનારી પરેશાનીઓ ને પહેલા જ દુર કરી નાખે છે, સાથે જ પોપટ રાખવાથી ઘર ના સદસ્યો માં એકતા પણ વધે છે. એટલા માટે પોપટ ને જરૂર પાળવો જોઈએ.

ઘોડો ઘોડા ને વાસ્તુ શાસ્ત્ર માં એશ્વર્ય નું પ્રતિક માનવામાં આવે છે. એવા માં એને રાખવાથી ન ફક્ત ઘર ની આર્થિક પરેશાનીઓ દુર થાય છે, પરતું આ સદસ્યો નું મન-સન્માન પણ વધે છે.

કાચબો શાસ્ત્રો અનુસાર ઘર માં કાચબો રાખવો પણ ખુબ જ શુભ માનવામાં આવે છે, કારણકે આ ભગવાન વિષ્ણુ ના દશાવતાર માં થી એક છે. અને સાથે લક્ષ્મી જી નું પ્રતિક માનવામાં આવે છે એટલા માટે એને રાખવાથી ઘર માં ક્યારેય પણ પૈસા ની અછત પડતી નથી.

માછલી ઘર માં માછલી રાખવી પણ ખુબ જ શુભ ગણાય છે, પરતું આ વાત નું ધ્યાન રાખવું કે માછલી સોનેરી રંગ ની હોય. એનાથી પરિવાર ના સદસ્યો માં એકતા વધે છે અને ઘણી બીમારીઓથી પણ બચી શકો છો.

સસલું સસલું જોવામાં ખુબ જ પ્રેમાળ હોય છે અને તે ખુબ જ ચાલાક અને તેજ હોય છે એને ઘર માં કોણ રાખવા ન માંગે, વાસ્તુ અનુસાર, ઘર માં સસલું પાળવાથી સમૃદ્ધિ આવે છે.

સફેદ ઉંદર ઉંદર ભગવાન ગણેશ નું વાહન છે એટલા માટે એને રાખવાથી પણ ઘર માં પોઝીટીવ એનર્જી અને સુખ સમૃદ્ધિ વધે છે. જંગલી ઉંદર થી ઘર માં બીમારીઓ ફેલાવવાનો ડર રહે છે, એટલા માટે તમે સફેદ ઉંદર ને તમારું પાળતું બનાવી શકો છો.

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં કાચબો રાખવો ઘણો શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે કાચબો ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ છે. સમુદ્ર મંથન સમયે ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરી મંદ્રાંચલ પર્વતને પોતાના વશમાં કર્યો હતો. જેથી એવુ કહેવામાં આવે છે કાચબો જ્યાં હોય છે,ત્યાં લક્ષ્મીનું આગમન થાય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે ઘરમાં કાચબો રાખવાથી ક્યાં-ક્યાં લાભ થાય છે.

ઘરમાં કાચબો રાખવાથી થશે આ લાભએવું માનવામાં આવે છે કે ઘરમાં કાચબો રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે.કોઇને ધન સંબંધિત સમસ્યા છે તો કાચબો રાખવાથી લાભ થાય છે.ઘરમાં કાચબો રાખવાથી પરિવારના વડીલની ઉંમર લાંબી થાય છે.સાથે જ કેટલીક બિમારીઓ પણ દુર થાય છે. કાચબાને ખુબ જ શુભ માનવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે ઘરમાં કાચબો રાખવાથી નોકરી અને પરિક્ષામાં સફળતા મળે છે.
કાચબો પરિવારના લોકોને નજર લાગવાથી પણ બચાવે છે.નવા ધંધાનો પ્રારંભ કરતા સમયે પોતાની દુકાન અથવા ઓફિસમાં ચાંદીનો કાચબો રાખવો અત્યંત શુભ માનવામાં આવે છે.ઘરમાં કાચબો રાખવાથી પરિવારના વડીલની વચ્ચે સુખ-શાંતિ બની રહે છે.

પ્રાચીન સમયથી આપણા પૂર્વજો ગાયમાતાની સેવા કરતા આવ્યા છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરતા રહ્યા છે. ગાય માતાની સેવા કરવાથી મનુષ્ય પોતાના જીવનમાં એવા ચમત્કારિક લાભ પ્રાપ્ત કરી શકે છે જે મનુષ્યને સંસારમાં બધા જ સુખ પ્રદાન કરવામાં સહાયક બને છે. તો ચાલો જાણીએ કે ગાય માતાની સેવા કરવાથી કેવા લાભ પ્રાપ્ત કરી શકાય છે.

ગાય માતાને ઘાસ ખવડાવવું ખૂબ જ પુણ્યદાયી જે રીતે મનુષ્ય તીર્થસ્થાનો પર સ્નાન કર્યા બાદ દાન-દક્ષિણા આપે છે તથા બ્રાહ્મણને ભોજન કરાવીને જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તે પુણ્ય ગાયને ઘાસ ખવડાવીને પ્રાપ્ત કરી શકાય છે. આ સિવાય વ્રત-ઉપવાસ, તપસ્યા, મહાદાન અને ભગવાનની આરાધના કરીને તથા પૃથ્વીની પરિક્રમા, બધા જ વેદોનું અધ્યયન કરીને તથા યજ્ઞ કરીને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે, તે પુણ્યની પ્રાપ્તિ ગૌમાતાની સેવા કરીને મેળવી શકાય છે.

ભૂમિ દોષોની સમાપ્તિ ગાય માતા જે ભૂમિ પર નિવાસ કરે છે તે સ્થાનની પવિત્રતા તથા તેની સુંદરતામાં વધારો થઈ જાય છે. ગૌમાતાના સ્પર્શમાત્રથી તે સ્થાનના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે.સૌથી મોટું તીર્થ છે ગૌ સેવા દેવરાજ ઈન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગૌમાતામાં બધા જ તીર્થસ્થાનોનું નિવાસ છે અને જે વ્યક્તિ ગાયને પીઠ પર હાથ ફેરવીને તેની સેવા કરે છે તથા ગાયના ચરણસ્પર્શ કરીને નમસ્કાર કરે છે તો બધા તીર્થોના ભમણ જેટલું પુણ્ય તેને પ્રાપ્ત થાય છે.