ઉત્તરાયણના દિવસે આ રાશિઓ બનવાની છે કરોડપતિ..800 વર્ષ બાદ બની રહ્યો છે આ મહા સંયોગ…

0
268

જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મમાં મકરસંક્રાંતિના તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે સૂર્ય ભગવાન ધનુરાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. અને આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. જ્યોતિષોના મતે આ વખતે મકરસંક્રાંતિનો તહેવાર ખાસ રહેવાનો છે. વાસ્તવમાં કેટલાક ખાસ યોગ આ દિવસે તહેવારને ખાસ બનાવે છે. જાણો આ વર્ષની મકરસંક્રાંતિ કેટલી ખાસ છે.

વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે મકરસંક્રાંતિ સુધીનો સમય માન-સન્માનમાં વધારો કરવાનો છે. કાર્યક્ષેત્રમાં આર્થિક લાભ થવાની સંભાવના છે. સૂર્યનું રાશિ પરિવર્તન પણ તમને સફળતા અપાવશે. પૈસા આવવાની નવી તકો પણ તમારી સામે આવી શકે છે.આ રાશિના જાતકોને આ વખતે મકરસંક્રાંતિમાં મિશ્રિત પરિણામ મળશે. પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવાનું રહેશે. પ્રેમી જાતકોએ પોતાના પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. અમુક કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. જો કે વેપાર અથવા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી યાત્રા તમને ફાયદો અપાવશે. વધારે ધન ખર્ચ થશે. તેમાં રોકાણ ફાયદાકારક હોઈ શકે છે.

મેષ રાશિ.મેષ રાશિના લોકોને મકરસંક્રાંતિ સુધી શત્રુઓ પર વિજય મળશે. કાર્યક્ષેત્રમાં તેની પ્રતિષ્ઠામાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાની સંભાવના છે. તેની સાથે વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ દૂર થશે. આ વખતે મકરસંક્રાંતિ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ સારી રહેવાની છે. કાર્યક્ષેત્રમાં સારા પ્રદર્શનથી તમારા સિનિયર અધિકારી તમારાથી ખુશ રહેશે. કોઈ નવી પરિયોજના પર તમે કામ શરૂ કરી શકો છો. જો નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સમય સારો છે. આ સમય દરમિયાન સૂર્યની શનિ સાથે યુતિ થશે. તેવામાં તમારો પોતાના પિતાના વિચારો સાથે ટકરાવ થઈ શકે છે.

મિથુન રાશિ.આ રાશિથી અષ્ટમ ભાવમાં સૂર્ય ગોચર થશે. ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂરીયાત પડશે. આ દરમિયાન તમારે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડશે. તેનાથી સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું આવશે. જે જાતકો પરિણીત છે તેમને સાસરીયા પક્ષ તરફથી મદદની અપેક્ષા છે.

સિંહ રાશિ.આ રાશિનો સ્વામી સ્વયમ સૂર્ય છે. આ રાશિમાં અષ્ટમ ભાવમાં સૂર્ય ગોચર થશે. વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સારો રહેશે. ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. નોકરી કરી રહેલા લોકોને કાર્યક્ષેત્રમાં પ્રશંસા અને પ્રમોશન મળશે. વળી વ્યવસાય સાથે જોડાયેલા જાતકોને પણ લાભ મળશે.

કન્યા રાશિ.સૂર્યના આ ગોચરથી કન્યા રાશિના જાતકોને અશુભ ફળની પ્રાપ્તિ થશે. કારણ વગર ની યાત્રા કરવી નહીં. નોકરી અને ભવિષ્યની ચિંતાઓથી તમે પરેશાન રહી શકો છો. સંતાનનું સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે, જેનાથી તમારો માનસિક તણાવ વધશે. જોકે પાર્ટનરને કોઈ મોટો પુરસ્કાર પ્રાપ્ત થઇ શકે છે.

તુલા રાશિ.આ સમયે સૂર્ય આ રાશિમાં ચતુર્થ ભાવમાં ગોચર કરશે. તેનાથી તમારા માતાના સ્વાસ્થ્યમાં ગડબડ થઈ શકે છે. જોકે આર્થિક મામલામાં ચીજો સુધરતી જણાશે. ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે. આ દરમિયાન તમે જમીન વેચાણ અથવા ખરીદ પણ કરી શકો છો. ગોચર કાળમાં સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.

વૃશ્ચિક રાશિ.મકરસંક્રાંતિ એટલે કે વૃશ્ચિક રાશિ થી સૂર્ય ત્રીજા ભાવમાં રહેશે. તમને ભાગ્યનો સાથ મળશે અને તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસ તમને સારા ફળ આપશે. જો કે તમારા શત્રુ આ દરમિયાન સક્રિય રહેશે, પરંતુ તમારે સાવધાની રાખવાની જરૂરિયાત છે, જેથી તમારા શત્રુ પરાસ્ત થશે. લાંબા અંતરની યાત્રા કરવાથી બચવું. ગોચર કાળમાં તમને નજીકના સંબંધીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થશે.

કર્ક રાશિ.સૂર્યનું કર્ક રાશિમાં સપ્તમ ભાવમાં ગોચર થઇ રહેલ છે. તેનાથી તમારા જીવનની બધી જ પરેશાનીઓ પહેલા કરતા વધી જશે. જો તમે લગ્નની યોજના બનાવી રહ્યા છો તો તમારે લાંબો સમય સુધી રાહ જોવી પડી શકે છે. ખર્ચમાં વધારો થઈ શકે છે. જો કે કાર્યક્ષેત્રમાં પ્રમોશન મળવાના અવસર પ્રાપ્ત થશે.

મીન રાશિ.એકાદશ ભાવમાં સૂર્યનું ગોચર તમારા માટે શુભ ફળદાયી સાબિત થશે. આ દરમિયાન તમને સફળતા પ્રાપ્ત થશે. સાથોસાથ વેપારી વર્ગના લોકો માટે આ નફો કમાવવાનો સમય છે. તમારા અધુરા રહેલા કાર્ય પૂર્ણ થશે અને તમને કાર્યક્ષેત્રમાં લક્ષ્ય પ્રાપ્તિ માટે પ્રશંસા મળશે. મીન રાશિમાં અન્ય અમુક ગ્રહોને પણ હાજરી છે, જેનાથી તમારી કાર્યક્ષમતા વધશે. જેથી તમારી આવકમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે.

ધન રાશિ.આ રાશિથી દ્વિતિય ભાવમાં સૂર્યનું ગોચર થશે. આર્થિક દ્રષ્ટિથી તમને શુભ પરિણામ મળશે. કારણ કે તમારી રાશિમાં ધન યોગનું નિર્માણ થઇ રહ્યું છે. જોકે આ દરમિયાન ખર્ચમાં વૃદ્ધિ પણ થઈ શકે છે. તેવામાં તમારા માટે રોકાણ કરવું અતિ લાભકારી સિદ્ધ થશે.

મકર રાશિ.સૂર્યનું ગોચર મકર રાશિમાં થવા જઈ રહ્યું છે. તેવામાં તમારા માટે સૂર્યનું આ પરિવર્તન ખૂબ જ ખાસ રહેશે. તમારા સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ અમુક પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમે આ દરમિયાન નોકરી બદલવાનું મુશ્કેલીભર્યો નિર્ણય લઈ શકો છો. જો કે વ્યવસાયમાં સક્રિય જાતકો માટે આ ગોચર ખૂબ જ શુભ રહેવાનું છે.

કુંભ રાશિ.કુંભ રાશિ માટે આ ગોચર બારમા ભાવમાં થવા જઈ રહ્યું છે. બારમા ભાવમાં હોવાને લીધે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. સાથોસાથ અમુક પડકારોનો પણ સામનો કરવો પડી શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો હાલમાં તમારે પોતાની આ યોજનાને ટાળી દેવી જોઈએ. ગોચર કાળ દરમિયાન ધ્યાન રાખો કે કોઈ પણ પ્રકારની ગેરકાનૂની ગતિવિધિઓ અને કાયદાનું ઉલ્લંઘન કરવું નહીં. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસને લઈને ગંભીર રહેવું.var