99 ટકા લોકો ને ખબર નહીં હોય કે ગોત્ર એટલે શું.જાણી લો એનો મતલબ,અને પરંપરા વિશે…

0
865

ગોત્ર વિશે સામાન્ય રીતે પંડિતજીના મોઢેથી સાંભળવા મળે છે પરંતુ આજકાલ ચૂંટણીના માહોલમાં ગોત્ર ચર્ચાનો વિષય બન્યું છે. પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને હવે કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાનું ગોત્ર જણાવીને આ શબ્દને ચર્ચાસ્પદ બનાવ્યો છે. આખરે શું હોય છે ગોત્ર કેવી રીતે થઈ શરૂઆત શું છે ગોત્રનું મહત્વ આગળ વાંચોસનાતન ધર્મમાં ગોત્રનું ખૂબ મહત્વ છે. ગોત્ર નો શાબ્દિક અર્થ ખૂબ વ્યાપક છે વિદ્વાનો પણ સમયાંતરે તેનો યોગ્ય અર્થઘટન કરે છે ગો નો અર્થ ઇન્દ્રિયો છે જ્યારે ત્ર નો અર્થ છે સંરક્ષણ તેથી ગોત્રનો અર્થ ઇન્દ્રિય આઘાતથી રક્ષણ કરનાર જે સ્પષ્ટ રીતે ઋષિ તરફ છે.

 

પ્રાચીન ભારતીય પરંપરા અનુસાર હિંદુ ધર્મની દરેક જાતિના ગોત્ર હોય છે. ગોત્રનું નામકરણ પ્રારંભમાં કોઈને કોઈ ઋષિના નામ પર થયું કેટલાક ગોત્રના નામ કુળદેવીના નામ પરથી પણ પ્રચલિત થયા સામાન્ય રીતે ગોત્રનો અર્થ કૂળ અથવા વંશ પરંપરા સાથે જોડાયેલો છે સંસ્કૃત વ્યાકરણના જનક મહર્ષિ પાણિનીની અષ્ટાધ્યાયીમાં એક સૂત્ર આવે છે अपात्यं पौत्रप्रभृति गोत्रम् એટલે કે ગોત્ર શબ્દનો અર્થ છે કે દીકરાના દીકરા સાથે આવનારું સંતાન.

સામાન્ય રીતે ગોત્ર એ ઋષિ પરંપરાથી સંબંધિત માનવામાં આવે છે. બ્રાહ્મણો માટે ગોત્ર વિશે ઘણું મહત્વ રહેલું છે કારણ કે બ્રાહ્મણો ઋષિઓનાં બાળકો માનવામાં આવે છે. તેથી દરેક બ્રાહ્મણ એક ઋષિકુલ સાથે સંબંધિત છે તેમ કહી શકાય. પ્રાચીન સમયમાં ગોત્રની પરંપરા ચાર ઋષિઓના નામે શરૂ થઈ હતી આ ઋષિઓ અંગિરા કશ્યપ વસિષ્ઠ અને ભગુ હતા.થોડા સમય પછી જમાદગ્નિ આત્રી વિશ્વામિત્ર અને અગસ્ત્ય ઋષિ પણ તેમાં જોડાયા.

પછીથી, જ્યારે વર્ણ પદ્ધતિએ જાતિ-વ્યવસ્થાનું રૂપ લીધું તો પછી આ ઓળખ પણ સ્થળ અને કર્મ સાથે સંકળાયેલી બની ગઈ આ જ કારણ છે કે બ્રાહ્મણો સિવાયના વર્ગના ગોત્રાઓ મોટે ભાગે તેમના મૂળ સ્થાન અથવા કર્મક્ષેત્ર સાથે સંબંધિત છે. ગોત્ર પાછળની મુખ્ય ભાવના એકત્રીકરણની છે પરંતુ વર્તમાન સમયમાં પરસ્પર પ્રેમ અને સુમેળના અભાવને લીધે ગોત્રનું મહત્વ પણ ધીરે ધીરે માત્ર ધાર્મિક વિધિવતતામાં ઘટવા લાગ્યું છે.

હિંદુ ધર્મમાં સમાન ગૌત્રના છોકરા અને છોકરીઓના લગ્ન કરાવવા નિષેધ છે.કારણ કે સમાન ગૌત્ર હોવાથી છોકરા-છોકરી ભાઈ-બહેન બની શકે પતિ-પત્ની નહી.કહેવાય છે કે જો એક જ ગૌત્રમાં લગ્ન થાય તો તે દંપતીના સંતાનમાં વિકૃતિ જોવા મળે છે.આજના સમયમાં સામાન્ય રીતે દરેકને પોતાનું ગૌત્ર ખબર જ હોય છે પરંતુ જો કોઈને પોતાનું ગૌત્ર ખબર ના હોય તો તેને કશ્યપ કહી દેવું જોઈએ આ પાછળનું કારણ એ છે કે કશ્યપ ઋષિએ પણ ઘણા બધા લગ્ન કર્યા હતા એટલે તેમના ઘણા બધા સંતાનો પણ હતા અને આ સંતાનો કશ્યપ સાથે જોડાયેલા હતા.

જાતિ વ્યવસ્થા કઠોર થતાં ગોત્રનું મહત્વ વધી ગયું એ વખતે શૂદ્રને બાદ કરતાં બાકી તમામ પોતાના નામ સાથે ગોત્ર જોડતાં હતા ધીમે-ધીમે શૂદ્રોએ પણ પોતાના નામ સાથે ગોત્ર જોડવાનું શરૂ કર્યું શૂદ્રો જે પરિવાર અથવા વ્યક્તિઓની લાંબા સમય સુધી સેવા કરતા હતા તેમના ગોત્રને પોતાના નામ સાથે જોડી દીધું. એ કાળમાં ક્ષત્રિય અથવા વૈશ્ય યજ્ઞ વખતે પોતાના પુરોહિતના ગોત્રના નામનું ઉચ્ચારણ કરતા હતા. એટલે દરેક સવર્ણ જ્ઞાતિના ગોત્રોના નામ પુરોહિતો કે બ્રાહ્મણોના ગોત્રના નામથી પ્રચલિત થયા.

ગોત્ર માતૃવંશીય હોઈ શકે છે અને પિતૃવંશીય પણ. જો કે સમાજમાં પહેલાથી જ પિતૃવંશીય ગોત્રનું જ ચલણ જોવા મળે છે જરૂરી નથી કે ગોત્ર કોઈ આદિપુરુષના નામે જ ચાલે આપણા સમાજમાં ઘણી જનજાતિઓમાં વિશિષ્ટ ચિહ્નો દ્વારા પણ ગોત્ર નક્કી થાય છે જે વનસ્પતિથી માંડીને પશુ-પક્ષી પણ હોઈ શકે છે સિંહ મકર સૂર્ય માછલી પીપળો વગેરે સામેલ છે.

આજના સમયમાં સામાન્ય રીતે દરેકને પોતાનું ગોત્ર ખબર જ હોય છે પરંતુ જો કોઈને પોતાનું ગોત્ર ખબર ના હોય તો તેણે કશ્યપ કહી દેવું જોઈએ આ પાછળનું કારણ છે કહેવાય છે કે કશ્યપ ઋષિએ ઘણા બધા લગ્ન કર્યા હતા એટલે તેમના ઘણા સંતાનો પણ હતા અને આ સંતાનો કશ્યપ સાથે જોડાયેલા હતા આ અંગે પ્રાચીન ગ્રંથ હેમાદ્રિ ચંદ્રિકામાં કહેવાયું છે કે ગોત્ર ખબર ના હોય તો કશ્યપ ગોત્ર માની લેવું જોઈએ.हिनक्रियं निष्पुरुषम् निश्छन्दों रोम शार्शसम् ।
क्षय्यामयाव्यपस्मारिश्वित्रिकुष्ठीकुलानिच ।।

જે કુળ સત્ક્રિયાથી હિન, સત્પુરૂષોથી રહિત વેદાધ્યયનથી વિમુખ, શરીર પર મોટા-મોટા લોમ અથા બવાસીર, ક્ષય રોગ, ઉધરસ, મરગી, શ્વેતકુષ્ઠ અને ગતિલકુષ્ઠયુક્ત કુળની કન્યા અથવા વરની સાથે લગ્ન ન થવા જોઈએ, કારણ કે આ બધા દુર્ગુણ અને રોગ લગ્ન કરનાર કુળમાં પ્રવિષ્ટ થઈ જાય છે. લગ્ન નક્કી કરતા સમયે ગોત્રની સાથે-સાથે પ્રવરનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. પ્રવર પણ પ્રાચીન ઋષિઓના નામ છે પણ અંતર એ છે કે ગોત્રનો સંબંધ રક્તથી છે જ્યારે પ્રવરનો સંબંધ આધ્યાત્મિક છે.

વર-વધૂનો એક વર્ષ હોવા છતા તેમના અલગ-અલગ ગોત્ર તથા પ્રવર હોવા જરૂરી છે. મત્સ્યપુરાણમાં બ્રાહ્મણની સાથે સંગોત્રીય એક જ ગોત્ર શતરૂપાના લગ્ન પર આશ્ચર્ય અને દુખ પ્રકટ કરવામાં આવ્યું છે. ગૌતમધર્મ સૂત્રમાં પણ જુદાં-જુદાં પ્રવર લગ્નની સૂચના આપેલી છે. આપસ્તંબ ધર્મસૂત્ર કહે છે- ‘संगौत्राय दुहितरेव प्रयच्छेत्’ (સમાન ગોત્રના પુરૂષને કન્યા ન આપવી જોઈએ) જુદા-જુદા ગોત્રની સાથે લગ્ન ન કરવાની ભૂલ પુરૂષને બ્રાહ્મણત્વથી ભંગાણ થઈ જવા તથા ચાંડાલ પુત્રપુત્રીના ઉત્પન્ન થવાની વાત કહેવામાં આવી છે. અપરાર્ક કહે છે કે જાણી જોઈને સંગોત્રીય કન્યા સાથે લગ્ન કરવાવાળા જ્ઞાતિમાંથી બહાર થઈ જાય છે.બોધાયનના હિસાબે જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ સંગોત્રીય કન્યા સાથે લગ્ન કરે છે, તો તેને તે કન્યાનું માતૃત્વત્ પાલન કરવું જોઈએ.


संगौत्रचेदमत्योपयच्छते मातृपयेनां विमृयात् ગોત્ર પ્રાપ્ત નથી થતી, એટલે લગ્ન પશ્ચાત કન્યાનું ગોત્ર બદલાય જાય છે અને તેના માટે તેના પતિનું ગોત્ર લાગૂ થઈ જાય છે. વિવિધ સમુદાયોમાં ગોત્રની સંખ્યા જુદી-જુદી હોય છે. મોટાભાગે ત્રણ ગોત્ર છોડી જ લગ્ન કરવા જોઈએ એક સ્વયંનું ગોત્ર, બીજું માતાનું ગોત્ર (એટલે કે જે ગોત્ર કે કુળમાં માતાનો જન્મ થયો હોય) અને ત્રીજો દાદીનો ગોત્ર. અમુક જગ્યાએ નાનીના ગોત્રને પણ માનવામાં આવે છે અને તે ગોત્રમાં પણ લગ્ન નથી થતા.

ધાર્મિક માન્યતા મુજબ એક જ ગોત્ર અથવા એક જ કુળમાં લગ્ન કરવા સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. આ પ્રતિબંધ એટલે લગાવવામાં આવ્યો છે કારણ કે એક જ ગોત્ર અથવા કુળમાં લગ્ન થવા પર દંપત્તિની સંતાન અનુવાંશિક દોષની સાથે ઉત્પન્ન થાય છે. આવા દંપત્તિની સંતાનમાં એક જેવી વિચારધારા, પસંદ, વ્યવહાર લગેરેમાં કોઈ નાવીન્ય નથી હોતો. આવા બાળકોમાં રચનાત્મકતાનો અભાવ હોય છે. વિજ્ઞાન દ્વારા પણ આ સંબંધમાં આ વાત કરવામાં આવી છે કે સંગોત્ર લગ્ન કરવા પર મોટાભાગે આવા દંપત્તિની સંતાનમાં અનુવાંશિક દોષ એટલે કે માનસિક વિકલાંગતા, અપંગતા, ગંભીર રોગ વગેરે જન્મજાત જ જોવા મળે છે. શાસ્ત્રો મુજબ આ જ કારણોસર સંગોત્ર લગ્ન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

વૈદિક હિન્દુ સંસ્કૃતિમાં એક જ ગોત્રમાં લગ્ન વર્જિત હોવાનો મુખ્ય કારણ એ છે કે એક જ ગોત્રમાં હોવાને લીધે તે પુરૂષ તથા સ્ત્રી ભાઈ-બહેન કહેવાય છે, કારણ કે તેમના પૂર્વજ એક જ હતા. જોકે આ વાત થોડી અજાયબી લાગે કે જે સ્ત્રી તથા પુરૂષને એકબીજાને ક્યારેય જોયા પણ નથી અને બંને અલગ-અલગ દેશોમાં પરંતુ એક જ ગોત્રમાં જન્મયાં, તો તે ભાઈ-બહેન થઈ ગયા. તેનું મુખ્ય કારણ એક જ ગોત્ર હોવાને લીધે ગુણસૂત્રોમાં સમાનતાનું પણ છે. ઓશોનું કથન છે કે સ્ત્રી-પુરૂષ જેટલી વધુ દૂરીમાં લગ્ન કરે છે તેમની સંતાન ટલી જ વધુ પ્રતિભાશાળી અને ગુણી હોય છે. તેમાં અનુવાંશિક રોગ હોવાની શકયતાઓ ઓછામાં ઓછી હોય છે. તેમના ગુણસૂત્ર ખૂબ જ મજબૂત હોય છે અને તે જીવન-સંધર્ષમાં પરિસ્થિતિઓનો દૃઢતાની સાથે મુકાબલો કરે છે.