આ ગુજરાતી છોકરો આખું અમેરિકા ગજવે છે,તેની પ્રેરણાદાયક સ્ટોરી વાંચશો તો તમે પણ…..

0
241

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા આર્ટીકલમાં આજે હું તમારા માટે લાવ્યો છું  કંઈક નવુ જાણવા જેવું 16 વર્ષીય સ્પર્શ શાહે હ્યૂસ્ટન ખાતેના હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રગાનનું ગાન કર્યું છે. સ્પર્શ શાહના શરીરમાં 130 ફ્રેક્ચર છે અને તે વ્હીલચેયર પર જ છે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થયા છે. સ્પર્શ શાહે રાષ્ટ્રગાન કર્યું, ત્યારે મંચ પર પીએમ મોદી સાથે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા.

અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતો સ્પર્શ શાહ પીએમ મોદીના કાર્યક્રમમાં ભાગ લીધો છે. આ દરમિયાન તેણે રાષ્ટ્રગાન પણ ગાયુ હતું.  સ્પર્શ શાહ હાઉડી મોદી કાર્યક્રમમાં સામેલ થવાને લઈને ઘણો ઉત્સાહીત છે અને તેની સાથે જ પીએમ મોદીને મળવાની ઘણી રાહ પણ જોઈ રહ્યો હતો.સ્પર્શ શાહે પીએમ મોદી સાથે મળવાની જાણકારી પોતાના ટ્વિટર પર પણ શેયર કરી છે.

તેણે લખ્યું છે કે હું ભારતના વડાપ્રધાનના કાર્યક્રમમાં રાષ્ટ્રગાન ગાવા માટે મળેલા આમંત્રણ પર ઘણો ગર્વ મહસૂસ કરી રહ્યો છું.16 વર્ષનો સ્પર્શ શાહ એક રેપર, ગાયક, ગીતકાર અને મોટિવેશનલ સ્પીકર છે. તેનો જન્મ ઓસ્ટિયોજેનેસિસ ઈમ્પરફેક્ટા રોગ સાથે થયો હતો. આ બીમારીમાં હાડકા બેહદ કમજોર બની જાય છે અને આસાનીથી તૂટી જાય છે.

જાણકારી પ્રમાણે સ્પર્શ શાહના 130થી વધારે હાડકા તૂટી ચુક્યા છે. તેનું શરીર ઘણું નાજૂક થઈ ગયું છે. જો કે સ્પર્શ શાહ હંમેશા ઊર્જાવાન રહે છે અને હસતો દેખાઈ રહ્યો છે. તે આગામી એમિનેમ બનવા ચાહે છે અને એક અબજ લોકોની સમક્ષ પરફોર્મ કરવા ચાહે છે.વીલચેયર પર રહેવાવાળો સ્પર્શ શાહ હંમેશા કાર્યક્રમોમાં ભાગ લેતો નજર આવે છે. તે હવે એક સેલિબ્રિટી બની ચુક્યો છે. લોકો તેને સાંભળવાનું પસંદ કરે છે.

સ્પર્શ શાહની જિંદગી અને બીમારીથી તેની લડાઈ પર આધારીત ડોક્યુમેન્ટ્રી બ્રિટલ બોન રેપર માર્ચ 2018માં રિલીઝ થઈ હતી. સ્પર્શ શાહ ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેણે એમિનેમનું એક ગીત કવર કરતો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. તેને લોકોએ બેહદ પસંદ કર્યા હતા.પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ થવાને લઈને સ્પર્શ શાહે કહ્યુ છે કે આ ઘણી મોટી વાત છે કે હું આટલા લોકોની સામે ગાઈશ. હું રાષ્ટ્રગાન ગાવા માટે ઘણો ઉત્સાહીત છું.

સ્પર્શ શાહે ઘણી સમયથી પીએમ મોદીને મળવા ઈચ્છી રહ્યો હતો. તેમની ઈચ્છા હવે પુરી થઈ રહી છે.રવિવારે હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં થનારા કાર્યક્રમમાં પીએમ મોદી 50 હજાર લોકોની વિશાળ ભીડને સંબોધિત કરશે. આ કાર્યક્રમને હાઉડી મોદી નામ આપવામાં આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે.

મુંબઈ અમિતાભ બચ્ચને તાજેતરમાં જ ‘કેબીસી’ના કર્મવીર એપિસોડનું શૂટિંગ કર્યું હતું. આ એપિસોડમાં 15 વર્ષીય મૂળ ગુજરાતી એવા અમેરિકન સ્પર્શ શાહ આવ્યો હતો. સ્પર્શ શાહ જન્મ્યો ત્યારે તેને 35-40 ફ્રેકચર્સ થયા હતાં. સ્પર્શ શાહને અસાધ્ય બીમારી ઓસ્ટિઓજેન્સીસ ઈમ્પરફેક્ટા છે. અમિતાભે પોતાના બ્લોગમાં સ્પર્શ શાહને લઈને વાત કરી હતી.કોણ છે સ્પર્શ શાહ.

મૂળ સુરતના અને અભ્યાસ બાદ અમેરિકામાં સ્થાઈ થયેલા હિરેન પ્રફૂલચંદ શાહના ત્યાં જ્યારે દીકરાનો જન્મ થયો ત્યારે તે ખુશી લાંબો સમય ટકી શકી નહીં. જન્મના છ મહિના બાદ જ સ્પર્શને 35-40 ફ્રેકચર્સ થયા હતાં. સ્પર્શને ઓસ્ટિઓજેન્સીસ ઈમ્પરફેક્ટા નામની બીમારી છે. આ બીમારીમાં હાડકાં એકદમ નાજુક હોય છે. જેને કારણે વ્યક્તિ ચાલી કે દોડી શકતો નથી.

તે સામાન્ય બાળકની જેમ હરી ફરી પણ શકે નહીં. આટલું જ નહીં સ્પર્શ જો કોઈની સાથે હાથ પણ મિલાવે તો તેને ફ્રેક્ચર થઈ જાય છે. 12 વર્ષની ઉંમર સુધીમાં સ્પર્શને 125થી વધુ ફેક્ચર્સ થયા હતાં. તેના શરીરમાં 22થી વધુ સ્ક્રૂ તથા આઠ સળિયા ફિટ કરવામાં આવ્યા છે.અસાધ્ય બીમારી છતાંય હાર્યો નહીં આટલી નાની ઉંમરમાં આવી બીમારી હોવા છતાંય સ્પર્શ ક્યારેય હિંમત હાર્યો નથી.

 

બીમારી ક્યારેય તેના જુસ્સાને ઓછો કરી શકી નહીં. માત્ર ત્રણ વર્ષની ઉંમરથઈ સ્પર્શે કિ-બોર્ડ પર સંગીત વગાડવાની શરૂઆત કરી હતી. સાડા ત્રણ વર્ષની ઉંમરમાં સ્પર્શ માતા-પિતા સાથે કારમાં ફરવા ગયો હતો. કારમાં રેડિયોમાં એક ગીત વાગ્યું હતું અને સ્પર્શે તે ગીત યાદ કરી રાખ્યું હતું અને ઘરે આવીને ગાવાની શરૂઆત કરી હતી.

રેડિયોમાં વાગેલા ચારથી પાંચ ગીત સ્પર્શને યાદ રહી ગયા અને તેણે ઘરે આવીને ગાયા હતાં. આ રીતે સ્પર્શની સંગીતકાર તથા સિંગર બનવાની શરૂઆત થઈ હતી. છ વર્ષની ઉંમરમાં સ્પર્શે પંડિત જસરાજ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મ્યૂઝિકમાં ઈન્ડિયન ક્લાસિક શીખ્યું હતું. સ્પર્શને અમેરિકન વોકલ મ્યૂઝીક પણ આવડે છે. સ્પર્શ માત્ર સિગિંગમાં જ નહીં પરંતુ ભણવામાં પણ અવ્વલ છે. તે પોતાના નાના ભાઈ અનુજ સાથે ફાજલ સમયમાં વીડિયો ગેમ્સ રમતો હોય છે.

દુખાવાને લઈ કહી આવી વાત એક ઈન્ટરવ્યૂમાં સ્પર્શે કહ્યું હતું કે દુખાવો થાય ત્યારે તમે કંઈ જ કરી શકતા નથી. દુખાવો થાય એટલે રડવું સ્વાભાવિક છે પરંતુ તમારે આ જ સમયનો હાસ્ય સાથે સામનો કરવાની જરૂર છે. જ્યારે તે નાનો હતો ત્યારે જ તેના પપ્પાએ તેને શીખવ્યું હતું કે જ્યારે પણ ફ્રેક્ચર થાય ત્યારે હસવું. એટલે જ્યારે પણ એક્સરેમાં નવું ફ્રેક્ચર જુએ એટલે તે તરત જ કહે કે સ્માઈલ પ્લીઝ બોન્સ.

નાની ઉંમરમાં મેળવી મોટી સિદ્ધિ 15 વર્ષની ઉંમરમાં આઠ વર્ષના ક્લાસિકલ સંગીતના અભ્યાસ બાદ સ્પર્શ ગાયક, ગીતકાર, રેપર તથા મોટિવેશનલ સ્પિકર તરીકે લોયપ્રિય છે. તેણે 27થી પણ વધુ ગીતો તૈયાર કર્યાં છે. તેણે વિશ્વભરમાં 100થી પણ વધુ લાઈવ પર્ફોમન્સ આપ્યા છે. ગૂગલ, યુએનમાં સ્પિચ, ટેડ ટોક શો, વોઈસ ઓફ ન્યૂયોર્કમાં અસંખ્ય એવોર્ડ્સ મેળવ્યા છે. સ્પર્શના સોશ્યિલ મીડિયામાં લાખો ફોલોઅર્સ છે.