99 ટકા પતિઓને નથી ખબર કે પત્નીઓ આ કારણે કરે છે તેમની સાથે વિશ્વાસઘાત,કારણ જાણીને તમે પણ ચોકી જશો……

0
331

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજના સમયમાં યુગલોમાં વિશ્વાસઘાતનું પ્રમાણ વધ્યું છે. આપણા દેશમાં આ બાબત બિલકુલ સ્વીકાર્ય નથી. પિૃમના દેશોમાં આ બાબતને સહજતાથી લેવામાં આવે છે. એકપતિત્વ કે એકપત્નીત્વ આપણી સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. તેમાં પતિ-પત્ની વચ્ચે પ્રેમ, નિષ્ઠા અને સર્મિપતતા હોય છે. અનેક વ્યક્તિઓ સાથે શારીરિક સંબંધ બાંધવો એ ક્યાં તો બહુપત્નીત્વનો એક ભાગ છે,ક્યાં તો લગ્નેતર સંબંધો છે.

આ પ્રકારના સંબંધો ગેરકાયદેસર ગણાય છે અને તેમાં એક વ્યક્તિ વિશ્વાસઘાતનો ભોગ બને છે.હાલ દિવસે-દિવસે જમાનો આધુનિક બનતો જાય છે. હાલ આપણા દેશ માં ટેકનોલોજી નો એ સ્તર સુધી વિકાસ થઈ ગયો છે કે જે વસ્તુ ભૂતકાળ માં શકય ના હતી તે હાલ ના જમાના માં શકય છે. પહેલા ના સમય માં બે વ્યક્તિઓ ને એકબીજા સાથે વાત કરવી હોય તો તેના માટે પત્ર વ્યવહાર નો ઉપયોગ થતો. પરંતુ , જયાર થી માર્કેટ માં સ્માર્ટફોન સસ્તા ભાવે પ્રાપ્ત થવા માંડયા ત્યાર થી આ સંપૂર્ણ માળખા માં જ પરિવર્તન થઈ ગયું છે.

લગ્નેતર સંબંધો બાંધવાનું વલણ એક વિકૃતિ છે અને છેવટે તે નિરાશા લાવે છે. પુરુષ જ્યારે જાતીય રીતે અસંતુષ્ટ હોય ત્યારે લગ્નેતર સંબંધ બંધાય છે. પુરુષોમાં આ સંભાવના વધારે હોય છે. પુરુષો માટે જાતીય-સંતોષ વધારે મહત્ત્વનો હોય છે. સ્ત્રીઓ માટે ભાવનાત્મક જોડાણ, મેળ વધુ મહત્ત્વ ધરાવે છે. જે લોકો સેક્સ અને પ્રેમને જુદા પાડીને જોઈ શકે છે તેઓ વિશ્વાસઘાત કે લગ્નેતર સંબંધને સારી રીતે સમજી શકે છે.હાલ આ સ્માર્ટફોન્સ મા વિવિધ પ્લેટફોર્મ દ્વારા એવી બધી એપ્લિકેશન્સ બહાર પાડવા માં આવી છે કે જેની મદદ થી તમે સરળતા થી અન્ય વ્યક્તિ સાથે જોડાઈ શકો.

પરંતુ , આ સુવિધાઓ ના જેટલા લાભો છે તેટલા જ ગેરલાભો પણ છે. કેવી રીતે ? ચાલો જાણીએ. હાલ એકસ્ટ્રા મેરીટલ ડેટીંગ એપ ગ્લીડેન દ્વારા થોડા સમય પૂર્વે એક સર્વે કરવામાં આવ્યું હતુ. આ સર્વે મુજબ આપણાં દેશ માં ૧૦ માંથી ૭ સ્ત્રીઓ તેના પતિ સાથે વિશ્વાસઘાત કરે છે.જેનુ કારણ એવું છે કે, તે ઘર ના કોઈ કાર્ય મા ભાગ નથી લેતા તથા અમુક સ્ત્રીઓ તો એ કારણોસર વિશ્વાસઘાત કરે છે કારણ કે , તેમનુ વૈવાહિક જીવન બોરીંગ બની ગયું હોય છે.

આ ગ્લીડન નામની ડેટીંગ એપ નો હાલ ૫ લાખ થી પણ વધુ ભારતીયો ઉપયોગ કરી રહ્યા છે. આ એપ્લિકેશન દ્વારા ‘સ્ત્રીઓ વ્યભિચાર શા માટે કરે છે ?’ આ શીર્ષક હેઠળ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.ઘણી વાર વિશ્વાસઘાત એ વ્યભિચારનો એક ભાગ હોય છે. તે કરનાર વ્યક્તિઓ રોજ પોતાના જાતીય-સંતોષ માટે નવા સાથીદારને શોધતા હોય છે. આ પ્રકારના લોકો પોતાની જાતીય ભૂખને સંતોષી લે છે, પરંતુ તેઓને પૂરો જાતીય સંતોષ મળતો નથી. આ પ્રકારના લોકો જાતીય રોગોના પણ શિકાર બને છે.

ઉતાવળે જાતીય-સહવાસ કરતી વખતે તેઓ રક્ષણાત્મક પગલાં લેવાનું ભૂલી જાય છે. પરિણામે ગોનોરિયા, સિફિલિસ અને એઈડ્સ જેવા રોગોનો ચેપ તેઓને લાગે છે. વ્યભિચાર માણસને બીમાર માનસિકતાવાળો બનાવી દે છે. તે મિત્રો અને કુટુંબતી દૂર થતો જાય છે અને એકલો પડી જાય છે.આ સર્વે મા આ વાત બહાર આવી કે બેંગ્લોર , કોલકાતા તથા મુંબઈ જેવા શહેરો મા વસતી વધુ પડતી સ્ત્રીઓ પોતાના પતિ સાથે વિશ્વાસઘાત કરતી હોય છે.

આ ગ્લીડન એપ્લિકેશન ના માર્કેટીંગ તજજ્ઞ એવું જણાવે છે કે, આ સર્વે માં ૧૦ માંથી ૪ સ્ત્રીઓ નું એવું માનવું હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તેમનો અને તેમના જીવનસાથી નો સંબંધ અત્યંત ગાઢ બન્યો છે.આ ગ્લીડેન એપ્લિકેશન ના ૫ લાખ ભારતીય યુઝર્સ માંથી ૨૦ ટકા પુરૂષો અને ૧૩ ટકા સ્ત્રીઓ એ આ વાત સ્વીકારી છે કે તે પોતાના લાઇફ પાર્ટનર સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે.ગ્લીડન એપ્લિકેશન ને ૨૦૦૯ મા ફ્રાન્સ માં લોન્ચ કરવામાં આવી હતી.

ભારત માં તેનું આગમન ૨૦૧૭ ના વર્ષ માં થયું અને હાલ ફકત બે જ વર્ષ માં આ એપ્લિકેશન ના ૩૦% જેટલા યુઝર્સ ભારતીયો છે. આ યુઝર્સ માં મુખ્યત્વે ૩૪ વર્ષ થી લઈને ૪૯ વર્ષ સુધી ની પરિણીત સ્ત્રીઓ પણ છે.લગ્નબંધન કે પ્રેમ-બંધનમાં દગાખોરી બંને પક્ષોમાં તીવ્ર તાણ અને ચિંતા ઉત્પન્ન કરે છે. એક વ્યક્તિ દ્વારા થયેલી છેતરપિંડી બીજી વ્યક્તિને હૃદયભગ્ન કરી દે છે. ભોગ બનેલી વ્યક્તિ એકલતા, ઈર્ષ્યા, હીનતા, દુઃખ, ચિંતા, અસહાયતાનો અનુભવ કરે છે. કેટલીક વાર આવા સંબંધોનો અંત આવી જાય છે અને કેટલીક વાર બંને પક્ષ સમજપૂર્વક સંબંધોને સુધારી લે છે.

આ ગ્લીડેન એપ્લિકેશન નો ઉપયોગ કરતી ૭૭% ભારતીય સ્ત્રીઓ આ વાત ને માને છે કે તેમના પતિ સાથે વિશ્વાસઘાત કરવાનુ ફકત એક જ કારણ હતું કે તેમનું લગ્નજીવન સાવ બોરીંગ બની ગયુ હતુ. આથી જયારે તેમણે લગ્ન ની બહાર એક સાથી ની શોધ કરી ત્યારબાદ તેમના જીવન માં પુન: ઉત્સાહ ની અનુભૂતિ થઈ. આ ઉપરાંત આ સર્વે માં એ પણ જાણવા મળ્યું કે , જે લોકો સમલૈંગિક સંબંધો ઈચ્છે છે તેમને પણ આ એપ્લિકેશન દ્વારા એક યોગ્ય સાથી મળી જાય છે.

દગો કરનાર વ્યક્તિ ઘણી વાર પોતાના સર્મિપત સાથીદારની લાગણીઓ અને ભાવનાઓની પરવા નથી કરતાં. તે નિર્લજ્જ બની જાય છે. આવી નિર્લજ્જ વ્યક્તિનો વિશ્વાસ કોઈ નથી કરવું. પોતાની સાથે પણ તે દગો કરશે એવા ભયથી કોઈ તેની સાથે સંબંધ બાંધવાનું પસંદ નથી કરતું. તેના મિત્રો સગાંઓ વગેરે પણ તેનાથી દૂર રહેવાનું પસંદ કરે છે. આવી વ્યક્તિ માટે વિજાતીય લોકો ફક્ત એક ચીજવસ્તુ હોય છે. આવી વ્યક્તિઓમાં નૈતિકતા નથી હોતી. બીજાંને ભોગે ફક્ત મજા કરી લેવી એ જ તેઓનો હેતુ હોય છે. અંગત સ્વાર્થ માટે તેઓ પોતાના પ્રિયજનને છેતરી શકતા હોય છે.

તેઓમાં સ્વમાન પણ નથી હોતું. જેના મનમાં સ્વજન માટે પ્રેમ હોય તે માણસ ક્યારેય પોતાના સ્વજન સાથે વિશ્વાસઘાત કરતો નથી.કેટલીક વાર માણસો સંતોષકારક જાતીય જીવનના અભાવને કારણે અથવા સાચા પ્રેમની શોધમાં અનેક સંબંધો બાંધતા હોય છે. કેટલીક વાર યુગલોમાં એક વ્યક્તિમાં પ્રબળ જાતીય ઈચ્છા હોય છે અને બીજી વ્યક્તિમાં પ્રબળ જાતીય-ઈચ્છા નથી હોતી. આ કારણથી પણ પ્રબળ ઈચ્છા ધરાવતી વ્યક્તિ અસંતુષ્ટ રહે છે અને તેને સંતોષવા માટે તે બીજાં સાથીની શોધ કરવા પ્રેરાય છે.

લિવ ઈન રિલેશનશિપ વિશ્વાસઘાતના ક્ષેત્રમાં નથી આવતી, કારણ કે તેમાં બંનેને પરસ્પરમાં વિશ્વાસ હોય છે અને તેથી જ તે રિલેશનશિપ બની હોય છે.કેટલીક વાર યુગલોમાં તાણભર્યા સંબંધ હોવાને કારણે તેઓના મનમાં અસંતોષ અને બદલાની ભાવના જાગે છે. આવા સંબંધોમાં વ્યક્તિઓ વિશ્વાસઘાત કરવા પ્રેરાય છે. વાસ્તવમાં તે વ્યક્તિઓ ખરાબ નથી હોતી, પરંતુ પોતાની જાતીય-ઈચ્છાને સંતોષવા અથવા બદલો લેવા તેઓ અન્યત્ર સંબંધ બાંધે છે.

અલગ થવું કે છૂટાછેડા જેવી ઘટનાઓમાં વિશ્વાસઘાત, કપટ વગેરે બાબતો જવાબદાર હોય છે. માણસ પોતે છળ-કપટ કરી શકે છે, પરંતુ પોતાના સાથીએ કરેલા વિશ્વાસઘાતને તે સહન કરી શકતો નથી, સ્વીકારી શકતો નથી.માણસે શરૂઆતથી જ પોતાના નકારાત્મક વલણોને કે ટેવોને નિયંત્રણમાં રાખવો જોઈએ. જો આમ ના થાય તો આગળ જતાં ગંભીર પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ વિશ્વાસઘાત જેવી બાબતોથી હંમેશાં દૂર રહે છે.

સામાન્ય રીતે વિશ્વાસઘાતી માણસો માનસિક રીતે નબળા હોય છે. તેઓની લાગણીઓ અસ્થિર હોય છે અને તેથી તેઓ કોઈને સર્મિપત બનીને રહી શકતા નથી. તેઓ મૃગજળની શોધમાં જીવનભર દોડતા રહે છે.જ્યારે બંને સાથીદારો સમાન પ્રકારની પ્રકૃતિ અથવા વલણો ધરાવતા હોય ત્યારે તેઓ વચ્ચે ખાસ ઘર્ષણ થતું નથી. કેટલાંક યુગલો જાતીયતા તરફ અનિયંત્રિત વલણ ધરાવતાં હોય છે. તો કેટલાંક યુગલો સંયમિત વલણ ધરાવતા હોય છે. બંનેના વલણો સમાન હોય તો તેઓના સંબંધમાં વાંધો આવતો નથી.

વિશ્વાસઘાત કરનાર વ્યક્તિને હંમેશાં પોતે ખુલ્લા પડી જવાનો ડર સતાવતો હોય છે. આમેય વ્યભિચારી વ્યક્તિ હંમેશાં સમાજમાં ટીકાપાત્ર બની છે. તે પોતે પોતાની જાતને દોષિત નથી માનતા, પરંતુ તેઓને એ ખબર હોય છે કે, સમાજ તેઓને માફ નહીં કરે. તેથી તેઓ પોતાના પ્રેમપ્રકરણોને છાનાં રાખવા પ્રયત્ન કરતા હોય છે. જોકે આજે સમાજ ઝડપથી બદલાઈ રહ્યો છે. નૈતિકતાના માપદંડો બદલાવા માંડયા છે. દગો કરનારાઓના મનમાં હવે દોષિતપણાની કે બદનામીની લાગણી ઘટતી જાય છે.

કેલિફોર્નિયાની એક યુનિવર્સિટીએ ઈ.સ. ૨૦૧૫માં મોટા પાયે વિશ્વાસઘાત પર એક અભ્યાસ હાથ ધર્યો હતો. તેમાંથી જાણવા મળ્યું કે, ઈર્ષ્યાની સ્થિતિમાં સ્ત્રી અને પુરુષની પ્રતિક્રિયા ભિન્ન હોય છે. ચોસઠ હજાર અમેરિકનો પર થયેલા આ અભ્યાસમાં જાતીય અને લૈંગિક વલણો, જાતીય ભાવનાત્મક વિશ્વાસઘાત તરફની બંનેની પ્રતિક્રિયાઓમાં જોવા મળતો ભેદ વગેરે વિશે ઘણું જાણવા મળ્યું હતું.

તેમાં ભાગ લેનારાઓને પૂછવામાં આવ્યું હતું કે જો તેઓનો સાથી કોઈની સાથે જાતીય સંબંધ બાંધે, પરંતુ ભાવનાત્મક રીતે ના બંધાય તો તેઓની કેવી પ્રતિક્રિયા હશે? જો તેઓનો સાથી ભાવનાત્મક રીતે અન્ય સાથે જોડાય, પરંતુ જાતીયસંબંધ ના બાંધે તો તેઓ કેવો અનુભવ કરશે? તેમાંથી જાણવા મળ્યું કે સ્વસ્થ જાતીય-વલણો ધરાવતા પુરુષો સ્વસ્થ જાતીય-વલણો ધરાવતી સ્ત્રીઓની તુલનાએ જાતીય-સંબંધોથી વધુ નિરાશ હતા. તેઓ ભાવનાત્મક જોડાણોની બાબતમાં સ્ત્રીઓ જેટલા ચિંતિત ન હતા.સમલિંગી અને ઉભયલિંગી જાતીય-વલણો ધરાવતા લોકોમાં ખાસ કોઈ તફાવત ન હતો.

પુરુષ પહેલેથી જ વધુ જાતીય-ઈચ્છા ધરાવનાર સાથી રહ્યો છે. તેથી જ્યારે કોઈ સ્ત્રી વિશ્વાસઘાત કરે ત્યારે તેના પુરુષના સામર્થ્ય સામે શંકા ઊભી થાય છે. આ વાત તે પુરુષના પુરુષત્વને પડકારે છે. જેથી તે પુરુષ ઉગ્ર પ્રતિક્રિયા કરે છે. જ્યારે સ્ત્રીને પહેલેથી જ લાગણીશીલ અને ભાવનાશીલ માનવામાં આવી છે. તેથી તેને તે પ્રમાણે વર્તવાનું શીખવવામાં આવે છે. જેથી સંબંધ જળવાઈ રહે. જો પુરુષ અન્ય સ્ત્રીની ભાવનામાં બંધાય તો તે પુરુષની સાથીદાર સ્ત્રી અસલામતીનો ભોગ બને છે. સ્ત્રી ફક્ત જાતીય સંબંધને એટલો જોખમી નથી માનતી જેટલો તે ભાવનાત્મક સંબંધને માને છે