ફક્ત અનિલ અંબાણી જ નહીં હવે આ પાંચ અબજોપતિઓનો, પણ આવી ગયો છે રડવાનો વારો, જુઓ…….

0
548

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો આજે હું તમારા માટે આ લેખમાં એક એવી વાત વિશે જણાવવા જઈ રહ્યો છુ કે દુનિયાના ટોચના ઉદ્યોગપતિઓમાં સામેલ અનિલ અંબાણી કંગાળ થવાની નજીક પહોંચી ગયા છે.જોકે, દેશમાં માત્ર અનિલ અંબાણી જ એકલા એવા ઉદ્યોગપતિ નથી, જે હવે ધનકુબેર નથી રહ્યા. આ અગાઉ કેફે કોફી ડેના સંસ્થાપક વી. જી. સિદ્ધાર્થ, જેટ એરવેઝના સંસ્થાપક અને પૂર્વ CEO નરેશ ગોયલ, યસ બેંકના સંસ્થાપક રાણા કપૂર અને ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર મલવિંદર સિંહ અને શિવિંદર સિંહ પણ આ શ્રેણીમાં સામેલ છે. તો ચાલો જાણી લઈએ કે કયા ઉદ્યોગપતિઓ કંગાળ બનવા જઈ રહ્યા છે.

અનિલ અંબાણી.અનિલ અંબાણી રિલાયન્સ કમ્યુનિકેશન્સના ચેરમેન છે અને તેમનો રિલાયન્સ ગ્રુપ છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો છે. ગ્રુપ પર દેવાનો ભારે બોજો છે, જેના કારણે તે મુશ્કેલીમાં છે. બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, આજ સુધીમાં રિલાયન્સ ગ્રૂપનું 13.2 અબજ (લગભગ 93,000 કરોડ રૂપિયા) નું દેવું છે.2005માં વારસામાં પિતા પાસેથી મળેલી સંપત્તિની વહેંચણી થયા બાદ મુકેશ અને અનિલ અંબાણી લગભગ એકસરખા લેવલ પર હતા. 2007માં અનિલ અંબાણી પાસે 45 અબજ ડૉલર અને મુકેશ અંબાણી પાસે 49 અબજ ડૉલરની સંપત્તિ હતી. 2008ની ફોર્બ્સની યાદીમાં અનિલ અંબાણી દુનિયાના છઠ્ઠા સૌથી ધનવાન વ્યક્તિ હતા. આવામાં સવાલ એ થાય કે, આખરે એવું શું થયું કે અનિલ અંબાણીનું આટલું મોટું સામ્રાજ્ય સમાપ્ત થઈ ગયું.

એરિકસન સાથે પણ આવો જ વિવાદ ઉભો થયો હતો. રિલાયન્સ કમ્યુનિકેશને એરિક્સનને 550 કરોડ ચૂકવવા પડ્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું પછી, અનિલ અંબાણી દેવું ચૂકવવા સંમત થયા અને મુકેશ અંબાણીએ આમાં તેમની મદદ કરી.રિલાયન્સ કમ્યુનિકેશન્સ પર અનિલ અંબાણી ઉપર સૌથી વધુ 50,000 કરોડનું દેવું છે. આરકોમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) તરફથી મહત્તમ લોન લીધી છે. 11 જૂન સુધીમાં, આરકોમ પાસે માર્કેટ કેપિટલાઈઝેશન 462 કરોડ રૂપિયા હતું.આ સાથે, તમને જણાવી દઈએ કે રિલાયન્સ પાવર પર 31,697 કરોડ રૂપિયાનું દેવું છે અને 11 જૂન સુધીમાં, તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1,669 કરોડ હતું.રિલાયન્સ નેવલ અને એન્જિનિયરિંગ રિલાયન્સ નેવલ અને એન્જિનિયરિંગ પર અનિલ અંબાણીનું 10,689 કરોડ રૂપિયાનું દેવું છે અને 11 જૂન સુધીમાં તેનું માર્કેટ મૂડી 467 કરોડ રૂપિયા હતું.

વીજી સિદ્ધાર્થ.કેફે કોફી ડેના માલિક વીજી સિદ્ધાર્થને કોણ ભૂલી શકે છે, જેમણે દેવાને કારણે 2019માં એક નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. કેફે કોફી ડેના ફાઉન્ડરે 5 લાખ રૂપિયાની સાથે પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો અને એક અબજ ડૉલર કરતા વધુની સંપત્તિના માલિક બની ગયા હતા. જોકે, બાદમાં તેઓ દેવાની જાળમાં ફસાતા ગયા અને આત્મહત્યા કરી લીધી. પોતાના સુસાઈડ લેટરમાં તેમણે લેણદારોના પ્રેશર અને આયકર અધિકારીઓ દ્વારા ઉત્પીડનની વાત લખી હતી.

નરેશ ગોયલ.જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલ એક સમયે એવિએશનના કિંગ કહેવાતા હતા. ગોયલે 1991માં જેટ એરવેઝની શરૂઆત કરી હતી. જોતજોતામાં આ કંપની એવિએશન ક્ષેત્રમાં ઝડપથી આગળ વધતી ગઈ. જોકે, બાદમાં નરેશ ગોયલના ખોટા નિર્ણયોને કારણે કંપની પર ભારે દેવું થઈ ગયું. 2007માં એર સહારાને 1450 કરોડ રૂપિયામાં ખરીદી લીધી. ત્યારે આ નિર્ણયને ગોયલની ભૂલ તરીકે જોવામાં આવ્યો. ત્યારથી કંપનીએ નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જેટ એરવેઝ પર આશરે 26 બેંકોનું 8500 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને પ્રેશરમાં આવીને નરેશ ગોયલે માર્ચમાં કંપનીના ચેરમેન પદેથી રાજીનામુ આપવું પડ્યું. હાલ ઈડી આ મામલાની તપાસ કરી રહ્યું છે.

રાણા કપૂર.ઈડીએ હાલમાં યસ બેંકના સહ-પ્રવર્તક રાણા કપૂરનો લંડનમાં 127 કરોડ રૂપિયાનો ફ્લેટ કબ્જે લીધો. ઈડીએ આ અગાઉ મની લોન્ડ્રિંગ મામલામાં પીએમએલએ અંતર્ગત રાણા કપૂરની 2203 કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ કરી છે. રાણા કપૂરની કેન્દ્રીય તપાસ એજન્સીએ માર્ચમાં ધરપકડ કરી હતી. હાલ તેઓ જેલમાં છે. રાણા કપૂર પર આરોપ છે કે, પોતાના સંબંધોને ધ્યાનમાં રાખીને તેમણે યસ બેંકમાંથી લોન આપી. યસ બેંકે અનિલ અંબાણી ગ્રુપ, IL&SF, સીજી પાવર, એસ્સાર પાવર, એસ્સેલ ગ્રુપ, રેડિયસ ડેવલપર્સ અને મંત્રી ગ્રુપ જેવા ગ્રુપ્સને લોન આપી છે.

મલવિંદર સિંહ અને શિવિંદર સિંહ.દિગ્ગજ દવા કંપની રેનબેક્સીના પૂર્વ પ્રમોટર ભાઈઓ મલવિંદર અને શિવિંદર સિંહને જાપાની કંપની દાઈચી સાંક્યો કેસમાં અવમાનનાના દોષી જણાતા 2019માં જેલ જવું પડ્યું હતું. દવા બનાવનારી દાઈચી સાંક્યોએ 3500 કરોડ રૂપિયા ન ચુકવવા પર સિંહ બંધુઓ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ફોર્બ્સે 2015માં ભારતના સૌથી ધનવાનોની યાદીમાં તેમને એકસાથે 35માં નંબર પર રાખ્યા હતા. ત્યારે તેમની સંપત્તિ 2.5 અબજ ડૉલર આંકવામાં આવી હતી. બંને ભાઈઓની બરબાદીની કહાની વર્ષ 2008માં શરૂ થઈ, જ્યારે તેમણે રેનબેક્સીમાં પોતાની હિસ્સોદારી જાપાની કંપની દાઈચી સાંક્યોને 9576 કરોડ રૂપિયામાં વેચી હતી. તેમાંથી મળેલા પૈસામાંથી તેમણે વર્ષ 2009-10માં 2000 કરોડ રૂપિયા દેવું અને ટેક્સ ચુકવવામાં ખર્ચ કર્યા. જ્યારે 1700 કરોડ રૂપિયા પોતાની બેંકિંગ સિવાયની નાણાકીય કંપની રેલિગેરમાં અને 2230 કરોડ રૂપિયા પોતાની હોસ્પિટલ ચેન ફોર્ટિસમાં નિવેશ કર્યા.