આ ઉમરમા પુરુષોને સંભોગ કરવાની ક્ષમતા આવે છે આ મોટો બદલવ, પુરૂષો અવશ્ય વાંચે…..

0
811

ઉંમરની સાથે પુરૂષોના સંભોગ જીવનમાં કેવા-કેવા પરિવર્તનો આવે છે જાણો.ઉંમર સતત વધતી પ્રક્રિયા છે, પણ તમે મનથી માનો નહીં તો ક્યારેય મોટા થતા નથી.કલ્પના કરો કે તમને તમારો જન્મદિવસ ખબર નથી.જન્મનો દાખલો, જન્મકુંડળી પણ નથી કે બીજા કોઈ દસ્તાવેજ પણ નથી કે જે તમારી સાચી ઉંમર જણાવી શકે.ત્યારબાદ તમને જણાવવામાં આવે કે તમારી ઉંમર એટલી જ છે,જેનો તમને અહેસાસ થતો હોય.

મોટાભાગના લોકોને કામેચ્છા કોને કહેવાય અથવા તો જાતિય આવેગો કોને કહેવાય એ પ્રશ્ન ભલે સામાન્ય લાગતો હોય પરંતુ હજી સુધી વૈજ્ઞાનિકો પણ આ બાબતે એક મત નથી કે પુરુષો અને મહિલાઓમાં શેના લીધે કામેચ્છા જાગૃત થાય છે અથવા તો તેને કેવી રીતે માપી શકાય.કામેચ્છા પ્રદિપ્ત કરવામાં અંતઃસ્રાવોની ભૂમિકા રહેલી હોવા છતાં તેનાથી કેટલો ફેર પડે છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી. જોકે માનસિક, સામાજિક તથા શારીરિક અવસ્થા જેવા અન્ય પરિબળો ભેગા થઈને સેક્સ માટેની પ્રબળ ઈચ્છા જાગૃત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

તમારા પગરખાની સાઇઝ અને તમારી ઊંચાઈ એક ઉંમર પછી વધવાના બંધ થઈ જાય છે. તે પછી જિંદગીભર તેમાં ફેરફાર થતો નથી.જોકે રોજબરોજનો અનુભવ એવું દર્શાવે છે કે આપણી ઉંમર જે ઝડપથી વધે છે તે ઝડપથી આપણને તેનો અહેસાસ થતો નથી.કેટલાકને પોતે બૂઢા થઈ ગયા તેવું લાગે, જ્યારે કેટલાકને પોતે સદા જુવાન જ લાગ્યા કરે.વિજ્ઞાનીઓ ઉંમર સાથે જોડાયેલી આ માનસિકતા પર સંશોધનો કરી રહ્યા છે. તેમાંથી કેટલાક રસપ્રદ તારણો નીકળ્યા છે.તમે પોતાને કેટલી ઉંમરના સમજો છો તેના આધારે તમારું સારું કે ખરાબ પર્ફૉર્મન્સ નક્કી થતું હોય છે તેમ આ અભ્યાસ કહે છે.

તમારી તબિયત સાથે પણ તેને સીધો સંબંધ છે. વિજ્ઞાનીઓ હવે એ તપાસી રહ્યા છે કે તમે જે ઉંમરનો અહેસાસ કરી રહ્યા હો તેનાથી તમારી તબિયત પર કે તમારી કાર્યદક્ષતા પર કોઈ અસર પડે કે નહીં.અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીના બ્રાયસ નોસેક આ જ વિષય પર સંશોધન કરી રહ્યા છે.તેઓ કહે છે,લોકો ખુદને અસલી ઉંમરથી કેટલા નાના સમજે છે, તેના આધારે તેમના નિર્ણયો પર અસર પડતી હોય છે.લોકો પોતાને વધારે યુવાન કે વધુ ઉંમરલાયક સમજતા હોય તે પ્રમાણે જિંદગીના નિર્ણયો લેતા હોય છે.

ઉંમરના અહેસાસનું મહત્ત્વ આટલા પૂરતું મર્યાદિત નથી.તમે પોતાને જેટલી નાની ઉંમરના સમજશો એટલી અસર તમારી તબિયત પર પડશે.તેનો સંબંધ વ્યક્તિના મોત સાથે પણ જોડાયેલો છે.પુરુષોમાં જાતીય ઉત્તેજના માટે જરૂરી ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ સામાન્ય રીતે ઉંમરના 20ના દાયકામાં સૌથી વધુ સ્તરે હોય છે અને આ જ વયે કામાવેગ કે સેક્સ માટેની ઈચ્છા પણ અત્યંત પ્રબળ સ્તરે હોય છે.આ એ જ ઉંમરનો ગાળો છે જ્યારે અનુભવહિનતાને લીધે તમે સેક્સ વિશે ચિંતાતુર રહો છો.

કદાચ તેના કારણે જ ઉંમરના 20ના દાયકામાં 8 ટકા કે તેથી વધુ પુરુષો શિશ્નોત્થાનની સમસ્યાનો ભોગ બને છે. આ સ્થિતિ તબીબી અથવા માનસિક તંદુરસ્તીને કારણે અથવા તો તમને હૃદય રોગ થવાની સંભાવના હોવાને લીધે પણ સર્જાઈ શકે છે. તમારા લક્ષણો વિશે ડોક્ટરની સલાહ લો.સંશોધનમાં મળેલા પ્રોત્સાહક પરિણામો પછી વિજ્ઞાનીઓ હવે એ જાણવા માટે કોશિશ કરી રહ્યા છે એવા કયા માનસશાસ્ત્રીય, સામાજિક અને જૈવિક કારણો છે, જેના કારણે વ્યક્તિ પોતાને વધારે યુવાન કે વધારે વૃદ્ધ સમજવા લાગે છે.

આ વાત સમજી શકાય તો તેના આધારે લાંબું જીવન અને સ્વાસ્થ્ય માટેના ઉપાયો પણ આપણે શોધી શકીએ.35ની આસપાસની વયે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું હોવા છતાં આ વર્ષો દરમિયાન ઘણાં પુરુષોની કામેચ્છા અત્યંત મજબૂત અને પ્રબળ બની રહે છે. સામાન્ય રીતે તેમાં વર્ષે 1 ટકાનો ઘટાડો થતો હોય છે, પરંતુ કેટલાંક પુરુષોમાં ઘટાડાનું પ્રમાણ વધારે પણ જોવા મળે છે. તેનાથી પણ તમારા કામાવેગ પર અસર થાય છે. આ ઉપરાંત કામનો બોજ,પરિવારની જવાબદારીઓ તથા અન્ય પરિબળોને લીધે ઘણાં પુરુષોમાં કામાવેગ મંદ પડી જાય છે.

જો તમારી શારીરિક અને માનસિક તંદુરસ્તી સારી હોય તો પાછલી ઉંમરે પણ તમે સેક્સ માણી શકો છો. વધતી ઉંમરમાં શિશ્નોત્થાનની સમસ્યા સામાન્ય છે ઉંમર વધતા જ શિશ્નોત્થાનમાં ઘટાડો થાય છે અને લિંગ પણ યોગ્ય રીતે ટટ્ટાર નથી થતું. પરંતુ આ માટે ઉંમર જવાબદાર નથી પરંતુ ઉંમરની સાથે સાથે થતી આરોગ્યની સમસ્યાઓ જેમ કે હૃદય રોગ,ડાયબિટીસ,હાઈ કોલેસ્ટેરોલ મેદસ્વીતા તથા તેમની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ તેના માટે જવાબદાર હોય છે.

તે ઉપરાંત તમાકુ સિગારેટ અને દારૂનું વ્યસન પણ નપુસંક તા અનુભવમાં મોટો ભાગ ભજવે છે.શિશ્નોત્થાનની સમસ્યાના ઉપાય માટે નિષ્ણાત સેક્સોલોજીસ્ટની સલાહ લો.જોકે ઉંમર વિશે થઈ રહેલા આ સંશોધનો નવા નથી. 1970 અને 1980ના દાયકાની વચ્ચે આવા ઘણા અભ્યાસો થયા હતા.પરંતુ હાલના દાયકામાં ઉંમર વિશેના સંશોધનો વધુ વ્યાપક રીતે થવા લાગ્યા છે. હાલમાં થયેલા આવા એક અભ્યાસમાં જણાવાયું છે કે કઈ રીતે ઉંમર વિશેનો આપણો અભિગમ આપણા વ્યક્તિત્વ ઘડતર પર અસર કરે છે.

સૌને ખ્યાલ છે કે ઉંમર વધવા સાથે વ્યક્તિ શાંત થવા લાગે છે.નવા અખતરા કરવાનું બંધ થાય છે.તેની સામે યુવાનો હંમેશા વધારે જોખમ લેવા તૈયાર હોય છે.નવા સ્થળે જવા, નવા પ્રયોગો કરવા માટે યુવાનો વધારે ઉત્સાહિત હોય છે.ઉત્તેજિત થવા માટે તમારે થોડાં ટેસ્ટોસ્ટેરોનની જરૂર પડે છે પરંતુ તેનું ચોક્કસ પ્રમાણ અકળ છે.વ્યક્તિ એ વ્યક્તિએ તેનું પ્રમાણ અલગ હોઈ શકે છે.ઉંમરની સાથે સાથે તેના પ્રમાણમાં ઘટાડો થતો હોવા છતાં તેનાથી કામાવેગ પર કેવી અસર થાય છે તે અંગે વૈજ્ઞાનિકોમાં પણ કોઈ એકમત નથી.

ટેસ્ટોસ્ટેરોનનું ઓછું પ્રમાણ ધરાવતા કેટલાંક પુરુષોનો કામાવેગ સામાન્ય હોય છે જ્યારે ઉંચુ સ્તર ધરાવતા કેટલાંક પુરુષો જાતીય સમસ્યાથી પીડાતાં હોવાનું જણાયું છે.અન્ય તબીબી સમસ્યાઓ શારીરિક તંદુરસ્તી તથા માનસિક સ્વાસ્થ્ય જેવા અન્ય પરિબળો પણ આ માટે જવાબદાર હોઈ શકે છે.તમારા સાથીની જરૂરિયાતો અને તેની ઈચ્છાઓ વિશે મુક્ત મને તેની સાથે ચર્ચા કરો.વધતી ઉંમર કે જીવનમાં બદલાયેલા પરિમાણો છતાં નવી વસ્તુઓનો પ્રયોગ કરતાં ગભરાવ નહીં.

આમ કરવાથી તમારો અને તમારા સાથીનો સંભોગમાં રસ જળવાઈ રહેશે.તમારા શારીરિક અને સંવેદનાત્મક સંતોષ વિશે પ્રામાણિક રજૂઆત કરો.સમાગમ માટે અલગ સમય ફાળવવાથી પણ બંને જણ વચ્ચેની નિકટતા વધુ ગાઢ બનશે.આપણે પોતાને કેટલા મોટા સમજીએ છીએ તેની સાથે આપણી તબિયતની બાબત જોડાયેલી છે અને તેની પાછળ કેટલાક કારણો છે.

સૌથી મોટું કારણ એ છે કે વધતી ઉંમર સાથે લોકોમાં પ્રૌઢતા આવે છે અને જીવનશૈલીમાં ફેરફાર થાય છે.તેની સામે પોતે હજી પણ યુવાન છે એવું અનુભવતા લોકો હરવુંફરવું, નવા શોખ કેળવવા વગેરેમાં રત રહે છે.મતલબ કે જે લોકો જુવાન હોવાનો અનુભવ કરે છે તે લોકો વધારે પ્રવૃત્તિમય રહે છે અને હરતાફરતા રહે છે. તેના કારણે તેમની તબિયત સારી રહે છે.